The vampire and mysterious girl - 1 Prachi Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

The vampire and mysterious girl - 1









the vampire and mysterious girl part 1










અમેરિકાનું ટેક્સાસ શહેર....





રાતના 11 વાગ્યાનો સમય હતો. હોટેલ ક્વીન્સલેન્ડના
પબમાં પાર્ટી આજ બરાબર જામી હતી. હિન્દી ફિલ્મોના ગીતો મોટા અવાજે વાગી રહ્યા હતા. આ પાર્ટી ભારતીય મૂળના ગુજરાતી અને વર્ષોથી અમેરિકા સ્થાયી થયેલા બિઝનેસમેન ગૌરાંગ પટેલની એકની એક દીકરી ઇવા પટેલની સક્સેસ પાર્ટી હતી. ઇવા પટેલ ઉચ્ચ ગ્રેડ સાથે પોતાની યુનિવર્સિટીમાં પહેલા નંબર પર આવી હતી.એની ખુશીમાં ગૌરાંગ પટેલ એ આ પાર્ટી આપી હતી.


પાર્ટીમાં મનમોહક સંગીત વાગી રહ્યું હતું. દારૂની મહેફિલ જામી હતી. એક પછી એક ગ્લાસ સ્કૉચ અને સેમપેઈનના પીવાતા હતા.બધા મહેમાન ભાન ભૂલી ને સંગીતના તાલે ઝૂમી રહ્યા હતા.

અચાનક મ્યુઝિક બંધ થયું ને એક સ્પોટ લાઈટ સ્ટેજ પર પડી.

બ્લેક શૂટમાં સજ્જ ગૌરાંગ પટેલ હાથમાં માઇક લઈને સ્ટેજ પર ઉભો હતો.તેણે બોલવાનું ચાલુ કર્યું.

"hello everyone. great pleasure to meet you all. "
ને ત્યારબાદ તે થોડી વાર રોકાઈને બોલે છે, " તમારો અમૂલ્ય સમય કાઢી અહીં આવવા બદલ હું તમારો દિલથી આભાર માનું છું. મારી ડોટર ઈવાએ સારા ગ્રેડ સાથે MBA પૂર્ણ કર્યું છે. એ માટે આ સકસેસ પાર્ટી અરેન્જ કરી છે. so, are you ready all guys.?"

એક સાથે બધા ચિચિયારીઓ પાડે છે.

" now, please welcome. the star of this party and my gorgeous and marvellous daughter eva patel."

સ્પોટ લાઈટ દાદર આગળ સ્થિર થાય છે. એક માનુની બ્લુ કોકટેલ ડ્રેસ પહેરેલ,હાથમાં Gucciનું ક્લચ ને પગમાં પેન્સિલ હિલ સેન્ડલ પહેરેલી નીચે ઉતરે છે. એની ચાલમાં એક ખુમારી સી હતી. એની એ ભૂરી આંખો, અણીદાર નાક ને ગુલાબની પાંદડી જેવા હોઠ. એનો અમેરિકી ગોરો રંગ તેની સુંદરતામાં વધારો કરતા હતા. એની એ મારકણી અદા બધાને ઘાયલ કરવા માટે પૂરતી હતી. તે ઈવા પટેલ હતી.
ઈવા એના પાપા આગળ આવી ને ઉભી રહે છે. ને હાથમાં માઇક લઇ બોલે છે.

" thanks to all for coming here. please enjoy yourself."

બધા તાળીઓ પાડી અભિવાદન કરે છે.ત્યારબાદ મ્યુઝિક શરૂ થાય છે.માસ્ક થિમપાર્ટી હોવાથી બધાએ માસ્ક પહેરેલ હતું. ઈવા પણ માસ્ક પહેરી ડાન્સ કરવા જોડાય છે.



"इक हसीना थी, इक दीवाना था
क्या उमर, क्या समा, क्या ज़माना था ...

एक दिन वो मिले, रोज़ मिलने लगे
फिर मुहब्बत हुई, बस क़यामत हुई
खो गये तुम कहाँ, सुन के ये दासताँ
लोग हैरान हैं, क्यों की अन्जान हैं
इश्क़ की वो गली, बात जिसकी चली
उस गली में मेरा आना, जाना था
इक हसीना थी, इक दीवाना था ...



થીમ ને આધારિત ગીત વાગતું હતું.. બધા ડાન્સ કરવામાં મશગુલ હતા. ઇવા પણ પોતાના અવનવા મુવ્સ વડે બધાનું ધ્યાન ખેંચતી હતી.


ના જાણે અચાનક ક્યાંકથી એક યુવક ડાન્સ પાર્ટીમાં દાખલ થાય છે.સફેદ શર્ટ, ઉપર બ્લેક બ્લેઝર ને બ્લેક પેન્ટ. બ્લેક શૂઝ ને હાથમાં રાડો ની બ્લેક વૉચ. એને બ્લેક માસ્ક પહેરેલું. એ પણ ડાન્સમાં જોડાય છે.


ડાન્સ કરતા કરતા એકાએક એ ઇવા સાથે અથડાય છે. ઇવા પડતી પડતી રહી જાય છે પણ એ યુવક ઈવાને બચાવી લે છે..


ઇવા એને thank you કહેવા જ જાય છે. પણ એ બસ ભાન ભૂલી તે યુવક ને જોઈ રહે છે. એની એ દરિયાથી પણ ઊંડી નીલી આંખો જાણે કાંઈક કહેવા મથતી હોય.એનું એ પ્રમાણસર નાક ને હોઠ. એના એ ભૂખરા વાળ.



ઇવા બસ એકીટશે એને જોઈ રહી હોય છે. ને ધીમેથી બોલે છે....

" તું..... તો....."






(ક્રમશ:)