આમ તો ઇતિહાસ જેમનો વિષય હશે એ મુઘલ શાસન વિશે જાણતા જ હશે છતાં આજે મુઘલ યુગની થોડીક ઓછી જાણીતી અને રસપ્રદ વાતો કરવી છે.
મુઘલ સામ્રાજ્યની શરૂઆત થઈ બાબરથી.બાબર એટલે પિતૃપક્ષે તૈમુરનો પાંચમો અને માતૃપક્ષે ચંગીઝખાનનો ચૌદમો વંશજ.એના પિતા નાનકડા રાજ્યના શાસક.બાબરના બાળપણમાં જ તેમના પિતા મૃત્યુ પામ્યા એટલે બાબર ને લગભગ અગિયાર વર્ષની ઉંમરે જ ગાદી પર બેસવાનું થયું.જરા વિચારો અગિયાર વર્ષની ઉંમરે આપણે કેવા હતા. નિશાળે ગુલ્લી કેમ મારવી એના બહાના શોધતા હોય શાસન તો બહુ દૂરની વાત છે.હું લગભગ છઠ્ઠા ધોરણમાં જ હતો બીજે દિવસે શાળાએ જવાનું મન નહોતું એટલે આગલે દિવસે રાતે પેટમાં દુખવાનું બહાનું બનાવ્યું.પપ્પાને મારી ઍક્ટિંગ ખરેખર ગળે ઉતરી ગઈ એટલે મને લઈ ગયા દવાખાને.ડોક્ટરેય મારા જેવો છાતી પર સ્ટેથોસ્કોપ મૂક્યો અને બે ત્રણ દી'ની દવા લખી દીધી.મને જો તું હતું એટલું જડી ગયું રાજીના રેડ થઈ ગયો જાણે મોટી જંગના જીતી લીધી હોય.અગિયાર વર્ષના છોકરા ને શું હોય બીજું! અને બાબર ૧૧ વર્ષની ઉંમરે સાચી જંગ લડવાની તૈયારી કરે.એ વખતે એણે કાબુલ જીતી લીધું હતું.એ વખતે દિલ્હીમાં લોદી વંશનું શાસન રાજા ઈબ્રાહીમ લોદી.ઇબ્રાહીમના જ કાકા આલમ-ખા-લોદીએ બાબરને ભારત પર આક્રમણ કરવાનું આમંત્રણ આપ્યું હતું.બિચારાની ઘરના જ હળી કરી ગયા.બાબર અને ઇબ્રાહીમ વચ્ચે પાણીપતનું પહેલું યુદ્ધ થયું અને બાબરનો વિજય થયો.ઇબ્રાહિમ કંઈ જેવો તેવો રાજા નહોતો અઢી-ત્રણ લાખની સેના હતી એની સામે બાબર ની સેના માત્ર સાડા બાર હજારની.પાણીપતના મેદાનમાં એક તરફ બાબરની સેના અને બીજી તરફ ઇબ્રાહીમનું અઢી લાખનું સૈન્ય દળ.ઇબ્રાહિમની જીત નિશ્ચિત જ હતી.પરંતુ બાબરે પાણીપતના મેદાનની વચ્ચોવચ સ્ટ્રેપ બનાવ્યા.સ્ટ્રેપ એટલે લાંબા મોટા ખાડા જેની અંદર સૈનિક આરામ થી છુપાઈને હુમલો કરી શકે.બોર્ડર મુવીમાં બતાવે એના જેવા જ.ઇબ્રાહિમના સૈનિક હુમલો કરવા આગળ આવે એવા સ્ટ્રેપ માંથી બાબરના સૈનિકો દારૂગોળો છોડે એક ધડાકામાં સીધો હજારો સૈનિકોનો સફાયો.એ રીતે ઇબ્રાહીમનું સૈન્યે ઓછું થવા લાગ્યું ત્યારે બાબરના ઘોડેસવાર સૈનિકોએ પાછળથી હુમલો કરીને ઈબ્રાહીમની સેના સાફ કરી નાખી.આમ યુદ્ધ દરમિયાન જ ઇબ્રાહીમનું મૃત્યુ થયું અને બાબરે મુઘલવંશ ની સ્થાપના કરી.બાબરની સ્ટ્રેપ વાળી સિસ્ટમ છેક બીજા વિશ્વયુદ્ધ સુધી પ્રચલિત હતી.બાબરના અન્ય યુદ્ધમાં ખાનવાનું યુદ્ધ જે મેવાડના રાજા રાણાસાંગા સાથે લડાયું જેમાં બાબર જ વિજયી બન્યો.બાબરે સ્થાપત્યમાં સૌપ્રથમ વખત ચારબાગ શૈલીની શરૂઆત કરાવી.ચારબાગ એટલે પ્લસ( )નિશાની આકારનું સાકડું સરોવર હોય અને આસપાસ ચાર બગીચા હોય એ સાંકડા સરોવરમાં પાણી,દૂધ મદિરા અને મધ ભરવામાં આવતા.તાજમહેલની આગળના ભાગમાં ચારબાગ શૈલી જોવા મળશે.ભારતના ઇતિહાસમાં બાબર પ્રથમ રાજા હતો જેને પોતાની આત્મકથા એટલે કે ઓટોબાયોગ્રાફી બાબરનામા જાતે જ લખી હતી.સતત યુદ્ધના કારણે તબિયત નરમ-ગરમ રહેવાથી ઈસવીસન 1530માં તેમનું મૃત્યુ થયું.
