Featured Books
શ્રેણી
શેયર કરો

Destiny Part :- 2 ( ‘અશક્ય’ શબ્દમાં જ ‘ શક્ય ’)

Destiny Part :- 2

( ‘અશક્ય’ શબ્દમાં જ ‘ શક્ય ’)

Destiny માં આપણે અત્યાર સુધી જોયું કે પાર્થને ક્રિકેટ ગ્રાઉંડ પર એક અપ્સરા જેવી છોકરી દેખાય છે. પરંતુ તેના સાથે રહેલા કુતરાને જોઈને પાર્થ ડરી જાય છે.પાર્થ પોતાના મિત્ર વૈભવ અને જ્યાં તેઓ બંને બેસે છે,તે ચાની ટપરી પરના ચા-વાળા ભાઈને આખી વાત કહે છે.સાથે પાર્થ જણાવે છે કે તેના દાદા મલ્હાર ઝવેરી તેને તેમની લવ-સ્ટોરી કહી રહ્યા છે.જે ખૂબ જ સુંદર અને સસ્પેન્સ વાળી છે.

મલ્હાર જણાવે છે,કઇરીતે મોહન ઝવેરીના ભાઈ મૂળજી ઝવેરી મુંબઈમાં હીરાના ધંધામાં ખૂબ જ જૂના અને અનુભવી હતા.કોઈવાતને લીધે મોહન અને મૂળજી વચે સબંધો બગડયા અને હવે તેમના બોલવાના પણ સબંધ બચ્યા નહતા.મોહન ઝવેરી સુરતમાં પોતાનું નામ બનાવી અને મુંબઈ તરફ આગળ વધે છે.મોહન ઝવેરી મુંબઈ આવ્યા બાદ મૂળજી ઝવેરીના એક ચક્રી શાસનને નાબૂદ કરવાનો પ્રયત્ન કરે છે,અને જેમાં તે સફળ પણ રહે છે.મલ્હારનો ખાસ મિત્ર જનક મલ્હારને જણાવે છે,વિદેશ ની કોઈ કંપની હીરાનો બહુ મોટો ઓર્ડર મૂળજી ઝવેરીને દરવર્ષે આપે છે,અને આ ઓર્ડર પર જ મૂળજી ઝવેરીની કંપની ટકેલી છે.જનક આગળ જણાવે છે કે આ વખતે આ ઓર્ડર પર મોહન ઝવેરીની નજર છે અને તે કોઈપણ ભોગે આ ઓર્ડર મેળવા માંગે છે.માટે આ વખતે આ ઓર્ડર મેળવાની જવાબદારી મેઘા ઝવેરીને આપવામાં આવી છે.મલ્હાર જનકની વાત સાંભળ્યા પછી કહે છે કે હવે તો કોઈ પણ ભોગે મૂળજી ઝવેરીને આ ઓર્ડર અપાવીને રહેશું.

હવે અહીથી આગળ....

“ભાઈ,શું લાગે છે.આપણું આ સિંગલ જીવન ક્યાં સુધી રહેવાનુ છે.? ” પાર્થએ ચા ની ચૂસકી લેતા-લેતા કહ્યું.

“આપણું..?? ” વૈભવએ આશ્ચર્યની સાથે પૂછ્યું.

“હાં,આપણું. તારી પાસે પણ કઈ ગર્લ-ફ્રેન્ડની લાઇન નથી.હું સિંગલ રાજા છું,તો તું મારા રાજ્યનો પ્રધાન છો.” પાર્થએ મજાક કરતાં કહ્યું.

“ભલે હો.પણ લખી રાખ કોલેજમાં તારા કરતાં પહેલા મારી ગર્લ-ફ્રેન્ડ બનશે.” વૈભવએ આત્મવિશ્વાસની સાથે કહ્યું.

“હાં,જોઈએ.” પાર્થએ હસતાં-હસતાં કહ્યું.

“કેમ હસે છે.. ? ” વૈભવએ પાર્થને હસતાં જોઈને પૂછ્યું.

“કઈ નહીં.હમણાં તું બોલ્યો ને ‘ લખી રાખ ’ ,એટલે મને મારા દાદા યાદ આવી ગયા.એમની વાર્તામાં પણ તે બહુ વાર ‘ લખી રાખ ’ તેમના જીગરજાન મિત્ર જનકને કહે છે.તને ખબર છે એમની અને જનકકાકાની મિત્રતા અદભૂત છે.જેમ આપણે કેવા જીગરજાન મિત્રો છીએ,તેઓ પણ તેવા જ મિત્રો છે.એકબીજા માટે કઈપણ કરવા તૈયાર.” પાર્થએ કહ્યું.

