પ્રેમની યાદગાર પળો - 3 Jay chudasama દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમની યાદગાર પળો - 3

અમુક વાતો અને અમુક યાદો અધૂરી રહે તો કદાંચ વધારે સારી લાગે
જેમ કે હમણાં 7:30 એ જવાનો સમય થઈ ગયો છે એમ કહીને મે એ વાત ત્યાં અધૂરી જ મુકી હતી...
પણ ઘરે જમીને એકદમ ફ્રી થઈને મોબાઈલ માં સ્ક્રોલિંગ કરી રહ્યો હતો ત્યાં અચાનક કઈક એવું જોયું, કે આંગળીઓ ત્યાં જ અટકાઈ ગઈ અને એ જોતાં જ કોઈકની યાદ આવી ગઈ, હવે મારાં માટે આ કોઈક એટલે... ''મોર્નિગ અલાર્મ'', અને બસ મે એને મેસેજ કર્યો.
Me - હાઈ
( રાતના લગભગ 12:30 થયાં પણ એનો કોઈ રીપ્લાઈ ના આવ્યો, એટલે મે ફરીથી એક Text કર્યો. )
Me - હાઈ, કોઈ કામમાં વ્યસ્ત છે?
(પણ કઈ રીપ્લાઈ ના આવ્યો, એટલે હું ફોનની સ્કીન ઓફ કરીને સૂઈ ગયો, અચાનક રાતના 3 વાગે મેસેજની ટોન વાગી, અને મારી ઉંઘ ઉડી.)
She - હાઈ, સોરી થોડાં કામમાં વ્યસ્ત હતી, અને આજે નાઈટ ડ્યુટી છે
Me - અચ્છા ઓકે, કઈ વાંધો નહીં
She - સોરી મારાં લીધે તારી ઉંઘ બગડી એ માટે
Me - મે કહ્યું તને મારી ઉંઘ બગડી એમ?
She - એતો મને લાગ્યું એટલે કહ્યું, પણ એક સવાલ મારે તને પૂંછવો હતો, પૂંછી શકું ?
Me - હાં, બોલ
She - તારાં મતે પ્રેમ એટલે શું ?
Me - રાતનાં 3 વાગે છે અચાંનક આવો સવાલ તને કયાંથી યાદ આવ્યો?
She - આજે મારી ફ્રેન્ડ અને એનાં બોયફ્રેન્ડ વચ્ચે થોડોક ઝગડો થઈ ગયો, અને હવે પેલો તેને કહે છે કે એ પ્રેમ નથી કરતી.
Me - એટલે સમજાયું નહીં થોડું ડિટેઈલ્સમાં કહીશ?
She - એ એમ કહેવા માંગે છે કે, સવારથી સાંજ સુધી ફકત એની સાથે વાત, નાની-નાની વાતની પણ અપડેટ, કોઈ અન્ય સાથે નો કોન્ટેકટ, આખા દિવસની એને પંચાત, ખોટી એની સાથે કરવી પડતી વાટાધાટ, મન ના હોઈ છતાં કરવી પડતી મુલાકાત, આ બઘાંમાં કયાંક ને કયાંક મારી ફ્રેન્ડ ના પાડે છે અથવા તો અચકાઈ છે એટલે...
Me - અત્યારે જે Trend ચાલી રહ્યો છે એ મુજબ તો એની વાત સાચી છે.
She - શું જય યાર તું પણ એવું જ વિચારે છે
Me - પેલાં સાંભળ તો ખરી...મે અત્યારે Trend કેવો ચાલે છે એનું કહ્યું હું શું વિચારું છું એ નથી કહ્યું.
She - તારાં વિચારવાં મુજબ પ્રેમ એટલે શું?
Me - મારાં મતે પ્રેમ એટલે જેને શબ્દોમાં વર્ણવી ના શકાય અને યાદોમાંથી ભૂલી ના શકાય એવો એક અહેસાસ, પણ હમણાં હું એક RJ ની વાત સાંભળતો હતો એને જે કહ્યું પ્રેમ વિશે ખરેખર એ મને ગમ્યું.
She - શું કહ્યું એણે?
Me - એણે કહ્યું પ્રેમ એટલે સંવાદ...
She - કઈક સમજાય એમ બોલ
Me - પ્રેમ એટલે સંવાદ...એ શબ્દો થકી હોય....વાતો થકી હોય...સ્પર્શ થકી હોય.... કે પછી મૌન થકી પણ હોય... બે જણાં વચ્ચે સંવાદ થી જે સેતુ રચાઈ એનું નામ જ પ્રેમ...
She - અરે વાહ મજા આવી શાયર સાહેબ... હજું ચાલું રાખ મસ્ત છે
Me - એણે એમ કહ્યું કે વાત થાઈ તો વાત બને.
She - હાં પણ કેટલીક એને કેવી વાતો અને બે જણ વચ્ચે દરરોજ નવી વાતો કયાંથી લાવવી?
Me - જો વાત ના થાય તો સમજી લેવાનું કઈક તો ખૂટે છે પ્રેમમાં.. જો સંવાદ તૂટયો એટલે ''બે જણાંની વચ્ચે ત્રીજું ફાવી ગયું'', પછી ફકત આવું થાય.
She - પણ કેટલી વાતો અને કેવી-કેવી વાતો થઈ શકે?
Me - વાતો ઘણી જ થઈ શકે, જેમ કે બાળપણની ઘમાલ મસ્તીની વાતો....ધાબાપર સુતા-સુતા ગણેલાં તારાની....યાદ રહી ગયેલાં Cricket Matchની....ગમતાં ગીતો...મનગમતાં પુસ્તકોની....ચોરી-છૂપી સ્કુલ કે કોલેજમાં કરેલા લેકચર બન્કની... અડધી રાતે ભૂખ લાગે અને બહાર જમવાનું શોધવા નીકળીએ એ રાતોની....કીટલીની ચાની.... લાઈફમાં કરેલા એટવેન્ચરની.... જયારે બધાં એમ કહે તું આ નહીં કરી શકે અને એ તે કરી દેખાડયું હોય એની વાતો...તમારા સપનાની.... વાતો તો ઘણી છે અને રહેશે એ કયારેય ખૂટવાની નથી...જેમ સંવાદ વધશે એમ પ્રેમ વધશે...
She - અને અચાનક જ આ સંવાદ બંધ થઈ જાય ત્યારે?
Me - ત્યારે આવે મૌનનો સંવાદ, જે આ બધાથી ઉપર આવે, પણ ત્યાં સૂધી પહોચોં તો ખરાં. એવાં લોકો બહું નસીબદાર હોય, જેમને એવું Partener મળે જેની સાથે વાત કરતા કરતાં સમયનું ભાન જ ના રહે અને જયારે એ સંવાદ બંધ થાય ત્યારે એ યાદ કરતાં સમય કયાં જતો રહે તેનું ભાન જ ના રહે.
She - વાહ યાર મજા આવી ગઈ
Me - તો હવે હું સૂઈ જઉં...? કેમકે મારે કાલે ઓફીસ જવાનું છે તારી જેમ હોસ્ટેલ પર ઉંઘવાનું નથી.
She - સારૂં, બહું ટોન્ટ ના માર ઉંધી જા સવારે 8 વાગ્યે હું ઉઠાડી દઈશ તને.
Me - ઓકે '' મિસ મોર્નિગ અલાર્મ ''

To be continue...