chahat -ek love story - 8 books and stories free download online pdf in Gujarati

ચાહત - એક લવ સ્ટોરી - 8 - છેલ્લો ભાગ

(સ્ટોરી કહેતા પહેલા તમારા બધા લેખક મિત્રો નો આભાર કહેવા માંગુ છું, તમે મારી ચાહત - એક લવ સ્ટોરી ને જે પ્રતિસાદ આપ્યો છે તે બદલ તમારા બધા ને દિલ થી આભાર વ્યક્ત કરું છું ને આશા છે તમે મારી બીજી સ્ટોરી ઓ ને પણ આટલો આદર આપશો THANKYOU SO MUCH.)


( આપણે જોયું કે જ્હોન તેની પત્ની નું મોત થતા તે એક જંગલ જેવા ગામડા માં જાય છે ને તેને ત્યાં તેની નાની દીકરી જે તેની પત્ની અહીં ગામડા માં આવી હશે ને એક વૃદ્ધ દાદી એ તેમની દેખભાળ કરી તી તે જ્હોન તેની નાની દીકરી ને લઈને તેમને બંગલે લઈ આવ્યો ત્યાં તેમની પત્ની ની બેસ્ટ ફ્રેન્ડ ઉભી હતી ને જ્હોન ને પૂછ્યું કે મારી ફ્રેન્ડ ક્યાં છે,. )

હવે આગળ....

તે મેરી વિશે પૂછતાં જ્હોન એકદમ થોડા સમય માટે ચૂપ રહ્યો, થોડોક સમય પછી તે નાની દીકરી સામું જોતા કહ્યું કે આ છે મેરી ! પછી તેની ફ્રેન્ડ સમજી જાય છે ને એકદમ ભાંગી પડે છે, ને તરત થોડાક સમય માં નાની છોકરી નું સામું જોતા તે પોતાને સંભાળે છે ને બાળકી ને ગળે લગાડી ને રડવા માંડે છે, તે જ્હોન ને પૂછે છે કે 'આ કેવી રીતે બન્યું '? જ્હોન તેને કહે છે કે 'ખબર નહીં યાર, અમારો દુશ્મન કોણ હશે ! મેરી તો બધાની હેલ્પ કરવા વાળી હતી ને હું પણ તો તેને........... અચાનક જ્હોન ને યાદ આવે છે કે તેના ફોન દ્વારા કઈ માલુમ પડે, મેરી નો ફોન ત્યાં ગામડા માં તે ભૂલી ગયો હતો, મેરી જ્યાં નદી કિનારે લોહી લુહાણ પડી હતી ત્યાં તેનો ફોન હતો અને તે વૃદ્ધ દાદી એ જ્હોન ને આપ્યો હતો તે બધું યાદ આવતા જ્હોન તરત નાની બાળકી ને તેની પત્ની ની ફ્રેન્ડ પાસે રાખીને તરત તે દોડીને pco એ જાય છે ને ત્યાંની પોલીસ ને ફોન કરી સાચી હકીકત કહે છે, પોલીસ તેને સવાર માં અહીં આવવાનું કહે છે.

જ્હોન ને તે રાતે નીંદર નથી આવતી અને તેની પત્ની ની યાદો માં રહે છે, સવાર પડતા તે નીંદર માં હોય છે ત્યાં તેને સેટ કરેલો 6 વાગ્યા નો એલાર્મ વાગે છે ને તુરંત ઝડપથી ફ્રેશ થઈને તે મનાલી જવા નીકળી પડે છે, ત્યાં પહોંચતા જ પહેલા ઇન્સ્પેકટર ને સાથે લે છે ને તરત તે પહેલા ગામ પહોંચી જાય છે,.

