svpna:ant - 2 books and stories free download online pdf in Gujarati

સ્વપ્ન:અંત (ભાગ - ૨)

"સ્વપ્ન:અંત "

[ભાગ - ૨]

૨૫ મિનિટ થઈ ગયા પછી પવનની ગતિ થોડી ઓછી થઈ. જ્યારે આકાશ થોડું સાફ થયું ત્યારે બધા નિશા ને શોધવા લાગ્યા પણ નીચે ખાઈ માં કઈ દેખાયું જ નઈ.

આ ઘટના બાદ બધા જ વિદ્યાર્થીઓ ને ઘરે રવાના કરવામાં આવ્યા અને પ્રિન્સિપાલ ની મદદ થી પોલીસ ને જાણ કરાઇ. હવે ત્યારબાદ સૌથી મહત્વ અને અઘરું કાર્ય હતું નિશા ના ઘરે આ વાત જણાવવાનો...

નિશા ના ઘરે તો જાણે આભ ફાટ્યું. ઘર ના પરિવાર માટે એમની રાજકુમારી નિશા ના આવા સમાચાર એ દુઃખ ના દરિયા માં ડૂબડ્યા જેવું હતું... પરિવારજનો તરત જ સાપુતારા જવા રવાના થયા. નિશા ના મમ્મી અને દાદી નો રોવાનો પાર ના હતો...

૬ કલાક ની મુસાફરી બાદ તેઓ સાપુતારા પોહચી પોલીસ ની મદદ માટે પોલીસ સ્ટેશન ગયા. ત્યાં પેહલાથી જ મિહિર, વિક્રાંત સર અને peragliding સાઈટ ના મેનેજર તથા ગાઈડ હાજર હતા. ગાઈડ કે જેઓ નિશા ની સાથે ગયા હતા તેમને સુટ અનલૉક કરી લેન્ડિંગ કરી લીધી હતી. હા, પવન ની ગતિ થી થોડી ઇજા એમને થઈ હતી પણ એ જીવિત હતા.


નિશા ના પરિવારજનો એ તરત જ ગુસ્સા થી કોલેજ ના વાઇસ પ્રિન્સીપાલ પર આક્રોશ જતાવ્યો પણ એમાં કોલેજ નો કોઈ દોષ ના હોવાનો પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી. મેઘાણી એ જણાવ્યું.

ત્યારબાદ હળવાશ થી કામ લેવા કહ્યું અને સાઈટ ની આજુબાજુ માણસો દ્વારા અને ડ્રોન કેમેરા થી શોધખોળ ચાલુ કરાઇ.

*************

૨૮ કલાક ની શોધખોળ છતાં પણ નિશા ની કોઈ જાણ ના થઈ. હવે પોલીસ સામે એક સમસ્યા હતી કે કઈ દિશા માં શોધખોળ કરવી.

ત્યારે મિહિર જે આ બધી શોધખોળ દરમિયાન નિશા ના પરિવાર ની સાથે જ ઉભો હતો તેને સૂચવ્યું કે આપને હવામાન ખાતાની મદદ લઈ શકાય.

ત્યાર બાદ પૂર્વ દિશા માં શોધ કરતા. ત્યાંના ૧૫ કિલોમીટર ના એરિયા માં શોધખોળ શરૂ કરાઇ...

નિશા ના ગુમ થયાની આ ઘટના માં પરિવાર જનો ની સાથે મિહિર પણ ઘણું દુઃખ અનુભવતો હતો. મિહિર માત્ર નિશા વિશે જ વિચાર કાર્ય રાખતો, ના તો જમવામાં કે ના તો સરખી ઊંઘ લેવામાં ધ્યાન આપતો... માત્ર નિશાના વિચારો માં ખોવાયેલો જ રેહતો...


હવે પોલીસ ની અઢળક કોશિશ બાદ એમને નિશા મળી આખરે ૪૮ કલાક ના અથાક પ્રયત્ન બાદ નિશા મળી.

નિશા એક જંગલ વિસ્તારમાં બે ઝાડ ની વચ્ચે પેરાશૂટ ની લટકાઈ ને પડેલી હતી. પણ નિશા ની બોડી ચેકઅપ કરતા નિશા ના સ્વાસ એકદમ ધીમા ચાલતા હતા.

તરત જ એને દવાખાને ખસેડાઇ અને એને ઓકસીજન પર રાખવામાં આવી. નિશા મળી પણ આ હાલત માં આ બધા માટે દુઃખદ હતું. આખરે નિશા એ ૫ કલાક પછી હોશ આવતા એના રૂમ માં મિહિર તથા પરિવાર વાળા બધા જ હાજર થઈ ગયા. નિશા એ બધા ની તરફ નજર ફેરવી પણ મિહિર ખૂણા માં ઉભો હતો એટલે દેખાયો નહિ. પણ નિશા ને ખબર હતી મિહિર અહીંયા ચોક્ક્સ હશે એણે થોડા પ્રયાસ બાદ બેઠી થઈ. મિહિર તરફ નજર ફેરવી અને નિશા એ એના મમ્મી અને પપ્પા ની સામે જોઈ એમને એકવાર બોલાવી તરત જ મિહિર તરફ નજર ફેરવી અને નિશા એ શ્વાસ લેવાનું બંધ કર્યું.....
નિશા એની આંખો માં મિહિર ને સાથે લઈ ખુલ્લી આંખે જ પ્રાણ છોડી દીધા...

નિશાનો પરિવાર તો એક અંધારી ખાઈ માં પડી ગયો.. છોકરી ના દેહાંત નું માથા ભારે દુઃખ અસહ્ય હતું...


*************

૭ વર્ષ બાદ

આ ઘટના મિહિર તેની પત્ની રસમ ને જણાવે છે. રસમ ભારે હૈયે આ બધું સાંભળે છે. અને અંત માં તો એની આંખો માં અશ્રુઓ વહે છે.

પણ મિહિર જ્યારે રસમ તરફ મોં ફેરવે છે ત્યારે મિહિર ચોધાર આંસુ એ રડતો હોય છે.... અને બસ આટલું જ બોલે છે.

"સ્વપ્ન પાછળ એટલું પણ ના દોડવું કે અંત લઈને આવે ત્યાં સુધી આપડી આંખો જ ના ઊઘડે"

"સ્વપ્ન:અંત"

સમાપ્ત

- દર્શના ઉપાધ્યાય


બીજા રસપ્રદ વિકલ્પો