શોભના : તું કઈ પણ બોલી છે તો તને તારી મમ્મીના સમ છે ચાલ હવે મારી સાથે હોલમાં સંજય બસ આવવો જોઈએ."
શોભના અને દીપાલી હોલમાં આવ્યાં અને દરવાજા પર બેલ વાગી."દીપાલી : મમ્મી તું દરવાજો ખોલ તારો જમાઈ આવ્યો હશે. આટલું કહી દીપાલી રસોડામાં અંદર જતી રહી."
શોભનાએ દરવાજો ખોલ્યો સંજયે અંદર આવી સાસુ શોભનાને પાય લાગી કેમ છો મમ્મી પૂછ્યું..?
"શોભના : આવો સંજય કુમાર હું મજામાં છું તમે કેમ છો ?"
"સંજય : પણ મમ્મી હું મજામાં નથી સંજયને કુમાર કહી તમે આ સંજયને જમાઈ બનાવી દીધો એટલે મજામાં નથી એમ જ કહેવું પડે."
"શોભના : હસતાં હસતાં બોલી સંજય તમે સોફા પર બેસો, ત્યાં સુધીમાં હું પાણીનો ગ્લાસ લઈ આવું. "સંજય : મમ્મી તમે બેસો મારે પાણી નથી પીવું."
"શોભના : દીપાલી પાણી લાવજે બેટા જો કોણ આવ્યું છે રસોડામાંથી બહાર આવ."
થોડીવારમાં યુનિફોર્મમાં સજ્જ દીપાલી ટ્રેમાં એક ગ્લાસ પાણી લઈ હોલમાં આવી દીપાલીને યુનિફોર્મ જોઈ સંજય દીપાલી પર ખૂબ હશ્યો અને "બોલ્યો મમ્મી આ તો મારી પાગલ દોસ્ત બે ચોટલાંવાડી દીપુ છે ને...?"
દીપાલી તો પણ કશું જ બોલી નહીં સંજયને પાણીનો ગ્લાસ હાથમાં આપી ફરી રસોડા તરફ જવા પ્રયાણ કરી રહી ત્યાં શોભનાએ દીપાલીને કહ્યું તું અહીં બેશ હું સંજય માટે ચા બનાવી લાઉ." આટલું કહી શોભના જેવી રસોડામાં ગઈ કે તરત જ "દીપાલી બોલી મારી મમ્મીએ મને જોકર જેવી તૈયાર કરી માટે તું હસ્યોને...? અને તું હસ્યો એનો મને કંઈ વાંધો પણ નથી પણ તું ક્યાં હકથી મારા પર હસ્યો..? મેં તો તારી સાથે છેલ્લાં એક મહિનાથી અબોલા લીધા છે. તું મારા પર હસ્યો એ મને જરા પણ ન ગમ્યું."
"સંજય: તું હકની વાત કરે છે તો સાંભળ તું નાનપણમાં પણ જ્યારે આ યુનિફોર્મ પહેરતી ત્યારે પણ મને તારા પર હસવું આવતું, જ્યારે આજે યુવાન થઈ અને એને ફરી એ યુનિફોર્મમાં એટલે અત્યારે પણ તારા પર હસવું આવ્યું, અને ભવિષ્યમાં તું જ્યારે દાંત વગરની બુઢી થઈશ ત્યારે પણ હું તારા પર હસવાનો છું, કારણકે તું પત્ની પછી પહેલાં મારી નાનપણની મિત્ર છે, અને મિત્ર સાથે હસી મજાકનો વ્યવહાર તો હોવો જ જોઈએ."
"દીપાલી : સંજય આજે પણ તું પહેલા ચાહતો એટલી આજે પણ ચાહે છે..? અને નાનપણમાં જેટલો સરળ હતો એટલો આજે પણ સરળ સંજુ છે, માટે જ હું તારા પર મોહી ગઈ છું."
"સંજય : હું તારો સરળ સંજુ જ છું, પણ તું કેમ દીપુમાંથી કેમ મારી પત્ની દીપાલી બની ગઈ એ મને ખબર ન રહી."
"દીપાલી: સંજુ તું મને તારી સાથે લઈ જા, એ પણ હમેશ માટે, મારાથી એક ભૂલ થઈ ગઈ છે તું તારી અલ્લડ દીપુને માફ કરી દઈશને.? બોલ..."
સંજય કશું બોલ્યાં વગર સોફા પરથી ઉભો થઈ, દીપાલી સામે પોતાના બન્ને હાથ ફેલાવ્યાં અને દીપાલી દોડતી સંજયને ગળે વળગી ગઈ, અને ફરી પોતાની ભૂલની માફી માંગતી સંજયને સોરી કહેતી આંખે આંસુ સારતી સંજયના આલિંગનમાં પ્રેમિકાની માફક સંજયની બાહોમાં સમાઈ ગઈ.
એટલામાં શોભના આવી પહોંચી અને હસતાં હસતાં બોલી "કેમ સંજય તને બાળપણની મિત્રતા તારી દીપુમાં મળી કે નહીં...?"
"સંજય :મમ્મી મને આજે હમેશ માટે મારી દીપુ મળી ગઈ, અને મમ્મી તમે તમારા હાથે આ યુનિફોર્મ પહેરીલી છોકરી મારા લગ્ન કરાવી દો આજે અને દીપુ અને સંજુનો ફોટો પાડી આપો...."
"સમાપ્ત"
" આભાર માનું છું."
-સચિન સોની..
17/03/2020