online Love story books and stories free download online pdf in Gujarati

અનોખી પ્રેમ કહાની

સ્નેહા વિચાર માં બેઠી હતી...
આમ તો લગભગ 6/8 મહિના થી તે અક્ષય ને ઓળખતી હતી, સોશિયલ સાઇટ્સ પર પરિચય થયો હતો અક્ષય સાથે, જો કે એ વાત અલગ છે કે હજી સુધી એ અક્ષય ને ક્યારેય રૂબરૂ મળી ન હતી, કારણ બંને અલગ અલગ શહેરમાં રહેતા હતા,
પણ અક્ષય સાથે વાત કરતા કરતા એનો સમય ક્યાં પસાર થઈ જતો એ પોતે જ નોહતી જાણતી, કેટલો સરળ અને નિખાલસ સ્વભાવ હતો અક્ષય નો, સ્નેહા ને અક્ષય સાથે વાત કરવું ગમવા લાગ્યું હતું, કામ માંથી નવરી પડે એટલે તરત જોઈ લેતી કે અક્ષય નો કાઈ મેસેજ આવ્યો છે ખરો ?? આમ તો અક્ષય નો મેસેજ હોય જ, પણ જો ક્યારેક ન હોય તો સ્નેહા બેચેન થઈ જતી અને અક્ષય ને મેસેજ કરતી અને અક્ષય પણ સ્નેહા નો મેસેજ આવે એટલે તરત જવાબ આપતો, અને પછી બંને ની વાતો શરૂ થતી, જે પૂરું થવાનું નામ જ ન લેતી, પણ સમય જોઈને સ્નેહા જ વિરામ આપવા મજબૂર બનતી , ઘરનું કામ બાકી હોય કે પછી રસોઈ... પણ ક-મને (મન વગર) સ્નેહા વાત નો દોર તોડતી અને કામ માં જીવ પરોવવાની કોશિશ કરતી...
કદાચ સામી બાજુ અક્ષય ની પણ કાંઈક આવી જ સ્થિતિ રહેતી હશે, તેને પણ સ્નેહા સાથે વાત કરવાનું ગમતું જ હશે, અક્ષય એ ક્યારેય સામેથી વાત કરવાની ના પાડી જ ન હતી, કાયમ સ્નેહા જ્યારે વાત બંધ કરવાનું કહે ત્યારે જ પોતે ફોન મુકતો, અને સ્નેહાનો મેસેજ આવતા જ તરત એને જવાબ પણ આપતો હતો..
સ્નેહા અને અક્ષય બંને પરણેલા હતા, પોતપોતાના પરિવાર ની જવાબદારી ખૂબ સારી રીતે સંભાળી રહ્યા હતા, બંને વચ્ચે વાત આમ તો હમેંશા નોર્મલ જ રહેતી, રોજ ની ઘટમાળ, આમ થયું, તેમ થયું, વગેરે વગેરે.... અક્ષય પોતાના બિઝનેસ ની વાત કરતો, ક્યારેક ક્યારેક પિતાના ઘર ની પોતાના નાના ભાઈ ની વાતો કરતો... તો સ્નેહા પોતાના ઘર ની... બાળકો ની...
જી હા સ્નેહા ને બે બાળકો જ્યારે અક્ષય ને એક, પણ છતાં બંને ને એકબીજા પ્રત્યે લાગણી હતી, પરિચય કહો કે ઓળખાણ ભલે સોશિયલ સાઇટ્સ માં થઈ પણ બંને જાણે વર્ષો થી એકબીજા ને ઓળખતા હોય એવું અનુભવતા હતા.
6/8 મહિના ના પરિચય માં બંને એકબીજા વિશે લગભગ બધું જ જાણતા હતા , એકબીજાની પસંદ/નાપસંદ, ગમો/અણગમો, શોખ, ટેવ, વગેરે વગેરે...
