વર્તન પરીવર્તન - 2 Hemant pandya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વર્તન પરીવર્તન - 2

એ દીવસોની વાત છે જયા કાચા રસ્તા અને માડ માડ એકાદ વાહન ગામડાઓમાં આવતા હતા, પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર તો કેવા હોય પણ વૈદ પણ માડ મળે, શીક્ષણ નું પ્રમાણ બહુંજ ઓછું, બીમાર લોકોને સારવાર માટે બહાર જવું પડતું એ પણ ચાલી ને, અને કોઈ બહેન દીકરીને પ્રસુતીની પીડા ઉપડે તો સારવાર કે ડોકટર પાસે વાહનોના અભાવે તાત્કાલીક પહોચવું ખુબ અધરુ, એ પણ કોઈ ગરીબ કે મધ્યમ વર્ગ નું કુટુંબ હોય તો એ સમયે સપેશીયલ વાહન કરવૂં ભારે પડતું, કારજાળ ગરમી ના દીવસોમાં તો વાતજ ના પુછો શું હાલત થતી મુસાફરોની, આ સમયે માલ વાહક તરીકે હાથે ખીચાતી લારી વપરાતી '

આવાજ સમયની આ એક વાત છે.
ભરબપોરે એક નાનકડા ગામમાંથી એક જવાનભાઈ બીજા ગામ જઈ રહ્યા હતા રસ્તો સુમસાન કારજાળ ગરમી, પક્ષીઓ પણ માળામાં આસરો લઈ બેઠા હતા, અને ઢોર પણ જાડ નીચે ભેગા થઈ બેઠેલ, પછી માણસતો કયાથી દેખાય?
ગામમા માડ એક બે વાર કોઈ પ્રાઈવેટ વાહન આટા મારે તે પણ એક સવારે એક સાજે બસ તો શાની આવે , અને ઓટો રીક્ષા તો માડ દીલ્લી અમદાવાદ જેવી સીટીમાં જોવા મળે.
આ સમયે એ ભાઈ માડ વીસામો ખાતા ખાતા જતો હતો એવામા એક યુવાનબહેન શરીરને સાડી થી વીટોળી શહેર તરફ જતી હતી,
આ યુવાન બહેનને એકલી જોઈ નવાઈ પામ્યો, અને પછી સમય અને એકાત ની નજાકત દેખી તેના મનમા એ બહેન પર ખરાબ દાનતનો વોચાર કરવા લાગ્યો, બહેને આ ભાઈ ને દેખી થોડી ડરી ગઈ તે ઉતાવળે ચાલવા લાગેલ..
પણ આ ભાઈ તો મનથી વીચેરી બેઠો હતો.. તેણે એ બેનની આગળ ચાલી નખરા કરવા લાગ્યો ...જોઈ બહેન ડરી ગયેલ , અને ઉતાવળી ચાલવા લાગેલ , પણ આ ભાઈ તેની ચરમસીમાએ પહોચેલ અને નીરધાર કરી લીધેલ, અને તેણે આ બહેનને નામ વીગેરે પુછવાનું ચાલું કરેલ..પણ બહેન એકલી અને જવાન અને સુમસાન જગ્યા હોઈ ડરી ગયેલી વળી ગરમીથી થાકેલ હતી,અને પુરા મહીને આશા એ હતી..પણ આ ભાઈની નજર તો ચેહરા પર હતી શરીર પર સાડી એ રીતે વીટેલ કે બીજી કાઈ ખબર પડે તેમ નહતી..
આ રીતે ઘડીક બહેન આગળથાય તો ઘડીક પેલો ભાઈ તેને ભેગો થાય...
પેલા ભાઈનો બદ ઈરાદો આ બેન સાથે ખરાબ કરવાનો સો ટકાએ હાવી હતો...આ સમયે બહેનને પ્રસુતીનો દુખાવો સરુ થાય છે અને પીડા તેના ચેહરા પર દેખાવા લાગે છે.તે ઉભી રહી જાય છે..પેલો ભાઈ થોડો આગળ ચાલી પાછુ જુવે છે પેલીબેન કેમ બેસી ગઈ. થોડી વાર તેની રાહ દેખેછે પણ બહેનની હાલત હવે ચાલી શકવાની નતી..અને દુખાવો પણ થવા લાગેલ..
આ ભાઈ પાછો વળી આવીને બેનને ફરી પુછે છે અને બોલાવવાનો પ્રત્ન કરે છે..પણ બહેન કશું બોલી શક્તી નથી..પીડા હવે વધી રહી હતી..મો પર પશીનો અને પીડાના ભાવ ચોખ્ખા દેખાવા લાગ્યા .સાડી પણ પેટ પરથી ખસી ગઈ અને પેલા ભાઈની નજર પડી અને તેને ખબર પડી કે બેન પ્રેગનેટ છે અને પીડીત છે. આ જોઈ તેના રદયનું પરીવર્તન થયું , જે મનમાં આ બહેન પર દાનત બગાડી બેસેલ તે પર હવે દયાના ભાવ જાગ્યા અને મદદ કરવા ત્ત્તપર થયો..
પણ કરે શું કેવી રીતે મદદ કરે ..તેણે બહેનને કહ્યું તમે ઘભરાવો નહી ડરો પણ નહી વીશ્વાસ રાખો હું મદદ કરીશ..
બહેન પાસે કોઈ વીક્લપ ન હતો અને પીડા અસહ્ય હતી..ચાલી તો શુ શકાય પણ ઉભુ થવાની હાલત ન હતી એ હદે ગરમી થાક અને પીડા હતી..
એક સમયે બદ દાનત ધરાવનાર આ ભાઈ તેને હાથો મા તેડી ચાલવા લાગે છે...પણ એક બે કીલો મીટર હજું દુર જવાનું હતું અને આવી ગરમીમાં કેમ આ બેનને તેડી ચાલી શકાય..ભાઈને પણ પસીના છુટી ગયા..પણ માનવતા હવે પુરેપુરી જાગી ગયેલ..બહેનને આરીતે એકલી છોડવા તેનો આત્મા ના પાડવા લાગ્યો.
ચાલતા ચાલતા રસ્તા મા એક હાથલારી કોઈ મુકીને ગયેલ હોય છે તે નજરે ચડે છે..કશુજ વીચાર્યા વીના આ ભાઈ એ લારી પર આ બહેનને બેસાડી ભરઉનાળે ભરબપોરે આ લારી પર બહેનને બેસાડી હાથથી લારી ખેચી...બીજા ગામ દવાખાને લઈ જાય છે..ડીલીવરી થાય ત્યા સુધી હાજર રહેછે.અને બહેન અને બાળક શુરક્ષીત છે તે ખાત્રી કરી બહેનને મળી વાત કરીને પછી જાય છે...
આ પણ વર્તન પરીવર્તન નો ભાગ છે...અહીયા માનવતા જાગે છે.પણ પરીસ્થીતી અલગ છે.
આભાર