ગામ પહોંચતા જ પહેલા તે વૃદ્ધ દાદી પાસે તેમની પત્ની નો ફોન માંગે છે ને તેને વહેલી સવારે આવવા બદલ માફી માંગે છે, જ્હોન પછી તે ફોન ઇન્સ્પેકટર ને આપીને તેની કોલ ડીટેલ ચેક કરવાનું કહે છે, પછી તે ઇન્સ્પેકટર જોવે છે તો લાસ્ટ કોલ તેને (મેરી) એ તેના પતિ જ્હોન ને કર્યો તો !
ઇન્સ્પેક્ટર : આમ લાસ્ટ કોલ તમારો દેખાય છે !
જ્હોન : હા, મને ખબર છે પણ મારો ફોન ત્યારે સ્વીચ ઓફ હતો, જો તમને એવું લાગે તો મેરી તેમાં દરેક કોલ રેકોર્ડિંગ કરતી તેમાં જોઈલો,

ઇન્સ્પેકટર જોવે છે તો તે રેકોર્ડિંગ માં આ ફોન સ્વીચ ઓફ બતાડે છે, ત્યાં તેમની નઝર બીજા કોલ પર જાય છે તેમાં પવન નું નામ લખ્યું હોય છે,ઇન્સ્પેક્ટર જ્હોન ને પૂછે છે કે આ પવન કોણ છે? ત્યારે જ્હોન કહે છે કે પવન એક ડોક્ટર છે નેઅમારી જ હોસ્પિટલ માં છે ને મારો અને મેરી નો ફ્રેન્ડ છે, પછી ઇન્સ્પેકટર તેનું પવન નું રેકોર્ડિંગ સાંભળે છે, પણ તે આવું કરી નો શકે, ઇન્સ્પેકટર કહે છે કે મને તેમને મળવું પડશે.

ઇન્સપેકટર ફ્લાઇટ માં મુંબઈ જાય છે ને ત્યાં તરત એરપોર્ટ થી સીધા પવન ના બંગલે જાય છે, તે ડોરબેલ વગાડે છે ને ત્યાં પવન દરવાજો ખોલે છે, ત્યાં પવન ચોકી જાય છે,
પવન : ઇન્સ્પેકટર તમે અહીં ?
ઇન્સ્પેકટર : હા, હું મેરી મર્ડર કેસ માટે અહીં આવ્યો છું, શું તમને ખબર છે ?
પવન : હા, હું જાણું છું મેરી ને કોકે મારી છે, તે અને જ્હોન અને હું અમે સાથે કામ કરતા હતા તે મારા બેસ્ટ ફ્રેન્ડ હતા (રડતા સ્વરે તેમને કહે છે ). રડતા સ્વર માં બોલતા તે ઇન્સ્પેકટર ને તેમના પર શક જાય છે, ઇન્સ્પેકટર તેમના હાવભાવ થી તેમના પર શક જાય છે. પછી ઇન્સ્પેકટર તેમના ઘરે થી વિદાય લે છે,.

અહીં જ્હોન પણ મુંબઈ આવી ગયો હોવાથી ઇન્સ્પેકટર તેમને એક હોટલ માં બોલાવે છે
જ્હોન ના આવવાથી ઇન્સપેકર તેમનું વેલકમ કરે છે, પછી તેને ડ્રિંક્સ, સિગરેટ નું પૂછે છે, જ્હોન સાથે વાર્તાલાપ કરે છે, તે જ્હોન ને ઇન્સ્પેકટર કહે છે કે મને પવન પર શક છે તે હોવો જોઈએ મીસ. મેરી નો ખૂની.
ત્યાં જ્હોન બોલ્યો કે સર તે નો હોય શકે કારણકે તેને હું સારી રીતે ઓળખું છું તે મારો જીગરી છે, (તેમ સિગરેટ પિતા બોલ્યો).
ઇન્સ્પેકટર : હહહ..... મને ખબર હતી કે તમે માનશો નહીં એટલા માટે મેં એક પ્લાન કર્યો છે.(સિગરેટ પિતા બોલ્યો).
જ્હોન : પ્લાન ! કયો પ્લાન સર.
ઇન્સ્પેકટર : તમે પવન ને ફોન કરશો અને કહેશો કે તે મારી પત્ની આઈ મીન મીસ. મેરી નું ખૂન કર્યું છે.ને એમ કહેશો કે તે અમારી હોસ્પિટલ તારા નામ કરવા તે મારી પત્ની નું ખૂન કર્યું છે.