બાબર પછી એના વંશજ તરીકે મુઘલોની ગાદી પર આવે છે હુમાયુ.ખેર હુમાયુની તો શું વાત જ કરવી!કોઈ ઇતિહાસકાર હુમાયુ વિશે લખે છે કે "હુમાયુ જીવન ભર લડખડાતો રહ્યો અને લડખડાતા જ પોતાની જાન ગુમાવી દીધી".તે કેવો શાસક રહ્યો હશે એનો અંદાજ તો આવી જ ગયો હશે તેમ છતાં હુમાયુના પરાક્રમો ઉપર થોડો પ્રકાશ પાડવો છે.હુમાયુએ મુઘલ સામ્રાજ્યનો ખાસ કંઈ વિસ્તાર કર્યો નહીં ઉલટાનું જે હતું તે પણ ગુમાવવાનો વારો આવ્યો.હુમાયુએ સત્તાની વહેંચણી પોતાના ચાર ભાઈઓ વચ્ચે કરી.હાલમાં જમીનના એક ગુઠા માટે પણ સગાભાઇઓ ઝઘડી પડે એવામાં ઇતિહાસકારોના મત પ્રમાણે સત્તાની વહેંચણી હુમાયુની સૌથી મોટી ભૂલ હતી.શેરશાહ સૂરી એટલે હુમાયુનો સૌથી મોટો શત્રુ.બિલગ્રામ ના યુદ્ધમાં શેરશાહ હુમાયુ સામે વિજયી બન્યો અને હુમાયુ રાણા વીરસાલ જે અમરકોટના રાજા હતા તેના મહેલમાં રહ્યો.બદલો લેવા ફરી પાછું શેરશાહ પર આક્રમણ કર્યું પણ કાંઈ ભેગું ના કરી શક્યો .હવે તો એમના ભાઈઓ પણ એમના દુશ્મન થઈ ગયા હતા એટલે ભારતમાં રહેવા જેવું નહોતું તો ઈરાન ચાલ્યો ગયો.આતો બૈરમખા ની મદદથી ભારતમાં પાછી સત્તા પ્રાપ્ત કરી શક્યો.હુમાયુએ દિનપનાહ નામનું શહેર વિકસાવ્યું.યુદ્ધ તો ઠીક હવે,હુમાયુએ પોતાની આત્મકથા પણ જાતે લખી નહોતી.લાઇબ્રેરી પર કંઈક ટાઇમપાસ કરતો હશે એવામાં ત્યાંની સીડીઓથી ઊંધે માથે પડ્યો નીચે અને મૃત્યુ પામ્યો.રાજાનું મૃત્યુ સાવ આમ તુચ્છ રીતે થાય તો કેવું લાગે!રસ્તામાં ચાલતાં ઠેસ આવે તોય આપણે કોક ને કહેતા હોય "માયકાંગલો છે સાવ..." રાજા સીડીથી પડીને મરી ગયો બોલો!!!કંઈક યુદ્ધભૂમિમાં વીરગતી પામે તો સારું લાગે.હવે પહેલા ઇતિહાસકારનું સ્ટેટમેન્ટ બરાબર લાગે છે ને!શેરશાહ સુરી નું મૃત્યુ પણ આવું જ રસપ્રદ છે.પણ શેરશાહ તો ભાયડો હતો ખરેખર બહાદુર રાજા કહી શકીએ.જંગલમાં એકલા હાથે તલવારથી વાઘનો શિકાર કરેલો,ઇંગલિશ શિકારીની જેમ પચાસ ફૂટ છેટે બિન્દુકથી નહિ. ને આપણા જેવાને તો એકે47પકડાવી દીધી હોય તો પણ પેન્ટ ભીના થઈ જાય. એ જ શેરશાહ સૂરી શાંતિથી બેઠો હતો,દારૂગોળો બનતો હશે આજુબાજુમાં ત્યાં કોઈકે આગની ચિંગારી કરી ને...ધડ કરતો શેરશાહ ઊડી ગયો.ખેર મોત આગળ કોણ રાજા ને કોણ રંક!