વિદેશી વાયરા .. - 1 Chaula Kuruwa દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વિદેશી વાયરા .. - 1

વિદેશી વાયરા...


આજે સ્મિતા કૈક વધારે જ મોજમાં હતી. ગીત ગણ ગણતાં એણે મનોજની મનભાવતી વાનગીઓ બનાવી હતી.

ટેબલ પ્રર નવી મેટ સાથે બટાકા વડા અને પુરણપૂરી વગેરે વાનગીઓ પીરસતા તેણે મનોજને બુમ મારી ,..ચાલો જમવા પછી બl ને ત્યાં જવાનું

જલ્દીથી પરવારીને નીકળીએ.


જમીને થોડો અlરl મ કર્યા પછી ચાર વાગ્યેજ બl ને ત્યાં બોપલ જવું છે એમ નકકી થયું.

એટલે બl ની ઊંઘમાં પણ ડીસ્ટર્બ ન થાય. સાંજ નું તો ભાભીના હાથનું જમીને જ

રાત્રે મોડા આવીશું એમ પણ મનમાં જ નકકી કરી લીધું હતું.


ગઈકાલે રાત્રે જ કેનેડાથી નીલ અને નીરવ ના ફોનો આવ્યા હતા.

વિડીઓ કોલ જ હતો એમ કહો તો ચાલે.


પાંચેક વરસ પહેલા સ્મિતાબેને ભારે માથાકૂટ કરીને બને છોકરાને વહુઓને

વિદેશ મોક્લી દીધા હતા.

બળ્યું આ દેશમાં શું છે?

જુઓ કેનેડામાં હવે તો વિસા અને પીઅlર જલ્દી મળી જાય છે.

અહી બેઠા બેઠા જ અને નોકરી પણ..

અમેરિકા જેવી બહુ માથાકૂટ નથી થતી.

એમ પણ કેનેડાની વસ્તી ઓછી એટલે નોકરી માટે ત્યાં હવે આપણl લોકો જઈને વસે છે .

સુંદર દેશમાં સારી લાઈફ સ્ટlઈલથી રહે છે .

અને મબલખ ડોલર પણ કમાય છે.

એકવાર ત્યાં નું પાકું થઇ જાય અને ફાવી જાય,

પછી અહી કોઈ પરત ભાગ્યે જ આવતું હોય છે.


નીલ એન્જીનીયર થઇ નોકરી એ લાગી ગયો હતો .

સાથે સાથે કમ્પનીમાં કામ કરતા મિત્રો એ કેનેડામાં અપ્લાય કરી એટલે એણે પણ પપ્પા મમીને પૂછીને અરજી કરી દીધી.

એકબે વરસમાં તો તે ટોરંટો પહોચી ગયો.

જતા પહેલા મમી પપl ના અlગ્રહ થી લગ્ન પણ સરિતા સાથે કરી લીધા .

એ પણ બીએ હતી અને નાતની જ હતી.

નાનો નીરવ પણ એ દરમ્યાન સી એ થઈને નોકરીએ લાગી ગયો હતો.

નીલે કેનેડા જતા વેત તેને પણ બોલાવી લેવાની તયારી કરી દીધી હતી.


થોડા સમયમાં એનો પણ નંબર લાગી ગયો.

શરૂઆતમાં બને ભાઈ સાથેજ રહેતા .

કેનેડામાં અમેરિકા જેમ નહી કે અહીની ડીગ્રી લો તો જ સારી જોબ મળે…

નીરવે પણ સારી નોકરી મળી જતાજ દેશમાં આવી પહેલું કામ મમીની ઈચ્છા પ્રમાણે સારી છોકરી જોઈ લગ્ન કરી લીધા.


હવે તો બને જુદા જુદા શહેરમાં રહેતા અને જોબ કરતા હતા. દેશમાં ઘરે પેસા પણ મોકલતા ...એટલે મમી પપા પણ ખુશ ને હેપી ….


નિરવે હમણા જ હજી ફોન કરી સમાચાર આપ્યા કે તમે હવે જલ્દી દાદા દાદી થવાના છો .

હું ટીકીટ મોકલી રહ્યો છું ...ફ્રરી જાઓ ……


ધીમે ધીમે શરૂઆતનો આનંદ અને નવા અlગતુંકને વધાવવાનો લ્હાવો લેવાનો ઉત્સાહ શાંત પડી રહ્યા હતા….

અને સ્મિતા સમક્ષ વાસ્તવિકતા સામે આવી રહી હતી..

