એક પછી એક બધાના વારા આવવા લાગ્યા. કેટલાયના ધ સિક્રેટ ખૂલવા લાગ્યા તો ઘણાએ પરાણે સાહસિકવૃત્તિ દેખાડી. એવામાં અવિનાશ ઝપટે ચડી ગયો.એને પુછવામાં આવ્યુ " બોલો ટ્રુથ કે ડેર ?" દ્વિધામાંથી બહાર આવી અવિનાશે જવાબ આપ્યો, "આપણે ડરવાવાળા નઈ હો ભાઈ! ચલો ડેર" ત્યાં તો આરતીએ અવિનાશને અવિસ્મરણિય ડેર આપ્યુ, "તને ગમતી કોઈ એક છોકરીના કપાળે કીસ કર !" અવિનાશે કંઈ જ વિચાર્યા વગર મિકીના કપાળને ચુમી લીધું. મિકી પણ મનોમન એવું જ ઈચ્છતી હતી કે અવિનાશ તેના જ કપાળને ચુમે. રમત આગળ વધી. કુદરતની પણ કરામત છે ને ! અવિનાશ પછી તરત જ બલીનો બકરો બની મિકી. તેણે પણ ડેર પસંદ કર્યુ. પણ આ વખતનું ડેર ખરેખર ડેરીંગ માગી લે એવું હતુ. બધામાંથી કોઈ એકને થપ્પડ મારવાનું. મિકીએ ઈશારામાં જ અવિનાશની સંમતિ લીધી. અવિનાશે ગાલ ધર્યો, મિકીએ થપ્પડ ઝીંકી દીધી, પણ પ્રેમથી. ટેન્ટની બહાર રહેલો વિરલ અચાનક કુવાવડ લઈને આવ્યો કે,"કોઈને ખબર પડી ગઈ છે કે આ ટેન્ટમાં છોકરાઓ સાથે છોકરીઓ પણ છે."કોણ જાણે એ સમાચાર સાચા હતા કે ખોટા પણ રમતની મજા ત્યાંથી જ બગડી ગઈ. ચારે છોકરીઓ રાતના બે વાગે પોતાના ટેન્ટમાં ગઈ. ત્યાં જ એ મજાની બીજી અને છેલ્લી રાતની વાત ખતમ થઈ.
ત્રણ દિવસની ટુરના છેલ્લા દિવસનો અરુણોદય થઈ ચુક્યો હતો. અન્ય બે દિવસ કરતાં આજનો દિવસ બધાને કંઈક અલગ જ લાગતો હતો. કદાચ છેલ્લો દિવસ હતો તેથી જ. સવારનો નાસ્તો પણ મિકી અને અવિનાશે સાથે લીધો. તે બંનેની બચ્ચે માત્ર ત્રણ દિવસમાં જાણે લાગણીનો તંતુ બંધાઈ ગયો હતો. ત્રીજા અને છેલ્લા દિવસના સિડ્યુલમાં હતુ ગવર્નર હીલ્સનું કપરું છઢાણ ! ડોન કરતા ગવર્નર હીલ્સનું ટ્રેકીંગ વધારે કપરું હોવાનું હતું. ગવર્નર હીલ્સ જવા માટે બધા બસમાં બેસી ગયા. સમયે ફરી એનો રંગ દેખાડ્યો, બસમાં મિકી અવિનાશની બાજુમાં નહીં પણ જેની સાથે આવી હતી તે વિરલની બાજુમાં જ બેઠી. આ વાતની અવિનાશ પર ગહેરી અસર થઈ. તે વિચારવા લાગ્યો કે જે મિકી સતત બે દિવસ પોતાની સાથે રહી, તેની સાથે ધોધમાં ભીંજાઈ, અરે! જેણે કીસ માટે પણ કપાળ ધર્યું એ આજે આમ અચાનક પાછી વિરલની બાજુમાં કેમ બેસી ગઈ? આ બધા જ વિચારવમળોની વચ્ચે ગવર્નર હીલ્સ આવી ગઈ. બધા જ ટ્રેકીંગ માટે નીચે ઉતર્યા. પણ અવિનાશ તેની જગ્યા પર જ બેસી રહ્યો. બસમાંથી ઉતરતી વખતે મિકીએ તેની સામે જોવાની પણ તસ્દી ન લીધી. આ બાબતથી એ ખૂબ જ નારાજ થયો અને ગવર્નર હીલ્સનું ટ્રેકીંગ પડતુ મુકીને એકલો જ બસમાં સુઈ ગયો.
