Lagni ek prem gatha - 1 books and stories free download online pdf in Gujarati

લાગણી એક પ્રેમ ગાથા - 1

બનાસ નદીના પંથકનું એક ગામડું હતું. આમ તો નાનું જ ગામ પણ રૂપાળું હતું. ગાર - માટી ને ઘાસ વડે બનાવેલ છત વાળા મકાનો , ગામની ભાગોળમાં આવેલ ગામ માતાનું એક મંદિર જ્યા એક પૂજારી હંમેશા માતાજી ની સેવા માં ત્યાં જ રહેતા. અને મંદિરથી થોડે દુર એક તળાવ ને ગામના પાછળ ના ભાગમાં નદીના વહેણ આ ગામને રમણીય કરી મુકતા હતા. આ શીવાય ગામમાં શુદ્ધ ઘી - દૂધ ખાનારા ને શરીરે વરું કે વાઘને પણ ભીડી પડે એવા યુવાનો રહેતા હતા.

ગામમાં ગણ્યા ગાંઠયા મકાનો હતા. ને આ ગણ્યા ગાંઠયા મકાનો માં મોનજીકાકા નું મકાન ગામના છેવાડે આવેલું હતું.

આ મોનજીકાકાના પરિવારમાં તેમની પત્ની જમનામાં અને તેમના બે પુત્રો મનુડો અને જસુડો. આ ચારનો પરિવાર ખેતી અને ઘેટાં બકરા ચરાવી પોતાનું ગુજરાન ચલાવતા હતા. અને આ ઘેટાં બકરા ચરાવા માટે મનુડો જતો અને જસુડો ખેતીમાં માં-બાપ ને મદદ કરાવતો.

મનુડો અને જસુડો બંને ભાઈઓમાં ગણા હેત હતા. એક મેક માટે જાન પણ આપવી પડે તો પાછી પાની કરે એમ ન હતા. કોઈ કામથી ગામની બહાર જવાનું હોય કે આજુ બાજુના કોઈ ગામમાં જવાનું હોય તો બંને સાથે જ જાય. આ બંને મેળાના બહુજ શોખીન હતા. જો આજુ બાજુ ના કોઈ ગામમાં મેળો ભરાવાનો હોય તો આ બે ભાઈઓ પોતાનું કામ પતાવી નવા સફેદ કપડાં પહેરી અને મેળાની મોજ માણવા નીકળી પડતા.

એક દિવસ મનુડો ને જસુડો બેઠા બેઠા વાતો કરતા હતા. અને ત્યાં મણિકાકીનો લાલિયો આવી ને કહ્યું કે, એ મનુડા આ શ્રાવણ તો જલસા જ જલસા.
જસુડો બોલ્યો , શું થયું લા લાલિયા. કેમ જલસા જ જલસા મારા વાલા કંઈ નવા જૂની કે શુ..?
લાલિયાએ કહ્યુ કે, ' હાસ્તો વળી, અહીથી બે ગામ દૂર પીથલપુર ગામની સીમમાં ભગવાન શીવના મંદિરનો શિલાન્યાસ છે અને શિલાન્યાસના દિવસે આજુ-બાજુના બાર ગામને આમંત્રણ છે અને એ દિવસે ભારે હવન, પૂજા, જમણ, મેળો, ને સાથે આપણે જલસા. અને એના પછી પણ દર સોમવારે ત્યાં મેળો ભરાશે. આનાથી ખુસીની વાત બીજી કઈ હોય સકે. '

આટલું સાંભળતા જ મનુડો અને જસુડો હરખ પદુડા બની જાય છે. મનમાં ને મનમાં મેળાની તૈયારી કરવા લાગી જાય છે

અષાઢ ને જતા વાર નથી લાગતી ને શ્રાવણ આવી પહોચેં છે સાથે સાથે હવે શિલાન્યાસ નો સમય પણ નજીક આવી ગયો હતો. બધા લોકો શિલાન્યાસ માટે પીથલપુર જવાની તૈયારી માં લાગી ગયા હતા. પણ જસુડો અને મનુડો તો તૈયારી પહેલાથી જ પતાવી બેઠા હતા. નવા કપડાં, ચપ્પલ , માથાની પાઘડી , અને હજુ તાજા ફૂટેલા મુછના દોરાને આંકડી વાળી તૈયાર કરી લીધી હતી અને પોતાની સાથે આવવા માટે બે - ત્રણ બીજા મિત્રોને પણ તૈયાર કરી લીધા હતા.

