પહેલો પ્રેમ ભાગ 2 aghro lekhak દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શેયર કરો

પહેલો પ્રેમ ભાગ 2

બધા છોકરી ને મોઢું ફાડી ફાડી ને જોતા હતા
છોકરી વંશ ને ગુસ્સે થી જોતા બોલી : શું તને કોઈએ વિવેક થી વાત કરવાનું નથી શીખવ્યું એક છોકરી સાથે આ રીતે વાત કરાય
વંશ : તને વાત ની પડી છે અરે આયા મરતા મરતા બચ્યો છું અને એ પછી પણ વિવેક થી વાત કરું કદાચ કંઈક થઇ ગયું હોત તો મને
છોકરી : કઈ થયું તો નથી ને શું નકામો ટાઈમ બગાડો છો અને મારી ભૂલ નથી તું જ જોયા વગર ગાડી ચલાવી રહ્યો હતો
વંશ : એવું છે તો તે સાઈડ કેમ ના આપી દુનિયા ની અંદર આપડે ગમે ત્યાં વળાંક વરવો હોય ને તો સાઈડ દેવી પડે છે
છોકરી : હવે એ તું મને શીખવાડીશ જેને સરખી રીતે વાત કરતા પણ નથી આવડતી ખડુસ જેવો
અત્યાર સુધી માં ભીડ વધારે ભેગી થઇ ગયી હતી બધા એને જ જોઈ રહ્યા હતા
વંશ ગુસ્સામાં : તે મને ખડુસ કીધો
છોકરી : નહીં મેં તારા ભૂત ને કીધો
ભીડ માંથી બે-ત્રણ લોકો ના હસવાની આવાજ આવી વંશે ગુસ્સે થી એ તરફ જોયું તો હસવાનો આવાજ બંધ થઇ ગયો
છોકરી : ઓય હેલો ખડુસ મારી સાથે વાત કર ને ત્યાં શું જોશ
વંશ : અત્યારે જો મારે મોડું ના થતું હોત ને તો હું તને દેખાડત તારા જેવી ઘમંડી ના મોઢે કોન લાગે હું તો ખાલી એટલું જ કવ છું કે આ તારું ઘર નથી કે બધી જગ્યા એ ઘર સમજીને પાપા ની પરી બનીને ઉડતા રહો આ ગાડી છે એ ઉડે નહીં
પાછો ભીડ માંથી હસવાનો આવાજ આવ્યો.
છોકરી કંઈક બોલતી એ પહેલા ત્યાં ટ્રાફીક ઇન્સ્પેક્ટર આવી ગયા અને આટલી ભીડ ને જોઈ ને બોલ્યા : શું થઇ રહ્યું છે અહીં
ત્યાંજ એની નજર વંશ અને છોકરી પાર જાય છે
ટ્રાફીક ઇન્સ્પેક્ટર : એય તમે બેય ટ્રાફિક જામ કરીને કેમ ઉભા છો
વંશ કંઈક બોલતો એ પહેલા છોકરી બોલી પડી
છોકરી (ક્યૂટ અને માસુમ મોઢું બનાવી ને) : જોવો ને સર વાંક આ છોકરા નો છે ને મારી ઉપર જ ગુસ્સે થાય છે એક એકલી માસુમ છોકરી જોઈ ને શક્તિ કપૂર બની રહ્યો છે
વંશે ચોંકી ને છોકરી સામું જોયું : તું ક્યારે માસુમ બની ગયી
છોકરી એ એવું માસુમ ચેહરો બનાવ્યો કે ટ્રાફીક ઇન્સ્પેક્ટર ને લાગ્યું કે વંશ નો જ વાંક છે
ઇન્સ્પેક્ટર (વંશ તરફ જોઈ ને) : જો છોકરા હું તારા જેવા લફંગા ને સારી રીતે ઓળખું છું છોકરી ને ફસાવા માટે કઈ પણ કરી શકો છો તારા જેવા ને તો જૈલ માં નાખી દેવા જોઈએ
આ જોઈ ને વંશ ને ગુસ્સો આવી ગયો
વંશ (ગુસ્સા માં) : સર તમે પહેલા મારી વાત તો સાંભળો તમને ખબર છે પેલા અહીં થયું છે શું પહેલા તાપસ કરો પછી વાંક કાઢો
છોકરી ને તો વધારે મજા આવી એ તો આવું જ કંઈક થાય એવું ઇચ્છતી હતી
છોકરી : જોયું સર તમારી સાથે પણ કેવી ગુસ્સે થી વાત કરે છે આ છે જ એક નંબર નો ગુંડો
ઇન્સ્પેક્ટર : લાગે છે કે તું એમ નહીં માને તને તો જેલ માં નાખવો જ પડશે
એમ બોલીને ટ્રાફીક ઇન્સ્પેક્ટર વંશ નો હાથ પકડી ને લઇ જાય છે વંશ ટ્રાફીક ઇન્સ્પેક્ટર ને કહેતો રહ્યો : મારી વાત તો સાંભળો....મારી વાત તો તમે સાંભળી નથી
પણ ટ્રાફીક ઇન્સ્પેક્ટર એની એક પણ વાત નથી સાંભળતા
છોકરી એ સ્કુટી ચાલુ કરી અને પાછળ ફરી ને જોયું તો વંશ ઇન્સ્પેક્ટર ને વિનંતી કરી રહ્યો હોય છે વંશે જયારે પાછળ જોયું તો છોકરી તને જોતી હતી છોકરી એ પણ જીભ બારી કાઢીને વંશ ના ચાળા પડ્યા આ જોઈ ને વંશ ને વધારે ગુસ્સો આવ્યો તે પાછું સીધું જોઈને ચાલવા લાગ્યો તે છોકરી એ જતા વંશ તરફ જોઈ ને કીધું "ઇશિતા નામ છે મારુ ઇશિતા એમ કોઈ ના હાથ માં નથી આવતી " અને હસી ને ચાલી જાય છે પણ થોડી આગળ જઈ ને જયારે એનો મગજ શાંત થયો ત્યારે એને થયું કે શું મેં સારું કર્યું કે ખરાબ, સાચે એ છોકરા ને ક્યાંક જવાની જલ્દી હશે તો, તો શું થયું એને પણ મારી સાથે ગુસ્સે થી વાત ના કરવી જોઈયે ને, પણ ઇશિતા વાંક તો તારો જ હતો ને તે જ સાઈડ નતી આપી ગુસ્સા માં ને ગુસ્સા માં મેં એ છોકરા ને ખોટો મુસીબત માં ફસાવી દીધો હવે મારે જ કંઈક કરવું પડશે એવુઉ વિચારી ને તેને સ્કુટી પછી વાળી.
