હું તને પ્રેમ કરું છું... - ભાગ ૨ કિશન પટેલ. દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 103

    ભાગવત રહસ્ય-૧૦૩   મનને સ્થિર કરવા નામ-જપની આવશ્યકતા છે.જપથી...

  • ખજાનો - 70

    ઝાંઝીબારના કિનારે હરોળબંધ નાના મોટા જહાજો અને સ્ટીમરો લાંગરે...

  • નારદ પુરાણ - ભાગ 49

    સનત્કુમાર બોલ્યા, “ત્યારબાદ ડાબે અથવા જમણે જે બાજુથી શ્વાસ ચ...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 13

    બિલ"એક કામ કરો બધા બિલ ભેગા કરીને કેવિનને આપો તે આપી આવશે."...

  • નફરત ની આગ

      નફરતના સંસારમાં હવે રમીએ આ રમત એક એક માણસે જોડાઈ, બાંધી દઈ...

શ્રેણી
શેયર કરો

હું તને પ્રેમ કરું છું... - ભાગ ૨

આપણે આગળ ના ભાગ માં જોયું કે મંથન અને ઊર્મિ જુદા પડે છે. મંથન નાપાસ થાય છે અને ઘર છોડી ને જતો રહે છે. મંથન ની કોઈ ભાળ મળતી નથી હવે આગળ...
મંથન ના ગયા પછી એના માતા પિતા બંને દુઃખી થાય જાય છે. આ બાજુ ઊર્મિ ને પણ પોતે કરેલી ભૂલ માટે પસ્તાવો કરવા લાગે છે. અને મનોમન મંથન વિશે વિચારવા લાગે છે. અને સાથે વિતાવેલી ક્ષણ યાદ કરે છે. અને ત્યારે પ્રેમ ના અંકુર એના મન માં ફૂટે છે. પરંતુ હવે એ મંથન ને મેળવી શકતી નથી.
બીજી બાજુ મંથન હતાશ થઈને એક સ્ટેશન પર બેઠો હોય છે. ત્યારે ત્યાં કોઈ આધેડ વ્યક્તિ આવે છે અને મંથન ને હતાશ જોઈ ને તેને એમ બેસી રહેવાનું કારણ પૂછે છે.
અને મંથન પોતાની સાથે થયેલી તમામ ઘટના ક્રમશઃ કહી સંભળાવે છે. ત્યારે આધેડ વ્યક્તિ મંથન ને પોતે મમ્મી- પપ્પા ને છોડી કરેલી ભૂલ યાદ અપાવે છે. પરંતુ, મંથન ઘરે પાછો જવા નથી માંગતો. અને મહેનત કરવાનું કહી ને પોતાની સાથે લઈ જવા આધેડ વ્યક્તિ ની સાથે લઈ જવા વિનંતી કરે છે.
હવે મંથન પણ પૂરી નિષ્ઠા અને મહેનત થી ભૂતકાળ ને ભૂલી ને 10 મા ધોરણ ની પરિક્ષા ની તૈયારી કરે છે. અને એક વર્ષ જોતજોતામાં વીતી જાય છે. પરિણામ ના દિવસે મંથન કક્ષા માં ઉતીર્ણ થાય છે...
એક બાજુ ઊર્મિ હવે આગળ ભણવાની તૈયારી કરે છે. અને ઊર્મિ 12 સાઈન્સ ની પરિક્ષા પાસ કરી ને મેડિકલ કૉલેજ માં એડમીશન લઇ લે છે. ત્યારે ઊર્મિ ના મમ્મી- પપ્પા નું એક્સીડન્ટ થતા બંને મૃત્યુ પામે છે. પછી ઊર્મિ તૂટી જાય છે અને એકલી પડી જાય છે.
હવે મંથન ના મમ્મી- પપ્પા ને મંથન ની ખોટ સતાવ્યા કરે છે ત્યારે ઊર્મિ ની પરિસ્થિતિ ની જાણ થતા ઊર્મિ ને પોતાની સાથે લઈ આવે છે. અને ઊર્મિ પણ પૂરી લગન અને મહેનત થઈ 5 વર્ષ બાદ મેડિકલ કૉલેજ ની પરિક્ષા પાસ કરી ને એમ.બી.બી.એસ. માં ઉતીર્ણ થાય છે. અને એક કામયાબ ડોક્ટર બને છે.
બીજી બાજુ મંથન પણ મેડિકલ કૉલેજ ના 3 વર્ષ પૂર્ણ કરી ને એક ખાનગી હોસ્પિટલમાં સેવા બજાવે છે અને સાથે માસ્ટર ડિગ્રી ની પણ તૈયારી કરે છે. (આમ , ઊર્મિ એ એમ.બી.બી.એસ. પૂર્ણ કર્યું છે અને મંથન મેડિકલ કૉલેજ ના ૩ વર્ષ પૂર્ણ કરે છે.)

