પ્રથા - 1 Devesh Sony દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રથા - 1

શેઠજી... સમાચાર પત્ર વાળા સિમ્મીનો ઇન્ટરવ્યૂ લેવા આવ્યા છે...
અરે વાહ ...તો બોલાવ ને અંદર,..
બહાર કેમ બેસાડી રાખ્યા છે એમને...!
(હિંચકે ઝૂલતા શેઠ દિન દયાલ એ કિચૂડ કિચૂડ અવાજની વચ્ચે આતુરતાપૂર્વક નોકરને કહ્યું)
જી શેઠજી... નોકર બોલ્યો.
નમસ્તે દીનદયાળજી...🙏હું રોહન...રોહન વ્યાસ.
famous સમાચાર પત્ર તરફથી...
મારે તમારી દીકરી સીમ્મીજીનો ઈન્ટરવ્યુ લેવો હતો...
હા પણ સીમ્મી તો આઉટડોર શૂટિંગમાં વ્યસ્ત છે...શેઠે કહ્યું.
ઓહ...ઓકે... તો શું તમે સીમ્મીજી વિશે બે ચાર વાતો અમને જણાવશો ...!જેથી અમે અમારા સમાચાર પત્રમાં એક નાનો લેખ લખી શકીએ...!
હા હા કેમ નહીં...શેઠે ઠાવકાઈથી કહ્યું... (હિંચકા માંથી આવતો અવાજ વધી ગયો, (કિચૂડ કિચૂડ ..કીચૂડ કિચૂડ )
રોહને શરૂઆત કરી...
પ્રશ્ન નંબર 1...
સીમ્મીજીની પ્રથમ ફિલ્મ આવી રહી છે( મુજે રંગ દે )...
આ ફિલ્મ દ્વારા તેઓ બોલિવૂડમાં પ્રથમ પગથિયું ભરી રહ્યા છે. કેવી તૈયારી કરી હતી તેમણે આ ફિલ્મ માટે ..!
શેઠજી: ફુલ ફુલ્લ તૈયારી... જેમકે ફિલ્મ દરમિયાન વજન મેઇન્ટેન રાખવું..,રોજ સવારે પાંચ વાગ્યે ઊઠીને જિમ જવું.,06:00 વાગ્યે યોગા..,સાડા છ વાગ્યે ગાર્ડન walk પાંચ રાઉન્ડ અને ડાયટ ચાર્ટ પ્રમાણે જ ભોજન...(કિચૂડ કિચૂડ)
પ્રશ્ન નંબર 2
સીમ્મીજીને તમારા તરફથી કેટલો સપોર્ટ મળ્યો..!?
શેઠજી: ફુલ ફુલ્લ સપોર્ટ...મેં નાનપણથી જ તેને સ્વતંત્રતા આપી છે.ફાઈન આર્ટસ કર્યા બાદ તેણે પુનામાં એક્ટિંગ એકેડમીમાં એડમિશન લીધું.ઘણી બધી એડવર્ટાઇઝ માં કામ કર્યું...સીરિયલ્સમાં કામ કર્યું છે...ઘણાંબધાં ફેશન શો માં પણ તેણે ભાગ લીધો છે... તેણે જે માંગ્યુ તે આપ્યુ છે...
તેના જ કહેવાથી મેં પોતે પણ આ ઉંમરે ઇંગ્લિશ સ્પીકિંગ નો કોર્સ કર્યો છે...આઇ હેવ નો ઓબ્જેક્શન...
( વચ્ચે વચ્ચે શેઠજી અંગ્રેજી શબ્દો છૂટા ફેંકતા... કિચૂડ કિચૂડ તો કન્ટીન્યુ છે જ)
પ્રશ્ન નંબર 3 :...
એટલે તમે આજના મોર્ડન યુગ સાથે ચાલવામાં માનો છો...!?શેઠજી :યસ ફુલ એગ્રી...હું માનું છું કે સમય સાથે માણસે બદલાવું જોઈએ... હા અમારા જમાનાની વાત અલગ હતી પણ હવે એ પાસ્ટ થઈ ગયો છે...આજના ફાસ્ટ યુગ સાથે માણસે કદમ મિલાવીને ચાલવા માં જ મજા છે.જૂનીપુરાણી માન્યતા, રીતિરિવાજો તોડીને આપણે એક નવી સ્વતંત્ર પ્રથાનો આરંભ કરવો જોઈએ...( કિચૂડ કિચૂડ )
વાહ શેઠજી વાહ... શું વિચાર છે તમારા... હું ખૂબ જ પ્રભાવિત થયો ...રોહને સ્મિત કરતા કહ્યું.
અરે વાતવાતમાં તમને પુછવાનું જ રહી ગયું શું લેશો ચા..., કોફી ...,શરબત ...! શેઠે કહ્યું.
બસ એક ગ્લાસ માટલાનું પાણી...રોહને ફરી સ્મિત કરતાં કહ્યું.
હા હા કેમ નહીં...જાનકી વહુ......! એક ગ્લાસ માટલાનું પાણી લાવો તો...!શેઠે બૂમ પાડીને દીકરાની વહુને કહ્યું...
હા બાપુજી...લાવી હો...વહુએ રસોડામાંથી ધીમા સ્વરે કહ્યું.
લાલ પીળા ટપકાવાળી બાંધણીની સાડી માં સજ્જ જાનકી વહુ ઘૂંઘટ તાણીને પાણીનો ગ્લાસ ટેબલ પર મૂકી તરત રસોડા તરફ રવાના થઇ ગઇ... ત્યાં જ શેઠે ફરી બૂમ પાડીને કહ્યું... જાનકીવહુ...! આજે કામવાળી બાઈ મોડી આવશે તો તમે ઝડપથી ઘરમાં કચરા-પોતુ કરી નાખો... અને મારા બે વેપારી મિત્રો અંહી જ જમવાના છે તો રસોઈ માં કોઈ કચાશ ના રહે ...
અંદરથી અવાજ આવ્યો... જી બાપુજી...
ઘડીભર આ દ્રશ્ય જોઈને રોહન હેબતાઈ ગયો.
પણ પરિસ્થિતિ નો તાગ મળતા રોહને નોટ બંધ કરી પેનનું ઢાંકણું વાસ્યુ.. શેઠને ઓકે કહી દરવાજા તરફ દોટ મૂકી..
અરે ક્યાં ચાલ્યા રોહનભાઈ...! હજી બીજા પ્રશ્નો પૂછો...!
જે પૂછશો તેનો જવાબ આપીશ...શું થયું...! 🤔
અરે ભાઈ ઉભા રહો...ઈન્ટરવ્યૂ તો પૂરો કરો...!
આઈ હેવ નો ઓબ્જેકશન...શેઠે એકશ્વાસે કુતૂહલ પૂર્વક કહ્યું.
રોહન બારણા પાસે અટક્યો અને પાછું વળીને શેઠને કટાક્ષપૂર્વક કહ્યું...😏
But I have Objection... 😡

શેઠ સ્તબ્ધ ...હીંચકો બંધ... No કિચૂડ કચડ...

To be continued...

*******************************************************
નમસ્તે મિત્રો... 🙏
આપનો અમૂલ્ય પ્રતિભાવ જરૂરથી આપજો...

Devesh Sony...