“વાહ,સરસ.તારા દાદાને તો હું ઘણી વખત મળ્યો છું,પણ પેલા જનકકાકા ને ક્યારે નથી જોયા.તેઓ ક્યાં રહે રહે છે.? ” વૈભવએ કહ્યું.

“ભાઈ,જનકકાકાને તો હું પણ હજુ સુધી નથી મળ્યો.આ નામ પહેલીવાર દાદાની વાર્તામાં સાંભળ્યુ છે.” પાર્થએ કહ્યું.

“સારું.ભાઈ પછી પેલી કુતરાવાળી છોકરી ક્યાય મળી..? ” વૈભવએ કહ્યું.

“ના,ભાઈ.આજે સોમવાર હતો,તો પણ હું ક્રિકેટ રમવા ગયો.મને થયું પેલી છોકરી ત્યાં ચકર મારવા રોજ આવતી હશે.પણ નહતો તે ચકર મારવા આવી નહતો મારી ક્રિકેટ ટીમ ક્રિકેટ રમવા.સવાર-સવારમાં વેલો ઉઠ્યો,આખો દિવસ બેકાર ગયો.એવી જોરદાર ઊંઘ આવે છે વાત ના પૂછીશ.” પાર્થએ બગાસું ખાતા-ખાતા કહ્યું.

“સારું-સારું,એ બહાને તું વહેલો તો ઉઠવા લાગ્યો.” વૈભવએ કહ્યું.

“શું વહેલું ભાઈ. એક મિનિટ,એક મિનિટ પહેલું કોણ છે..? ” પાર્થએ ચાની લારીની સામે ઉભેલા પાણીપૂરી વાળા સામે આંગળી બતાવતા કહ્યું.

“કોણ ત્યાં..? પેલો પાણીપૂરી વાળો. ભાઈ તે રોજ ત્યાંજ તો ઊભો હોય છે.તને ખબર છે, એ ભાઈ જોરદાર પાણીપૂરી બનાવે છે.લોકો દૂર-દૂરથી આમની પાણીપુરી ખાવા માટે આવે છે.ચલ આજે આપણે પણ ત્યાં જઈએ પાણીપૂરી ખાવા..? અને હાં,એની પહેલા તું મને એમકે પાણીપુરીની લારીમાં જોવા જેવુ છે શું..? ” વૈભવએ કહ્યું.

“અરે એ નહીં ખાઉધરા.ત્યાં જે પાણીપૂરી ખાય છે,તે છોકરી કહું છું.” પાર્થએ કહ્યું.

“ અચ્છા એમ કહે છે. એવું તે કોણ છે ત્યાં,જોવુંતો..!! ઓહો...ભાઈ જોરદાર,ખતરનાખ એકદમ પાણીપુરી જેવી તીખી,તમતમતી,જોતાં જ મોઢામાં પાણી આવી જાય તેવી ચટાકેદાર છોકરી છે.સાચે ભાઈ તે કાલે પેલું મેનકા અપ્સરા જેવુ કહ્યું હતું ને,એકદમ તેવી જ છોકરી છે.હવે તો મને પણ લાગે છે કે મેનકા અપ્સરા જો હશે તો બિલકુલ આવી જ હશે.” વૈભવએ કહ્યું.

“એ તો ઠીક છે,પણ મને લાગે છે આને ક્યાંક જોઈ છે..!!! ” પાર્થએ યાદ કરતાં-કરતાં કહ્યું.

“ભાઈ,આ લાઇન તારે મને નહીં,પેલી છોકરીને જઈને કહેવાની હોય. “મને લાગે છે,મે તમને ક્યાંક જોયા છે.?” પણ હવે આ લાઇન પણ કામ નથી કરતી,તો કઇંક નવું વિચારીને જજે એની પાસે.” વૈભવએ પાર્થની વાત ઉડાવતા કહ્યું.

“ના ભાઈ સાચે, આને ક્યાંક તો જોઈ છે...હાં યાદ આવ્યું ભાઈ,આ પેલી,કાલે જોઈ હતી ને કૂતરો સાથે હતો અને ચકર મારવા આવી હતી.ભાઈ નક્કી આ એજ છે,આજ કાલે ત્યાં ગ્રાઉન્ડમાં ચકર મારવા આવી હતી.” પાર્થએ ખુશ થતાં-થતાં કહ્યું.