સ્નેહા આમ પણ એના પતિના બેરુખી ભર્યા વર્તન થી અપસેટ રહેતી જ હતી , બસ બંને બાળકો જ એનો આધાર હતા, અને એના કારણે જ એ જીવતી હતી, એમાં અક્ષય ના લાગણીશીલ સ્વભાવ ને કારણે એ તેના તરફ ખેંચાઈ હતી, તો સામી બાજુ અક્ષય પણ તેના ઘર ના સભ્યો ના એની પ્રત્યે ના વલણ થી કંટાળ્યો હતો, અક્ષય ના ઘર માં અક્ષય ની ઉપસ્થિતિ જાણે ફકત અને ફકત પૈસા કમાનાર વ્યક્તિ જેટલી જ હતી, જાણે કે અક્ષય એક પૈસા રળી આપનાર મશીન હોય , ટુક માં અક્ષય અને સ્નેહા બંને પોતપોતાના સ્વજનોથી ઘવાયેલા હતા, પણ સ્નેહા પોતાની મર્યાદા પોતે સારી રીતે જાણતી હતી તેથી જ તો તે અક્ષય સાથે ખૂબ સમજદારી પૂર્વક વાત કરતી હતી....
પણ આજે અક્ષય એ પોતે જ સ્નેહા ને જે કાઈ કીધું એ સાંભળી ને સ્નેહા વિચારમાં પડી ગઈ હતી, શુ કરવું , શુ જવાબ આપવો એની વાત નો એ જ સમજ નોહતી પડતી સ્નેહા ને....
અક્ષય એ આજે સ્નેહા સમક્ષ પોતાના પ્રેમને જાહેર કર્યો હતો, અક્ષય એ કહ્યું હતું કે એ ભલે પરિણીત છે એક પુત્ર નો પિતા છે પણ એ સ્નેહા ને પ્રેમ કરવા લાગ્યો છે.
અક્ષય એ સમજાવ્યું સ્નેહા ને કે એને સ્નેહા પાસે થી બદલામાં કાઈ જ જોઈતું નથી.. એનો પ્રેમ વાસના થી પર છે, પ્રેમ નો અર્થ ફકત શારીરિક સંબંધ નથી, પ્રેમ નો મતલબ કોઈ ના બોયફ્રેન્ડ કે ગર્લફ્રેન્ડ હોવું એવો નથી, પ્રેમ નો અર્થ છે કોઈ એવું જેને તમારી ચિંતા થતી હોય, કોઈ એવું જેની તમને ચિંતા થતી હોય, પુરુષ અને સ્ત્રી વચ્ચે વાસના નો નહિ પણ એકબીજા ની care નો સંબંધ હોય, ચીલાચાલુ પ્રેમ ની વ્યાખ્યાથી કાઈ ક ઉપર નો સંબંધ, અને આ પ્રેમ એ સ્નેહા પ્રત્યે અનુભવે છે .
કારણ અક્ષય ના કહેવાતા પોતાના લોકો અક્ષય ની ક્યારેય કાળજી લેતા જ નહતા, અક્ષય બીમાર હોય તોય તેને કામ પર મોકલવામાં આવતો, અને નાનામોટા દરેક ની કાંઈક ને કાંઈક ફરમાઈશ તો ઉભી જ હોય,
અક્ષય માનતો હતો કે જોડે ચાલવું એ શરૂઆત છે... જોડે રહેવું એ જિંદગી છે,.... અને અલગ રહી ને પણ જોડે રહેવું એ પ્રેમ છે....
અક્ષય ની આ બધી વાતોથી સ્નેહા આજે વિચારમાં પડી ગઈ હતી, સમજ નોહતી પડતી કે અક્ષય ને શુ જવાબ આપે ? એના પ્રેમ નો સ્વીકાર કરે કે ઇન્કાર કરે ???
