The One Sided Love Story - 5 - last part Piyush Dhameliya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

The One Sided Love Story - 5 - last part

ભાગ :- 5 ( અંત )
દરેક વિદ્યાર્થીઓના જીવનકાળમાં આવતો સુવર્ણકાળ મારા જીવનમાં પણ આવ્યો. અમારો ધોરણ 12 સાયન્સનો અભ્યાસ પૂર્ણ થયો. હવે કૉલેજ નો સમય હતો. મે B.Sc પસંદ કર્યું અને કૉલેજ ની પસંદગી થઈ, ભણવાનુ શરૂ થયું. પરંતુ મારા મન મંદિરમાં જેની મુરત હતી તેની યાદ મને ખુબજ સતાવતી હતી. મને મારા કોઈપણ કાર્ય માં મન નહોતું લગતું. મે ફરીથી તેની શોધ શરૂ કરી. મારા મોબાઈલ દ્વારા મે તેના સોશીયલ નેટવર્ક ને શોધી કાઢ્યા. અને તેની ભાળ મેળવી, તો મને જાણ થઈ કે તેણી આત્યરે બીજી યુનિવર્સિટી માં ડોક્ટર બનવા માટેનો અભ્યાસ કરી છે. મે તેની સાથેની મુલાકાત માટેની ઘણી પ્રયત્ન કર્યો. તે માટે મે તેજ યુનિવર્સિટી માં B.Sc. નાં બીજા વર્ષ માં પ્રવેશ મેળવ્યો. પરંતુ અહી અમારી બંને ની કૉલેજ અલગ હતી. હું કૉલેજ બેંક કરીને તેણીની કૉલેજ પર તેણીને મળવા અને જોવા નાં બહાને જવા લાગ્યો. આ વાતને ત્રણ મહિના વીતી ગયા. પરંતુ હજુ પણ હું તેણી સાથે મુલાકાત કરી શક્યો નહોતો. તેના માટે મે મારા મિત્રોના નાસ્તાનો ખર્ચ પણ ઉઠાવ્યો હતો. ઘણા પ્રયત્નો પછી મને તેણીને મળવાની તક મળી હતી. મારા એક મિત્ર નાં જન્મદિવસ ની પાર્ટી માં તેણીને આમંત્રણ અપાયું હતું. મને યાદ છે તે દિવસ. હું બધીજ તૈયારી કરીને ગયો હતો. મારી હિંમત ચાલે તે માટે મે તે દિવસે થોડું ડ્રિંક પણ કર્યું હતું. બસ એજ મારી સૌથી મોટી ભૂલ હતી. તે રાત્રે શું થયું એ તો મને ખબર નથી. પરંતુ હું તે રાત્રે મારા મિત્રના ઘરેજ હતો. બીજા દિવસે મારા મિત્રએ નાં જણાવ્યા મુજબ મને જાણ થઈ કે હું ત્યારે ભાનમાં નહતો. અને નશામાં મે તેણીની બહેનપણીને પ્રપોઝ કર્યું હતું. મારા મિત્રએ મને આગળ જણાવતા કહ્યું કે હું જેને ચાહતો હતો તેને આ વાતની જાણ ન હતી. મને નિરાંત થઈ. ઊંડો શ્વાસ લીધો. પછી મારી ભૂલ સુધારવા હું તેણીની કૉલેજ પર પહોંચી ગયો. પરંતુ ત્યારે ખુબજ મોડું થઈ ગયું હતું. તેના પિતાનું ટ્રાન્સફર બીજાં શહેરમાં થયું હોવાથી તેણી કૉલેજ છોડીને બીજાં શહેર માં જઈ રહી હતી. અને તે દિવસે તે તેના પિતા સાથે પ્રવેશ ટ્રાન્સફર માટે આવી હતી. હું નિરાશ થયો. પરંતુ મે હજુપણ હાર નથી માની.
ત્રણ વર્ષ વીતી ગયા. હવે મારી પાસે માત્ર તેની યાદ જ રહી હતી. તેના છેલ્લા ફોટા તેણીનો ચેહરો જ મારી પાસે તેની યાદો બનીને રહ્યો હતો. સરગમ કાર્યક્રમ ની ડીવીડી મે શાળા તરફથી મેળવી ને મારા કોમ્પ્યુટર માં સેવ કરી લીધી હતી તથા તેના અન્ય ફોટા પણ મે સેવ કરી લીધા છે. હકીકત તો એ છે કે મે તેના ફોટા અને તેના પરફોર્મન્સ નો વિડિયો મારા કોમ્પ્યુટર માં નહિ પરંતુ મારા દિલ માં સેવ કરી લીધા છે. હું આજે પણ તેને યાદ કરું છું તો મને પછતાવો થાય છે કે મે ત્યારે હિંમત કેમ નાં કરી. જો હું ત્યારે હિંમત કરી લેત તો આજે હું તેને માત્ર યાદ નાં કરતો હોત. મે સોશીયલ મીડિયા નો ઉપયોગ કરીને તેણીના ફેસબૂક તથા ઈન્સ્ટાગ્રામ નાં એકાન્ટન્ટ્સ શોધી કાઢયા અને તેના ફોટા પણ ફોન માં સેવ કરી લીધા છે. મે તેને રિકવેશ્ટ પણ મોકલી છે પરંતુ તે હજુ એકસેપ્ત થઈ નથી. હવે હું તેના ફોટા જોયા કરું છું અને વાટ જોવ છું કે ક્યારે મારી રિકવેસ્ત સ્વીકારે ને હું મારા દિલ ની વાત તેને કહી દવ. જો ભગવાન મને હવે એક તક આપે તો હું ચોક્કસ હિંમત કરી ને પ્રપોઝ કરી નાખું. હું એ તક ની રાહ જોઈ રહ્યો છું. અને મારી કરેલી ભૂલ નું પરિણામ ભોગવું છું.
આ આખી વાતમાં મે મારા મન ની વાત તેના મન સુધી પહોંચાડવાની કોશિશ પણ નથી કરી. તેમ કરવાની મારી હિંમત ન ચાલતા મારો પ્રેમ માત્ર એક તરફિજ રહી ગયો. તેણીના મન માં મારા માટે શું લાગણીઓ છે તે પણ મને આજે ખબર નથી. કદાચ હવે તેણી મને ઓળખે પણ છે એ પણ મારે મન શંકા છે.
અહી વાચનારા મારા ઘણા મિત્રો હશે જેની બાળપણ ની પરિસ્થિતિ મારી જેવી રહી હશે. જો હોય તો પ્લીઝ મને મેસેજ કરો કે કોમેન્ટ કરો. હું જરૂર થી મારા આગળ નાં લખાણમાં તેનો ઉલ્લેખ કરીશ.
જો મે ત્યારે હિંમત કરી હોત તો ! !!! ! પરંતુ હિંમત નાં થઈ તે નાજ થઈ. અને મારા અધૂરા પ્રેમ ની વાત એકતરફી જ રહી ગઈ......
આભાર.