“શું વાત કરે છે ભાઈ ખરેખર..? આ છોકરી છે..? જોતો ખરી ભાઈ કેવી સુંદર,એકદમ મેનકા અપ્સરા જેવી છોકરી છે,તારા દાદાની ભાષામાં કહું તો ‘ એકદમ અદભૂત ’ છોકરી છે.” વૈભવએ કહ્યું.

“સાચી વાત છે.ખરેખર અદભૂત છે આ છોકરી..” પેલા ચા-વાળા ભાઈ પણ ઉત્સુકતાની સાથે બોલી બેઠા.

જેવુ ચા-વાળા ભાઈ બોલ્યા એટલે પાર્થએ વૈભવની સામે જોયું અને તેને ઇશારામાં ચા-વાળા ભાઈને સમજાવવા કહ્યું.એટલે વૈભવ બોલ્યો..“ભાઈ,તમે શાંત રહો. આ ઉમરમાં તમને આ બધુ ના શોભે”.જેવુ વૈભવ આવું બોલ્યો એટલે પાર્થ અને વૈભવ બંને મોટે-મોટેથી હસવા લાગ્યા.બનેને હસતાં જોઈ અને ચા-વાળા ભાઈ કઈ બોલ્યા નહીં અને પોતાનું કામ કરવા લાગ્યા.આ બધા વચ્ચે પાર્થએ જોયું પેલી છોકરી ત્યાંથી જઈ રહી હતી.

“ભાઈ,તું આને મૂક જો પેલી પૈસા આપીને નીકળી રહી છે.” પાર્થએ વૈભવને કહ્યું.

“હાં,જતી રહી.ચલ પેલા પાણીપૂરી વાળાને જઈને પૂછવું છે,ક્યાની છે,અહિયાં રોજ આવે છે કે પછી ક્યારેક ક્યારેક.? ” વૈભવએ કહ્યું.

“ના ભાઈ,આવું પૂછયે તો સારું ના લાગે.” પાર્થએ કહ્યું.

“હાં,એ પણ છે” વૈભવએ કહ્યું.

“મને લાગે છે,તે ક્યાંક આસપાસ જ રહેતી હશે.જોયું ને તે ચાલીને જતી હતી.” પાર્થએ કહ્યું.

“એ તો છે.” વૈભવએ કહ્યું.

“મુકને ભાઈ.અહિયાં રહેતી હશે તો પણ આપણે સિંગલ રાજા છીએ આપણું કહી નથી થવાનું,સિંગલ જ રહેવાના છીએ.આ બધી મગજમારી કરતાં ઘરે જઈ અને દાદાની વાર્તા સાંભળું.” પાર્થએ નિરાશ થતાં-થતાં કહ્યું.

“સારું ચલ ભાઈ મને પણ આજે થોડું કામ છે ઘરે ” વૈભવએ કહ્યું.

“સારું ચલ કાલે મળ્યે.” પાર્થએ કહ્યું.

-----------------------------------------------------------------------------------------------------------

“શું થયું સિંગલ રાજા આજે કેમ શાંત શાંત છે..?” મલ્હારએ ચૂપ-ચાપ બેસેલા પાર્થને જોઈને પૂછ્યું.

“કઈ નહીં મલ્હાર.આજે ઊંઘ બહુ આવે છે.” પાર્થએ કહ્યું.

“અચ્છા એવું છે.તો આજે વાર્તામાં રજા રાખીએ,તું આરામથી સૂઈજા.” મલ્હારએ કહ્યું.

“કોઈ જરૂરત નથી.તમે છાના-માના વાર્તા કહેવાનું ચાલુ કરો.આગળ શું થયું વાર્તામાં એ જાણવાની મને ખૂબ જ ઉત્સુકતા છે.તમને મૂળજીભાઈએ પોતાની પાસે કામ પર રાખ્યા..? પછી પેલો વિદેશનો મોટો ઓર્ડર કોને મળ્યો.? અને હાં મેઘા ઝવેરી સાથે કહી મેલ-મિલાપ થયો કે નહીં...?? ” પાર્થએ કહ્યું.

“તને તો ઊંઘ નહતી આવતી.” મલ્હારએ મજાક કરતાં કહ્યું.