આમ ૩ વર્ષ વિતી જાય છે અને ઊર્મિ ઉંમરલાયક થતાં મંથનના મમ્મી ની તબિયત દિવસે દિવસે ખરાબ થતી રહે છે તેથી મંથન ના મમ્મી - પપ્પા ઊર્મિ ને લગ્ન કરવાની જીદ કરે છે ત્યારે ઊર્મિ પણ એ મનોમન મંથન ને પ્રેમ કરતી હોઈ લગ્ન કરવાની ના કહે છે. પરંતુ, મંથન ના મમ્મી - પપ્પા ખૂબ સમજાવે છે ત્યારે તે કોઈ વાત માનતી નથી અને એના ભવિષ્ય પર આગળ વધવાનું જણાવે છે.

હવે બીજી બાજુ મંથન ના મમ્મી ની તબિયત વધારે ખરાબ થવાને કારણે ઊર્મિ તેમની સારવાર ખુદ કરે છે. પરંતુ તેની તબિયત માં કોઈ સુધારો થતો નથી....

ઊર્મિ ને મંથન ના મમ્મી ની ચિંતા થાય છે અને કોઈ સારવાર કામ આવતી નથી.
ડૉ. મહેરા, "તમને કોઈ ડોક્ટર ઊર્મિ મેડમ મળવા આવેલા છે." પ્યુને દરવાજો નોક કરી કેબિન ની અંદર આવતા કહ્યું . ડૉ.મહેરા એ પ્રાઇવેટ હોસ્પિટલ ના માલિક છે
ડૉ. મહેરા એ અંદર આવવાની પરવાનગી આપતા કહ્યું," હા , ઝડપથી મોકલો અને બેડ નં 5 ની ફાઈલ પણ લઈ આવો."
ડૉ. ઊર્મિ અંદર આવે છે ત્યારે સામે બેઠેલા ડૉ.મહેરા તરફ નજર કરે છે. ડૉ. ઊર્મિ પોતાની એટલે કે મંથન ના મમ્મી ની ફાઈલ ડૉ.મહેરા ને બતાવે છે.
ડૉ.મહેરા ફાઈલ સ્ટડી કરી ને એક કાર્ડ આપે છે અને ત્યાં જવાનું જણાવતા કહે છે કે આ ડૉ.શાહ છે જે એમ.ડી. છે. તમે એમને મળી ને એમની સલાહ પ્રમાણે કરો.
ડૉ.ઊર્મિ ત્યાંથી જતા રહે છે અને ડૉ.મહેરા એ આપેલા કાર્ડ ના એડ્રેસ પર મંથન ની મમ્મી ની ફાઈલ પહોંચાડે છે. અને સાથે પત્ર મોકલે છે કે આ સ્ત્રી ની સારવાર માટે સલાહ આપવા વિનંતી.
પછી ડૉ.શાહ ને આ પત્ર અને ફાઈલ મળે છે અને તેનું સ્ટડી કરે છે . ત્યારે ખબર પડે છે કે એ સ્ત્રી બીજું કોઈ નહિ પોતાની માં છે. હવે ડૉ.શાહ તરત જ પોતાની હોસ્પિટલ માં તેમની માં ની સારવાર કરવા ના પ્રયત્નો ચાલુ કરી દે છે.અને થોડાક દિવસ માં તેમની માં ની તબિયત બિલકુલ સારી થઈ જાય છે અને ડૉ.શાહ પોતાની ઓળખાણ એમની માને આપતા કહે છે કે હું ડૉ.શાહ તમારો અમુક વર્ષો પહેલા ઘર છોડી ને જનારો પુત્ર મંથન છું.
મંથન ને જોતા તેમના મમ્મી પપ્પા બંને ખુશ થાય છે અને મંથન ને ગળે લગાવી ને રડે છે. આમ માતાપિતા અને પુત્ર એકબીજા ને મળે છે. અને પોતે મેળવેલી સફળતા વિશે જણાવે છે. બધા ખૂબ ખુશ થાય છે.