નવા દેશમાં જવાનો અને ફરવાનો ઉત્સાહ અને ઉતેજના તો હતા જ..

પણ બધુ કામ અને તે પણ પ્રસુતિની ઝંઝટ કરવાની હતી. અને તે પણ દીકરા વહુની…

હવે વધુ કામ એમ પણ થતું નહોતું.

ત્યાં નોકર વગર એકલે હાથે બધું કરવાનું અને તે પણ નવા દેશમાં ..

શરુ નો ઉત્સાહ ઓછો થઇ ચુક્યો હતો…

રાત્રે મનોજભાઈ સામે તેણે બધી વાત મૂકી દીધી..


બપોરે બા ને ત્યાં ગયા ત્યારે પણ ભાભીએ અને બીજા ઘરના ઓ એ ભયસ્થાનો અને જવાબદારીઓ ગણાવી જ હતી.

તે બધાની પણ ચર્ચા કરી.

બને જણl વિચારમાં પડ્યા હતા . ..શું કરવું..

દીકરાએ બોલાવ્યા હતા ..

આવા પ્રસંગે ન જઈએ તો પછી સંબધ છોકરાઓ નહિ રાખે એ ડર પણ હતો.

હવે ઉમર પણ થઇ ,બને ૫૦ વટાવી ચુક્યા હતા.

અમારું કોણ ?

આ ચિતા પણ સતાવતી હતી..

આખરે ટીકીટ પણ આવી ગઈ. બે મહિના હતા ,તયારી કરવાના .

નિરવે તેની મમીને કહી રાખ્યું હતું ,જે કઈ પેસા મોકલ્યા છે તે બધા લઈ આવજે ,ડોલર કરીને અહી કામ લાગશે. .


સામાન્ય રીતે કેનેડા ,અમેરિકા કે અન્ય દેશોમાં કમાવા જતા લોકો પોતાના પેસા દેશમાં મોકલી આપે છે.

સલામતી અને વ્યાજ બને ગણતરીએ.

કારણ વિકસિત દેશોની બેંકો ભાગ્યેજ ૧ કે ૨ ટકા વ્યાજ આપે છે.

અને પાછા મૂળ વતન જેવી સલામતી ક્યાંથી અનુભવાય.

એટલે દેશમાં ઘરે કે વિશ્વાસુ સ્થાને જ પેસા મોકલતા હોય છે.


સ્મિતાબેનની પોતાની અને છોકરાઓની ખરીદી ચાલી .

બને ઘરે ૩/૪ માસ જવાનું થાય એટલે નાસ્તાથી માંડી ને બધુજ લેવાનું.

વળી પ્રસગે જવાનું એટલે એની પણ તૈયારીઓ રીત રસમો પ્રમાણે કરવાની.

સમય ક્યાં ગયો એની ખબર જ ન પડી. જતા પહેલા બા ને અને નજદીકના સગાઓને જ મળવાનું થયું. .

બીજા મીત્રો સાથે તો ફોન ઉપર જ બાય બાય કરવું પડ્યું.

અને કેટલાકને તો હવે ત્યાં પહોચીને જ વાત કરીશું એમ નક્કી કર્યું…


કેનેડા પહોચ્યા થાક્યા પાક્યા લાંબી સફર કર્યા પછી...

વળી દિલ્હી થઈને જવાની ટીકીટ હતી એટલે સારી એવી પરેશાની પણ ભોગવવી પડી.

પણ પહેલી વlરની વિદેશની સફર હતી અને છોકરાઓના ઘરે જવાનો પ્રસંગ હતો એટલે સારું લાગ્યું.

બને પતિ પત્ની પહોચી તો ગયા શરૂઆત ના થોડા દિવસો તો થાક ઉતારવામાં ગયા.

અને નવા દેશ ની ખુબસુરતી માણવામાં જ ગયા.

સંગીતા ને છેલા દિવસો જતા હતા એમ તો રજા થોડા દિવસો પછી લેવી હતી પણ નિરવે કહ્યું મમી પપ્પા આવ્યા છે તો તેમને બધું બતાવી લો પછી નહી જવાય.

કેનેડા ની તુલના ભારત સાથે તો નહી જ કરી શકાય. ભલે વસ્તી ઓછી છે ,ઠંડી પુષ્કળ છે.

વરસના બે એક માસ જ સારું વાતાવરણ હોય બાકી તો ઘરની બહlર નીકળવાનું પણ મુશ્કેલ.

પણ ઘણા ભારતીયો અને ખાસ કરીને શીખોની મોટી વસ્તી અહી સ્થlયી થઈ ગઈ છે.