“દાદા,મજાક ના કરો અને વાર્તા કરો” પાર્થએ કહ્યું.

સારું,સાંભળ.જેવુ મારૂ સૌથી મોટું અને અગત્યનું સપનું હતું કે મારે શેઠ બનવું હતું.મારી નીચે હજારો લોકો હોય,ગાડી હોય બંગલો હોય,હું કહું તેમ બધુ થાય,લોકો પર ઓર્ડર ચલાવા હતા.પરંતુ જેવુ પહેલા કહ્યું તેમ ઓર્ડર આપતા પહેલા ઓર્ડર કેમ આપવા એ શીખવું જરૂરી હતું. હું માત્ર એક તકની રાહ જોઈ રહ્યો હતો,ક્યારે સમયની સૂઈ ફરે નાનો કાટો આપણી બાજુ આવે અને મોટો કાટો આપણી આસપાસ ફર્યા કરે.મારા બાપા બહુ વખત કહેતા કે “બધાના જીવનમાં ભગવાન એક એવી તક આપે જ છે,જેમાં તે પોતાનું ભાગ્ય બનાવી કે પછી બદલી શકે”. મને આ વાત સાચી ત્યારે લાગી જ્યારે મેઘા ઝવેરીને પહેલી વખત જોઈ.મેઘાને મળ્યા પછી મને થોડો વિશ્વાસ બેસવા લાગ્યો કે નક્કી આ છોકરી આપણું ભાગ્ય બદલવા આવી છે,અને મેઘાને મળ્યા પછી ત્યારબાદનો આખો ઘટનાક્રમ.મને નક્કી થઈ ગયું કે જો શેઠ બનવું હશે તો મારી પાસે આ તક બહુ જ સારી છે,જેમાં હું મારૂ ભાગ્ય બનાવી કે બદલી શકીશ.

-----------------------------------------------------------------------------------------------------------

મૂળજીભાઈ પાસે નોકરી મળવી સાવ-સહેલી હતી,કારણકે મોહન ઝવેરીએ મૂળજીઝવેરી ના વધુ પડતાં કારીગરને પોતાની પાસે લઈ લીધા હતા,એટલે એમને કામદારોની જરૂરત તો હતી જ. ઉપરથી વિદેશનો પેલો મોટો ઓર્ડર પણ આવવાનો હતો.અમે તેમના મેનેજર પાસે ગયા,અને કહ્યું કે અમને નોકરીની જરૂરત છે.તેવો બહુ જ સહેલાઇથી માની ગયા.તેમણે કહ્યું કે પેલા થોડો સમય તમને હીરાનું કામ શીખવવામાં આવશે,ત્યારબાદ તમે વર્કશોપ પર આવી અને કામ કરી શકો છો.હું અને જનકો મૂળજીભાઈને ત્યાં કામ પર લાગી તો ગયા,પણ અમારે એક વાત હમેશા પોતાની જાતને કહેવી પડતી હતી કે “અમે ત્યાં મજૂર બનવા નહીં પણ માલિક બનવા ગયા છીએ.”

શરૂવાતના સમયમાં મને અને જનકાને હીરાનું કામ શીખવામાં બહુ જ તકલીફ પડી રહી હતી.આવા સમયે મારા બાપા કાનજીઝવેરી અમારા માટે કોચની ભૂમિકામાં આગળ આવ્યા.મારા બાપાને નાનપણથી હીરાનું કામ કરવાનો બહુ શોખ હતો.જ્યારે એમને અમે જણાવ્યુ કે અમે મૂળજીઝવેરી ને ત્યાં હીરાના કામમાં લાગી રહ્યા છીએ,ત્યારે તેવો બહુ જ ખુશ થયા.કારણકે વર્ષો પછી ઝવેરી પરિવારનો છોકરો પાછો ઝવેરીના ધંધામાં જઈ રહ્યો હતો. મારા માટે હીરાનું કામ શીખવું કઈ મોટી વાત નહતી,કારણકે મારા તો ખૂનમાં અને વારસામાં આ કામ આવી ગયું હતું.જો સાચી પરીક્ષા હતી તો જનક પટેલ એટલે કે મારા જનકાની.કાનજી ઝવેરીએ મને અને જનકાને હીરાના કામનું ખૂબ ટ્યુશન આપ્યું.અમે દિવસે મૂળજીઝવેરીના કારખાનામાં અને રાત્રે અમારા ઘરે, આમ દિવસ-રાત બસ હીરાનું કામ જ શીખી રહ્યા હતા.