જ્હોન તરત જ ઇન્સ્પેકટર સામે પવન ને ફોન કરે છે,ને ઈન્સ્પેક્ટરે જેમ કહ્યું તેમ પવન ને ફોન માં કહી દે છે, તે પવન ને ફોન લગાડતાં જ તુરંત કહે છે કે તે મારી મેરી નું ખૂન કર્યું છે ને, મને બઘી ખબર પડી ગઇ છે, હા તું જ ચો મારી મેરી નો ખૂની (એમ ઉચ્ચા અવાજે પવન ને કહે છે), ત્યાં સામે થી પવન કહે છે મારી વાત તો સાંભળ જ્હોન, મેં તારી પત્ની નું ખૂન નથી કર્યું, અને આપણે તો દોસ્ત છીએ તો હું કેવી રીતે કરી શકું ખૂન ? જ્હોન, જ્હોન, પેલા મારી વાત તો સાંભળ,
જ્હોન: મારે તારી એક પણ વાત સાંભળવી નથી ને હું તને રૂબરૂ મળવા માંગુ છું, ને જ્હોન તેને એક અડ્રેસ દે છે.

જ્હોન જે અડ્રેસ પર કીધું તું તે એડ્રેસ પર પવન આવે છે, તે એક બિલ્ડીંગ બનતી હતી તેના ટેરેસ પર તે તેને બોલાવે છે, તે એક દમ રાત હોવાને કારણે સાવ સુમસામ હતી. અને ઇન્સ્પેકટર આડા અવળા ત્યાંજ છૂપાયા હતા. સમય નો બગાડતા જ્હોન પવન ને પૂછવા લાગે છે કે તે મારી પત્ની નું ખૂન કેમ કર્યું બોલ........ બોલ કહીને તેનો કાંઠલો જાલીને તેને મારવા લાગે છે તે પૂછતાં પૂછતાં તેને ઢોર માર મારે છે પછી 10-15 મિનિટ તે લોકો ની ફાઇટ ચાલે છે, પવન બેહોશ હાલત માં જ્યારે પડ્યો હોય છે ત્યારે જ્હોન સિગરેટ જલાવી ને પીવે છે ને શાંતિ થી તેમને મારવાનું કારણ પૂછે છે, તો પણ પવન કહેતો નથી ત્યારે જ્હોન તેમની પાછળ પડેલું ટેબલ તેમને મારવા જાય છે ત્યારે પવન ઝડપથી જ્હોન ને ગોળી મારી દે છે, ત્યાં જ્હોન ગોળી વાગવાથી નીચે પડી જાય છે, પછી પવન પોતાની કબૂલાત કરે છે કે ' હા, હા મેં જ તારી પત્ની ને મારી નાખી છે. ' (ઉચ્ચા અવાજે થી બોલે છે ). જ્હોન કારણ પૂછે છે તો તેમને કહે છે કે.,
પવન : હું મેરી ને પ્રેમ કરતો હતો, આપણે જયારે પહેલીવાર મળ્યા ત્યારે જ હું તેને દિલ દઇ બેઠો હતો, મેં તેમને કેટલીવાર કહ્યું તું કે હું તેને પ્રેમ કરું છું પણ તે તો ખાલી તને જ પ્રેમ કરતી હતી, મેં ઘણીવાર તેમના માટે ગિફ્ટ, લવ કાર્ડ્સ કેટલુંય મોકલ્યું હતું, એક વાર મેં તેમના બર્થડે પર કાર્ડ્સ નો આખો રૂમ ભરી દીધો હતો હોસ્પિટલ માં પણ તેને તરત જ પોલીસ ની ધમકી આપી ને અને મને એક થપ્પડ મારી હતી, તે મારાથી સહન નો થયું ને મેં તેને જાન થી મારી નાખવાનો પ્લાન બનાવ્યો, હું 3 વાર આ કામ માં નિષ્ફ્ળ રહ્યો. તું આડો આવતો હતો પછી મેં સાંભળ્યું કે તે મનાલી જાવાની છે બસ માં એક સંસ્થા દ્વારા ત્યારે મેં વિચાર્યું કે આ સારો મોકો છે તે ત્યાં એકલી હશે તું પણ નહીં હોય તેથી હું તેની પાછળ મનાલી ગયો. ત્યાં પણ 3 નિષ્ફ્ળ પ્રયાસ કર્યા પણ...... અફસોસ ત્યાં પણ તે બચી ગઇ.