આપણl ગુજરાતીઓની પણ મોટી સંખ્યા છે.


છોકરાઓના મિત્રો પણ ઘણા છે અને પાછા એક બીજાને મદદરૂપ થાય તેવા.

આપણે ત્યાં તો હવે મદદરૂપ થનારાઓની સંખ્યા ઓછી થઇ રહી છે.

પણ વિદેશોમાં તો વધુ આત્મીયતા અને મદદ એક બીજાને આપણl લોકો કરે છે.

સ્મિતાબેન અને મનોજભાઈએ રસપૂર્વક દીકરા અને વહુએ જ્યાં જ્યાં ફેરવ્યા ત્યાં ગયા અને મોડર્ન દેશ જોયો ને જાણ્યો... સમજવાનો પ્રયાસ કર્યો.

શરૂઆતના દિવસો તો મોજ્ કરી અને આનંદ માણ્યો…

સનીનો જન્મ થયો તેના ચાર દિવસ તો સ્મિતાબેન ના ભારે દોડા દોડી માં ગયા. હોસ્પિટલ ને ઘર ને બનાવવાનું બધું એકલે હાથે...નીરવને પણ દોડાદોડી હતી.

મિત્રો એ થોડી મદદ કરી પણ આખરે આવા પ્રસંગો ઘરના લોકોએ જ પાર પાડવા રહ્યા .


સની સાથે ઘરે પlછા ફર્યા બાદ સંગીતા એ ફરમાવી દીધું સવા મહિનો તે કોઈ કામ નહી કરી શકે.

હવે સ્મિતાબેનની દશl નોક્રરાણીથી પણ ખરlબ થઇ ગઈ. વિદેશ માં આજકાલ કોઈ ભાર્ર્તીયો એક્ ટાઇમ પણ ઇન્ડિયન ડીશો બનાવતા નથી .

બે ત્રણ દિવસનું સાથે ખાવાનું ફ્રીજ માં પડ્યું હોય માઇક્રોવેવમાં ગરમ કરીને લઇ લેવાનું..

પણ અહી તો ઇન્ડીયાથી આવેલા સ્મિતાબેનને વહુ ની સેવl ચાકરી કરવા ત્રણ ત્રણ ટાઇમ ગરમ રસોઈ અને વેરાયટીઓ એકલા હાથે બનાવવી પડતી હતી.


ખોરાક પણ બધાનો ભારે. એમાં પણ સંગીતનો ભાઈ ઇન્ડીયાથી આવ્યો તેનાથી તો સ્મિતાબેન ખરેખર ત્રાસી ગયા .

કામમાં કોઈ મદદ નહી અને ૧૦/૧૫ રોટલીઓ ઝાપટી જlય….

આખર સ્મિતા માંદી પડી .છોકરાને -નીરવને ડોક્ટર પાસે લઇ જવાનું કહ્યું તો કહે મને ટાઇમ નથી અને પેસા પણ નથી.

તુ ટેબ્લેટ ખાઈ લે.

આ સ્થિતિમાં બધાના મન પણ ઉચા થયા. બોલાચાલી પણ થયા કરતી હતી..

વહુ દીકરા અને પોત્ર સહિત બધાના કપડા ધોવા વોશીન્ગ મશીનમાં ને સુકવવા ,સંકેલવાની જવાબદારી મનોજભાઈની હતી…

બને પતિ પત્ની વિદેશની ધરતી પર દીકરl વહુની સેવા કરતા કરતા એટલા ત્રાસી જતા હતા કે અવારનવાર એકલા પડતા જ રડ્યા કરતા હતા .

અહીંથી કઈ રીતે છૂટવું તે જ સમજ પડતી નહતી…

બાજુના એક ઇન્ડીયન વકીલ સાથે વોક લેવા જતા થોડી ઓળખાણ થઈ હતી.

તેમને એક દિવસ પૂછ્યું કે વહલી તકે દેશ પરત જવું છે તો કહે તમને કોઈ પરેશાની હોય તો પોલીસ ફરિયાદ કરવી પડે.

પારકા દેશમાં અlમાં ક્યાં પડવું એમ માની મનોજ્ભાઈ એ ગમ ખાધી. જણ હવે તો દિવસો ગણતાં હતા..

હજુ તો માંડ બે માસ થયા હતા અને બીજા ચાર મહીના આ દેશમાં આ રીતે કાઢવાના હતા .

..એ વિચાર જ બનેને માટે ત્રાસદાયક હતો..

ક્રમશ;