એક અધુરી વાત - ભાગ ૧ Nilkanth દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એક અધુરી વાત - ભાગ ૧

કાળજું કંપાવે તેવી અંધારી રાત...
સુસવાટા મારતો ઝાડનાં પાંદડાંને અથડાતો પવન...

ઘનઘોર વાદળોથી ઘેરાયેલું આકાશ રસ્તામાં પડેલા પાંદડાને ઉડાડીને અતિવેગથી એક ઘોડા ઉપર બેસેલો માણસ પસાર થાય છે. પાછો ક્ષણમાં સૂનકાર છવાઈ જાય છે.

એક મોટી ઘટાદાર વડના વૃક્ષ જેવી હવેલી પાસે આવી ઘોડો ઊભો રહે છે. એ માણસ કાળા બૂટ પહેરી હવેલીની સીડીઓ ચડીને દરવાજા પાસે જઈ રહ્યો હતો. ટમ ટમ બુટ નો અવાજ આવી રહ્યો હતો. ધીમે ધીમે આગળ વધી રહ્યો હતો. કાળા બુટની સાથે કાળું પેન્ટ, ઢીંચણ ઢાંકે ત્યાં સુધીનો કોટ અને કોઈનું ‌ હૃદય ચીરી નાખે તેવું ધારદાર ચકુ તો હાથમાં ખરું.

આકાશમાંથી વરસાદના પાણીના નાના નાના ટીપાં ટપ ટપ પડવા લાગ્યા હતા, જાણે કે એ ધોધમાર વરસાદ પડવાની આગમવાણી કરી રહ્યા હતા.

દિવ્યરૂપથી ભરેલી, ગુલાબના ફૂલ સમાન કોમળ, પવિત્ર ગંગાજળ સમાન, રૂપરૂપનો અંબાર, ભગવાને બનાવેલી અદ્વિતીય સ્ત્રી એટલે દિવ્યાભારતી તેના મનના માણીગર દિલોજાનથી ચાહતી તેના રાજકમલના સપનામાં ખોવાયેલી હવેલીમાં તેના રૂમમાં સૂઇ રહી હતી.

અચાનક હૈયુ ફાડી નાખે તેવો એક વીજળીનો ચમકારો થયો ત્યાં જ દિવ્યાભારતી ચમકી અને જાગી ગઈ. એને એવો આભાસ થયો જાણે કે ભગવાન એને કંઈ ખોટું થવાનું છે.તેના અણસાર આપી રહ્યો હોય. છતાં મનને શાંત કરીને રાજકમલને યાદ કરતી સુંદર માછલી જેવી તેની આંખો બંધ કરી સુવાનો પ્રયાસ કરે છે.

ધીમેથી તેના રૂમનો દરવાજો ખુલે છે, દિવ્યાભારતીને અણસાર થયો કે, તેના રૂમએ વાસનાથી ભરેલો હેવાન ભદ્રા આવ્યો છે, એનું રૂપ લેવા આવ્યો છે, અને જીવ લેવા આવ્યો છે.જેમ જેમ એ હેવાન નજીક આવી રહ્યો હતો, તેમ તેમ ચંદ્રના પ્રકાશથી પડતો તેનો પડછાયો મોટો થઈ રહ્યો હતો. તે એની નજીક આવ્યો ત્યાં જ અચાનક જ આકાશમાંથી તૂટતા તારાના લીસોટાની જેમ પોતાની સ્વરક્ષા માટે પોતાની પાસે રાખતી કટારથી એના પર દિવ્યાભારતીએ રણચંડી બની ભદ્રા પર વાર કર્યો.

પરંતુ તે હેવાન દૂર થઈ જતા તેની છાતી પરના કોટને ચીરતો એક લોહીનો ચીરો તેની છાતીમાં પડ્યો. દિવ્યાભારતી બીજો વાર કરવા જાય તે પહેલા ભદ્રાએ તેના હાથ પકડી લીધા દિવ્યાભારતી અંદરથી કાંપવા લાગી. એ એક હેવાનના સકંજામાં આવી ગઈ. ભદ્રાએ તેના હાથ દબાવ્યા અને તે તેનું મોં દિવ્યાભારતીના રૂપવાન શરીર ઉપર ફેરવી તેને સુંઘવા લાગ્યો ત્યાં તેના મોઢામાં રહેલી જીભમાં વાસનાનું પાણી આવવા લાગ્યું.

ભદ્રો આગળ વધે તે પહેલા દિવ્યાભારતીએ તેના શરીરની બધી જ તાકાત ભેગી કરીને તેને એક હડસેલો માર્યો.

ભદ્રો દરવાજાની બાજુમાં સુંદર લાકડાની ફ્રેમમાં મુકાયેલા દિવ્યાભારતીના પ્રિય કાચ સાથે અથડાયો માથામાંથી લોહી નીકળવા લાગ્યું. કાચ પણ તૂટી ગયો. ભદ્રા ધુવાપુવા થઈ ગયો. તેનો ગુસ્સો સાતમાં આસમાને પહોંચ્યો એણે વાદળો ફાટી જાય તેવી રાડ પાડી એ સાંભળી દિવ્યાભારતી થરથર કાંપવા લાગી.

ત્યાં અચાનક ફરી એકવાર વીજળીનો કડાકો થયો હવે તો વરસાદનું પણ જોર વધવા લાગ્યું હતું. ચંદ્રના અજવાળા સિવાય બીજું કોઈ જ અજવાળું ત્યાં નહોતું.

