મુશ્કેલીઓ દૂર કરતા શીખો - 1 Amit R Parmar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મુશ્કેલીઓ દૂર કરતા શીખો - 1

એક દિવસ ત્રણ મીત્રો અજય, વિજય અને સંજય જંગલમા શીકાર કરવા ગયા. આખો દિવસ તેઓ શીકાર પાછળ ફર્યા પણ શીકાર ન મળ્યો. હવે બન્યુ એવુ કે તેઓ શીકાર ગોતવામાને ગોતવામા રસ્તો ભુલી ગયા અને જંગલમા ક્યાંય ખોવાઇ ગયા. તેઓએ રસ્તો શોધવાનો ઘણો પ્રયત્ન કર્યો પણ રસ્તો મળ્યો નહી. ઉપરથી ખુબ અંધારુ પણ થઈ ગયુ હતુ એટલે તે ત્રણેય મીત્રોએ જંગલમાજ રાતવાસો કરી સવારે ત્યાંથી પ્રસ્થાન કરવાનો નિર્ણય કર્યો. રાત્રે કોઇ તકલીફ ન પડે તેમજ સુરક્ષા જળવાઇ રહે તે માટે ત્રણેય મીત્રોએ વારાફરથી ચોકીદારી કરવાનો નિર્ણય કર્યો જેમા એક વ્યક્તી જાગે અને બાકીના બે વ્યક્તીઓની રક્ષા કરે.
રાત્રે જાગવાનો પહેલો વારો અજયનો હતો, તે ચોકીદારી કરી રહયો હતો એવામા ત્યાં એક રાક્ષસ આવી ચઢ્યો. એ રાક્ષસે તેને યુધ્ધ કરવાની ચુનૌતી આપી. તેની ચુનૌતી આ વ્યક્તીએ સ્વીકારી લીધી એટલે બન્ને જણા યુધ્ધે ચઢ્યા. યુધ્ધ બરોબર જામ્યુ હતુ. પણ અહી બનતુ એવુ કે રાક્ષસ જ્યારે પેલા અજયને પંચ મારતો ત્યારે તે દર્દને લીધે ચીસો પાડવા લાગતો, તેની ચીસ નિળતાજ પેલા રાક્ષસનુ કદ મોટુ થવા લાગતુ અને તેની તાકાત પણ વધી જતી. હવે વિજય નામના મીત્રનો જાગવાનો વારો આવ્યો, તેને પણ પેલા રાક્ષસે લડવાની ચુનૌતી આપી. ચુનૌતી મળતાજ તે પણ પેલા રાક્ષસ સાથે લડવા લાગ્યો. હવે જ્યારે રાક્ષસ તેને પંચ મારતો ત્યારે તે પણ પેલા અજયની જેમ ચીસ પાડવા લાગતો એટલે તરતજ પેલા રાક્ષસનુ કદ વધવા લાગતુ. હવે વિજય લડી લડીને થાકી ગયો એટલે તેણે સંજયને જગાળ્યો અને સમગ્ર વાત તેને જણાવી. પુરી વાત સાંભળ્યા બાદ તરતજ તે સમજી ગયો કે આ રાક્ષસને હરાવવા કંઈક અલગજ રીત અજમાવવી પડશે. હવે યુધ્ધ શરુ થયુ, અચાનકથી એક જોરદારનો પંચ તેના મોઢા પર પડ્યો. પણ તેતો ચીસો પાડવાને બદલે થોડી વાર ઉભો રહ્યો અને જાણે કશુજ થયુ ન હોય એ રીતે ખડખડાટ હસવાજ લાગ્યો. આ રીતે જેમ જેમ તેને પંચ પડતો જાય તેમ તેમ તે હસવા લાગતો જેથી પેલા રાક્ષસનુ કદ નાનુ થવા લાગતુ. આ રીતે થોડા સમય પછીતો રાક્ષસનુ કદ સાવ નાની ઢીંગલી જેવડુ થઇ ગયુ અને પછી તો સરળતાથી તેણે પેલા ઢીંગલી જેવડા રાક્ષસની ગરદન મરોડીને મારી નાખ્યો.
આપણા બધાના જીવનમા પણ આવુજ કંઈક બનતુ હોય છે, જીવનમા જેવી કોઇ સમસ્યા કે પ્રશ્નો રુપી રાક્ષસ આવે કે તરતજ આપણે બધા તેના મારથી કાગારોળ મચાવી અનેક પ્રકારની ભુલો કરી બેસતા હોઇએ છીએ જેથી સમસ્યાઓનુ કદ વધતુજ જતુ હોય છે. આવા સમયે જો થોડા શાંત પડી હીંમતથી સમજી વિચારીને તેનો સામનો કરવામા આવે કે સંભવીત તમામ ઉપાયોના વિચાર કરી શ્રેષ્ઠ વિકલ્પ પસંદ કરવામાં આવે તો સમસ્યાઓનુ કદ આપોઆપ નાનુ થઈ જતુ હોય છે અને પછીતો ખુબ સરળતાથી તેને ઉખેડી ફેંકી શકાતી હોય છે.
જીવનનુ કોઇ પણ કાર્ય ક્ષેત્ર હોય તેમા મુશ્કેલીઓ આવવાનીજ છે, તેનાથી કોઇ બચી શકવાનુ નથી. જો દરેક વ્યક્તીએ તેનો એકને એક દિવસ સમનો કરવાનોજ હોય તો પછી શા માટે તેનાથી ડરી ડરીને દુર ભાગવુ પડે? શા માટે તેના સમાધાન ગોતતા ન શીખી લઈએ ? શા માટે તેનો હીંમતથી સામનો ન કરીએ? હકીકતમાતો મુશ્કેલીઓ એ આપણી દુશ્મન નથી હોતી કારણકે તે એક શીક્ષકની જેમ આપણી પરીક્ષા લેવા આવતી હોય છે, જીંદગીના કે મોટી સફળતા મેળવવા માટે મદદરૂપ થતા મહત્વના પાઠ ભાણાવવાનો પ્રયત્ન કરતી હોય છે, આપણુ માર્ગદર્શન કરી વિપરીત પરીસ્થિતિઓમા કેમ ટકી રહેવુ તે શીખવતી હોય છે. જો મુશ્કેલીઓ આપણને શ્રેષ્ઠ વ્યક્તી બનાવવા માગતીજ હોય તો પછી શા માટે આપણે તેના ઉપદેશ સમજવાનો પ્રયત્ન ન કરીએ ? જો આવા મુલ્યવાન શીક્ષકથી દુર ભાગવાનો પ્રયત્ન કરવામા આવે તો એ જ્ઞાન કે અનુભવ ક્યારેય નથી મેળવી શકાતા હોતા કે જે મહાન સીદ્ધીઓ પ્રાપ્ત કરવા માટે જરુરી હોય. વિશ્વના તમામ લોકો આ વાતનો સ્વીકાર કરીને જીવનના ઉચ્ચતમ શીખરે પહોચી રહ્યા હોય તો આપણે પણ તેમજ કરવુ જોઇએ એટલેકે જીવનના અમુક કડવા સત્યો સ્વીકારી તેને પહોચી વળવાની તૈયારીમા લાગી જવુ જોઇએ. આવા લોકો અન્ય લોકોની સરખામણીમા ખુબ સારી સફળતા પ્રાપ્ત કરી શકતા હોય છે.
એક કહેવત છેને કે નો પેઈન નો ગેઈન એટલેકે જ્યાં સુધી તમે પરીસ્થિતિઓને સહન કરતા કે તેમા સખત મહેનત કરતા નથી શીખી જતા ત્યા સુધી તમે કશુજ પ્રાપ્ત નથી કરી શકતા હોતા. જો સફળતાને શોર્ટકટથી મેળવી લેવામા આવે તો તે લાંબો સમય ટકતી પણ હોતી નથી કારણકે જ્યારે વ્યક્તી સમસ્યાઓનો શોર્ટકટથી સામનો કરે છે ત્યારે તેનુ સમાધાન લાવવાની આવળત કે સેન્સ તેનામા વિકસતી હોતી નથી જેથી તેઓ બીજા કાર્યોમા પોતાની બુદ્ધી દોડાવી સમસ્યાઓ દુર કરી એક મજબુત પાયાનુ કે સ્વચ્છ રસ્તાનુ નિર્માણ કરી સરળતાથી ટકાઉ સફળતા મેળવી શકતા હોતા નથી. આમ દુખ, તકલીફ કે સમસ્યાઓથી ભાગવાને બદલે તેનો સામનો કરતા શીખવુ જોઈએ. તેમ કરવાથીજ સમસ્યાઓને આત્મબળે દુર કરી શકાતી હોય છે. યાદ રાખો કે જીવન એ ફુલોની પથારી હોવાની સાથે સાથે કાંટાળો માર્ગ પણ છે. જો તમે ફુલોની પથારી પર સુવા માગતા હોવ તો તમારે સૌ પ્રથમતો કાંટાળા માર્ગ પર સુરક્ષીત રીતે ચાલતા શીખવુ જોઇએ. જે વ્યક્તીને કાટાળો માર્ગ શાંતિથી પસાર કરતા આવડી જાય તેઓ ઓછામા ઓછી નુક્શાનીએ સફળતા પ્રાપ્ત કરી શકતા હોય છે.
સમાજમા આપણે ઘણી વખત જોતા હોઇએ છીએ કે અમુક લોકો મુશ્કેલીના સમયમા રો કકડ કરી મુકતા હોય છે, હીંમત હારી બેસી જતા હોય છે, જ્યારે તેવીજ સમસ્યાઓમાથી પસાર થનાર બીજી વ્યક્તી સાહસ, ધીરજ, હીંમત અને બુદ્ધીચાતુર્યતા વાપરીને સરળતાથી સફળતા મેળવી જતા હોય છે. એક વ્યક્તી જયાં પોતે બધુજ ગુમાવી બેઠો છે તેવા ભ્રમમા ગુમનામ થઈ જાય છે જ્યારે બીજી વ્યક્તી મુશ્કેલીમાથી પણ કંઈક નવીજ તક ગોતી કે નવીજ કલ્પનાને અમલમા મુકી જીવનને ફરી પાછુ ઉત્ક્રૃષ્ટ બનાવી જતા હોય છે. તો આવુ માત્ર સમસ્યાઓ પ્રત્યેના હકારાત્મક વલણ દ્વારાજ શક્ય બનતુ હોય છે. આમ વ્યક્તી જીવનમા કેવી મુશ્કેલીઓનો સામનો કરે છે તેના કરતા પણ એ કેવી રીતે તેનો સામનો કરે છે, તેમા કેવી હીંમત દાખવે છે, કેવી સકારાત્મકતા દાખવે છે તે વધારે મહત્વનુ હોય છે. સમસ્યા નાની હોય કે મોટી તેમા સફળતા ત્યારેજ મેળવી શકાતી હોય છે કે જ્યારે તેને યોગ્ય રીતથી, હીંમતથી સમનો કરવામા આવે.
મુશ્કેલીઓથી આપણે શા માટે ડરી જઈએ છીએ ? શા માટે આપએ નીડરતાથી મુશ્કેલીઓનો સામનો નથી કરી શકતા ? તો તેનુ કારણ માત્ર એટલુજ હોય છે કે આપણે મુશ્કેલીઓને આપણાથી પણ મોટી સમજવા લાગતા હોઇએ છીએ, તેને એટલુ બધુ મોટુ સ્વરૂપ બનાવી દેતા હોઇએ છીએ કે જેની સામે આપણે પોતાને લાચાર સમજવા લાગતા હોઇએ છીએ. યાદ રાખો કે વિશ્વની તમામ મુશ્કેલીઓ માનવીય શક્તીઓ સામે કીડી મકોડા જેટલીજ હોય છે, એતો આપણેજ તેને પોતાની શક્તીઓને કમજોર આંકી કીડીને હાથી જેવડી બનાવી દેતા હોઇએ છીએ. હવે જરા વિચારો જોઇએ કે તમારી સામે કીડી ઉભી હોય પણ તમે તેને હાથી કે સીંહ સમજતા હોવ તો પછી તેનાથી ડર લાગવાનોજ છેને ! તેના કરતા જો તમે કીડીને કીડીજ રહેવા દીધી હોય તો ક્યારેય તેનાથી ડરવાનો પ્રશ્નજ ઉદ્ભવતો હોતો નથી. માટે મુશ્કેલીઓ, તકલીફો કે પડકારોને હંમેશા પોતાની આત્મશકતી સામે નાની સમજો, તેના પ્રત્યે જેટલી જરુરી હોય તેટલી ગંભીરતા જરુર આપો પણ તેને પોતાની જીંદગી બર્બાદ કરી દેવાની ખુલી છુટ તો ક્યારેય નજ આપો.
માણસનુ અસલી વ્યક્તીત્વ કેવુ છે, તેનામા કેટલી ધીરજ છે, કેટલી આવળત છે એ બધુ મુશ્કેલીના સમયમાજ બહાર આવતુ હોય છે, અમુક લોકો આખો દિવસ આદર્શવાદી વાતો કરતા હોય છે, જાણેકે તેનાથી મોટો કોઇ જ્ઞાની માણસ આ દુનિયામા બીજો કોઇ છેજ નહી તેવુ સાબીત કરવા રીતસરના તેઓ ધમપછાડા કરતા હોય છે. પણ આવા લોકોનુ અસલી વ્યક્તીત્વ કેવુ છે તે જાણવુ હોય તો તેઓ મુશ્કેલી કે મતભેદના સમયમા કેવુ વર્તન કરે છે તેનો ખાસ અભ્યાસ કરવો જોઇએ. આવા લોકોને તમે એક નાનો એવો ચીટલો ભરી લ્યો કે થોડોક વિરોધ કરો ત્યાંતો તેઓ તરતજ પોતાના અસલી રંગ રુપમા આવી જતા હોય છે. લાલ ચોળ થઈ જતા હોય છે, મરવા મારવા પર ઉતરી બદલો લેવા જાત જાતના ધમ પછાળા કરવા લાગતા હોય છે અને મોટા પાયે લોકોનો ટેકો મેળવવા તેઓની લાગણીઓનેે ઉશ્કેરી તેઓને પણ મુર્ખ બનાવી દેતા હોય છે. તો આવા સમયે આપણને ખબર પડતી હોય છે કે વ્યક્તીનો અસલી રંંગ શું છે.
આપણી સાથે પણ કંઈક આવુજ થતુ હોય છે. આપણે બધા સુખના સમયમાતો ખુબ શાંતી અને બુદ્ધીમતા દર્શાવતા હોઇએ છીએ પણ જેવી કોઇ મુશ્કેલી આવે કે તરતજ ઉશ્કેરાઇ પોતાના સિદ્ધાંતોને નેવે મુકી ખોટો રસ્તો અપનાવી લેતા હોઇએ છીએ. તો આ રીતેતો ક્યારેય સફળતા મળતી હોતી નથી. જો આવા સમયમા પણ સફળતા મેળવવી હોય તો સુખના સમયમા આપણે જે રીતે ઉત્સાહ, આશા અને હકારાત્મકતાથી કામ કરતા હોઇએ છીએ તેજ રીતે મુશ્કેલીના સમયમા પણ કામ કરી બતાવવુ જોઇએ. મુશ્કેલીઓ આપણને હેરાન કરવા માટે નહી પણ આપણને વાસ્તવિકતાઓનુ ભાન કરવાવવા માટે, સાચો માર્ગ કે આપણી ભુલ દર્શાવવા માટે તેમજ આપણે હવે જાગી જવાની જરુર છે તે દર્શાવવા માટે આવતી હોય છે, પણ આપણે બધા તેના આવા ઉપદેશોને સમજી શકતા હોતા નથી એટલે આપણે તેેેને પોતાની અશુભચીંતક સમજી તેને અવગણતા હોઇએ છીએ. જો આપણે આ બધી શીખામણોને આત્મસાત કરી લઈએ તો લાખોમા એક બની સફળતા પ્રાપ્ત કરી શકતા હોઈએ છીએ.
પરીવર્તન એ સંસારનો નિયમ છે, આ દુનિયામા કશુજ કાયમને માટે નથી હોતુ પછી તે સારુ હોય કે ખરાબ. દરેક ખરાબ સમય પછી સારો અને સારા સમય પછી મુશ્કેલ સમય આવતોજ હોય છે, જો સમસ્યાનુ આવુ ચક્ર ચાલ્યાજ કરવાનુ હોય તો તેના માટે તૈયાર રહેવામા અને તેને સાચવી લેવામાજ ખરુ શાણપણ હોઈ શકે. જો આ રીતે વ્યક્તી મુશ્કેલીના સમયમા પણ આગળ વધવાનો પ્રયત્ન કરે, હીંમતથી સુધારા કરવાનો પ્રયત્ન કરે તો ખરાબ સમયને ફરી પાછો સારા સમયમા પરીવર્તીત કરી શકાતો હોય છે. દુ:ખી, નિરાશ થઈને બેઠા રહેવાથી ક્યારેય કોઇ પરીસ્થિતિ બદલી જતી નથી, પરીસ્થિતિઓ માત્ર પ્રયત્નોથીજ બદલાતી હોય છે. આવા પ્રયત્નો કરવા માટે નકામી ચીંતાને પડતી મુકી હવે શું કરી શકાય તેમ છે તેના પર ધ્યાન કેન્દ્રીત કરવુ જોઇએ. જે લોકો મહાન સફળતા મેળવવા માગે છે તે લોકોએ મુશ્કેલીઓ દુર ભગાળવા પરીવર્તનો કે સંઘર્ષોથી ડરવાનુ કે દુર ભાગવાનુ છોડી દેવુ જોઇએ. તમે જીવશો ત્યાં સુધી અવનવા ફેરફારો, આવ્યેજ કરવાના છે, આખરે ક્યાં સુધી તમે ભાગતા રહેશો ? એકને એક દિવસેતો તેનો સામનો કરવોજ પડશે ને ! જો તેનો સામનો કરવાનોજ હોય તો પછી આજેજ કેમ નહી ? જો આજથીજ સમસ્યાનુ સમાધાન કરતા શીખી જઈએ તો પછી મનપસંદ હેતુ પ્રાપ્ત કરતી વખતે આપણને તે બધુ વધારે અડચણરુપ થતુ હોતુ નથી.
વિશ્વની દરેક વ્યક્તીએ પોતાની સમસ્યાઓ ઉકેલતા શીખવુ જોઇએ, સમજી વિચારીને વર્તન કરતા ઘટનાઓનો નવીજ રીતે સામનો કરતા તેમજ તેને અનુકૂળ જીવન જીવતા શીખવુ જોઇએ. મહાન વ્યક્તીઓનો સૌથી મોટા ગુણ એજ હોય છે કે તેઓ મુશ્કેલ પરીસ્થિતિમાથી પણ પોતાને અનુકૂળ રસ્તાઓ શોધી લેતા હોય છે અને જો ન મળે તો તેનુ નિર્માણ કરી લેતા હોય છે પણ હારતો ક્યારેય નથીજ મનતા હોતા.
આજે મોટા ભાગના લોકો નિષ્ફળ થાય છે, હેરાન થાય છે કે નર્ક જેવી યાતનાઓ ભોગવી રહ્યા છે તેનુ કારણ તેઓના નશીબ કે અન્ય કોઇ બાબત નહી પણ તેઓ પોતેજ હોય છે. આવા લોકોને મુશ્કેલીઓનો સામનો કેવી રીતે કરવો તેવા સમયે પોતાના મન વિચારો લાગણીઓ પર કેવો કાબુ રાખવો, કઈ દિશામા કેવી રીતે વિચારવુ અથવાતો શું કરવુ ને શું ન કરવુ તેવી કશી સમજ હોતી નથી. આવી અજ્ઞાનતા કે નાસમજીને કારણે તેઓ નાની નાની બાબતોમા ખુબ વગોવાતા હોય છે, ઝઘડી પડતા હોય છે કે હેરાન થતા હોય છે. આવા સમયે જો માણસ પોતાની સમસ્યાઓના સમાધાન ગોતવાની ચાવી સમજી લે તો સહેલાઇથી કે સ્વસ્થ મને તેના નિરાકરણો લાવી શકતા હોય છે.
ક્રમશ: