bus no.143 - 2 books and stories free download online pdf in Gujarati

બસ નં. 143 - 2

બસ નં:૧૪૩
part -2
શરત
આગળ ના part માં તમે જોયું, એ તમને ખબર છે, હું કઈ નહિ કહું જઈ એ જોવો.... સારો છે part 1 એટલે જ part 2 લખ્યું છું, જાણકારી માટે કહી દવ કે ફ્લૉપ ફિલ્મ ના સિક્વલ બનતા નથી, તેથી પહેલો part વાંચી લેવો & આગળ વાંચ્યો હોઈ તો પણ એક વાર નજર મારી એવો.. 5min માં કઈ ન થઈ જાય, 😅
ચલો શરુ કરીએ એક મસ્ત સ્માઈલ સાથે... હજુ મને સ્માઈલ દેખાતી નથી 😁ઉલ્લુ ન બનાવો.
આગળ ના part માં તમે જોયું કે બસ નં:૧૪૩ માં મળેલા બે અંજાન વ્યક્તિ કેટલી જલ્દી એક બીજા ની નજીક આવી ગયા, બેસ્ટ ફ્રેન્ડ બની ગયા, મસ્તી મજા સાથે ટાઈમ વિતાવવા લાગ્યા, માન્યું થોડા નાના -મોટા ઝગડા પણ થયા, એ તો નોર્મલ કહેવાય બેસ્ટ ફ્રેન્ડ માં.., બંને તરફ બેસ્ટ ફ્રેન્ડ કરતા વધારે ફીલિંગ્સ છે પણ બંને માંથી જોઈ જણાવતું નથી, હવે આગળ શું થયું તમે જ જોઈ લેવો.

17/6/19
દરરોજ ની જેમ બસ નં 143 તેના રૂટ પર ચાલતી હતી🚌,કઈ પણ બદલાયું ન હતું,એજ લોકો જે મુસાફરી કરતા હતાં, બધું જ પહેલા પ્રમાણે, બદલાયું હતું એ હતું નીરજ ની બાજું માં બેસતો ચહેરો, એટલા માં રિચા બસ આ enter થાય છે તે નીરજ ની બાજું માં એ છોકરી ને જોતા કઈ પણ બોલ્યા વગર પાછળ જઈ બેસી ગઇ.
હવે તમે વિચારતા હશો કે છોકરી હતી કોણ?, તેનો રિલેશન્સ શું હતું નીરજ સાથે?, આવો શા બદલાવવા માટે આવ્યો?🤔
આ બધા સવાલોના જવાબ જાણવા માટે
આપણે ફ્લેશબેકમાં જવું પડશે.
તો વિચારોની સ્ક્રીનને બ્લેક એન્ડ વાઈટ કરી દો... 😅
બસ નંબર 143 તેના રોજના જેમ છેલ્લા સ્ટેશન પર આવી ઊભી રહે છે, નીરજ અને રિચા બસમાંથી ઊતરે છે,
"ચલ બાય, ક્લાસ પૂરા કરી હું તારા કોલેજના ગેટ પાસે તમારો wait કરીશ,ખબર છે ને 3 વાગ્યાં નો શૉ છે, ભૂલતો નઈ અને યાદ કરી ટિકિટ્સ બુક કરી દેજે"
રિચા જતા જતા નીરજ ને કહે છે.
નીરજ જવાબ આપતાં કહે છે "હા યાદ છે... બંદરીયા.. બુક કરી દઈશ, ચલ ટાટા... "
બંને પોત પોતા ના રસ્તે જતા રહે છે.