કહેવાય છે કે “ધ્યેય નક્કી હોય,મનોબળ મજબૂત હોય અને ઈચ્છાશક્તિ પ્રબળ હોય તો તમે ધારો તે કામ કરી શકો.” જોત-જોતામાં હું હીરાના કામની અંદર માસ્ટર થઈ ગયો.મને હીરાનું કોઈ પણ હવે સાવ સરળ લાગી રહ્યું હતું.આ બધા વચ્ચે એક વસ્તુ થઈ,જેનો મને ડર હતો.જનકો છેલ્લે સુધી હીરાનું કામ શીખવામાં નિષ્ફળ રહ્યો.છેલ્લે તેને હારી અને નિર્ણય કર્યો કે આ હીરાનું કામ તેના ગજા બહારનું છે. જનકો મેનેજર પાસે આ વાત લઈને ગયો કે તેને હીરાનું કામ નથી ફાવી રહ્યું, જો એમની પાસે બીજું કોઈ કામ હોય તો એને આપે.

જનકાની વાત સાંભળી મેનેજરે જનકાને એમની પાસે નામું લખવા અને હિશાબ કરવા રાખી દીધો.જનકો ભણવામાં તો હોશિયાર હતો જ.એટલે નામું લખવા અને હિશાબ કરતા શીખવું તેના માટે કોઈ મોટી વસ્તુ નહતી.બહુ જ ઓછા સમયમાં અમે બંને અમને આપેલા કામ ખૂબ સારી રીતે શીખી અને કરતાં થઈ ગયા.બધા કામદારો વચ્ચે હવે અમારું કામ અલગ તરી આવતું હતું.ક્યારેક તો મૂળજીભાઈનો મેનેજર પણ અમને જોઈને અચંબિત થઈ જતો,કારણકે નવા આવેલા કામદારોમાં કામ પ્રત્યેનો આટલો લગાવ અને આટલું ગુણવતા વાળું કામ એમને ક્યારે નહતું જોયું.સાથે-સાથે અમારું અમારા સાથી કામદારો સાથે પણ ખૂબ બનવા લાગ્યું હતું.લગભગ બધા કામદારો અમારી વાત માનવા લાગ્યા હતા.મને તો ક્યારેક એવું પણ લાગવા લાગ્યું હતું કે હું આ બધા નો ગ્રુપ-લીડર બની ગયો છું.કારણકે ક્યારે પણ કોઈ પણ મિટિંગ હોય બધા વતી બધાની વાત હું જ રાખવા લાગ્યો હતો.

મેનેજર પણ ઘણી વખત મારા અને જનકાના વખાણ મૂળજીભાઈ પાસે કરતો.અમારો મુખ્ય ધ્યેય જ હતો મૂળજીઝવેરીની આંખોમાં તરી આવવાનો.જેથી આવનારા મોટા વિદેશી ઓર્ડરમાં અમે સહેલાયથી મૂળજીઝવેરીની કંપની “કિંગ ઓફ ડાયમંડ” તરફથી આ ડીલ કરવાનો મોકો મળે,અને મેઘા ઝવેરી અને મોહન ઝવેરીની કંપની “માસ્ટર ઓફ ડાયમંડ” ને હરાવી.આ મોટો વિદેશી ઓર્ડર મૂળજીઝવેરીને અપાવી શકયે.

-----------------------------------------------------------------------------------------------------------

“મલ્હાર,વિદેશી કંપની લગભગ આવતા અઠવાડિયે મુંબઈ આવવાની છે.આજ કારણથી કાલે સવારે વહેલા મૂળજીભાઈએ કારખાને મિટિંગ બોલાવી છે.જેમાં બધા કામદારોને હાજર રહેવા કહ્યું છે.તે કઈ વિચાર્યું કેવી રીતે આ આટલો મોટો ઓર્ડર આપણે મૂળજીભાઈને અપાવશું..? અને એનાથી પણ પહેલા અને મહત્વની એક વાત તને લાગે છે,આ મૂળજી ઝવેરી આપણને આટલા મોટા ઓર્ડરની જવાબદારી આપશે..? ” જનકએ મલ્હારને પૂછ્યું.

