અહંકારી પ્રેમ - 3 Ashka Shukal દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અહંકારી પ્રેમ - 3

આગળ આપણે જોયું કે પ્રિયંકા લગ્ન કરીને મુંબઈ આવે છે અને પુલકિત નું ઘર જોઈને દંગ રહી જાય છે......
એની બંને ની મુલાકાત ....... અને એની બહેન નેહા સાથેના મતભેદ અને પુલકીત ના આવતા મેસેજ વગેરે ..હવે આગળ......

આમને આમ એક અઠવાડિયા જેટલો સમય વીતી ગયો.
હવે તો રોજ પુલકીત ના ગુડ મોર્નિંગ ના મેસેજ આવવા લાગ્યા ક્યારેક જોક તો ક્યારેક શાયરી ધીરે-ધીરે પ્રિયંકાને આ બધું ગમવા લાગ્યું હતું.

હવે તો રોજ પ્રિયંકા ને પણ પુલકિત ના મેસેજની આદત થઈ ગઇ હતી જાણે.... રિંગટોન વાગે એટલે તરત જ મોબાઈલ હાથમાં લઈને વાંચવા લાગી આજે પણ જેવો મેસેજ ની રીંગ વાગી કે તરત જ પ્રિયંકા એ મેસેજ ઓપન કર્યો......

सौदा कुछ ऐसा किया है
तेरे ख़्वाबों ने मेरी नींदों से….
या तो दोनों आते हैं ….
या कोई नहीं आता !!

મેસેજ વાંચીને પ્રિયંકા એ હળવું સ્મિત કર્યું.
હવે એ પોતાને કંઈક ખાસ સમજવા લાગી હતી એકલા એકલા ગીતો ગણગણ્યા કરતી અને પોતાની જાતને અરીસામાં નિહાળ્યા કરતી. પ્રિયંકા માં આવેલો આ બદલાવ નેહા ની નજર થી છુપો ન રહ્યો.

એક દિવસ પુલકિત નો ફોન આવ્યો પ્રિયંકા એ ફોન ઉપાડ્યો અને વાત કરી.... પુલકીતે મળવા માટે કહ્યું પ્રિયંકાએ હા પાડી રેસકોર્સ ગાર્ડન માં મળવા માટે ટાઈમ નક્કી કર્યો.

પ્રિયંકા તૈયાર થઈને ઘરેથી જવા નીકળી રહી હતી ત્યારે નેહાએ પૂછ્યું અત્યારે કોને મળવા જાય છે???
પ્રિયંકાએ કહ્યું મારી એક ફ્રેન્ડ ને મળવા જાઉં છું એમ કહે પ્રિયંકા એનો સ્કુટી લઇ ને નીકળી ગઈ.

સામેથી હર્ષિત ને આવતા જોઈ સ્કુટી સાઈડ પર રોક્યું હર્ષિત પ્રિયંકાને જોતો જ રહી ગયો આજે તે ખૂબ જ સુંદર દેખાતી હતી રોજ કરતા આજે કંઈક અલગ જ લાગતી હતી.

હર્ષિત ના દિલની ધડકન વધી ગઈ એની આંખો માં પ્રિયંકા પ્રત્યેનો પ્રેમ પ્રિયંકા જોઈ ન લે એ ડરથી એણે મજાક ચાલુ કરી અને પ્રિયંકા ને પૂછ્યું..... એઈ ક્યાં જાય છે પિયુડી અહીંયા આવીને પાછી રખડવા ચાલી .....એમ કહી હર્ષિતે સ્મિત કર્યું.

તેને પણ પ્રિયંકાએ ખોટું કહ્યું કે મારી એક ફ્રેન્ડ ને મળવા જાઉં છું. બાય હર્ષિત ઉતાવળમાં છું પછી મળું છું બાય.....એમ કહી પ્રિયંકા જતી રહી.

હર્ષિત પાછળ વળી જોતો રહ્યો .. અને મનમાં વિચારી રહ્યો હતો આમ તો ક્યારેય પ્રિયંકાએ મને ઇગ્નોર નથી કર્યો પણ આજે કેમ એવું લાગે છે કે પ્રિયંકા નું ધ્યાન ક્યાંક બીજે હતું.

પ્રિયંકાએ પીળા કલરનો ડ્રેસ પહેર્યો હતો અને આછી ગુલાબી lipstick લગાવી હતી ખુલ્લા વાળ માં આગળની લટ ને twist કરીને પીન કરી હતી.

પીળા કલરમાં તે ખુબ જ સુંદર લાગતી હતી કોઈપણ જોઈને એના પ્રેમમાં પડી જાય એટલી સુંદર અને આકર્ષક લાગતી હતી.

પુલકીત પણ બ્લુ જીન્સ અને વાઈટ શર્ટ પહેરીને આવ્યો હતો એની પર્સનાલીટી જોઇને કોઈ પણ છોકરી એના પ્રેમમાં પડી જાય.

પ્રિયંકાને દૂરથી આવતા જોઈ અને તેને જોતો જ રહી ગયો નજીક આવી પ્રિયંકાએ હાઈ કર્યું, પુલકીતે સ્માઈલ કરતા લાલ ગુલાબ આપતા કહ્યું "red rose for you".

પ્રિયંકા પુલકીત ની આ બધી અદાઓથી બહુ જ ઈમ્પ્રેસ થઈ ગઈ હતી પણ તેને પોતાના ભાવ છુપાવતા થેન્ક્યુ કહેતા ગુલાબ લઈ લીધું.

પ્રિયંકાએ પૂછ્યું બોલ શું કામ હતું કેમ મળવા માટે કહ્યું....?!

પુલકીત બોલ્યો : આઇ લવ યુ......

પ્રિયંકા બોલી what!!! તેને થોડું આશ્ચર્ય થયું અને હસવું પણ આવતું હતું , આમ તો પ્રિયંકાને પણ પુલકિત ગમવા લાગ્યો હતો. અને પ્રિયંકાને પણ ખ્યાલ પણ આવી ગયો હતો કે એ પણ તેને પસંદ કરે છે .
પણ એને ક્યારેય પણ નહોતું વિચાર્યું કે આટલું જલ્દી પુલકીત એને પ્રપોઝ કરીને લેશે..... હસવું કંટ્રોલ કરી એણે કહ્યું કમાલ છે!!!!!

આટલી વારમાં તને મારાથી પ્રેમ પણ થઈ ગયો!???
આપણે એક જ વાર મળ્યા હતાં અને તને મારાથી પ્રેમ થઇ ગયો!???

પુલકીત એ સ્માઇલ કરતા ઉત્તર આપ્યો કમાલ એ નથી કે મને તારા થી પ્રેમ થઇ ગયો કમાલ તો એ છે કે મેં તમને કહી પણ દીધું.! ☺😃
પ્રિયંકા ખડખડાટ હસવા લાગી એને જોઇને પુલકીત પણ હસવા લાગ્યો.....

based on real story.
to be continued....