Sundarvanno pahelo varsad . books and stories free download online pdf in Gujarati

સુંદરવનનો પહેલો વરસાદ - 1

એક નવું જંગલ નામની બાળવાર્તા નો બીજો ભાગ એટલે કે સુંદરવનનો પહેલો વરસાદ

( ગતાંક થી શરૂ )
પ્રાણીઓ અને પક્ષીઓ દ્વારા સુંંદરવન જંગલ બનાવ્યું ત્યાંરથી અત્યાર સુધી કોઈ વરસાદ થયો નહોતો.. આખું જંગલ પાણી સીંચીને બનાવવામાં આવ્યુ હતું એટલે બધાને પાણીનાં એક એક ટીપાંની કિંમત હતી.. જંંગલ આખામાં હાથી સમાજ પાણી પહોંચાડી રહ્યું હતું...
ચોમાસું આવ્યું.. હજી સુધી એક પણ વખત વરસાદ નહોતો થયો પણ સુંદરવનની એક ખાસિયત એ હતી એ બહારથી આવતું પાણી નો વિવેકપૂર્વક વપરાશ કરી જંગલ લીલું રાખ્યું હતું.. એમ એક વર્ષ સુુધી પાણી પહોંચાડ્યા બાદ એક દિવસ હાથી સમાજ રાજા સિંહ પાસે ગયા ત્યાં સિંહને કીધું, " મહારાજ અમે જંગલ બનાવવા માટે ઘણો ભોગ આપ્યો છે અને હજી પણ પાણી પહોંચાડી રહ્યા છે છીએ એટલા માટે એક વખત આપણે ઇન્દ્ર્ર્રદેવતા ને વરસાદ માટે એટલે અમારું કાર્ય થોડું ઓછું થાય.. રાજાએ બધાને મીટિંગમાં બોલાવ્યા અને કીધું , "કાલે સવારે બધા તળાવના પ્રાંગણમાં હાજર રહેજો આપણે સામુહિક રીતે વરસાદ અને ઉન્નતિ માટે ઇન્દ્રદેવને પ્રાર્થના કરવાની છે.. સવાર પડી બધા તળાવના પ્રાંગણ માં પહોંચી ગયા અને એક સાથે સામૂહિક પ્રાર્થના કરી, ત્યાં થોડા સમયમાં ઇન્દ્રદેવ પ્રસન્ન થઈ પગ્રટ થયા'ને બધાને દર્શન આપતા કહ્યું હું તમારી મહેનત અને કાર્ય પ્રત્યે લગાવ જોઈ અતિ પ્રસન્ન થયો.. એથી હું સુંદરવનમાં જલ્દી થી વરસાદ મોકલીશ... ઇન્દ્રદેવએ કીધું, "મેં લીધેલી પરીક્ષામાં તમે ખંત થી મહેનત કરી પાર કરી છે જેથી તમને પાણીના એક એક ટીપાં ની કિંમત સમજાઈ અને તમે એનો ઝીણવટ ભર્યો ઉપયોગ કરી પર્યાવરણને બચાવવા મહત્વનો ફાળો આપ્યો છે જેથી હું તમને આર્શીવાદ આપું છું..' એટલું કહી ઇન્દ્રદેવ અદ્રશ્ય થઈ ગયા, થોડીજ વાર માં આકાશમાં વાદળ ગર્જવા લાગ્યા, કાળા વાદળ ભેગા થવા લાગ્યા, બધા જ પ્રાણીઓ , પક્ષીઓ, જીવજંતુઓ અને સુંદરવન એના પહેલા વરસાદનો મહેક આવવા લાગી હતો.. વરસાદના છાંટા જમીન પર પડતા ની સાથે જ માટીની સુગંધ ફેલાવવા લાગ્યા અને બધાને આવકારવા લાગ્યા... જે જીવ તળાવના પ્રાંગણ માં પહોંચ્યા નહોતા એમણે પણ વરસાદ આવકારીને બધા ની સાથે જોડવામાં લાગી ગયો હતો.. ધીમે ધીમે વરસાદ વધવા લાગ્યો, આખું સુંદરવન વરસાદ ના વરસવા પર નાચી રહ્યું હતું , ગાઇ રહ્યું હતું, ઝૂમી રહ્યું હતું , જેટલો પણ થાક હતો એ ઉતરી રહ્યો હતો, જંગલમાં પાણીનો સંગ્રહ થઈ રહ્યો હતો જાણે સુંદરવનને એક નવી જિંદગી મળી રહી હોય... સુંદરવન નો ખૂણે ખૂણો આજ વરસાદનો આનંદ માણી રહ્યો હતો... હવે પાણીનો ભરપૂર સંગ્રહ થઈ ગયો હતો એટલે હવે પાણી નો પ્રશ્ન હતો જ નહીં.. હવે સુંદરવન એટલું સુંદર થઈ ગયું હતું કે આજુ બાજુ ગામના લોકો ત્યાં જોવા જતા હતા.. સિંહ ને વિચાર આવ્યો કે, " જો માણસો સુંદરવન જોવા આવતા હોય તો તેમને મફત જોવા ન દેવાય જેણે પણ જોવા આવવું હોય તો એના બદલે થોડુંક અનાજ આપે જેથી કરીને આદાન પ્રદાન ની પ્રથા રાખીને એમને પણ જોવા નો લ્હાવો મળે અને અમને અનાજ મળે.."' ત્યાં આવેલ ગામના લોકોને આ પ્રસ્તાવ સ્વીકાર કર્યો... આમ ધીમે ધીમે લોકોની અવર- જવર વધી ગઈ... સુંદરવન જોવાની ટીકીટ નહોતી પણ જે આવે એને કંઈક ને અનાજ લઇ આવાનું રહેતું એનાથી સુંદરવનને અનાજ પૂરું પડી શકે.. પહેલા જ વરસાદે સુંદરવનની સુંદરતા અને એનો વિકાસ અને એના આસપાસના માહોલ ને એક કરી આપ્યો હતો.. બસ હવે એને જાળવી રાખવાની વાત હતી... માણસો અને પ્રાણીઓ વચ્ચે એક કરાર થયો કે કોઈ પણ પ્રકાર ની ગંદકી ના થાય જેથી કરીને સુંદરવન સ્વચ્છ રહે.. અને પ્રાણીઓ ને કોઈ હાલાકી ના ભોગવવી પડે.. સમય વીતતો ગયો સુંદરવનને હવે દર વર્ષે વરસાદ આવકારવા લાગ્યો.. દસ પૂર્ણ થયા એટલે પ્રાણીઓ એ સાફસફાઈ કરવાનું નક્કી કર્યું... પણ કંઈ રીતે કરે એની યોજના બનાવાઈ રહી હતી... કંઈ રીતે હાથમાં લેશે સાફસફાઈનું કામ? કોણ બનશે સ્વચ્છતાનો રાજા? આ બધા જ પ્રશ્ન નો જવાબ આવતા અંક માં...

બીજા રસપ્રદ વિકલ્પો