“ આ ઓર્ડરની જવાબદારી મળશે તો આપણને જ. વિચારવાનું માત્ર એટલું છે કઈ રીતે આ ઓર્ડર મૂળજીઝવેરીને મળે.” મલ્હારએ કહ્યું.

“તને કેમ આટલો વિશ્વાસ છે કે મૂળજી ઝવેરી આપણને જ આ કામ આપશે..?” જનકએ પૂછ્યું.

“એ તું કાલે મિટિંગમાં જોઈ લેજે.” મલ્હારએ કહ્યું.

-----------------------------------------------------------------------------------------------------------

સવારના લગભગ ૯ વાગ્યે બધા કારખાનાના મુખ્ય રૂમમાં ઉપસ્થિત હતા.એક બાજુ બધા હીરાનું કામ કરતાં કામદારો,એક બાજુ મેનેજર અને બીજા ડોકયુમેંટ કામ કરવા વાળા કામદારો અને વચ્ચે એક ટેબલ અને ખુરશી પર બેઠેલા મૂળજીભાઈ ઝવેરી.મિટિંગની શરૂવાત મેનેજરએ કરી.

“આજે આપણે બધા અહીયાં એક ખાસ કારણથી મળ્યા છીએ.છેલ્લા ૨ વર્ષમાં આપણી કંપની “કિંગ ઓફ ડાયમંડ” નુકસાનમાં જઈ રહી છે.આપણાં સારા અને વર્ષો જૂના લગભગ બધા કામદારો મોહનઝવેરીએ વધુ પૈસાની લાલચે પોતાની પાસે બોલાવી દીધા છે.મોહનઝવેરી હજુ અહીયાં નથી અટક્યાં,હવે તેમની નજર આપણાં વર્ષો જૂના ગ્રાહક(Client) અને હાલ આપણી કંપની જે ઓર્ડરના આશરે ટકેલી છે,એવા “રોયલ ગ્રુપ ઓફ ડાયમંડ” ના સૌથી મોટા ઓર્ડર પર છે. મૂળજીભાઈએ અહીયાં આપણે એ ઓર્ડરની અમુક જાહેરાત કરવા માટે બોલાવ્યા છે.” મેનેજરે કહ્યું.

“મારે વધુ કઈ નથી કહેવું.બસ એક જ વાત આપણાં સૌને કહેવી છે કે આપણી કંપનીનું નામ “કિંગ ઓફ ડાયમંડ” આપણે એટલા માટે રાખેલું છે.કારણકે આપણે ખરેખર હીરાના વ્યાપારની અંદર રાજા છીએ.આપણને આ ધંધામાં કોઈ પણ માત આપી શકે તેમ નથી. હું માનું છું છેલ્લા દોઢ-બે વર્ષથી કંપનીની હાલત થોડી ડામાડોલ થઈ છે.પરંતુ આમાં કોઈપણ જાતની ચિંતા કરવા જેવી નથી.આપણે માર્કેટમાં પહેલા નંબર એક પર હતા અને આ “રોયલ ગ્રુપ ઓફ ડાયમંડ” ના મોટા ઓર્ડરને મેળવીને પાછા નંબર એક પર પોહચી જઈશું.આ ઓર્ડર આપણે કોઈ પણ ભોગે મેળવાનો છે,અને આ ઓર્ડર મેળવા માટે હું કોઈ પણ હદ સુધી જવા તૈયાર છું.કારણકે જો આ ઓર્ડર આપણને નહીં મળે,તો હીરાની માર્કેટમાં આપણી વાપસી થવી કદાચ અશકય બની જશે.આ ઓર્ડરની ગંભીરતાને ધ્યાનમાં રાખીને,હું અમુક નિર્ણયો સાથે આજે તમારા બધાની વચ્ચે આવેલો છું.” મૂળજીઝવેરી બોલતા-બોલતા અટક્યાં અને મેનેજરને પોતાની પાસે બોલાવ્યો અને એના કાનમાં કઇંક કહેવા લાગ્યા.

“મલ્હાર,શું લાગે છે..? મૂળજીભાઈ કઈ જાહેરાત કરવાના છે. તું તો કહેતો હતો કે તું મિટિંગ માં કઇંક કમાલ કરવાનો છે,જેથી આ ઓર્ડરને અપાવાની જવાબદારી આપણને મળી જાય.પણ મૂળજીભાઈ તો પોતે જ બોલ-બોલ કરે છે અને આપણને તો કઈ કહેવા દે એવું મને નથી લાગી રહ્યું.મલ્હાર તું કર કઇંક...” જનક મૂળજીભાઈ ના આ વ્યવહારથી ગભરાયને મલ્હારની પાસે જઈ અને બોલવા લાગ્યો.