બધા ટ્રેકીંગ પરથી પરત ફર્યા. પણ અવિનાશ જેમનો તેમ સુતો હતો. બધા સ્થળોની મુલાકાત લેવાઈ ચુકી હતી. ટુર ઈન્સ્ટ્રક્ટર અમિત યાદવ, જે પહેલા કેમ્પસાઈટ પર રોકાયેલા હતા તે બસમાં પરત ફરવાના હોવાથી બસની બેઠક વ્યવસ્થામાં થોડા ફેરફાર થયા. આ ફેરફારમાં ચિરાગ અને અવિનાશનું સીટીંગ બરાબર મિકી અને વિરલની પાછળની સીટ પર થઈ ગયું. બસ અમદાવાદ તરફ પરત રવના થઈ.
છેલ્લા દિવસે મિકીના આ પ્રકારના વર્તનથી અવિનાશના હૃદયને ઠેસ પહોંચી. બસના લાઉડસ્પીકરમાં પ્રવાસી મિજાજના સોંગ્સ વાગતા હોવા છતાં તે કાનમાં ઈયરફોન લગાવી બસના માહોલથી અલગ પડ્યો 'ને આંખો બંધ કરી. અવિનાશના દિલમાં રહેલી નારાજગી તેના ચહેરા પર વરતાતી હતી. એવામાં અચાનક જ મિકીએ પોતાની સીટ તરફ પાછળની તરફ ફરીને અવિનાશના કાનમાંથી એક ઈયરફોન કાઢીને પોતાના કાનમાં લગાવ્યું અને એકાએક બોલી ઊઠી,"આવા માહોલમાં કોઈ સુફી સોંગ્સ સાંભળતું હોય?" અવિનાશે કંઈ જ પ્રત્યુત્તર ન આપ્યો અને ઈયરફોન મિકીના કાનમાંથી લઈ પોતાના કાનમાં લગાવી પાછી આંખો બંધ કરી. મિકીએ ફરીવાર ઈયરફોન કાઢી નાખ્યું, અવિનાશે ફરી પોતાના કાનમાં લગાવી દીધું. આવુ લગભગ દસ-પંદર વખત બન્યું. પણ અવિનાશે મૌન જાળવી રાખ્યું અને તેના ચહેરા પરની રેખામાં જરાય ફરક ન પડ્યો. અંતે મિકી થાકીને પોતાની સીટ પર સવળી બેસી ગઈ.
થોડી વાર પછી મિકી ચિરાગને ઊભો કરીને અવિનાશની બાજુમાં આવીને બેસી ગઈ અને અવિનાશના બંને કાનમાંથી ઈયરફોન કાઢીને પુછ્યું," શું છે હે ? તને થયુ છે શું ? કેમ કંઈ બોલતો નથી ? 'ને આ રીતે સતત સુફી સોંગ્સ સાંભળ્યા જાય છે." મિકી જાણીને પણ અજાણ બનતી હતી તેમછતા અવિનાશે હળવા સૂરે જવાબ આપ્યો, "તારી સાથે સિગરેટ પીવાની મજા આવી, ઈશારામાં પુછીને મારેલી તારી થપ્પડ ખાવાની મજા આવી, ધોધમાં તારી સાથે ભીંજાવાની મજા આવી 'ને વળી કપાળે તારા કીસ કરવાની મજા આવી, શું તને મારી સાથે મજા આવી?" મિકી અવિનાશના હૃદયમાં રહેલા ભાવોને પારખી ગઈ. તેના હૃદયમાં પણ અવિનાશને માટે આદ્રતા તો હતી જ પણ માત્ર તેને વાચા નહોતી મળી. અવિનાશે કહ્યું,"મિકી ! મારે તને કંઈક કહેવું છે." આટલું બોલી એ અટકી ગયો. આગળ કંઈ બોલવા માટે તેની જીભ ઉપડતી નહોતી તેમ છતા હિંમત એકઠી કરીને તે બોલી ઊઠ્યો, "મિકી ! આઈ લાઈક યુ ! " મિકીએ પ્રત્યુત્તર આપ્યો,"તો એમાં હું શું કરું?" અવિનાશે વળતો જવાબ આપ્યો," તારે શુ કરવું એ તો તારે જ જોવાનું પણ મે મારા મનની વાત મારા મન સુધી મેલી દિધી." આટલું કહી અવિનાશ ફરી ગમગીનીમાં જતો રહ્યો.