દિવયાભારતી રૂમના ખૂણામાં સંતાઈ ગઈ. એ હેવાન હવાતિયા મારવા લાગ્યો. ત્યાં તેનું ચકુ હાથમાં તેણે લીધું ખૂણામાં સંતાયેલી રૂપસુંદરીના શ્વાસોશ્વાસની ગતિ એ સાંભળી ગયો, અને તેની સામે બેસી ગયો.

ભદ્રો હા.. હા.. હા.. હા.. કરતો રાક્ષસની જેમ હસવા લાગ્યો અને બોલ્યો, " એ રૂપસુંદરી તું મારી છે, દિવ્યાભારતી તારા આ રૂપવાન શરીર પર મારો જ અધિકાર છે."
દિવ્યાભારતીએ શબ્દોનો વળતો પ્રહાર કર્યો.
"એ હેવાન ભદ્રા આ દિવ્યાભારતી રાજકમલની હતી.. છે.. અને એના છેલ્લા શ્વાસ સુધી રાજકમલની જ રહેશે. તે તારી ક્યારેય નહીં થાય."
ભદ્રો ફરી વધારે જોરથી હસવા લાગ્યો.

દિવ્યાભારતી બાજુમાં રહેલી બારીમાંથી કૂદકો મારી આ હેવાનની કેદમાંથી છૂટવાનો પ્રયાસ કર્યો. પરંતુ ભદ્રાએ તેના ડાબા હાથ પર વાર કર્યોને લોહીની સેર છૂટી. ભદ્રાએ તેના રેશમી વાળથી તેને પકડી અને પોતાના શરીર તરફ ખેંચી તેણે પોતાના શરીર સાથે એ રૂપસુંદરીના શરીરને દબાવવા લાગ્યો અને જાણે કે, સ્વર્ગની અપ્સરા વળગ્યો હોય તેવું અનુભવવા લાગ્યો.

ત્યાં જ દિવ્યાભારતીએ તેના દાંતથી ભદ્રાના હાથ પર જોરદાર બચકું ભર્યું અને તેની કેદમાંથી છૂટી તે બારીમાંથી કુદી નીચે પડી ગઈ, પરંતુ એ રૂપવતીના રૂપને ઢાંકતી તેની ચુંદડી ભદ્રાના પગમાં ફસાઈ જતાં તેના શરીરથી છૂટી પડી ગઈ. દિવ્યાભારતી હવેલીથી પવનવેગે દૂર ભાગવા લાગી. ભદ્રો પણ તેના રૂપને ચંદ્રના પ્રકાશમાં નીરખતો બારીમાંથી કુદયો.

ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો, વાદળોના ગડગડાટ થઈ રહ્યા હતા, વીજળીના ચમકારા થઇ રહ્યા હતા. આ બધાની વચ્ચે દિવ્યાભારતી પોતાના હાથની મુઠ્ઠીઓમાં જીવ લઈને ભાગી રહી હતી. હવેલી થોડે દૂર નાનું એવું જંગલ આવેલું હતું, જંગલ પૂરેપૂરું તો ના કહી શકાય, પરંતુ નાના વનવગડા જેવું તો ખરી જ. આ જ જગ્યાએ દિવ્યાભારતી અને રાજકમલના પ્રેમના અંકુર ફૂટ્યાં હતા અને જે એક ઘટાદાર વટવૃક્ષ બન્યો.

ભદ્રો તેના ઘોડા ઉપર બેસી પવનવેગથી જંગલને ચીરતો દિવ્યાભારતીને શોધવા લાગ્યો.
ખુલ્લા પગે ભાગી રહેલી દિવ્યાભારતીના પગમાં બાવળીયાના કાંટા વાગ્યા ત્યાં રાજકમલ... ની ચીખ નીકળી.

ત્યાં જ નજીકના એક પીપળાનાં ઝાડની નીચે જ બેસી ગ‌ઈ. વરસાદનાં પાણીમાં પલડેલુ તેનું શરીર અને જંગલની પોચી માટીના ગારમાં પડેલા પગથી તેનું આખું શરીર ખદબદી રહ્યું હતું. સુસવાટા મારતા ઠંડા પવનના કારણે તેનું શરીર ધ્રુજી રહ્યું હતું. પગમાંથી કાંટો કાઢીને પીપળાના થડ પાસે માથું ટેકવી તે ત્યાં બેસી ગઈ અને રાજકમલને યાદ કરતી અને મનથી એને આ હેવાન ભદ્રાથી પોતાની રક્ષા કરવા માટે બોલાવવા લાગી.

પ્રેમની તાકાત અદ્ભુત હોય છે, એમ જાણે કે, તેની પ્રિયતમાં દિવ્યાભારતી મુશ્કેલીમાં મુકાઈ હોય તેવો આભાસ રાજકમલ ને થતા જ તે તેના અધમૂઆ માંચા પરથી ઊભો થયો હાથમાં તેની લાકડી લઇ લીધી અને જંગલ તરફ દોડ્યો...

આ હવેલી કોની છે?
આ રાજકમલ કોણ છે?
શું રાજકમલ દિવ્યાભારતીને ભદ્રાથી બચાવી શકશે?

જાણીશું આગળના ભાગમાં

આટલે સુધી વાંચ્યું છે, અને વાત ગમી હોય તો લાઈક, શેર કરજો અને તમારો પ્રતિભાવ જરૂરથી જણાવજો.