“જનકા તું ચિંતા ના કરીશ,બધુ ગોઠવાય ગયું છે.મૂળજીભાઈને જાહેરાત તો કરવા દે.” મલ્હારએ કહ્યું.

મૂળજીભાઈ અને મેનેજરની થોડી ચર્ચા પછી મેનેજરે બોલવાની શરૂવાત કરી. “જેવુ સાહેબએ કહ્યું કે આ ઓર્ડર આપણાં માટે ખૂબ જ કિમતી છે અને આ ઓર્ડર આપણે કોઈ પણ ભોગે મેળવાનો છે.જેના ભાગ રૂપે મૂળજીભાઈએ ખૂબ જ અગત્યનો નિર્ણય લીધો છે.એ નિર્ણય મુજબ હવે આ આખા ઓર્ડરને આપણી કંપની “કિંગ ઓફ ડાયમંડ” ને અપાવની જવાબદારી મલ્હાર ઝવેરી અને જનકપટેલને શોપવામાં આવે છે.આ ઓર્ડર આપણી કંપની માટે બહુ જ મૂલ્યવાન છે,કદાચ આ ઓર્ડરથી જ આપણી કંપનીનું ભાગ્ય નક્કી થવાનું છે.માટે હું આપણાં બધા વતી મલ્હાર અને જનકને શુભેકછા પાઠવું છું,અને ભગવાને એવી પ્રાથના કરું છું કે તેઓ બંને અથાક પરિશ્રમ અને ચપળ નીતિથી આ ઓર્ડર આપણી કંપની “કિંગ ઓફ ડાયમંડ” ને અપાવામાં સફળ રહે.” મેનેજરે પોતાની વાત પૂરી કરી અને આખો રૂમ તાળીના ગળગળાટની સાથે ગુંજી ઉઠ્યો અને બીજી બાજુ જનક આશ્ચર્યની સાથે મલ્હારની સામે જોઈ રહ્યો.

-----------------------------------------------------------------------------------------------------------

“મલ્હાર,જોરદાર ભાઈ મજા પડી ગઈ.પણ આ કઈ રીતે બન્યું,મૂળજીભાઈએ આટલા મોટા ઓર્ડરની જવાબદારી આપણને કઈ રીતે આપી...? એવું તે શું કર્યું..??” જનક આશ્ચર્ય અને ખુશીની સાથે મલ્હારને રસ્તા પર ચાલતા-ચાલતા પૂછી રહ્યો હતો.

“ભાઈ,મને પણ નથી ખબર.આખરે થયું શું..!!! ” મલ્હારએ હસતાં-હસતાં કહ્યું.

“હવે મને બનાવીશ નહીં , નક્કી આમાં તારો જ કઇંક હાથ છે.બોલને શું કર્યું તે...??” જનકએ પૂછ્યું.

હજુ તો હું એને કઈ જવાબ આપું એ પહેલા એક આલીશાન ગાડી આમરા બંને પાસે આવી અને ઊભી રહી.આ એજ ગાડી હતી,જે અમે જુ-ચોપાટી પર જોઈ હતી.જેમાંથી મેઘા ઝવેરી ઉતરી હતી,અને જેની પાછળ મોટા અક્ષરમાં “M” એવું લખ્યું હતું.ગાડી ઊભી રહી અને તેનો દરવાજો ખૂલ્યો,અને એમાથી કોઈ છોકરીનો બોલવાનો અવાજ આવ્યો. “અંદર બેસી જાઓ,તમારા બંને માટે બહુ જ મોટું કામ છે”.હું અને જનકો પહેલા તો એકબીજાની સામે જોવા લાગ્યા,પછી અમે આંખોથી એકબીજાને ઈશારો કર્યો અને અંદર બેસવાનું નક્કી કર્યું.જેવા અમે ગાડીની અંદર બેઠા અમે જોયું કે અંદર બીજું કોઈ નહીં પરંતુ મેઘાઝવેરી બેઠેલી હતી.અમારા બંનેના અંદર બેસવાની સાથે જ ગાડી ચાલવા લાગી.અને સાથે જ મેઘા ઝવેરીએ બોલવાનું શરૂ કર્યું.