આમ તો સ્નેહા પણ અક્ષય તરફ ખેંચાઈ તો હતી જ.. પણ સમાજ ના ડર થી અને પોતાની મર્યાદા થી એ ચૂપ રહી હતી, અક્ષય જે સમજાવી રહ્યો હતો એ દિલ તરત સમજી ગયું હતું પણ દિમાગ સમજવાની ના પાડતું હતું, એક તો બંને પરણેલા, અને બંને ને બાળકો, ઘર ની જવાબદારી, સામાજિક મર્યાદા, અને પાછું જો સમાજ માં તેમના આ પ્રેમ વિશે કોઈને પણ કાઈ પણ ખબર પડી તો પરિણામ શુ આવે ?? વિચાર માત્ર થી સ્નેહા કાંપી ઉઠતી , અક્ષય તો પુરુષ છે એને કોઈ આંચ નહિ આવે પણ પોતાનું શુ ?? તેની કેટલી બદનામી થશે ??અને શુ આ બધી જાણ થયાં પછી તે પોતાના બાળકો સામે નજર મેળવી શકશે ?? એ બાળકો જે અત્યારે પોતાના પિતાનું કઠોર વલણ જોઈને સ્નેહા ની પડખે હંમેશ ઉભા રહે છે, સ્નેહા નો પક્ષ લ્યે છે એ પછી સ્નેહા ને સાથ આપશે /?
અને આ પ્રેમ સંબંધ ની જાણ થયાં પછી શુ એનો પતિ એને ઘરમાં રહેવા દેશે ?? જો પતિ ઘરમાંથી કાઢી મુકશે તો એ ક્યાં જશે બાળકો ને લઇ ને ?? અને કદાચ બાળકો એ પણ એને ધૂતકારી દીધી તો ??? બાળકો એની સાથે આવવા તૈયાર ન થાય તો ?? એ તો ક્યાંય ની ન રહે... અક્ષય જે અત્યારે પ્રેમની મોટી મોટી વાતો કરી રહ્યો છે એ એને કાયમ સાથે તો ન જ રાખી શકે કારણ અક્ષય એ એ વાત ની પહેલા જ ચોખવટ કરી લીધી હતી કે બંને એ પોતપોતાની જવાબદારી નિભાવવાની છે, પોતાનો પરિવાર સંભાળવાનો છે, પરિવાર ની જવાબદારી છોડી ને પ્રેમ માં પાગલ બનવાનું ગાંડપણ નથી કરવાનું, પોતાના બાળકો અને ઘરપરિવાર સાચવી ને, ત્યાંની જવાબદારી સારી રીતે નિભાવીને પ્રેમ કરવાનો છે, જવાબદારી માંથી પીછેહઠ નથી કરવાની, અને આજકાલ ના યુવાનીયાઓ જેવું પ્રેમ માં ગાંડપણ પણ નથી કરવાનું.. બંને તરફ નું પલડું સમાન રાખી ને જીવન ચલાવવાનું છે, નજીક રહી ને પ્રેમ માં ગળાડૂબ રહીને તો સૌ પ્રેમ કરી જાણે, પણ અહીં તો વાત હતી એક અનોખા પ્રેમ ની, દૂર હોવા છતાં સાથ નિભાવવાના પ્રેમ ની, વાસના કે શરીરના આકર્ષણ વગર દિલ થી મહેસુસ થાય એવા પ્રેમ ની, અઘરું જરૂર હતું, જેની સાથે પ્રેમ નથી કોઈ જાત નો તાલમેલ નથી એ વ્યક્તિ સાથે જ રહેવાનું, તમામ જવાબદારી નિભાવવાની, એ પણ હસતા મોઢે, અને ગમતી વ્યક્તિ / પ્રિય પાત્ર થી દૂર રહી ને પણ એને પ્રેમ કરવો... અઘરું તો હતું જ...પણ જો પ્રેમ સાચો અને દિલ થી હોય તો આ બધી બાબત સરળ બની શકે, કારણ પ્રેમ એ હોય છે જેમાં લેવામાં નહિ આપવામાં ખુશી થાય, પ્રેમ માં ત્યાગ હોય છે અપેક્ષા નહિ અને અહીંયા પણ અક્ષય ને કોઈ જ જાત ની અપેક્ષા ન હતી.