ત્યારબાદ ડૉ.ઊર્મિ ને ખબર પડે છે કે મંથન ના મમ્મી ની તબિયત સારી છે તેવી જાણ થતા તે હોસ્પિટલે ડૉ.શાહ નો આભાર વ્યક્ત કરવા પહોંચે છે.
ત્યાં પહોંચી ને રિસેપ્શન પર કાર્ડ બતાવી ને ડૉ.શાહ ને મળવાનું કહે છે. ત્યારે ડૉ.શાહ ઓપરેશન થિયેટરમાં હોવાથી ડૉ.શાહ ની કેબિન માં રાહ જોવાનું કહે છે. ડૉ.ઊર્મિ કેબિન ની અંદર જઈ ને ડૉ.શાહ ની બુક પર નજર ફેરવે છે.
ડૉ.શાહ ને કેબિન માં આવતા પહેલા ખબર પડે છે કે કોઈ ડૉ. ઊર્મિ તેની રાહ જોઈ રહ્યા છે. ડૉ.શાહ ઊર્મિ નું નામ સાંભળતા અમુક વર્ષો પેહલા તેની સાથે અભ્યાસ કરતી ધોરણ 10ની વિદ્યાર્થી ની ઊર્મિ ની યાદ આવી ગઈ. અને ડૉ.શાહ પોતાના અતીત માં ગરકાવ થઈ ગયા. પરંતુ , થોડા સમયમાં ભાન આવતા તેઓ ડૉ.ઊર્મિ ને જોવા તરત પોતાની કેબિન માં દોડી જાય છે.
ડૉ. ઊર્મિ ને જોઈ ને ડૉ. શાહ દંગ રહી જાય છે. અને આ ડૉ.શાહ ને જોઈ ને ડૉ.ઊર્મિ પણ સ્તબ્ધ થઈ જાય છે. કારણ કે આ ડૉ.શાહ બીજું કોઈ નહિ પણ તેની સાથે અભ્યાસ કરતો, વિદાય સમયે પોતાનો હાથ પકડનાર અને ઘર છોડી ને ભાગી જનાર મંથન હતો.
ઊર્મિ અને મંથન બંને પોતપોતાની સાથે બનેલી ઘટના એકબીજા ને કહી સંભળાવે છે. અને મંથન ના મમ્મી પપ્પા નું ધ્યાન રાખવા બદલ આભાર વ્યક્ત કરે છે. અને ઊર્મિ એ પોતે કરેલી ભૂલ માટે માફી માગે છે અને તે મંથન ને પ્રેમ કરે છે અને સાથે જ મંથન સાથે જિંદગીભર રહેવા નું વચન આપે છે.
ઊર્મિ મંથન ને જોઈ ને ભાવુક થઈ જાય છે અને તેની આંખો માં આંસુ આવી જાય છે. સામે મંથન પણ ઊર્મિ ને જોઈ ને ભાવુક થાય છે અને તેની વિતી ગયેલી ક્ષણ ને ભુલાવી દે છે અને વર્તમાન માં આવી બંને એકબીજા ને એક ઉષ્મા ભર્યું આલિંગન આપે છે અને બંને હમેશા માટે એક થઈ જાય છે ......



મિત્રો અહીંયા આ વાર્તા પૂરી થાય છે... હવે તમારા બધા ના અભિપ્રાય ની રાહ જોવ છું જેથી મને આવી કોઈ બીજી વાર્તા લખવાની પ્રેરણા મળે... તમારા અભિપ્રાય જણાવજો... આભાર...

મિત્રો, મારી વાર્તા વાંચ્યા પછી પ્રતિભાવ આપવા વિનંતી....

કિશન પટેલ "સ્વપ્ન રાહ" .

સુરત.