પીથલપુર ગામની સીમમાં એકલા માણસ જવું ગજા બહારની વાત હતી કેમ કે ત્યાં રસ્તો જંગલમાંથી પસાર થતો હતો. અને એમાંય વધારાનું મનુડા અને જસુડાના ખભે મંદિરના પૂજારીનો પણ ભાર આવી ગયો કેમ કે મંદિરના પૂજારી ને પણ શિલાન્યાસમાં આમંત્રિત કરેલા અને પૂજારી એ આ બે ભાઈઓ સાથે જવાનું જણાવ્યું.
હવે સિલાન્યાસનો દિવસ આવી ગયો હતો. મનુડો , જશુડો ને સાથે લાલિયો, ગોપાલીયો, મગન અને મંદિરના પૂજારી આ છ જણા સવારે વેલા પીથલપૂર જવા નીકળી પડે છે.

પોતાના ગામની સીમ તો સવારના આછા અંધકારમાં જ પસાર કરી ધીરે-ધીરે જંગલમાં આગળ વધતા જતા હતા.

જંગલમાં રસ્તો જાડી-જાંખરાથી એવો ઘેરાયેલો હતો કે સવારમાં પડતા સૂરજનું પહેલું પ્રકાશ પુંજ તે જાડી- જાંખરામાં થી એવી રીતે જમીન પર આવતું હતું કે તે સ્પષ્ટ જોઈ સકાતું હતું અને સાથે પશુ-પંખીઓ ના મધ-મીઠા કલરવ, ઠંડા પવનની લહેર અને કુદરતના સૌંદર્ય ભરેલા વાતાવરણનો આંનદ માણતા માણતા બધા આગળ વધી રહ્યા હતા.

લગભગ અડધા સુધી પહોંચી જાય છે બધા. ને હવે પગદંડી વાળો રસ્તો સરૂ થાય છે જ્યા બોરડી, બાવળ ને આકડાના નાના છોડવા ને ભાઠા વાળી જમીન જ્યા વરસાદના પાણીના વહેણના કારણે કોતરો પણ બની ગયા હતા.

સવારના લગભગ આઠ-નવ વાગ્યા હશે બધા એક હારમા ચાલી રહ્યા હતા ત્યાં મગનના પગમાં આંટી આવતા તેનું ચપ્પલ તૂટી જાય છે અને તે ચપ્પલ હાથમાં લઇ જેવો પગ જમીન પર મૂકે છે કે તેને આહલાદક આનંદ ની અનુભૂતિ થાય છે મગન બધાને બૂમ પાડી કહે છે કે, " એય લાલિયા, જશુડા જરા ચપ્પલ કાઢી પગ રેતીમાં તો મુકો કેવો મજા પડે હે કેવી મસ્ત ઠંડી ઠંડી રેતી હે ". આ સાંભળી બધા ખુલ્લા પગે રેતીમાં ચાલવાનો આનંદ ઉઠાવે છે.

હવે તડકામાં ગરમીનું પ્રમાણ વધવા લાગ્યું હતું. બધાને થાક લાગી રહ્યો હતો અને આથી બધા એક આંબલીના વૃક્ષના ઘટાદાર છાયામાં બેસે છે ત્યાં પોતે સાથે લાવેલ નાસ્તો કરે છે અને બધા આરામ થી બેઠા હોય છે.

