પ્રેમ અને મિત્રતા - ભાગ-1 Jay Thakar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 4

    ભાગવત રહસ્ય-૪   સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે I તાપત્...

  • સચિન તેંડુલકર

    મૂછનો દોરો ફુટ્યો ન હતો ને મૂછે તાવ દેવો પડે એવા સોલીડ સપાટા...

  • જોશ - ભાગ 1

    Kanu Bhagdev ૧ : ભય, ખોફ, ડર... ! રાત્રિના શાંત, સૂમસામ વાતા...

  • રેમ આત્માનો - ભાગ 13

    (આગળ ના ભાગ માં જોયું કે પરેશભાઈ અને પેલા તાંત્રિક ને એનાજ ગ...

  • કવિ કોલક

    ધારાવાહિક - આપણાં મહાનુભાવો ભાગ:- 34 મહાનુભાવ:- કવિ કોલક લેખ...

શ્રેણી
શેયર કરો

પ્રેમ અને મિત્રતા - ભાગ-1

એક ગામમાં બે પરમ મિત્રો રહેતા હતા. એકનું નામ રાજુ એટલે કે રાજેશ હતું અને બીજાનુ નામ સૂરજ હતું. તે બને નાનપણમાં એક મંદિરમાં મળ્યા હતા. રાજુ અનાથ હતો. તેનો પૂરો પરિવાર અકસ્માતમાં મુત્યુ પામ્યા હતા. તેથી તે મંદિરમાં ભીખ માંગવા માટે વિવશ બન્યો હતો. અને સૂરજ અને તેનો પરિવાર ત્યાં દર્શન કરવા માટે જાય છે. સૂરજના પરિવારમાં તેના માતા અને પિતા તેની સાથે રહેતા હતા. રાજુ અને સૂરજ બને વચ્ચે મિત્રતાથી પણ વધારે ભાઈ જેવો સબંધ બની જાય છે. પણ તેના માતા પિતા રાજુને અપનાવતા નથી. પણ સૂરજ તેને ભાઈ માને છે. સૂરજના પરિવાર તેની પાસે ઘરકામ કરાવે છે. પણ સમય જતાં સૂરજના માતા પિતા તેને અભ્યાસ કરવા માટે બીજા શહેમાં મોકલે છે. અને રાજુ પાસે ઘરકામ કરાવે છે . સમય જતાં સૂરજ અભ્યાસ કરીને પાછો આવે છે. તે ખુશીમાં ઘરે પૂજા રાખવામાં આવે છે. જેની તૈયારી કરવા માટે રાજુને બજારમાં સમાન લેવા માટે મોકલવામાં આવે છે . ત્યાં તેને એક ખૂબસૂરત યુવતી તેને નજરમાં આવે છે. તે યુવતી ખૂબ જ સુંદર અને સુશીલ હતી. તેને જોઈને રાજુ તેને ખૂબ જ પ્રેમ કરવા લાગ્યો હોય છે.પણ તે યુવતી અંધ હોય છે. છતાં તે યુવતી ખૂબ જ મુશ્કેલીઓથી તે પોતાના પરિવારને ચલાવે છે.તેના પરિવારમાં એક નાનો ભાઈ અને તેની વિધવા માં હોય છે. તે અંધ હોવા છતાં તે ખૂબ જ સારા માટલાં બનાવે છે.રાજુ પણ માટલાં બનાવવાનું શીખવા જાય છે. ત્યારે તેને ખબર પડે છે કે તે યુવતી અંધ હોય છે. પણ તે સાચો પ્રેમ કરતો હોવાથી અંધ હોવા છતાં તેને ખૂબ જ પ્રેમ કરે છે. તે યુવતીનું નામ રાધા છે. તે રાજુને માટલાં બનાવવા માટે તેને માટી લેવા માટે ખેતરે જાય છે. તેની સાથે રાધાનો ભાઈ અને તેની બહેનપણી સાથે જાય છે. ત્યાં રાજુને માટલાં બનાવવા માટેની માટી ખોદવા માટે કઠોરમાં કઠોર જમીન પર માટી લેવામાં આવે છે.
રાજુ ખૂબ જ મુશ્કેલીથી માટી એકઢી કરે છે.ત્યારબાદ તે ઘરે જાય છે. ત્યારબાદ તે માટી ગુથે છે.ત્યારબાદ રાધા રાજુના ચહેરાની મૂર્તિ બનાવે છે. મૂર્તિ બનાવતી વખતે રાજુના ચહેરા પર માટી લગાવી દીધી હતી. ત્યારબાદ રાજુને તેના પ્રત્યેનો પ્રેમ વધે છે.
ત્યારબાદ તે આ વાત સૂરજને કહે કે તે રાધાને પ્રેમ કરે છે. તે રાધા સાથે લગ્ન કરવા માટે તૈયાર છે. જેથી તે રાધાની આંખોના ઓપરેશન માટે તેને વચન આપે છે. તે વચન પૂરું કરવા માટે તે ખૂબ જ પરિશ્રમથી અને મુશ્કેલી પૈસા એકઠાં કરે છે.અને તેની આંખોના ઓપરેશન માટે તેને આંખોની હોસ્પિટલમાં દાખલ કરે છે.પણ છેલ્લી ઘડીએ સૂરજના મમ્મી તે પૈસા
ચોરી કરી લે છે. આ વાત રાજુને ખબર હોતી નથી.તેથી તે રાધાનાં ઓપરેશન માટે પૈસા જમા કરાવી શકતો નથી.આ વાતની જાણ તે રાધાના મમ્મને કરે છે. જેથી બધા ચિંતામાં પડી જાય છે. ત્યારબાદ રાજુ ડોક્ટરને ઑપરેશન કરવા માટેની ખૂબ જ વિનતી કરે છે પણ ડોક્ટર તેની મદદ કરવા તૈયાર થતાં નથી.
એટલામાં જ ડોકટરની પત્નીનો ફોન આવે છે. અને કહે છે કે આપણી દીકરીનું એક્સીડન્ટ થયું છે. તેને તાત્કાલિક લોહીની જરૂર છે. તમે તરત જ અહીંયા આવો.આ વાત સાંભળતા જ રાજુ તેને પોતાનું લોહી આપવાનુ કહે છે.ત્યારે ડોક્ટર તેને સાથે લઈ જાય છે. અને રાજુ લોહી આપે છે. ત્યારબાદ ડોકટરની દીકરી બચી જાય છે.ડોક્ટર રજુનો ખૂબ જ આભાર માને છે. અને ડોક્ટર આંખોના ઓપરેશન માટે તૈયાર થાય છે. ત્યારબાદ રાધને ઓપરેશન બોર્ડમાં લઈ જાય છે.રાજુ હોસ્પિટલે જવા માટે દોડે છે. ત્યાં રસ્તામાં રાજુ ગાડી સાથે અથડાતા તેનું અકસ્માત થાય છે .અને તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે...