ઇતના CORONA મુજે પ્યાર - 3 Hyren દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ઇતના CORONA મુજે પ્યાર - 3

એણે પંક્તિ નું whatsapp ઓપન કર્યું , જેવું એણે ધાર્યું હતું છેલ્લી chat રામ સાથે ની જ હતી . ચેટ વાંચું કે ના વાંચું ? પોતાની જાતને ધ્રુવ રોકી ના શક્યો , એણે ચેટ વાંચી . એને ગુસ્સો આવવા લાગ્યો પંક્તિ પર . એણે પંક્તિ નો ફોન પાછો જગ્યા પર મુક્યો અને સુવાનો પ્રયત્ન કરવા લાગ્યો .

સવારે બંને ઉઠ્યા ત્યારે પંક્તિ ફ્રેશ લાગતી હતી પણ ધ્રુવ ના મોઢા પર હજુ પણ થાક હતો .

પંક્તિ : GM

ધ્રુવ : Very Good Morning

પંક્તિ : રાતે ઊંઘ નથી થઇ લાગતી તારી ?

ધ્રુવ : ના , મોડો સૂતો હતો કાલે રાતે .

પંક્તિ : રજા લઇ લે ઓફિસ માં

ધ્રુવ : જવું પડશે , important મીટિંગ્સ છે આજે .

પંક્તિ : ઓહ , તો નાહી લે , ફ્રેશ લાગશે . નાસ્તો પણ રેડી જ છે

પંક્તિ ઓફિસે પહોંચી , રામ હજી સુધી આવ્યો નહોતો , એનો ટાઈમ તો ક્યારનો થઇ ગયો હતો .

પંક્તિ એ મેસેજ નાખ્યો રામ ને whatsapp પર ' નથી આવવાનો ઓફિસ આજે ?'

એનું લાસ્ટ સીન ગઈ કાલ રાત નું જ બતાવી રહ્યું હતું .

પંક્તિ ને થયું કે રામ ને કોલ કરું , પણ પછી લાગ્યું ફ્રી થઇ ને કરશે એ પોતે, કોઈ કામ માં હશે .

પંક્તિ પોતાના કામ માં પરોવાઈ ગઈ . GST ની deadline નજીક માં જ હતી , સમય ક્યારે પસાર થઇ ગયો ખબર જ ના પડી . રામ નો પણ કોઈ રિપ્લાય ના આવ્યો , ના તો ફોન .

પંક્તિ ઘરે જવા નિકળી , રસ્તા માં એણે રામ ને ફોન કર્યો , એણે ફોન ના ઉપાડ્યો .

પંક્તિ ઘરે પહોંચીને જુએ છે કે ઘરની લાઈટ્સ ચાલુ છે , ધ્રુવ વહેલો આવી ગયો છે ઓફિસ થી .

પંક્તિ : અરે વાહ , શું વાત છે , આજે જલ્દી .

ધ્રુવ : હા , મિટિંગ જલ્દી પુરી થઇ ગઈ , ખાસ કઈ હતું નહીં , એટલે નિકળી આવ્યો જલ્દી

પંક્તિ : સારું કર્યું , બોલ શું બનાવું જમવા માં ?

ધ્રુવ : રેવા દે , આજે ડિનર બહાર લઈએ .

પંક્તિ : ઓહહો , ભાઈ સાબ તારી તબિયત તો ઠીક છે ને ?

પંક્તિ ધ્રુવ ના માથે હાથ રાખી તાવ ચેક કરવા લાગી . ધ્રુવ એ એનો હાથ પોતાના હાથ માં લીધો એને પોતાની બાજુ માં બેસાડી

ધ્રુવ ; બધું બરોબર જ છે , ઘણા દિવસ થયા આપણે ક્યાં ગયા નથી , એટલે

પંક્તિ : ok , હું ચેન્જ કરી ફ્રેશ થઇ જાઉં , પછી નીકળીએ ,

ધ્રુવ : ચાલશે .પણ જલ્દી કરજે , મને બહુ ભૂખ લાગી છે .

પંક્તિ : yes boss

બંને જમીને ઘરે આવ્યા . બંને વચ્ચેની અસહજતા ઘણી ઓછી થઇ ગઈ હતી

પંક્તિ : મજા આવી ગઈ આજે તો , RK નું food પણ મસ્ત હોય છે

ધ્રુવ : એટલે જ તો આપણું ફેવરિટ છે .

ધ્રુવ ન્યૂઝ જોવા લાગ્યો tv પર અને પંક્તિ મોબાઇલમાં મેસેજ ચેક કરી રહી હતી .

રામ એ એનો મેસેજ વાંચ્યો હતો પણ રિપ્લાય નહોતો આપ્યો . ત્યારે જ રામ નો call આવ્યો . પંક્તિ બાલકનીમાં ચાલી ગઈ.

રામ : hi , તે કોલ કર્યો હતો ?

પંક્તિ : હા , કેમ ઓફિસ નહોતો આવ્યો આજે ?

રામ : કામ હતું થોડું ઘરે એટલે

પંક્તિ : તો પહેલા કેવું જોઈએ ને , તારું બધું કામ મારે કરવું પડ્યું આજે

રામ : ઓહ તો તે એટલા માટે કોલ કરેલો મને તો લાગ્યું મારી ખબર પૂછવા કોલ કર્યો હશે તે .

પંક્તિ : ઘોડા જેવો તો છે તારો અવાજ , શું થવાનું છે તને ?

બેડરૂમ માંથી ધ્રુવ નો અવાજ આવ્યો ' કેટલી વાર છે પંક્તિ તને ?'

પંક્તિ : ૨ મિનિટ , આવી .

રામ : જા હવે , કાલે આવું છું ઓફિસે , પછી વાત .

પંક્તિ : હું તો મસ્તી કરતી હતી , રૂટિન જ કામ હતું , એવું કઈ હોય તો રજા લઇ લેજે

રામ : મને ખબર છે તું મસ્તી કરતી હતી તે , કાલે મળીયે , GN

પંક્તિ : GN