વધેલા નાસ્તાનો એંઠવાડ બાજુમાં ફેંક્યો હતો અને તેથી ત્યાં રોટલાની વાસના કારણે કીડી, ખિસકોલી ને ઊંદર તે ખાવા ત્યાં આવી જાય છે.

બધા મિત્રો હવે ચાલવાની તૈયારીમાં હોય છે ત્યાં અચાનક લાલિયો કુધ્યો ને બુમાં-બુમ કરવા લાગ્યો. બધા ગભરાઈ ગયા કે અચાનક આને શુુ થયું. ગોપાલિયો, મગન, મનુડો , જસુડો ને પૂજારી એને જ જોયા કરતા હતા. પણ લાલિયો તો કુદયા જ કરતો હતો ધોતી પણ કાઢી દીધી અને કે, "મારી ધોતિમાં કૈક ગુસી ગયું છે". આ સાંભળી મનુડો પોતાની લાકડી થી બાજુમાં પડેલી લાલિયાની ધોતી ઊંચી કરે છે તો તેમાંથી એક ઉંદર નિકળી ને જાડીમાં ઘુસી જાય છે.

ઉંદરને જોયા પછી બધા જ લાલિયા સામે જોઈ ખડખડાટ હસવા લાગે છે. પૂજારી પણ લાલિયા સામે જોઈ હસી પડે છે.

હસતા હસતા બધા આગળ વધવા લાગે છે લાલિયો પોતાની ધોતી પહેરી સૌની પાછળ હાલ્યો આવતો હતો.

થોડું ચાલ્યા પછી હવે ધીમા ધીમા અવાજ સંભળાવા લાગે છે સાથે ક્યાંક ક્યાંક લોકો પણ નજરે પડે છે. પૂજારી એ કહ્યું કે, - 'આપણે પીથલપુર ગામની સીમમાં આવી ગયા છીયે હવે મહાદેવના સ્થાનક સુધી પહોંચતા લગભગ અડધો કલાક જેવું લાગશે.'

અડધા કલાકમાં તો બધા ગામમાં આવી પહોંચે છે પીઠલપુર ગામના પાંદરે આવી બધા એક પરબ પરથી પાણી પીવે છે અને હાથ-મો ધોઈ મંદિર ભણી આગળ વધવા લાગે છે.

ગામથી પાંચેક મિનિટના અંતરે આવેલ મહાદેવના મંદિરનો મુઘટ હવે બધાને દેખાવા લાગ્યો હતો. બધા હવે મંદિરમાં પહોચે છે.

મંદિરમાં જામેલી ભીડ, પુજારીઓ, વિવિધ વેપારિયો, હવન કુંડો, અને મંદીરનું પરિસર જોઈ બધા દંગ રહી જાય છે.

હવે ધીમે ધીમે ડગ ભરતા આ બધા પણ ભીડનો હિસ્સો બની આગળ વધે છે જેમ જેમ આગળ વધે છે તેમ તેમ તેમની નજર સમક્ષ નવા નવા દ્રશ્યો પડે છે જે બધાને અચરજ પમાડતા હતા.

આ બધાની વચ્ચે મનુડા ની નજર અચાનક એક છોકરી પર પડી જે પાંચ સાત છોકરીઓ ની સાથે ધીરે ધીરે આગળ વધતા જતી હતી. થોડી વાર માં તો તે ભીડમાં ખોવાઈ ગઈ. પણ મનુડાંની આંખમાં તેની છબી જાણે છપાઈ ગઈ હતી.

મનુડો ઉતાળવે ચાલી તે છોકરી ની પાસે જઈ તેને જોવાની કોશિશ કરે છે પણ વ્યર્થ નીવડે છે તે છોકરી તેને ફરી ક્યાંય દેખાતી નથી તે ભીડમાં ખોવાઈ જાય છે.

( આગળ ના ભાગ વાંચવા માટે કેમેન્ટ કરો.. આભાર )


to be continue........
બીજા રસપ્રદ વિકલ્પો