ઇશિતા એ જગ્યા એ આવી ગયી જ્યાં ટ્રાફીક ઇન્સ્પેક્ટર અને વંશ હતા પણ ત્યાં તો ના ટ્રાફીક ઇન્સ્પેક્ટર હતા ના વંશ હતો
ઇશિતા : આ લોકો ક્યાં ચાલ્યા ગયા
ઇશિતા આ બધું વિચારતી હતી ત્યાં જ એના ફોન ની રિંગ વાગી ફોન એની ફ્રેન્ડ નેહા નો હતો
ઇશિતા : હા બોલ
નેહા : આરે તારે હજી કેટલી વાર છે આજે કોલેજ નો પહેલો દિવસ છે ને આજે જ મોડું કરીશ શું તું
ઇશિતા એ ઘડિયાળ માં જોયું તો ૧૦ વાગ્યા તા : હે ભગવાન !!! તું ઉભી રે હું પાંચ મિનિટ માં આવું છું
એવું કહીને ફોન કાપી નાખે છે સ્કુટી ચાલુ કરી ને હજી એક વાર આજુબાજુ જોવે છે પણ એને
ત્યાં કોઈ દેખાતું નથી ના વંશ ના ટ્રાફીક ઇન્સ્પેક્ટર અને દુઃખી મને ત્યાંથી ચાલી જાય છે
અહીં જયારે વંશ ને ઇન્સ્પેક્ટર લઇ જાય છે ત્યારે ઇન્સ્પેક્ટર બુક કાઢી ને બોલે છે : તારા જેવા બદમાશ ને ઠીક કરતા મને બોવ સારું આવડે છે તારું નામ બોલ
વંશ ને થયું કે હવે કઈ થઇ શકે એમ નથી જેલ માં જવું જ પડશે ત્યાંજ અચાનક એને યાદ આવે છે કે તેના મિત્ર આકાશ ના પપ્પા પણ ઇન્સ્પેક્ટર છે ચાલ એને ફોન લગાવી લઉ
વંશ : સર હું એક ફોન કરી શકું
ટ્રાફીક ઇન્સ્પેક્ટર: નહીં તું કોઈ ફોન નહીં કરી શકે તને મારા લગ્ન માં નથી બોલાવ્યો મેં
વંશ : શું સર તમારા હજી લગન નથી થયા તમારી ઉમર તો....
ટ્રાફીક ઈન્સ્પેક્ટરે વંશ ની સામે ગુસ્સે થી જોયું વંશ ને લાગ્યું કે તેને ઇન્સ્પેક્ટર ની દુખતી રગ પર હાથ મૂકી દીધો લાગે છે ઇન્સ્પેક્ટર પાછું તેનું કામ કરવા લાગ્યા
વંશ : સર મારા અંકલ પણ ઇન્સ્પેક્ટર છે પ્લીઝ વાત કરવા દ્યો ને
આ સાંભળી ને ઇન્સ્પેક્ટર તેને ફોન કરવાની હા પડે છે વંશ આકાશ ના પપ્પા ને ફોન લગાડે છે
વંશ : હેલો અંકલ હું વંશ બોલું છું
વંશ ઘણી વખત આકાશ ના ઘરે ગયેલો છે એટલે અંકલ તેને તરત ઓળખી જાય છે
અંકલ : હા બોલ વંશ દીકરા શું થયું
વંશે અંકલ ને પુરી વાત કહી દીધી
અંકલ : તું ઇન્સ્પેક્ટર ને ફોન દે હું વાત કરું છું
વંશ ટ્રાફીક ઇન્સ્પેક્ટર ને ફોન આપે છે થોડી વાર ઇન્સ્પેક્ટર ફોન પાર વાત કરે છે પછી ફોન વંશ ને આપે છે
ઇન્સ્પેક્ટર : અરે તે પહેલા કીધું હોત કે તું સક્સેના સાહેબ ની વાત કરી રહ્યો છે તો તને જવા દેત
વંશ (ગુસ્સા થી) : તમે મારી વાત સાંભળી જ ક્યારે જો સાંભળી હોત તો જરૂરત જ ના પડત ફોન કરવાની
ઈન્પેક્ટર : ઠીક છે તું જઈ શકે છે
વંશ : થૅન્ક યુ
વંશ ત્યાંથી બાઈક તરફ જવા લાગ્યો અને મન માં બોલ્યો : એ છોકરી માટે આજ સારું રહશે કે તે આજ પછી ક્યાંય મને દેખાય નહીં જો એ મને બીજી વાર મળી તો એની ખબર કાઢી લઈશ
વંશ બાઈક સ્ટાર્ટ કરીને કોલેજ તરફ જવા લાગ્યો.

ક્રમશઃ

પહેલી જ મુલાકાત માં વાવાજોડું આવી ગયું જોઈએ બીજી મુલાકાત માં શું હાલ થાય છે??? કે પછી બીજી મુલાકાત જ નહીં થાય...જોઈએ આગળ ના ભાગ માં ...આભાર.