“મૂળજીઝવેરીએ “રોયલ ગ્રુપ ઓફ ડાયમંડ” ના મોટા ઓર્ડરને લેવાનું કામ તમને બંનેને આપ્યું છે.મને લાગે છે ત્યાં સુધી જો તમે આ ઓર્ડર મૂળજીઝવેરીને અપાવી પણ દેશો,તો કદાચ તમને વાહવાહી,પગાર વધારો,અને વધુમાં કહ્યે તો મેનેજર બનાવી આપશે.પણ તમારા બંને માટે મારી પાસે આના કરતાં પણ વધુ એક સારી ઓફર છે.જેનાથી તમારા બંનેની જિંદગી બદલી જશે એ નક્કી છે. અને હાં,હું કોણ છું,આ બધુ કઈ રીતે જાણું છું,એ બધા પ્રશ્નો પૂછી સમયનો બગાડ ના કરશો.” મેઘાએ બોલવાની શરૂવાત કરી.

“શું ઓફર છે..? ” કોઈ પણ જાતનો સમય વેડફયા વગર તરત જનકાએ મેઘાને પૂછી બેઠો.

“સરસ. તો ઓફર એમ છે કે તમે બંને આ ઓર્ડરમાં છેલ્લે સુધી મૂળજીઝવેરી તરફથી રહેજો.મૂળજીઝવેરી શું ભાવ પર “રોયલ ગ્રુપ ઓફ ડાયમંડ” ને હીરા આપશે,કેટલા સમયમાં તેવો આ ઓર્ડરની ડિલિવરી કરી આપશે.આવી લગભગ બધી અગત્યની જાણકારી તમે અમને આપશો.જેની મદદથી અમે આ સૌથી મોટો ઓર્ડર મેળવી શકયે.આ બધી જાણકારીના બદલામાં અમે તમને અમારી કંપની “માસ્ટર ઓફ ડાયમંડ” માં ૩૦%ની ભાગીદારી(Partnership) કરી આપીશું.હાં,આ ભાગીદારીના કાગળ આજ સાંજ સુધીમાં તમને મળી જશે.તો બોલો આ ઓફર મંજૂર છે..?” મેઘાએ કહ્યું.

“મંજૂર છે.” જનકએ કહ્યું.

“પરંતુ મને મંજૂર નથી.” મલ્હારએ કહ્યું.

જેવુ મલ્હાર આવું બોલ્યો એટલે સૌથી પહેલો જટકો જનકને લાગ્યો.તેને તરત મલ્હારની સામે જોયું અને બોલ્યો.. “મલ્હાર તું આ શું બોલે છે..? તને ભાન છે..?”

-----------------------------------------------------------------------------------------------------------

“દાદા,કેમ અટકી ગયા બોલો પછી આગળ શું થયું.આજે હવે વાર્તાના આ પોઈન્ટ પર મહેરબાની કરીને એમ ના કહેશો કે આગળની વાર્તા કાલે.કારણકે જે સપના માટે તમે આટલી મહેનત કરી,તે શેઠ બનવાનું સપનું તમારી પાસે સામે ચાલીને આવ્યું અને એ સમયે જ તમે મેઘાઝવેરીને ના પાડી દીધી.આખરે તેનું કારણ શું હતું..?? અને હાં મૂળજીઝવેરીએ શા માટે તમને અને જનકકાકાને ઓર્ડર લેવાની જવાબદારી શોપી.સૌથી મહત્વની વાત પછી પેલો ઓર્ડર મળ્યો કોને..??” પાર્થ ઉત્સુકતાની સાથે પૂછી બેઠો.

“મારા સિંગલ રાજા બધા સવાલો ના જવાબ કાલે આપવામાં આવશે.આજની કથા અહીયાં પૂરી થાય છે.” મલ્હારે હસતાં-હસતાં કહ્યું.

“દાદા,આમ ના ચાલે.તમે દરરોજ આવું જ કરો છો.બોલોને આગળની વાર્તા,પ્લીઝ... ” પાર્થએ કહ્યું.

“પાર્થ તું હવે શર્તના નિયમ તોડી રહ્યો છે” મલ્હારએ કડક સ્વરમાં કહ્યું.

“સારું, પણ કાલે આવું નહીં ચાલે.આખી વાર્તા કહેવી પડશે.” પાર્થએ કહ્યું.

“જોઈશું” મલ્હારે કહ્યું.

( ક્રમશ...)

To Be Continued…