બસ મેસેજ સુધી..(ભાગ-૧) jaydip solanki દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

બસ મેસેજ સુધી..(ભાગ-૧)

વાહ શુ જિંદગી હતી એ કેશવ ની,એક જ સાથે ત્રણ વસ્તુ જે જેને પામવાનું સપનું હર કોઈ નું હોય,
સમય,
શક્તિ,
સંપત્તિ.

પણ જેમ સમય નું ચક્ર ચાલે ને અમુક ઘટના ઓ એના નિશાન છોડી દેય એવું જ કંઈક આની સાથે પણ થવાનું હતું.

હાં તો શરૂ થી શરૂ કર્યે.

રોજ ની જેમ હું (કેશવ) નોકરી પર થી કામ પતાવી ઘરે ગયો.
"ચાલ આજે facebook શું કેય છે જરા જોવા દે"
"આજે વળી આ મેસેજ કોનો છે,જોયું ત્યાં તો પ્રિયંકા નામની છોકરી નો મેસેજ" આ વળી કોણ મન માં પ્રશ્નાર્થ ચિન્હ થયું..!!

"ચાલ ને જે હોય એ લખ્યું શુ છે વાંચવા તો દે,
"હાય, તમે મેસેજ કરેલો તમે મને ઓળખો છો"એનો કંઈક આવો મેસેજ હતો.

"હું તો આને ઓળખતો નહીં તો આનો આવો કેમ મેસેજ આવ્યો" વિચારો ના વમળ માં. !!
હિસ્ટરી માં જોયું તો ખબર પડી કે આને તો મેં લગભગ 3 વર્ષ પેલા મેસેજ કરેલો.

પછી ખબર પડી કે આને તો 3 વર્ષ પહેલાં કોલેજ ટાઈમ માં મેસેજ કરેલો.જુના દિવસો આને યાદ અપાવી દીધા યાર.

એ પણ એવા દિવસો હતા જયારે ફેસબુક નવું નવું પાછું અને બધા જ ભાઈબંધ વચ્ચે હરીફાઈ લાગે કે કોને સૌથી વધુ ફ્રેન્ડ અને એમાં પણ આપણે બધી જગ્યા leader પણું પહેલે થી કરેલું એટલે આમાં પણ આપળો નંબર પેલો હતો.

કોને કેટલા ફ્રેન્ડ,એમાં પાછી કેટલી છોકરી,એમાં પણ પાછુ કેટલા સાથે વાત થાય છે,અને એમાંય જો કોઈનો નંબર લઈલિધો તોતો એ ભાઈ પાસે બધા કૉલેજ માં ટોળું વળે જ્ઞાન લેવા કે કેવી રીતે વાત કરવી...એ પણ શું દિવસો હતા યાર.
ધ ગોલ્ડન પિરિયડ ઓફ લાઈફ.

"હા, મેં તમને 3 વર્ષ પહેલાં મેસેજ કરેલો તમારી સાથે વાત કરવા" મેં પ્રતિ ઉત્તર આપ્યો.

હવે એ ઓનલાઇન તો હતી નહીં,તો હવે કદાચ એના મેસેજ જોવાનું એક બહાનું રહેશે ફેસબુક ખોલવા માટે.....

આગળ ના દિવસે એનો રીપ્લાય આવ્યો તો ખરી કે,"કે મારી સાથે શું વાત કરવી છે તમારે,તમે મને ઓળખો છો ખરા..!" એક મર્મ સાથે કહ્યું એને.

થયું એવું ક બરાબર ત્યારે હું પણ ઓનલાઇન જ હતો તો,
મેં કહ્યું,"શું વાત કરવી છે એ મને નથી ખબર .બસ મારે વાત કરવી છે."

તેનો રીપ્લાય આવ્યો,"એ બધું જવાદો તમે ખાલી એટલું કહો કે તમે મને ઓળખો છો કઈ રિતે"તેને એક ભાર પૂર્વક કહ્યું.

મેં કીધું," અરે યાર તમે તો ક્યારના ઓળખો છો ઓળખો છો જ પકડી ને રાખ્યું છે મેં કીધું તો ખરા કે હું તમને નથી ઓળખતો પણ તમારી સાથે એક કદાચ સારા મેસેજ ફ્રેન્ડ તરીકે વાત કરવા માગું છું,એના થી વધુ કઈ નઈ..!"

બસ પછી એ ઓફલાઇન થઈ ગય અને મને લાગ્યું કે બસ હવે મેસેજ નઈ આવે..!!

પણ એનો મેસેજ આવ્યો ખરી આગળ ના દિવસે કે,"ઓકે, ચાલો હું માની લવ કે તમે મને નથી ઓળખતા,બસ મેસેજ ફ્રેઇન્ડ માત્ર માટે મેસેજ કર્યો છે,પણ હું તમારી પર વિશ્વાસ કેમ મુકું તમે મને ઓળખતા નથી હું તમને નથી ઓળખતી તો..!"

મેં કહ્યું," મને નથી લાગતું કે કોઈ સાચી વસ્તુ નો વિશ્વાસ આપવો પડે,અને હું તમને કઈ દબાવ તો કરતો નથી કે તમે વેટ કરોજ તમને જો બરાબર લાગે કે ના છોકરો બરાબર છે તો કરજો વાત નહીતો નહીં કરતા પણ એની માટે પણ વાત તો કરવી જ પડશે ને.."

પછી એને મેસેજ ના કર્યો,કદાચ એ પણ આ વિશ્વાસ શબ્દ પર વિચાર કરતી હતી..

ક્રમશ..