Kaach no sambandh - 1 books and stories free download online pdf in Gujarati

કાચ નો સબંધ - 1

કાચ નો સબંધ
🌸🌸🌸🌸


વાર્તા નું શિર્ષક જરા રસપ્રદ લાગ્યું હશે.હા,આજે હું તમારી સમક્ષ રાહુલ અને રિદ્ધિમા વચ્ચેનો વેવિશાળ સબંધ લઈને આવિ છું.આશા રાખું છુ કે આપ સૌ વાચક મિત્રો ને આ સામાજીક વાર્તા પસંદ આવશે.

🌸🍃🌸🍃🌸🍃🌸🍃🌸🍃🌸🍃🌸🍃🌸🍃🌸🍃🌸🍃

રાહુલ અને રિદ્ધિમા નિ પ્રથમ મૂલાકાત 🌸🌼🌸🌼🌸🌼
રાહુલ ના કાકા ને ઘરે થઈ હતી.રાહુલે પ્રથમ વાર રિદ્ધિમા ને ત્યાં જોઈ.રિદ્ધિમા નુ રૂપ નિહાળતા એ એની આંખોમાં વસી ગઈ.રાહુલ એકી નજરે રિદ્ધિમાં ના સૌંદર્ય ને નિહાળતો જ રહ્યો.કાકા આ દ્રશ્ય જોતાજ મનમાં હરખાણાં એને તરતજ રાહુલ ને કીધું કે દીકરીબા નું નામ રિદ્ધિમાં છે.
હાલ માજ કોલેજ પુરી કરિ છે.એમના પિતા સુયોગ્ય મુરતિયો શોધે છે.એટલે બાયોડેટા આપવા આવિ છે.દીકરીબા ખૂબજ સંસ્કારી છે અને સ્વરૂપવાન તો તમે🌼🌸🌼🌸🌼🌸🌼🌸🌼🌸🌼🌸🌼
જોઇ જ રહ્યા છો.
કાકાએ રાહુલના મનમા રહેલા તમામ સવાલોના જવાબ આપી દીધા હતા.પછી તો વાર સાની હતી.રિદ્ધિમા ત્યાથી નિકળી ગયાબાદ રાહુલે અચકાતા સ્વરે કાકા ને પુછ્યુ.
આપડા ઘર માં શોભે એવી લાગે છે.તમને યોગ્ય જણાય તો આ બાયોડેટા હું આપળા ઘરનાને બતાવું???
કાકા: હા હા જરૂર બતાવ.અને જો બધાના મંતવ્ય એક સરખા હોય તો વાર ન લગાડતા.આવિ દીકરીયો વાંરવાર ના મળે.

રાહુલ:જી કાકા ઘરનાં સાથે વાત કરિને પપ્પા મમ્મી જોડે વાત કરાવું છુ.હવે મને રજા આપો.

બાયોડેટા લઈ રાહુલ એના ઘર તરફ જતો રહ્યો.પાછળ થિ કાકાએ રિદ્ધિમા ના પપ્પા ને ફોન કરી વાત નિ જાણ કરિ.


રિદ્ધિમા ના પપ્પા: ફોન મુક્યા પછી રિદ્ધિમા ના મમ્મી ને સાદ પાળે છે.
એ સાંભળો છો ?તમને શું કહું છુ....
રિદ્ધિમા મા માટે એક ઠેકાણું આવ્યુ છે.પછી માંડીને વાત કરે છે.

સામે રાહુલ પણ બાયોડેટા લઈ ઘરે પહોંચી ગયો હોય છે ,ઘરના તમામ સદ્સ્યો ડાઈનીંગ હોલ પર જ ભેગા થઈ જાય છે.રાહુલ ક્ષણભર નો પણ વિલંબ કર્યા વગર તરતજ ટેબલ પર બાયોડેટા મુકે છે.
હરખુડા એવા રાહુલ ના દાદી તરતજ બોલી ઉઠે છે.લાવ લાવ સૌ પ્રથમ મને બતાવ ઘરમાં હું મોટી છું ને.અને રાહુલ ના મમ્મી તરતજ વાત કાપતા બોલ્યા કે હાહો તમે જ જોવો પેલા.મારી પસંદગી કરવમાં જે ભૂલ કરિ હતી એ ભૂલ બીજીવાર ના થાય આવો કટાક્શ કરિ ત્યાથી ચાલ્યા ગ્યા.
વાતાવરણ થોડુ ગંભીર થઈ ગયુ.ને કોઇ નિ મજાલ હતી કે આ સાસુ વહુ વચ્ચે બોલે.

રાહુલ: મમ્મી શું તમે તુતુમેમે ચાલું કરિ છે.સારુ લાગે છે કાઈ આટલા વર્ષો વિત્યા હવેતો તમે પણ સાસુ બનસો.શું મારી પત્ની સાથે પણ આમજ વર્તવાનુ છે તમારે તો અત્યારથી કહી જ દયો .
રાહુલનિ આવિ વાત સાંભળી બધાની નઝર રાહુલ સામે જ ટકી ગઈ.
ને બધા એક બીજાની સામું જોતા જોતા ખડખડાટ હસવા લાગ્યા.


બીજે દિવસે સવારે..

રાહુલ મમ્મી પપ્પા નાં રૂમ મા જાય છે.આમ સવાર મા રાહુલ ને રૂમ મા આવતો જોય એના મમ્મી પપ્પા સમજી જાય છે,કે દિકરો હવે પરણવા લાયક થઈ ગયો છે.અને રિદ્ધિમા રાહુલ ને પહેલી જ નજરે આંખ મા વસી ગઈ છે.
રાહુલ ના મમ્મી પપ્પા એકબીજાનિ સામું જોતા મનમા ને મનમાં હરખાય છે.

રાહુલ: મમ્મી શું વિચાર્યુ તમે બાયોડેટા વિશે.આપળા ઘર લાયક છે કે નહિ?
એકવાર મળીતો લયો તમે.
આવા સવાલો કરવા લાગ્યો.

રાહુલ ના પપ્પા: 📞hello હાંજી અમને બાયોડેટા પસંદ પડયો છે.તમે દીકરીબા ના મમ્મી પપ્પા જોડે વાત કરીને મળવાનું નક્કી કરિ લયો.

રાહુલ હરખાઈને ત્યાંથી ચાલ્યો જાય છે.
સામે રિદ્ધિમાં ના ઘરે પણ 📞ફોન આવે છે કે દિકરા વાળા મળવા તૈયાર છે.
બંને પક્ષે જોરદાર તૈયારી ચાલે છે.
જે દિવસની રાહ રાહુલ જોઇ રહ્યો હતો આખરે એ દિવસ આવીજ ગયો.બંને પક્ષ મુકતપણે વાતચિત કરિ શકે એટલા માટે મળવાનું રાહુલના કાકા ના ઘરે જ રાખ્યુ હતું.
રાહુલ ના પપ્પા ચોઘડિયામાં માનનારા એટલે સાંજે 5 વાગે શુભ ચોઘડિયે મળવાનું નક્કી કર્યુ હતુ.
બંને પક્ષ 5 ને 5 મિનિટે આવિ પહોંચ્યા કાકા ના ઘરે.


વધુ આવતા અંકે 🙏


✒હિરલબા તલાટીયા
*****************
*****************

બીજા રસપ્રદ વિકલ્પો