બપોરે નીરજ ના કૉલેજ ગેટ ની બહાર
"યાર, આ હરામીને કેટલી વાર... ક્યાં મરી ગયો કૂતરા જેવો..., late થઈ જશે યાર... movie માટે.. "રિચા ગુસ્સામાં હતી😠,
એટલા માં નીરજ બહાર આવ્યો તે રિચા ને ગુસ્સા ભરી આખો જોતા જ બોલ્યો "sorry, sorry... "🙄
રિચા :"શું sorry તારું રોજ નું છે, late આવવાનું, ખબર હતી ને 3 વાગ્યાં નો શૉ છે, by the way ટિકિટ્સ તો બુક કરી ને. . કે એ પણ ભૂલી ગયો. "😠
નીરજ માથું પકડી નીચે તરફ જોવા લાગ્યો, જાણે નમન કરી આવતા બાણો ને સહન કરવા માંગે છે. 😔
રિચા ને વધુ ગુસ્સો આવ્યો અને તે ટોન્ટ મારતા બોલી "वाह जनाब वाह..., आपसे यही उम्मीद थी "😠
એટલા માં પાછળ થી એક છોકરી એ નીરજ ને બૂમ પાડી, નીરજ તેની પાસે જઈ વાત કરવા લાગ્યો, તે બંને ને વાતો કરવા લાગ્યા નીરજે તેને બુક આપી અને બંને છુટા પડ્યા.
"ચલ.. ટાટા.. કાલે મળ્યે... "🙋‍♀️
"હા... ટાટા "🙋‍♂️
રિચા આ બધું જોઈ રહી હતી, નીરજ રિચા પાસે ગયો અને ત્યાં રિચા એ છોકરી હોવા નો સાબૂત આપ્યો, સવાલો ની વર્ષા શરુ થઈ ગઈ,
"કોણ હતી એ?, તારી gf? કહેવાયું પણ નહી બેસ્ટ ફ્રેન્ડ ને..., wait બેસ્ટ ફ્રેન્ડ માને છે કે એ પણ નહી...? "🤔
રિચા ના આ સવાલો ના જવાબ આપતાં નીરજે કહ્યું 😒
"ઓ.. મેડમ બ્રેક મારો.. ફ્રેન્ડ છે ખાલી.. "
રિચા એ ચીડવતા કહ્યું 😛"હાસ... તો... હું પણ કેટલી પાગલ... તારા જેવા ની ક્યાં કોઈ gf બનવાની... & હોઈ તે પણ અક્કલ વગર ની હશે...મોં તો જો તારું...વાંદરા કરતાં પણ જાય એવો દેખાય છે "
નીરજ એ ત્રાસી આખો કરી જોવા લાગ્યો😒 અને બોલ્યો "પત્યું તારું...& તું મને challenge આપે છે એમ...ઓળખતી નથી હજુ.. તું મને... "
રિચા એ હાથ આગળ વધાવતા કહ્યું 💁"હા, ચલ લાગી શરત.. જો તું gf બનાવી ને બતાવે તો... તારા 1 week ના ખાવા ના પૈસા હું આપીશ, અને જો તું શરત હારી ગયો તો... તારે પૈસા તો કાઢવાના સાથે સાથે assignment પણ લખી ને આપવાના... છે મંજુર...? તો લગાવ શરત "
નીરજ થોડુ વિચારતા બોલ્યો 😏"ok.. done..., મંજુર છે તારી શરત, પણ તારે અમારી વચ્ચે ના આવવાનું, તેના વિશે મને કઈ પૂછવાનું પણ નહી..છે મંજુર?"
રિચા એ કહ્યું"ok... done... હું ન આવું વચ્ચે... તારી પાસે 2 અઠવાડિયા નો time છે "🙃

ચલો પાછા બ્લેક & વાઈટ સ્ક્રીન હટાવી વર્તમાન માં આવી જાઓ

એક દિવસ,

રિયા બસ માં enter થઈ, તે નીરજ ની બાજુ માં ખાલી જગ્યા જોઈ ત્યાં બેસી જાય છે, નીરજ ને ટોન્ટ મારતા કહે છે😏 "આજે કેમ ન આવી તારી gf"
નીરજ એ કહ્યું 😒"अपने काम से काम रखो... "
રિચા એ હસતા હસતા બોલવા લાગી "શું થયું??, બ્રેક -અપ થઈ ગયું, લાગે છે છોકરી ને અકલ આવી ગઈ હશે, લાગે છે હું શરત જીતી જઈશ "😂
નીરજે રિયા ને અટકાવતા કહ્યું 😒"દિવસે સપના ન જોવાય, અને byy the way તારી જાણકારી માટે કહી દવ, કાલે અમારી કૉલેજ ના બહારવાળા ccd(કોફી કૅફે )માં date છે, so આવી જજે પછાળ બેસી જોઈ લેજે "
રિચા એ altitude સાથે કહ્યું 😏"अच्छा... चलो कल वो पता चल ही जाएगा "
હવે આગળ શું થશે એતો કાલે કૅફે માં જઈ ને જ ખબર પડશે.
તો ચલો પાછા કહાનીમાં આગળ વધીયે,
CCD કોફી કૅફે... 🍵
નીરજ અને શ્રેયા ત્યાં બેસી વાતો કરતાં હતા, રિચા ત્યાં જ બેસી તે બંનેને બધું જોઈ રહી હતી,(by the way હું કદાચ શ્રેયા વિશે કહેવાનું રહી ગયું, હમણાં કહી દવ... બસ વાળી અને કૉલેજ વાળી બંને એક જ છોકરી છે જેનું નામ છે શ્રેયા, હવે ખ્યાલ આવી ગયો હશે )
થોડા સમય પછી,
શ્રેયા ત્યાં થી ઘરે જવા રવાના થાય છે, નીરજ રિચા ની તરફ એક altitude વાળી smile સાથે જાય છે 😏અને કહે "કોઈ કહતું હતું ખવડાવવાનું... ખબર ની આજે બોવ ભૂખ લાગી છે... પીઝા ખાવાનું મન થાય છે,એક વાત પૂછવા ની રહી ગઈ પર્સ તો લાવી છે ને... "
રિચા નીરજ બાજુ તિખી નજરે જોતા કહ્યું😒"હા... હવે... ટોન્ટ ન માર.. મુર્ખી જ હશે એ...જેણે તું પસંદ આવ્યો "
એટલામાં શ્રેયા પાછી આવે છે.
"જલ્દી-જલ્દી માં તારી notebook આપવાની જ રહી ગઈ, આ કોણ? "શ્રેયાએ રિચા ને જોઈને પૂછ્યું. 🙂
😬નીરજ શ્રેયા ને જોઈ થોડો ટેન્શન માં આવી ગયો,અને કહ્યું
"મારી ફ્રેન્ડ રિચા..."
શ્રેયા અને રિચા એકબીજાને hi... hello... કહે છે. 😊
નીરજ વાતો બદલવા શ્રેયા ને જોઈ બોલે છે "book કાલે કોલેજ માં આપી હોત તો પણ ચાલતે...યાર "
"હવે લઇ લે... લાવી છું તો.. ચલ મને late થાય છે.. thanks book માટે અને once again thanks for birthday treat "😊
આ સાંભળતા જ રિચા બોલી ઉઠી 🤔"birthday treat?, નીરજ તારી birthday તો 2દિવસ પછી આવે છે ને ...? "
"હા, પણ એ કશે બહાર જાય છે એટલે આજે આપી દીધી, ચલ હવે જવું પડશે ઘરે પોહોચતા late થઈ જશે.. કાલે મળશું અને thanks again... byy રિચા,byy ભાઈ.. "😊
આટલુ કહી શ્રેયા ત્યાંથી જતી રહી, નીરજ પોતાની કિસ્મતને કોશવા લાગ્યો 😑અને રિચા પાગલો ની જેમ હસવા લાગી,
"ભાઈ, seriously... शर्त जितने के लिए कुछ भी... "😂

"કેટલું મુશ્કિલ થી પ્લેન બનાવેલો... કિનારે આવતા આવતા હોળી ડૂબી ગઈ મારી "નીરજ માથું પકડી ઉભો રહી ગયો,😔 રિચા હસવા લાગી😂. તેણે તેની friend ને કોલ કર્યો,
"કોઈ નું assignment લખવાનું છે? 500રસ લાગશે... "😁

આ સાંભળતા જ નીરજ બોલી ઉઠ્યો 😠"what... the..."

રિચા એ તેણે અટકાવતા કહ્યું "wait... આ પારિવાહિક ધારાવાહિક છે... કૃપયા કરી અપ શબ્દો નો પ્રયોગ ન કરો "😂

નીરજ પોતા ના પર કાબુ કરતાં કહે છે "હું કઈ બધા નું ન લખુ, તું તો મારી મહેનતે business કરવા લાગી"😵

રિચા એ શરત યાદ અપાવતા કહ્યું😁 "શરત માં એવું મેં કહ્યું જ ન હતું કે મારું જ assignment કરવાનું છે "

"યાર....આવું ન ચાલે... કોણ કરે આવું "😔
રિચા એ હસતા જવાબ આપ્યો😂 "હું શું કરું.. તારી પ્રોબ્લેમ.. શરત તે લગાવી હતી "
"ચલ હું કઈ ન જાણું મને 3દિવસ માં બધું લખેલુ જોઇએ "રિચા એ મસ્તી કરતાં નીરજ ને ઓર્ડર કર્યો અને પોતાના બેગ માંથી books કાઢી નીરજ ને આપી.😁

"યાર... હાઈ રે મારી કિસ્મત... એક બુક ના ચક્કર માં હવે 4-5બુક્સ લખવી પડશે "🙄નીરજ ઉપર જોઈ ને બોલવા લાગ્યો.

નીરજ એ રિચા ને સામે થોડી અજીબ સ્માઈલ આપી ને કહ્યું. 😅"આવું ન ચાલે યાર....
तीन दिन तो बोहोत कम हैं रे... करीब 3 साल का तो time दे रे बाबा... "
રિચાએ તિરછી નજર આપતાં કહ્યું😒 "ऐ... बाबु राऊ... नौटंकी बंध कर "
નીરજે એકટિંગ ચાલુ રાખતા કહ્યું😒 "साला, बाबु भईया से सीधा बाबु राऊ... इसका तो गेम बजाना पड़ेगा "
"મેં ક્યાં આવું બોલી "
(નીરજ ધીમા અવાજે બોલ્યો "સારુ થયું ભૈયા ન બોલી😅 )
"શું?? "🤨કદાચ રિચા ને સંભળાઇ ગયું હતું,
નીરજ વાત સાચવવા બોલ્યો 😐"કઈ ની મેડમ બધું મજ્જા માં... "
રિચા મસ્તી કરતાં બોલી 😅"ચલ, હવે.. મને બોવ ભૂખ લાગી છે, ખબર ની પીઝા ખાવાનું બોવ મન થાય છે.. એક સવાલ પૂછવા નો તો રહી ગયો.. પર્સ તો લાવ્યો છે ને ..?, ચલ જલ્દી બસ પણ આવી ગઈ"

કેવો લાગ્યો part 2..? સારો લાગ્યો 😂કે પછી ખરાબ લાગ્યો.. 😐ગમે તે હોઈ.. ટિપ્પણી તો કરી દેજો... એમાં કોઈ રોકવાવાળું નથી
અને એ પણ કહો તમે part 3 નું કામ શરુ કરી દવ...? કે આટલુંજ સહન નથી થતું?
હવે જોઈએ... કહાની ક્યાં આગળ વધે છે.

stay home
stay safe
keep smile😊

બીજા રસપ્રદ વિકલ્પો