એક દિવસ વહેલી સવારે તેમની બસ જતી હતી ત્યાં તે બસ નું એક્સિડન્ટ થયું હું હેરાન થઇ ગયો. મેં તેમને ગોતવાની કેટલી કોશિશ કરી પણ મળી નહીં. આખરે ત્યાં લોકલ માણસો પાસે જાણવા મળ્યું કે એક ડોક્ટર બચી ગઇ છે ને બાજુના ગામ માં છે. હું તરત ત્યાં ગયો પણ ત્યાં ગામવાળાઓ તેમની પાસે હતા, હું ત્યાં જંગલ માં છુપાઈ ને આખો દિવસ રહ્યો, પછી સાંજ થતા તે ત્યાં સારવાર થતી હતી ત્યાં એક વૃદ્ધ દાદી બહાર નીકળ્યા મેં વિચાર્યું કે તે એકલી હશે, હું તુરંત જ સમય બગાડ્યા વિના ત્યાં જ્યાં તે હતી ત્યાં પહોંચી ગયો ને તેને ધીરે થી ઉઠાવી હું તેને જંગલ માં લઈ ગયો ને મેં તેમના પર જબરદસ્તી કરી ને તેમને મારવાનો પ્રયત્ન કર્યો તે લગભગ મરેલી જ હતી ત્યાં મને કોઈક જોય ગયું ને હું તરત ભાગ્યો......ત્યાં ઇન્સ્પેકટર બધું રેકોડ કરતો બહાર આવ્યો ને તેને પોલીસ સ્ટેશન આવાનું કહ્યું તેમના હાથ માં પણ બંદૂક હતી, તે ઇન્સ્પેકટર ને જોતા જ તેના ઉપર ગોળી ચલાવે છે, ત્યાં જ્હોન તેમના પગ દ્વારા પવન ની બંદૂક ને હવા માં ફંગોળી દે છે, ને ફરી બન્ને વચ્ચે ફાઇટ ચાલુ થઇ જાય છે, જ્હોન ના હાથ માં અચાનક લોખન્ડ નો પાઇપ આવી જાય છે ને પવન ને તે દ્વારા ઢોર માર મારે છે ને તે ફાઇટ માં અંતે જ્હોન પવન ને તે બિલ્ડીંગ ની ઉપર થી ફેંકી દે છે. ને તેના દ્વારા તેમનું મોત થાય છે. ને તુરંત જ્હોન ઇન્સ્પેકટર ને હોસ્પિટલે લઇ જાય છે ને તે સાજા થઇ અંતે ઇન્સ્પેક્ટર જ કાઈ બન્યું ન હોય તેમ જ્હોન ને ભૂલી જવાનું કહે છે.

અંતે જ્હોન તેની નાની દીકરી ને લઈને તેમના બંગલે મેરી ની યાદો ને લઈને નવું જીવન જીવવા લાગે છે.


સમાપ્ત...........બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED