કાગળ - ભાગ 1 યાદવ પાર્થ દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કાગળ - ભાગ 1

થોડી વાર પહેલાં પડેલા વરસાદ થી વાતાવરણમાં પ્રસરેલી સોડમ મનને મંત્રમુગ્ધ કરી રહી છે, મધ મસ્ત બની આભે ચડેલ ચાંદલીયો આજે કટાર બની કાળજે ઘા કરી રહ્યો હતો, આવાં પ્રક્રૂતિ ના અદમ્ય રુપ ને જોઈ કવિ, લેખકો, સંગીતકાર, પ્રેમી ની માફક એક તરૂણ વય નો બાકળ કોરા કાગળ પર પોતાની કલ્પના ઉતારી ને દુનીયા ની રીત ભાત ને આકાર આપી રહ્યો છે.

આટલી નાનકડી વયે પોતાની કલ્પના નુ ચિત્રણ કરી રહેલ બાળક પોતાના વિચારો ને ગતી આપી રહ્યો હતો. દુનીયા ના નકલી ચહેરા થી દુર, કુદરતના વર્ણપટો ને સમજવાં અને સમજાવવા લાગેલા આ તરુણ વય નો બાળક પ્રક્રુતિ ના ખોળે ઓળઘોળ બની ને આળોટી રહ્યો છે. પોતાના કામ માં સંન્યાસી ની સમાન ધ્યાન મગ્ન બનેલ બાળક, રાત્રીના બે પ્રહર સુધી કાળગ અને કલમ ને સુવાસિત કરે છે, પોતાની કલ્પના ની એક નાનકડી ઝાંખી કાગળ માં સિંચન કર્યા પછી.

રાત્રી ના ત્રીજા પહોરે ઘરે થી બહાર નીકળીને ગામની ગલીઓ માં થઈ, ગામની સીમાએ આવેલા તળાવ પાસે ઉભો રહ્યો. જાતે લખેલી રચના ને હાથની મુઠ્ઠીમાં થી કાઢી, તળાવ ની નજીકમાં પડેલ પથ્થર પર બેસીને મોટે-મોટે થી વાંચી.થોડી વાર તે ત્યાંજ બેસી રહ્યો.

પહેરેલા કપડાં અસ્તવ્યસ્ત હતાં, ચહેરા પર તપસ્વી ઓના સમાન તેજ, આંખોમા ઘણા બધાં પ્રશ્નો, ચહેરાનુ સ્મીત, સ્વભાવ માં ઉદારતા, અને સરળતા હતી. ગામના પ્રતિષ્ઠિ કુટુંબ માના એક કુટુંબ મા જન્મેલ આ બાળક માં-પીતાં વગર ઉછરેલો, પરીવાર મા કોઇ સભ્ય હતા નહી. કોઈપણ ના સહારાની વગર ઉછરેલો આ બાળક એકલા પંથે જીવન નિર્વાહ કરવાના માર્ગ પર ચાલી રહેલ, મ્રૂદુ સ્વભાવ નુ તરુણ બાળક દુનીયાને કઈક અલગ નજરે જોઈ રહ્યો હતો.

પ્રક્રુતિ માં વિતાવેલી થોડી પળો પછી, હાથ મા રહેલ કાગળ ત્યાં પથ્થર ની નજીક મુકી ચાલવા લાગ્યો, રાત્રે મોડે સુધી જાગ્યો હોવા છતા, પોતના ના નિત્યક્રમ મુજબ,
વહેલી સવારે જાગી પોતાના દૈનીક કાર્યા પુરા કર્યા પછી, હાથ માં કલમ એક ડાયરી પકડી ઘરનુ ફળિયું વટાવીને દરવાજા બહારની દુનિયામાં પગ રાખ્યો.

નજરે ચડતી દરેક વસ્તુ, વ્યક્તિ ને ઝીણવટ ભરી આંખો એ જોઈ, કાગળ ને કવિતા અને લેખો નુ રસપાન કરાવતો.
કોઈ પણ સામાન્ય વાત ને કેટલી ઝીણવટ ભરી રીતે અવલોકન કરવુ, એ આટલી નાનકડી વયે આ બાળક ને ખુબજ સરસ આવડી ગયુ હતુ. દિવસ પુરો થતા ફરી એજ રાત્રી નો ક્રમ, પોતના લખેલા પ્રક્રુતી પ્રત્યેના પ્રેમ પત્રો તળાવ ના કીનારે, એજ પથ્થર, અને છેલ્લે કાગળ એજ પથ્થર ની નીચે મુકીને ચાલ્યા જવુ.

આ બાળક ની જીવન પધ્ધતિ થી સાવ અજાણ, તેણે લખેલી રચના ને કોઈ વ્યક્તિ એ જીવવાનું શરૂ કર્યું, સવાર ના પહેલાં પહોરમાં ત્યાં આવી ને પથ્થર નીચે પડેલાં, ગડી વળી ગયેલા કાગળ ને ખુબજ હેતથી હાથમાં લઈ, વાંચતા દુનિયા નુ અદમ્ય વર્ણન કરનાર કોઈ ખરા અર્થમાં પ્રક્રુતિ નો ભક્તજ હોય.

બાળક ની સમાન, આ વ્યક્તિનો પણ નિત્યક્રમ બની ગયો હતો. એક દિવસ વહેલી સવારે આ વ્યક્તિ પોતાના કામમાં વ્યસ્ત હોવાથી, દિવસ નો એક પહોર મોડી પહોંચી, મોડી હોવાથી ઉતાવળ થી પહોચી અને પથ્થર નીચે કાગળ શોધવા લાગી, કાગળ ન મળતાં વધુ વ્યાકુળ થવા લાગી, તળાવ ની આસપાસના વિસ્તારમાં શોધ્યું, પણ એ કાગળ ના મળ્યો, કાગળ ન મળતાં હતાશા ને હાથ લઇ ઘર તરફ પાછી ફરી, ઘર તરફ જતા મનમાં નક્કી કરે છેકે, જે કોઈ પણ આ કાગળો લખે છે તેને મળવુ છે.

આ યુવતી સવાર ની ઘટનાથી કામ માં મન લગાવી શકતી ન હતી, સતત બે દિવસ થી બીમાર માઁ ની સંભાળ કરે છે. અને તેના કામ કરવા ગામ ના ઘરોમાં જાય છે.

સવાર ના દસ વાગ્યા છે, આ છોકરી એક જુના મકાન મા કામ કરવા જાય છે, કામ કરતાં કરતાં આ યુવતી ના હાથમાં એક કાગળ આવે છે, પણ આ મકાન મા કોઈ પણ હતું નહી, કોણ રહે છે? એ ખબર નથી, આ કાગળ અહી કેમ? શુ આજ વ્યક્તિ રોજ કાગળો લખતો હશે? પણ કોણ છે આ વ્યક્તિ? હજારો વિચારો વચ્ચે અંધકાર ઘેરી વળ્યો, પ્રશ્નો હતા કે પુરા થતા નહતા, પ્રશ્નોના વાદળો એ બુધ્ધિ ના સુર્ય ને ઢાંકી દીધો છે, ઘર નો દરવાજો ખોલી પોતાના પર જાણે આખી દુનિયાનુ વજન લાધ્યું હોય એમ પગલું માંડતી ઘર તરફ ચાલવા લાગે છે.