કરુણા ભાગ - ૨ Mahesh Vegad દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કરુણા ભાગ - ૨

આ એક સત્યઘટના છે.

અમદાવાદમાં એક માણસ મોંઘીદાટ કાર લઈ આવ્યો હતો . પોતાના સપનાની કાર ખરીદવાના કારણે એ ખૂબ જ આનંદમાં આવી ગયો હતો . સાંજે એ કાર લઈ આવ્યો હતો એ સાંજથી રાતે સૂવા પડ્યો ત્યાં સુધી એ ગીતો ગણગણતો હતો . ઘરના બધા પણ એની ખુશી જોઈને ખુશ થઈ રહ્યા હતા . બીજા દિવસની સવારે એ ખુશખુશાલ ચહેરે બહાર આવ્યો. પોતાની મનપસંદ કારને જોવા માટે એણે દૃષ્ટિ કરી , પરંતુ એક એવું દૃશ્ય એને જોવા મળ્યું કે જેનાથી એને અત્યંત આઘાત લાગ્યો . એના મોંમાંથી ચીસ નીકળી પડી . એનો ચારક વર્ષનો દીકરો હાથમાં પથ્થર લઈને કારની ઉપર કંઈક લીટા કરી રહ્યો હતો . એ માણસને ખુબ જ ગુસ્સો આવ્યો. ગુસ્સામાં આંધળા થઈને એણે દોટ મૂકી . નાનકડા છોકરાના હાથને પકડીને જોરજોરથી એણે બાજુની રેલિગ સાથે અફળાવ્યો. એટલાથી એનો ગુસ્સો શાંત ન થયો એટલે એણે બાજુમાં પડેલો પથ્થર લઈને એ છોકરાના હાથ પર મારી દીધો . છોકરાએ ભયંકર ચીસ પાડી . પછી એ બેભાન જેવો થઈ ગયો.એ વખતે પેલા માણસને ખ્યાલ આવ્યો કે ગુસ્સામાં એનાથી થોડુંક વધારે મરાઈ ગયું હતું . આમેય ગુસ્સો ઓછો થયા પછી કે ઉતર્યા પછી જ દરેક વ્યક્તિને વાસ્તવિક પરિસ્થિતિનું ભાન થાય છે. આ માણસને પણ એવું જ થયું . દીકરાને વધારે પડતું. વાગી ગયું છે એવો ખ્યાલ આવતા જ એ માણસ એને લઈને હૉસ્પિટલ દોડયો .

ડૉક્ટરે છોકરાને તપાસીને કહ્યું કે એના બે આંગળાને એટલી બધી હદે ઈજા થઈ ચૂકી છે કે એના બે આંગળા કાપી નાખવા પડશે.

બીજો કોઈ રસ્તો જ ન રહેતા સર્જરી કરાવવી પડી . નાનકડો બાળક સર્જરી પછી ભાનમાં આવ્યો. ખાટલાની બાજુમાં બેઠેલા પોતાના પિતા સામે જોઈને બોલ્યો , “ પપ્પા ! તમારી નવી કારને બગાડવા માટે સૉરી ( Sorry ) હોં ! આપણે મારી પિગી બેન્કમાંથી પૈસા લઈને એ સરખી કરાવી લઈશું , પણ હું પપ્પા ! મારી આ કપાયેલી આંગળીઓ ફરીથી ક્યારે ઊગશે ? ’

બાળકે સહજ રીતે પૂછેલા આ નિર્દોષ સવાલનો એ માણસ સામનો ન કરી શક્યો . રડતો રડતો એ ઘરે પહોંચ્યો . કાર પાસે જઈને પોતાના દીકરાએ પથ્થર વડે જે જગ્યાએ લીટા કર્યા હતા એ જોયું . જોતાં જ એ ઢગલો થઈ ગયો . ગડબડિયા અક્ષરે એના દીકરાએ લખ્યું હતું ,

‘ ડેડી , આઇ લવ યુ ! ( પપ્પા , તમને ખૂબ ચાહું છું ! ' )

માણસ ની નાની એવી ભૂલ કેટલું મોટો સ્વરૂપ લઇ લે છે . નાનો એવો ગુસ્સો , પળ વાર નો ગુસ્સો ...તમારી પૂરી દુનિયા અને જિંદગી બદલી નાખે છે .

તમને શું લાગે છે . ! બાળક ના પિતા એ જે કર્યું એ યોગ્ય છે ? એની જગ્યા પર તમે હોય તો તમે પ્રથમ પસંદગી કોને આપો ? મોધીડાટ કાર ને કે પોતાના વાલ્સોયા પુત્ર ને ?

" દુનિયા માટે રૂપિયા જરૂરી છે ,

જીવવા માટે ધડકન જરૂરી છે ,

મારા માટે બસ "મારા દીકરા " તું જ જરૂરી છે.