અક્ષય પૈસેટકે સુખી હતો પણ પ્રેમ ની ખોટ હતી, કોઈ એવું નોહતું જે એની કાળજી લ્યે, કોઈ એવું નોહતું જેને અક્ષય ની તકલીફ થી દર્દ થતું હોય, અક્ષય બસ પ્રેમ ના બદલ માં પ્રેમ જ ઇચ્છતો હતો,
અને અક્ષય એ વાતે પણ વચને બંધાયો હતો કે એ પોતે (અક્ષય) ક્યારે ય સ્નેહા ને મજબૂર નહિ કરે કે સ્નેહા એને રૂબરૂ મળવા આવે, બંને ના શહેર વચ્ચે પણ ખાસ્સું 200 km જેટલું અંતર હતું, મતલબ જલ્દી મળવું એટલું આસાન પણ ક્યાં હતું ?
અને સૌથી મોટો ડર સમાજ નો... શુ સમાજ એમનો આ અનોખો સંબંધ સ્વીકારશે ખરો ? ભલે લાખ પવિત્ર પ્રેમ હોય પણ કહેવાય તો લગ્નેતર સંબંધ જ ને, જે ખરેખર તો અનૈતિક જ કહેવાય ને... અને આવા સંબંધ સમાજે ક્યારે ય સ્વીકાર્યા જ નથી, ભલે ક્યારેય બંને વચ્ચે શારીરિક સંબંધ ન હોય ,નિર્મળ પવિત્ર પ્રેમ જ હોય તો ય સમાજ ની નજર માં તો એ પાપ જ ગણાશે, સમાજ માં એના નામ પર કલંક લાગશે જ,
સ્નેહા નું મગજ કામ નોહતું કરતું .. આ કેવી દુવિધા માં ફસાઈ ગઈ હતી, એક તરફ એને અક્ષય ની વાતો ગમતી હતી, અક્ષય નો સાથ ગમતો હતો, એને પણ અક્ષય પ્રત્યે થોડી કૂણી લાગણી તો હતી જ, એ અક્ષય નો સાથ ગુમાવવા પણ નોહતી માંગતી અને અક્ષય સાથે રહી શકાય એમ પણ ક્યાં હતું ??
ઘણા મનોમંથન પછી એણે અક્ષય ની વાત નો સ્વીકાર કર્યો, અક્ષયના પ્રેમ નો સ્વીકાર કર્યો ...
સ્નેહા અક્ષય ની સંભાળ લેતી... હા દૂર રહીને જ, અક્ષય જમ્યો કે નહિ ? ક્યારેક અક્ષય ની તબિયત નરમ હોય તો સ્નેહા ગુસ્સે થતી કે કેમ કામ પર આવ્યો છે ઘરે આરામ ન કરાય ?? દવા લીધી કે નહિ ?? આજે વહેલો પહોંચજે ઘરે અને આરામ કર... આમ કહી ને પોતાનો પ્રેમ મહેસુસ કરાવતી.
અક્ષય પણ સ્નેહા ની ખૂબ care કરતો હતો... જી હા દૂર રહી ને પણ, પોતાના ઘરે હોય ત્યાં સુધી જ વાત બંધ રહેતી બે ય ની, બાકી આખો દિવસ અક્ષય સ્નેહા ને આપતો, સ્નેહા ની નાના માં નાની જરૂરિયાત નો ખ્યાલ રાખતો, જરૂર પડે ત્યારે સ્નેહા ને આર્થિક મદદ પણ કરતો, બદલામાં કોઈ પણ જાત ની અપેક્ષા વગર...
સ્નેહા અક્ષય ના પ્રેમ માં ભીંજાઈ રહી હતી, જે પ્રેમ એને આજ સુધી ફકત ફિલ્મો માં જોયો હતો એ પ્રેમ એને અક્ષય આપી રહ્યો હતો.. દૂર રહી ને, ક્યારે ય અક્ષય એ રૂબરૂ મળવાની વાત કરી જ નહતી, અક્ષય ખરેખર દિલ થી પ્રેમ કરતો હતો સ્નેહા ને...
બંને હતા એકબીજા થી દૂર પણ જાણે એકબીજા માટે જ જીવતા હતા . બન્ને ના દિલ એકબીજા માટે જ ધડકતા હતા.
અને શરૂ થઈ એક online love story.... શરૂ થઈ અનોખી પ્રેમકથા....

બીજા રસપ્રદ વિકલ્પો