love you jindagi part 4 books and stories free download online pdf in Gujarati

લવ યુ જિંદગી (ભાગ - 4)

માફી ચાહું છું દોસ્તો, ઘણા સમય પછી સ્ટોરી પોસ્ટ કરવા માટે, અમુક સંજોગો ને કારણે સ્ટોરી આગળ પોસ્ટ કરી શક્યો ન હતો. આપણે આગળ ત્રણ ભાગમાં જોયું કે આરવના માતા-પિતાનું કાર અકસ્માતમાં મૃત્યુ થાય છે, આરવ એક કંપનીમાં જોબ કરે છે, તેના પર મીરા નો મેસેજ આવે છે, બંને થોડી વાતો કરે છે, હવે જોઇશું આ મીરા કોણ છે ? અને આરવ સાથે તેનો શું સંબંધ છે ? વાચક મિત્રોને વિનંતી છે કે જો તમે આગળના ત્રણ ભાગ ન વાંચ્યા હોય તો પહેલા તે વાંચી લેવા, જેથી સ્ટોરીમાં આગળ વધુ મજા આવે.

મીરા અને આરવ બંને નાનપણથી સાથે જ ભણતા હતા, જેમ-જેમ તેઓ આગળ વધતા ગયા તેમ-તેમ બંનેની દોસ્તી ગાઢ બનતી ગઈ, મીરા નું ઘર આરવ ના ઘરથી થોડું જ દૂર હતું, નાનપણમાં આરવ અને મીરાં એકબીજાના ઘરે જતા અને બંને સાથે જ રમતા, હાઈસ્કૂલમાં જ્યારે બંને આવ્યા ત્યારે મીરાના પપ્પાની ટ્રાન્સફર અમદાવાદમાં થઈ એટલે મીરાં આરવથી દૂર જતી રહી, જે આરવને બિલકુલ ન ગમ્યું, આરવે તેના પપ્પા પાસે જીદ પકડી કે આપણે પણ અમદાવાદ જવું છે રહેવા, પણ મહા મહેનતે તેના પપ્પા એ આરવને મનાવ્યો, સામે મીરાંએ પણ આરવથી દૂર જવું પડ્યું એ ન ગમ્યું, પણ સંજોગોએ બંનેને દૂર કર્યા, થોડો સમય તો એકબીજા વગર મન લાગતું ન હતું, પરંતુ હવે જે સત્ય છે એ સ્વીકારવું જ પડે તેમ હતું, એટલે ગમે કે ના ગમે દૂર જ રહેવાનું છે એ નક્કી છે.

મીરા અને આરવ વચ્ચે ક્યારેક ક્યારેક ફોન કોલ પર વાત થતી, અને બંને એકબીજાની વાતો શૅર કરતાં, સમય જતા બંને દસમા ધોરણના બોર્ડના મહત્વના વર્ષમાં આવ્યા, બંને ભણવામાં હોશિયાર હતા, એટલે બંને ને સારા પર્સન્ટેજ આવ્યા અને બંને ખુશ પણ હતા, આટલા સમય પછી આરવ ફરી એક વખત એના પપ્પાને અમદાવાદ રહેવા જવાની વાત કરે છે, આરવ હવે પહેલા કરતા ઘણો સમજુ હતો, એટલે પપ્પાએ સાથે બેસીને તેને સમજાવ્યો એટલે તરત એ સમજી ગયો, અને કહ્યું કંઈ વાંધો નહીં પપ્પા આપણે અહીં જ રહીશું, દસમા ધોરણના વેકેશનમાં આરવનું ફેમિલી અમદાવાદ ફરવા જવાનું પ્લાનિંગ કરે છે, એટલે આરવ તરત બોલ્યો પપ્પા આપણે મીરા ના ઘરે પણ જઈશું, એટલે તેના પપ્પાએ કહ્યું હા બેટા આપણે જઈશું, એક સવારે આરવ અને તેનું ફેમિલી અમદાવાદ જવા નીકળે છે, અને પહેલા તો સીધા મીરા ના ઘરે જાય છે, ત્યાં ઘણા વર્ષો પછી આરવ મીરાને લાઈવ સામે જોવે છે, પહેલા તો બંને એકબીજાની સામે અજાણ્યાની જેમ જ જોયા કરે છે, કેમકે ઘણા વર્ષો પછી બંને મળે છે, મીરાને જોઈને આરવ હસવા લાગે છે, તો મીરા એ કહ્યું આરવ કેમ હસે છે તું ?