રાતના આઠ થઈ ગયા હતા. હવે અમદાવાદ આવવાને 'ને બધાને છુટા પડવામાં ઝાઝી વાર નહોતી. એટલામાં હાઈ-વેપરની હોટલ પર જમવા માટે બસ રોકાઈ. મિકીના કોઈ પ્રત્યુત્તર ન આપવાને લીધે અવિનાશ ઉદાસ દેખાતો હતો. મનોમન તો મિકીને પણ અવિનાશ ગમવા જ લાગ્યો હતો પણ આ મનની ભાવનાને વાચા આપવા માટે જરુર હતી કોઈ ઉદ્દીપકની ! બધા જમીને પરત ફરે છે ત્યારે મિકી તેના વિશ્વાસપાત્ર અને ભાઈ સમા લવપ્રીતને અવિનાશના બારામાં પુછે છે અને અવિનાશના તેને પ્રપોઝ કરવા અંગે જણાવે છે. લવપ્રીતે મિકી આગળ અવિનાશના વિશે જણાવતા એક પણ અક્ષરની અતિશયોક્તિ કર્યા વગર ભારોભાર વખાણ કર્યા.મિકીને તો અવિનાશ ગમતો જ 'તો પરંતુ લવપ્રીતની વાત સાંભળીને તેનો મત વધારે પાકો થયો. બધા બસમાં બેસી ગયા.
રાતના સાડા નવથી સાડા બાર થયા, અવિનાશ મિકીના પ્રત્યુત્તરની રાહ જોતો રહ્યો અને અમદાવાદ આવી ગયું. મિકીને ઉતરવાનું સ્ટેન્ડ પણ આવી ગયું. મિકી પોતાના મનની વાત મનમાં જ દાબીને અવિનાશને કંઈ જ જવાબ આપ્યા વિના નીચે ઉતરી ગઈ. અવિનાશનું દિલ વરસાદ બાદ વિખેરાયેલા વાદળોની જેમ વેરવિખેર થઈ ગયું. તેની આંખો પણ ભીંજાઈ ગઈ.
અંતિમ સ્ટેશન આવી ગયું બધા છુટા પડ્યા 'ને પોતપોતાના ગરે ગયા. ટુરને એક અઠવાડીયુ વીતી ગયું. બધા પોતાની રુટીન લાઈફમાં વ્યસ્ત થઈ ગયા. પણ આ ટુર અવિનાશને માટે બેચેની લઈ આવી. તેને દેખાતી પ્રત્યેક છોકરીઓમાં તેને મિકી દેખાવા લાગી અને ઘણીને તો ઊભી રાખીને એણે પુછી પણ લીધુ કે, "મિકી ! તુ આવીશ ને? " તેના મિત્રોને પણ વારંવાર એ એક જ વાત પુછવા લાગ્યો કે, "એ આવશે ને?" 'ને આમ જ મિકીના ઈંતજારમાં તેની જીંદગી વિતવા લાગી. પણ કોણ જાણે કે મિકી આ વાત જાણે છે કે કેમ ?