સફર અનંતપ્રેમનો - 2 Dev Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સફર અનંતપ્રેમનો - 2

તો આગળના પાર્ટમાં તમે જાયું કે કેવી રીતે રાજ અને માન્યતા એકબીજાને મળવા માટે તક શોધે છે?
ત્યાથી આગળ...

કુદરતની કરામત સામે કોઈ કંઈ કરી શકતું નથી પણ જો બે વ્યક્તિના પ્રેમમાં ભવ્ય તાકાત હોય તો કુદરતને પણ કરામત તેમના પ્રેમપક્ષમાં કરવી પડે છે.

અંતે નવા ભાભીના બેગ્સ રૂમમાં પડયા હતા ત્યાથી લઈ આવવા અને ગાડીમાં રાખવા માટે રાજની બહેને રાજને કહયું અને એ તરફથી સહેલીના આન્ટીએ માન્યતાને રાજને ઉપર રૂમમાં પડેલ બેગ્સ બતાવી દેવા કહયું. અને બંનેના મનમાં હર્ષની લાગણી ઉમટી પણ બહાર વ્યક્ત કરી શકાય તેમ નહોતું.
આખરે એ પળ આવી જ ગઈ જયાં બંને એકાંતમાં સંવાદ રચી શકે. બંને ભીડથી અલગ થઈ ઉપરના રૂમ તરફ જવા નીકળ્યા. રસ્તામાં બંનેએ બસ એકબીજાને સ્માઈલ સિવાય કશું ના આપ્યું.

બંનેનો પ્રથમ સંવાદ મુંજવણમાં જ અટકયો હતો. માન્યતાને એમ હતું કે રાજ શરૂઆત કરે. પણ રાજને થોડી મુંજવણ હતી કે હું વાત કરીશ તો એ કેવું સમજશે? કેમ કે રાજને એ નહોતી ખબર કે એ પણ તેની જેમ ફ્રી માઈન્ડેડ છે. બંને વગર સંવાદે રૂમ સુધી પહોચી ગયા.

ત્યાંથી ત્રણ ભારેભરખમ બેગ્સ જોઈ રાજની આંખો આશ્ચર્યથી પહોળી થઈ ગઈ અને તેના મોં માંથી બોલાઈ ગ્યું, “ઓહ! આટલા ભારે બેગ્સ! ભાભી આખું ઘર સાથે લઈને આવતા લાગે છે.” આ સાંભળી માન્યતાથી હસી પડાયું. તેણે કહયું, “આટલો સામાન તો હોય જ ને નવા ઘરે જવું અને ત્યાં શું છે શું નહી કેમ ખબર હોય? એટલે જે વસ્તુની ત્યાં જરૂર જ હોય અને ત્યાં પૂછતા સંકોચ થાય એના કરતા અહીંથી જ લઈ લેવુ સારું પડે.”

પણ રાજ માન્યતાની વાત સાથે સંમત ન થવાના ભાવ સાથે કહયું, “ પણ હવે તો એ તેમનું પોતાનું ઘર બની જશે તો ત્યાં જરૂરી વસ્તુ માંગવામાં શેની શરમ? અને અમે બધા એમના પોતાના જ છીએ તો પોતાનાને પૂછવામાં શેની શરમ?”

રાજની આ વાતથી માન્યતાના મન પર રાજના પરીવાર માટેની એક અલગ છાપ ઊભી થઈ ગઈ. તેને લાગ્યું કે બધી છોકરીઓ એવા જ સાસરીયાની તલાશ હોય જયાં તેને પોતાનુ ઘર જ લાગે અને પરીવારના સભ્યો પોતાના.

પછી રાજે સામાનથી ભરેલા રૂમમાંથી બેગ્સ બહાર કાઢયા ત્યાં સુધી બંને વચ્ચે સાવ ચૂપકીદી જ રહી. માન્યતા બસ ઊભી ઊભી રાજને નિહાળી રહી હતી. અચાનક રાજની નજર પડતા એ બીજી તરફ જોઈ ત્યાં પડેલ બેગની ઝીપ બંધ કરવા લાગે છે અને મનોમન ‘પાગલ છે તું સાવ’ કહે છે. સામે રાજ પણ મંદ હસે છે. અને પૂછે છે, “ જો તમને પ્રોબ્લેમ ના હાય તો એક સવાલ પૂછી શકું?”. માન્યતાએ હા નો ઈશારો કરતા તેના તરફ ધ્યાન દોરયું. રાજે ખચકાતા મને કહયું કે, “ આમ તો મારે પૂછાય નહી પણ શું તમે સોશ્યલમીડીયામાં છો? ”. ત્યારે માન્યતાએ સહજતાથી કહયું કે, “ ના, હું સોશ્યલ મીડીયા નથી વાપરતી. મારે મારી લાઈફ સોશ્યલ મીડીયાથી દૂર રાખવી છે.”