"તું હવે મીરાં લાગતી જ નથી."

"હા હું ક્યાં મીરા છું, આતો મારું ભૂત છે નહીં ?"

"ના પણ તું તો સાવ જુદી જ લાગે છે કંઈક."

"આરવ, તું પણ અલગ જ લાગે છે કંઈક, પહેલા નાનું એવું બચ્ચું હતો હવે મોટો થઇ ગયો છે."

(થોડો સમય બધા ગપશપ કરે છે અને પોતપોતાની કહાની કહે છે, પછી બધા સાથે નાસ્તો કરવા બેસે છે, થોડીવાર પછી હવે કહ્યું)

"મીરાં તારે ઘરે કંઈ કામ તો નથી ને ?"

"ના મારે હવે શું કામ હોય હવે તો વેકેશન એન્જોય કરવાનું છે ?"

"તો સારું તમે બધા પણ આવો ને અમારી સાથે, આપણે બધા એન્જોય કરીશું."

(આરવના પપ્પા, આરવના મમ્મી, આરવ બધા કહે છે કે હા ચાલો ને મજા આવશે)

મીરાના પપ્પાએ કહ્યું ના મને હમણાં સમય નહીં મળે, કામનું ઓવરલોડ છે એટલે મારાથી નહીં આવી શકાય, તમે લોકો એન્જોય કરો,

(મીરા અને આરવ બંને ઉદાસ થઈ જાય છે, પણ થોડી જ વારમાં મીરા ના પપ્પા એ કહ્યું)

"મીરાં જો તારે જવું હોય તો તું જઈ શકે છે"

આટલું બોલતા જ મીરા અને આરવ બંને ખુશખુશાલ થઇ ગયા, આરવ અને મીરા બંને ઘણા સમય પછી એકબીજાની સાથે રહેવાના હતા, એટલે બંનેની ખુશીનો પાર ન હતો, મીરાએ આરવ સાથે ખૂબ હસી મજાક કરી અને આરવ પણ ખૂબ મસ્ત હતો મીરા સાથે, મીરાંએ બે દિવસ આરવ ની ફેમિલી સાથે રહીને એન્જોય કર્યું, અને પછી ત્રીજા દિવસે આરવ અને તેનું ફેમિલી ઘરે જવા માટે રવાના થયું, જે આરવ અને મીરાં બંનેમાંથી એકપણ ને ગમ્યું નહીં, પણ જવું પડે એમ પણ હતું, મીરાએ આરવને બાય કહ્યું અને આરવે પણ મીરાને બાય કહ્યું, બધા એકબીજાને મળ્યાં અને આખરે આરવ ઘરે આવવા માટે રવાના થયો, જ્યારે આરવ ઘરે જતો હતો ત્યારે મીરાં છેક બહાર સુધી આવી અને આરવને હાથ હલાવીને બાય કહી વિદાય આપી, આરવ એ પણ કહ્યું બાય મીરા આવજે હવે તારો વારો છે આવવાનો જો હું તો આવી ગયો, મીરા એ કહ્યું હા કંઈ વાંધો નહીં હું પણ આવીશ ચોક્કસથી.

ધીમે ધીમે સમય પસાર થતો ગયો અને બંને મોટા થતાં ગયા, બંને ફરી પાછા બારમા ધોરણના મહત્ત્વના વર્ષમાં આવી ગયા, બંને સાયન્સમાં એ ગ્રુપમાં હતા અને બંને પહેલેથી જ હોશિયાર હતા, બંનેને બારમા ધોરણમાં સારા રેન્ક આવ્યા અને હવે બંને પાસે કોલેજની મજાની લાઈફ જીવવાનો સમય આવી ગયો હતો, આ દરમિયાન આટલા વર્ષે મીરાના પપ્પાની ટ્રાન્સફર પાછી હતી એ જ સ્થળે થઈ જાય છે અને મીરાં તો જાણે ખુશીથી ઝૂમી ઉઠી નાચવા લાગી, કુદવા લાગી, એની ખુશીનો પાર ન હતો, તેણે વિચાર્યું કે પહેલા આરવને ફોન કરી દઉ એ ખૂબ ખુશ થઈ જશે.

"હેલ્લો, આરવ"

"હા, મીરા બોલને"

"એક ખુશ ખબર છે"

"તો જલદીથી કહે"

(મીરા ખૂબ જ ઉત્સાહથી)

"મારા પપ્પાની ટ્રાન્સફર ફરી ત્યાં થઈ ગઈ છે અને અમે બધા ત્યાં શિફ્ટ થવાના થોડા જ સમયમાં"

"ઓહો શું વાત કરે છે ? સાચુ ?"

(આરવ પણ ખૂબ ખુશ થઈ ગયો અને તેને વિશ્વાસ નથી થતો કે મીરાં પાછી આવવાની છે)

"મીરાં પાર્ટી તો બનતી હૈ"

"હા હા પાકું ડોને"

(બંને થોડીવાર ખુશી મજાની વાતો કરે છે અને બંનેના ચહેરા પર ખુશી છલકાય રહી છે થોડી વાર વાતો કરી ને ફોન રાખે છે)

થોડા જ દિવસોમાં મીરાં ફેમિલી સાથે પાછી આવે છે અને પહેલાં તો એ આરવને ફોન કરે છે.

"તું ક્યાં છે ?"

"ઘરે જ હો બોલને"

"ફટાફટ મારા ઘરે આવતો રહે સામાન ગોઠવવાનો છે"

(આરવ આશ્ચર્યથી)

"ઓહ તું અહીં પણ આવી ગઈ ? સાચું કહે છે ને તું ?"

"હા હા જલ્દીથી આવ અને અમને મદદરૂપ થા."

"સારુ ફોન રાખ હમણાં જ પહોંચ્યો."

(આરવ જલ્દીથી ઘરની બહાર નીકળતો જણાય છે, તેના મમ્મી તેને રોકે છે)

"આરવ ક્યાં જાય છે આટલી જલ્દી થી ?"

"મમ્મી મીરા ને એ લોકો અહીં આવી ગયા છે, હું એમનો સામાન ગોઠવવા જાવ છું."

"ઓહ એ લોકો આવી ગયા એમને ?"

"હા મમ્મી, હું જાવ છું"

"હા"

(આરવ ફટાફટ મીરા ના ઘરે જાય છે અને ત્યાં બંને એકબીજાને જોઈને ખુશીથી ઝુમી ઉઠ્યા પછી બધા લોકો ભેગા મળીને સામાન વ્યવસ્થિત ગોઠવવા લાગે છે.)

આરવ અને મીરા બંને માટે આ ખુશીની વાત હતી કે એ બંને હવે પહેલાની જેમ ભેગા મળી શકશે, એટલે બંને મનમાં ખૂબ જ ખુશ હતા, અને કેમ ન હોય આખરે ઘણા વર્ષો પછી બંને ફરી પાછા મળ્યા હતા.

મીરા ના ઘરે મોટાભાગનો સામાન વ્યવસ્થિત ગોઠવીને આરવ ઘરે આવવા માટે નીકળે છે, ત્યાં મીરાના મમ્મીએ કહ્યું

"આરવ બેટા ઉભો રહે હું ચા બનાવીને લાવું છું"

(આરવ ત્યા રોકાઈ જાય છે આરવ અને મીરા ફરી વાતોએ વળગે છે)

"આરવ હું ઘણા વર્ષો પછી અહીં આવી છું, મને કંઈ ખબર નથી અહીંની, તું ક્યાં એડમિશન લેવાનો છે કોલેજમાં ?"

"જ્યાં પણ લઈશું બંને સાથે જ લઈશું એ ફાઈનલ છે મીરા"

"હા આપણે સાથે જ એડમિશન લઈશું"

(થોડીવાર પછી મીરાના મમ્મી ચા લઈને આવે છે અને બધા ચા પીવા માટે બેસે છે ત્યાર પછી આરવ નીકળે છે)

થોડા દિવસ પછી મીરાં અને તેના મમ્મી-પપ્પા આરવના ઘરે બેસવા આવે છે અને ખાસ એ વાત કરવા માટે કે બંનેએ કયા એડમિશન લેવાનું છે, ચર્ચા વિચારણા પછી એવું નક્કી થાય છે કે બંને એકસાથે જ એડમિશન લેશે, એટલે આરવ અને મીરા ખુશ હતા, એ બંનેને એમના જૂના દિવસો યાદ આવી ગયા અને ફરી પાછા ખુશ થઈ ગયા.

મીરા અને આરવ ની કોલેજ લાઈફ કેવી હતી ? એ બંને વચ્ચે આગળ જતાં કેવા સંબંધો રહ્યા ? કોલેજમાં એ બંને શું કરતા ? આ આરવ અને મીરા કોલેજ લાઈફ આવતા અંકમાં જોઈશું.

સેંતા સરકાર

(Daisy)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED