riddhi ni vaat - 2 books and stories free download online pdf in Gujarati

રિદ્ધિની વાત - 2

ક્યારે આવશે ક્યારે આવશે ના વિચારો નું વંટોળ મને કોરી ખાતુ હતું. હું એની રાહ જોઈ રહ્યો હતો પણ આજે હું જ કંઈક વહેલો આવી ગયો હતો એવું મને લાગ્યું. કારણકે હું રોજે જ્યારે લેક્ચર શરૂ થઈ જાય , અડધો પતી જાય પછી જ કલાસ માં એન્ટ્રી લેતો...ને આજે તો કોલેજમાં હું નિયત સમય પહેલા પહોંચ્યો તો...બીજો કંઈ આશય નહોતો વહેલું પહોંચવાનો પણ એક જ વિચાર હતો મનમાં કે જો વહેલો પહોંચીશ તો લેક્ચર શરૂ થવાના સમય પહેલા એની સાથે થોડી વાતો થઈ શકશે...
આ બધું વિચારતો હતો ને ત્યાં કોઈનો અવાજ સંભળાયો...

હેય !! આજે તું આટલો વહેલો...!!!

હું અચાનક મારા એ વિચારોના વંટોળ માંથી બહાર આવ્યો...
મેં જોયું તો આજે રિદ્ધિ કંઈક અલગ જ લાગતી હતી...મારા શબ્દો નથી નીકળી રહ્યા.. એને હું જોઈજ રહ્યો એક નજરે...પેલું જેમ ફિલ્મો માં થાય ને એ જ રીતે... એ ઠંડી ઠંડી પવનની લહેરકી માં એના ગાલ ને સ્પર્શી લેતા એના વાળ...એના કાન પર ના ઝૂમખાં ...અને એની એક મસ્ત આદત હતી કે એ ક્યારેય કપાળ પર બિંદી વગર કોલેજે આવી જ નથી...હંમેશા એના કપાળ પર એક બિંદી રહેતી જે એના સૌંદર્ય ને વધુ નિખાર આપતી...

ઓ...હેલ્લો... ક્યાં વિચારોમાં ઘૂમી રહ્યો છે તું...??
હું પાછો એ વિચારોમાંથી બહાર આવ્યો અને હળવી સ્માઈલ કરી ત્યાં જ એ બોલી -
"આ લે ને બુક તે કહ્યું તું ને લઈ આવજે...હું લઈ આવી જો....આરામ થી લખજે કોઈ ઉતાવળ નથી પછી આપી દેજે...." હું ફક્ત OK જ બોલી શક્યો....

ચાલો આવો તમને છે ને આપણા સાચા પ્રેમીઓની એક ખાસિયત કહું...જ્યારે કોઈનો ક્રશ એની સામે હોય ને ત્યારે તમે ગમે એટલું વિચારી ને રાખ્યું હોય ને કે આ કહીશ પેલું કહીશ...આ વાત કરીશ...પણ ફક્ત એ સામે જોવે ત્યાં બધું જ ભૂલી જવાય...એમ જ થાય બસ કાઈ નથી કહેવુ..આ સમય ને અહીં થંભાવી દઈએ અને બસ જોયા જ કરું...

એ દિવસે મારે એને કેમ્પસ માં મળ્યા પછી કલાસ માં જવાને બદલે ઘરે જ આવી જવું પડ્યું કારણકે ઘરે થોડું જરૂરી કામ હતું તો બોલાવી લીધો અને પછી કોલેજે જઈ જ ન શકાયું...

રાત થઈ....એની યાદ આવી...આજે પાછો કલાસ માં પણ એને જોઈ નહોતો શક્યો કારણકે કેમ્પસમાંથી જ ઘરે રિટર્ન થયો તો...જલ્દી થી પેલી ખોલી અને બુક પહેલા જ પેઈજ પર તેનું નામ લખ્યું તું રિદ્ધિ મહેતા.....હાશ !! ફાઇનલી એની સરનેમ ખ્યાલ પડી... આટલા દિવસો થી સોશિયલ મીડિયા પર એક પણ પ્લેટફોર્મ બાકી નહોતું એનું નામ શોધવા માટે....કારણકે દુનિયામાં એક જ રિદ્ધિ થોડી હોય અને પાછું હવે તો નવો ટ્રેન્ડ ચાલ્યો છે...મોટાભાગની છોકરીઓ હવે તો પોતાનું સોશિયલ મીડિયા એકાઉન્ટ નીક નેમ પર રાખે છે...ઍટલે એક તો સાચું નામ માંડ માંડ ખ્યાલ આવ્યો હોય ત્યાં પાછું આ નીકનેમ નું ટેન્સન... તે રાતે મેં પ્રયત્ન કર્યા સોશિયલ મીડિયા પર શોધવાના પણ વધુ નહીં...કારણકે એની બુક હતી ને મારી પાસે બસ એને જોઈ રહેતો હું...એક એક પેઈજ પર કરેલું ઝીણવટ ભરેલું લખાણ....એનું એ લખાણ જોયુ ને મેં ત્યારે એ સાચે મારી સામે ખરેખર લખતી હોય એવો ભાસ થાય કે એ લખતી હોય ને એના વાળની એ લટ એ પાછળ લે અને ફરી લખવા લાગે...😊 સાચે કેવી મસ્ત ફીલિંગ હોય છે એ...તમારામાંથી મોટાભાગના લોકો એ એવો અનુભવ કર્યો જ હશે...ક્રશ ને ખ્યાલ ન હોય એમ જોયા કરવાનું અને જેવું એ સામે જોવે કે તરત આપણે પટ્ટી કાપીએ...😀 આ જ બધા જ વિચાર કરતો કરતો એની એ બુક ને આજે તો છાતી સરસી ચાંપી ને સુઈ ગયો ને ક્યારે ઊંઘ આવી ગઈ તેનો ખ્યાલ જ ન રહ્યો...

બસ અંતમાં એટલું જ કહીશ કે ,

खामोशिया बोल देती हैं जिनकी बाते नही होती,
इश्क़ उनका भी कायम रहता है जिनकी मुलाकाते नही होती । 💝

વધુ આવતા અંક માં...,
ફોલો કરી દેજો જેથી નવી શ્રેણી ની નોટિફિકેશન મળી જાય...



બીજા રસપ્રદ વિકલ્પો