Librarythi sharu thato prem - 1 books and stories free download online pdf in Gujarati

લાઈબ્રેરીથી શરૂ થતો પ્રેમ - 1

અનુરાગ તું જે બૂક શોધતો હતો તે લાઈબ્રેરીમાં આવીગઈ છે. અનુરાગ....... અનુરાગ.... અનુ. સાઈલેન્ટ પ્લીઝ લાઈબ્રેરીયને વુડન સ્કેલ પછાડતા સ્વર દીધો. ધૈર્ય શાંત થઈ ગયો અને એણે જોયું કે આરતીએ લાઈબ્રેરીમાં પ્રવેશ કર્યો છે અને અનુરાગ દરરોજની જેમ આરતીદર્શનમાં લીન થઈ ગયો છે. અનુરાગના મિત્રો તેને પ્રેમથી અનુ કહી બોલાવતા.
અનુરાગ અને આરતી ધો. ૧૨ પછી કોલેજ કાળના બીજા વર્ષમાં ભણી રહ્યા હતા. આ એમના જીવનનો ગોલ્ડન પીરીયડ ચાલી રહ્યો હતો. આમતો એમના પ્રેમ પ્રકરણને હજુ એકજ મહિનો થયો હતો. પણ બન્ને એકબીજાના પ્રેમમાં ગળાડુબ હતા. બન્નેની સમજણ શક્તિ ગજબની હતી. આ ઉમરે તેઓ અન્ય પ્રેમી પંખીડા કરતા અલગ તરી આવતા હતા. તેમના પ્રેમમાં મર્યાદાનું ઉલંઘન જરા સરીખુ પણ ન્હોતું. અનુરાગ અને આરતી બન્ને પુસ્તક પ્રિય હતા અને તેમનું પ્રેમ જીવન પણ લાઈબ્રેરીથીજ શરુ થાય છે. એમનો પુસ્તકો પ્રત્યેનો પ્રેમજ એમને એક સાચા પ્રેમી બનાવે છે હવસના નહી.
આમતો આજ પુસ્તક પ્રેમી બહુ ઓછા જોવા મળે છે. પરંતુ અનુરાગને આ લગન નાનપણથીજ હતી. કોલેજના બીજા વર્ષમાં આવતા આવતા તેણે કોલેજ લારબ્રેરીની બધી બુકો વાંચી લીધી હતી. અને જેવી કોઈ નવી બુક લાઈબ્રેરીમાં આવે કે એક પખવાડિયું પણ પૂરું ન થાય ને અનુરાગ એ બુક વાંચી લેતો. કોલેજના અભ્યાસક્રમ સિવાય અનુરાગની હોબીમાં પુસ્તક અને સ્પોર્ટસ મુખ્ય હતા એ સિવાયના સમયમાં એ સ્માર્ટ ફોનનો ઉપયોગ કરતો હતો. સ્વભાવે શાંત અને શરીરે શ્યામવર્ણી હતો. તો પૃષ્ટ પણ. તેની આંખો માંજરી હતી અને હાઈટ ઠીક ઠીક.
એક દિવસ અનુ લાઈબ્રેરીમાં બુક રીડીંગ કરી રહ્યો હતો. ત્યાં ગુલાબી અતરની સુગંધે તેનો ધ્યાનભંગ કર્યો. અનુએ જોયું કે એક સુંદર છોકરી તેની ત્રણેક સહેલીઓ સાથે લાઈબ્રેરીમાં પ્રેવેશે છે. તે હાઈટમાં અનુ જેટલી જ લાગતી હતી પરંતુ એકદમ વ્હાઈટ તેનું શરીર. ગાલપર ચૂંટી ભરીએ તો એટલો હિસ્સો લાલચોડ થઈ જાય. કાળી કાજળથી શોભતી આંખ્યું, શરીરે ગુલાબી પહેરવેશ અને ખભ્ભાપર લાલ બેગ જાણે એની સુંદરતામાં ચાર ચાંદ લગાવતા હતા. તેનું નામ આરતી હતું. અનુ તેને સાતેક મિનીટથી સતત જોઈ રહ્યો હતો આરતીની બહેનપણીએ તેનું ધ્યાન તે તરફ દોર્યું. આરતીને નવાઈ લાગી કે આ અનુ મને આમ સતત કેમ જુવે છે. આરતી અનુને ઓળખતી હતી કે તે વાંચવા બેઠો હોય તો તેની આસપાસ શું બને તેનું જરાપણ ભાન તેને હોતું નથી અને આજ શું થયું છે જે મારી સામે આમ અકીટસે જોયા રાખે છે. આરતી પણ અચરજમાં છે અને તેપણ અનુ સામે ત્રેણેક મિનીટથી સતત જોયા રાખે છે. અંતે અનુના હાથમાંથી પુસ્તક પડી જાય છે અને બન્ને પ્રેમનિદ્રામાંથી જાગે છે. આરતી શરમાઈને સીધી લાઈબ્રેરીની બહાર નીકળી જાય છે.
બન્નેજણ કોલેજની પાછળની બાજુએ તળાવ પાસે રોજ મળે છે. એક દિવસ અનુએ પૂછ્યું અચ્છા એ કે પેલા દિવસે તું લાઈબ્રેરીમાં શું જોઈ રહી હતી. જે તું જોઈ રહ્યો હતો આરતીએ કહ્યું.. પણ મને એ કહે કે તું શું જોઈ રહ્યો હતો આરતી જરા અલગ અંદાજમાં પૂછે છે. હમ. હમમ. હું જરા અચકાયા પછી અનુ બોલ્યો હ્રદયની લાગણી, મનની ગતી અને કામેરછા પર ક્યાં કોઈનો કાબુ છે. હું તો તારી એ સુંદરતા નિહાળી રહ્યો હતો જે મેં પહેલા ક્યારે જોઈ ન્હોતી. ઓય, આ શબ્દોની માયાજાળ રહેવા દે મને ખબર છે તું પુસ્તકનો કીડો છે તો હું પણ કાંઈ ઓછી નથી હો, તારી આ ભાષા હું સારીરીતે સમજુ છું. સાચું કહું આરતી હું “તને પ્રેમ કરું છું”! અનુ બોલ્યો. આરતી તો જોતીજ રહી જાય છે કે અનુ આ શું બોલી ગયો. બન્ને એકબીજાને પ્રેમનો ઈઝહાર કરે છે. આરતી કહે છે અનુ પણ મારી એક મૂંઝવણ છે? બોલને શું અનુએ વળતો પ્રશ્ન કર્યો. અનુ, હું ઇરછું છું કે જેમ હાલમાં આપણી મિત્રતાની કોઈ અસર તારા વાંચન પ્રત્યેના પ્રેમપર નથી પડી એમ આગળ પણ આપણા પ્રેમની તેના પર કોઈ નકારાત્મક અસર ન દેખાય અને તું આમજ વાંચન પર ધ્યાન આપતો રહે નહી કે મારી પાછળ પાગલોની જેમ પડ્યો રહે. અનુ હું ઇરછુ છું કે આપણું બાળક તારીજેમ હોશિયાર બને. ભલે હો, ચાલ હવે નહીતો લેકચર શરુ થઈ જશે. અનુ આરતીને ગાલપર હળવેથી ચુંટી ભરતો ચાલ્યો.
કોલેજના ત્રણવર્ષ પુરા થઈ જાય છે. અનુ અને આરતી લગ્ન પણ થઈ જાય છે. કેવું ચાલે છે બન્નેનું લગ્નજીવન જોઈએ ભાગ-૨ માં.

બીજા રસપ્રદ વિકલ્પો