કૃપા ગુણ વાળા ક્રાંતિવીર - 1 Amit Giri Goswami દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કૃપા ગુણ વાળા ક્રાંતિવીર - 1

ડિસક્લેમર: જો તમે ભૂતકાળમાં ધો 10 કે 12 માં બોર્ડના ટોપર રહી ચૂક્યા હો, તમારા સંતાન ટોપ 10 માં રહી ચૂક્યા હોય, તમારા પરિવાર માથી કોઈ ટોપ 10 માં આવ્યું હોઈ, કે પછી તમારું વાંચન નબળું હોઈ, હ્રદય નબળું હોઈ, મગજની કોઈ બીમારી હોઈ, તો આગળ વાંચવું નહિ. વાંચશો તો મજા આવશે !

જોયું... ના પાડી હતી ને કે વાંચશો નહિ તોય આવી ગયા ને વાંચવા ? તો હાલો હવે વાંચી જ નાખો આખી વાત.. ના વાંચો તો ટિક ટોક ના હમ હો !

અંગ્રેજી કેલેન્ડર નો પાંચમો મહિનો એટલે કે મે મહિનો. આ "મે" મહિનો "બે" વાત માટે ગુજરાત માં પ્રખ્યાત છે. કઇ બે વાત ? સોચો સોચો કૂછ તો સોચો યાર... યસ બિલકુલ સહી પકડે હૈ ! એ બે વાત એટલે કે એક તો ગરમી અને બીજું એટલે ગુણ પત્રક બોલે તો અપુંન કા ક્રાઇમ રેકોર્ડ ! ગરમી એની ચરમસીમા પર હોઈ અને એમાંય આ રિઝલ્ટ ની માથા કુટ. આવી ગયા પછી કહી ખુશી... કહી ગમ જેવો માહોલ છવાઇ જાય છે !!

જે દિવસે બોર્ડની વેબ સાઇટ પર રિઝલ્ટ મૂકવામાં આવે એ દિવસની સાંજથી લઈને હવેના ૧૦ થી ૧૫ દિવસ કોઈ પણ અખબાર ખોલો એટલે શું દેખાય ??? દરેક શાળાઓ પોતાના સિતારાને ચમકાવવા માટે અખબાર માં જાહેર(બે)ખબરો નો રીતસરનો ધોધ વરસાવે... ! હું માંડ બચ્યો એ ધોધ માથી નહિ તો તણાઈ જાત ! દરેક શાળા પોતાને નંબર ૧ ગણાવે છે. હવે સાલું હું છે ને થોડોક કન ફયુઝ (જુઓ મે સોશ્યલ ડિસ્ટન્સ નું પાલન કર્યું છે આ શબ્દ પૂરતું) છું કે બધા નંબર ૧ છે તો નંબર ૨ અને ૩ પર કોણ છે ???

દરેક શાળા પોતાના ટોપ ૧૦ ને એ રીતે રજૂ કરે છે જાણે જે વિદ્યાર્થી સામાન્ય ગુણ થી પાસ થયાં છે અથવા તો જે થોડાક જ ગુણ ના અંતર થી પાસ થવાથી ચૂકી ગયા છે એમનો તો હવે ગરાસ જ લૂંટાઈ જવાનો, એમના માટે તો હવે આ દુનિયાના તમામ દરવાજા બંધ ! એમનો હવે બોલે તો ખેલ ખલાસ !

બોર્ડ માં હોઈ એવા દરેક વિદ્યાર્થિની ૩ કેટેગરી હોઈ બોલે તો ડી વિજન ( ફિર સે સો. ડી. કા પાલન કિયા હેંઇ ) હોઈ. ૧) પાસ ૨) નાપાસ અને ૩) કૃપા ગુણ વાળા ક્રાંતિવીર કે જેના પર આજનો લેખ છે એવા ચડાવ પાસ ( ભાઈ લોગ ટેન્શન ના કુ લો અપુન ભી તુમ લોગો કીચ માફિક હૈ બોલે તો ચડાવ પાસ). પ્રથમ બે કેટેગરી માં સ્થાન પ્રાપ્ત કરવું એ સનમાન ની વાત છે, પણ એથી પણ મહા સનમાન ની વાત (સલમાન નહિ હો) છે. પૂછો ક્યું ?? અરે પૂછો તો સહી યાર.... !

કેમ કે આ કેટેગરી ના વિદ્યાર્થીને સૌથી વધુ સવાલો નો સામનો કરવો પડે છે ( સચ કા સામના યાદ છે ને ઓલો આપડો રાજુ ખંડેલવાલ) . મમ્મી પૂછે આવું કેમ થયું ? પપ્પા પૂછે આવું કેમ થયું ? ભાઈ બહેન પૂછે આવું કેમ થયું ? દાદા દાદી કાકા કાકી ( બાકીના બધા આવી ગયા એવું સમજો ભીડુ ) પણ એ જ પૂછે આવું કેમ થયું ?? સાલું વેફર લેવા કરિયાણા ની દુકાન પર જાય તો એ પણ એ જ પૂછે આવું કેમ થયું ?? ( સાલું કોણ વિભીષણ ત્યાં માહિતી આપી આવ્યું હોઈ ખબર નો પડે ) વેફર લઈ ને પાછા આવતા હોઈ તો પાડોશી બાકી રહી ગયા હોઈ એ પણ હમામ મે સબ નંગે ની જેમ પૂછે... શું પૂછે સમજી ગયા ને ?? અને આ સવાલ ની સાથે તમે કશું પણ ન પૂછો તો પણ મફત માં સલાહ પણ આપે "થોડીક મહેનત કરી હોત તો સારા માર્ક થી પાસ થઈ જાત !"

માદર( હવે અહી કોઈ ગાળ છે એવું ધારી લો તમારી ફેવરિટ ગાળ છે એમ સમજી જાવ ) આ સારા માર્ક્સ માપવાનું મીટર કોણે બનાવ્યું એ જ નથી સમજાતું. પાછું બધાના મીટર અલગ અલગ જવાબ બતાવે કોઈનું મીટર ૬૦% એટલે સારા માર્ક્સ એમ કહે તો વળી કોઈનું મીટર ૭૦% કોઈનું વળી ૭૫% કોઈ ૮૦% અને સૌથી છેલ્લે આઇન સ્ટેઇન નું મીટર આવે એના મત મુજબ સારા માર્ક્સ એટલે ૯૫% ( હું બેહોશ થતાં થતાં બચી ગયો હો ) ! આમાંથી કેટલા ટકા વાળું મીટર સાચું ??? જવાબ તમે વિચારી રાખો શેષ વાત બીજા ભાગ માં કરીશું !

જો તમને આ લેખ ગમ્યો હોય તો તમારા ફેસબુક અને વોટ્સએપ પર શેર કરી શકો છો !

લેખ અંગે તમારા સૂચનો પ્રતિભાવ વખાણ ટીકા બધું જ આવકાર્ય છે ! ઈચ્છા હોઈ તો મને નીચે જણાવેલ સોશ્યલ મીડિયા પર ફોલો કરી શકો છો ! અહી સુધી આવીને આખો લેખ વાંચ્યો એ બદલ આભાર !