રાજને આ વાત જાણી આશ્ચર્ય થયું અને આગળ પૂછવું હતું કેમ? પણ તેને કોઈની લાઈફમાં ઇન્ટરફીયર કરવું સારું ના લાગ્યું એટલે એ વિચાર માંડી વાળ્યો. અને બેગ્સ ઉપાડવા તરફ આગળ વધ્યો. ત્યારે માન્યતાના મનમાં કંઈક અલગ ભય લાગ્યો કે, “શું તે કંઈ વધારે ન બોલવાનું બોલી ગઈ!”. તેને મનમાં સંકોચ થયો કે પોતે કેમ નથી વાપરતી સોશ્યલ મીડીયા.પણ તેણે પોતાના માટે કાયદા બનાવેલા હતા જેને તે તોડી શકે તેમ નહોતી. તેના લીધે તે આજે એક સારો મીત્ર ગુમાવતી હોય એવું લાગ્યું. તેને ઘણું કહેવું હતું પણ એણે મૌન રહેવામાં જ સારું રહેશે એવું માન્યું. રાજને થયું કે ફ્રેન્ડ તો બનાવી જ છે ગમે તેમ. હવે સાહસ કરી લેવું જ સાચું રહેશે.

અચાનક જ રાજ તેની બાજુ ફરીને બોલ્યો, “ શું આપણે એક સારા મીત્રો બની શકીએ?”. અને આટલું સાંભળતા જ માન્યતાની ખૂશીનો પાર ના રહયો. તે થોડીવાર વિચારતી મુદ્રામાં પૂતળું બની જોઈ જ રહી. રાજને લાગ્યું કે કંઈક ખોટું પુછાય ગ્યું કે શું? એટલે તેણે સોરી કહી આગળ વધવા પગ માંડયો.

પણ જયાં ડગ માંડવા જતો હતો ત્યાં પાછળથી અવાજ આવ્યો “મને બહુ સવાલ નઈ પૂછવાના તો હું બનીશ.” અને રાજે એકદમ ચમકતા હાસ્ય સાથે પાછળ જોયું. અને રાજને આ રીતે જોતા માન્યતા થોડું મંદમંદ શરમાતા હસી પડી.
ત્યાં રાજને લાગ્યું થોડું વધારે દેખાવ થઈ ગ્યુ એવુ લાગે છે તેથી ફરી ગંભીર લુકમાં આવી ગ્યો. પણ આ વખતે માન્યતાથી ના રહેવાયું, અને તે જોરથી હસી પડી. અને તેને જેઈ રાજ પણ પોતાની સ્થિતી પર થોડું મંદ હસી પડયો. અને તેણે માન્યતાને નિખાલસ હસતા જોઈ તેની સુંદર છબી મનના કેમેરાથી કેદ કરી લીધી. અને માન્યતાએ રાજની તે સ્થિતીની છબી કંડારી લીધી હતી.

અંતમાં માન્યતા સામે રાજ દોસ્તીનો હાથ લંબાવે છે. અને કહે છે, “ નવા મીત્ર સાથેની આ મુલાકાત યાદગાર રહેશે.”
સામે માન્યતા પણ કહે છે, “ મને પણ.”

અને બંને ત્યાંથી નીચે આવવા તરફ નીકળે છે. ફરી અચાનક મનમાં પ્રશ્ન ઉદભવતા રાજ અટકી પાછુ ફરી માન્યતાને કહ છે, “ પણ! આપણે વાત કેવી રીતે કરી શકીશું?” ત્યારે માન્યતા મજાકના મૂડમાં કહે છે કે, “ જે લોકોને વાત કરવી જ હોય તે લોકો રસ્તો શોધી જ લેતા હોય છે.” આટલું કહી માન્યતા ઘાયલ કરીદે એવી હાસ્ય સાથે આંખ મીચકારી દોડતી ચાલી જાય છે.

હવે શું કરશે રાજ વાત કરવા માટે? શું તે રસ્તો ગોતી શકશે? શું માન્યતાને એટલો વિશ્વાસ હશે કે રાજ ચોક્કસ કોઈ માર્ગ શોધી લેશે?

વધુ જોઈશું આવતા પાર્ટમાં...