તૂટેલા હ્ર્દય નું કેનવાસ - 2 Denis Christian દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

તૂટેલા હ્ર્દય નું કેનવાસ - 2

સાગર એક ચિત્રકાર છે, તાન્યા એક મોડેલ છે બંને ને એક બીજા જોડે પ્રેમ છે, શું આ બંને જણા એક બીજા ને પોતાની દિલ ની વાત કહી શકશે?? અને કહેશે તો કેવી રીતે કહેશે...? તાન્યા એ પહેલ કરી અને સાગર ના ગાલ ને ચૂમી લીધા છે, પણ સાગર નો જવાબ તો એવો હતો કે તાન્યા ને ખોટું લાગ્યું છે. હવે શું થશે એ જાણવા વાંચો આગળ....

પણ એ પેહલા એક ખાસ વાત: a special thank you મારી મિત્ર , જહાનવી મોદી ને કે જેના pics મેં આ વાર્તા ના કવર પેજ તરીકે લીધા છે. Thank you, jhanvi. જહાનવી એક થિયેટર આર્ટિસ્ટ છે અને તમે જહાનવી ને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરી શકો છો, તેની ઇન્સ્ટાગ્રામ લિંક આ છે: https://instagram.com/jahnvimodiofficial?utm_source=ig_profile_share&igshid=pmlqsygrpagv

_______________________

"આઓ હુઝુર તુમકો, સિતારો મેં લે ચલું,
દિલ ઝુમ જાયે ઐસી, બહારો મેં લે ચલું..
આઓ હુઝુર તુમકો, સિતારો મેં લે ચલું,
દિલ ઝુમ જાયે ઐસી, બહારો મેં લે ચલું..
આઓ હુઝુર... આઓ..."
સાગરે રેડિયો બંધ કરી દીધો.

"શુ મેં કાઈ ખોટુ કર્યું??? પણ મેં શુ કર્યું ??? હું તો ખાલી ચૂપ ચાપ ઉભો હતો... શુ મારૂ ચૂપ રહેવું જ એને નડી ગયું?, શુ મારી ચુપકીદી જ બધુ બગાડવાનું કારણ છે? તો મારે શું કરવાનું હતું? શુ મારે એને કાંઈ કહેવાનું હતું? કે પછી મારે પણ એના ગાલ પર ચુંબન કરવાનું હતું? ના, મારે એના થી આગળ વધવાનું હતું.. મારે તો એના હોઠ પર જ... પણ પછી એને ખોટું લાગત તો..? એને ખોટું કેમ લાગે, શરૂઆત તો એણે કરી હતી ને? પણ એ છોકરી છે એની respect પણ મારે કરવી પડે ને.. એવી રીતે તો એ માણસ પણ છે એને પણ પ્રેમ જોઈએ જ. આ બધું મારી જ ભૂલ છે, મને જ નથી આવડતું. હું જ ડફોળ છું."

આવા કેટલાય વિચાર કરતો સાગર બીજી સવારે પલંગ પર આળોટી રહ્યો હતો, રાતે તો ઊંઘ આવી ન આવી સરખું જ હતી, જે થોડી ઊંઘ આવી એમાં ઊંઘ માં પણ તાન્યા ના જ સપના આવ્યા. અને જ્યારે આંખો ખુલી હતી ત્યારે...ત્યારે તાન્યા એ એને જે ચુંબન કર્યું હતું એ પળ જ rewinde mode માં દિમાગ ના screen પર ચાલ્યા કરતી હતી, હજુ આંગળીઓ ગાલ પર તાન્યા નો સ્પર્શ શોધવા જતી રહેતી હતી. મોઢું તો સાગર એ ક્યારનું પાણી થી ધોઈ નાખ્યું હતું, લિપસ્ટિક ના નિશાન ભૂંસાઈ ગયા હતા. પણ જેટલી વાર સાગર પોતાનો ગાલ એ આયના માં જોતો હતો તેટલી વાર એને એના ચહેરા પર તાન્યા ની યાદો ના નિશાન કાયમી રીતે સ્થાયી થઈ ગયેલા દેખાતા, લિપસ્ટિક તો નોહતી જ રહી પણ સંવેદના હજુ પણ ભૂકંપના aftershock ની જેમ એને મહેસુસ થતી હતી. વારે વારે એને આયના માં એ ગાલ જોવાનું મન થતું. જેમ એક વાર સેલ્ફી પાડવા થી કોઈ છોકરીનું મન ના ભરાય એમ સાગર નું મન પણ તાન્યા ની લિપસ્ટિક નો ફોટોગ્રાફ ફરી ને એક વાર પોતાના ગાલ પર લેવા માટે વલખી રહ્યું હતું.

સાગરે વિચારી લીધું, હવે આર યાતો પાર.. ભૂલ એની હોય કે. ના હોય. તાન્યા ને સારું લાગે કે ના લાગે હવે તાન્યા જોડે વાત કરવી જરૂરી હતી. ગાલ અને હોઠની મુલાકાત આવશ્યક હતી.

સાગરે ફોન ઉઠાયો, તાન્યા નું નામ ટાઈપ કરી એનો કોન્ટેક્ટ ખોલ્યો, અંગૂઠો કોલ ના લીલા બટન સુધી પોહોંચ્યો પણ ત્યાં જ અટકી ગયો. ફરી એક વિચાર આવ્યો, "શું કરે છે સાગર? કોલ કરી ને પરિસ્થિતિ વધુ બગાડવી જરૂરી છે? તાન્યા ને આ બધું cheap નહીં લાગે?" સાગરે ફોન લોક કરી ને ખીસામાં મૂક્યો. પણ છેવટે તો ના જ રેહવાયું એટલે તરત એણે ફરી ફોન કાઢી ને તાન્યા ને કોલ લગાવ્યો.

એક રિંગ વાગી, સાગર ની હૃદય ની ધડકનો બેસી ગઈ.
બીજી રિંગ વાગી, સાગર ને પરસેવો વળવા લાગ્યો.
ત્રીજી રિંગ વાગી, સાગર ને બાજુ ની ખુડશી માં બેસી જવું પડ્યું; એના થી ઉભા રહેવાય એમ નોહતું.

"હેલો." તાન્યા એ ફોન ઉપાડયો.
સાગર નું હૃદય કુદી ને એના મોહ માં જ આવી ગયું, છત્તા એણે કહ્યું, "હેલો". બેસણાં માં જેવું મૌન પથરાયેલું હોય એવું મૌન એમની વચ્ચે પથરાઈ ગયું.

"અ....." સાગરે શબ્દો શોધવાનું ચાલુ કર્યું, કહેવું શુ તાન્યા ને?

"તાન્યા, મારે... મારે તારું એક કામ હતું." સાગરે બાફી માર્યું.

"શુ કામ છે સાગર?" તાન્યા એ વીંધી નાખ્યું.

"અ... કામ છે, કાલ નું પેલું પેઇન્ટિંગ હતું ને? એમાં થોડો સુધારો કરવો છે... અને એમ પણ તારે પેમેન્ટ લેવાનું બાકી છે તો... " સાગરે તોડ કાઢ્યો.

"તો...." તાન્યા એ નમતું ના ઝોક્યું.

"તો.. તું આજે આવી જાને." સાગરે ઊંધું માર્યું, "i mean, તું આવી જાય તો.. સારું. Please." સાગરે થિંગડું માર્યું.

ફરી મૌન ની લાશ પથરાઈ ગઈ.

"સારું, હું આવી જઈશ." તાન્યા એ રજામનદી આપી. "પણ તું બધું તૈયાર રાખજે હું... હું વધારે રોકાઈશ નહીં." તાન્યા એ શરત પણ મૂકી દીધી.

"હા, હું તૈયાર રહીશ. I mean, હું બધું તૈયાર રાખીશ." ઉત્સાહ માં સાગરે ફરી બાફ્યુ. "Bye" ની આપલે પછી. કોલ કપાઈ ગયો.

સાગર કામે લાગી ગયો. ફટાફટ નાહી લીધું, ઘર વ્યવસ્થિત કરવાનું ચાલુ કરી દીધું, બેડ ની ચાદર બદલી નાખી, અને બાલ્કની ના ગુલાબો ને પાણી પણ પીવડાવી દીધું. કેનવાસ પર ગઈ કાલ નું ચિત્ર ગોઠવ્યું. રંગો ને ટ્રે માં કાઢી ને મૂકી દીધા. પીંછીઓ ને ધોઈ નાખી. અને એક નજર ગઈ કાલ ના ચિત્ર પર નાખી. ના બધું perfect જ હતું. કશું સુધારો કરાય એમ હતો નહીં. સાગર વિચારી જ રહ્યો હતો કે તાન્યા આવશે તો હું શું સુધારો કરીશ? ક્યાં પીંછી ફેરવીશ? નવું ચિત્ર બનવાનું કહું? પણ એવું કહીશ તો.. એ કહેશે એટલો સમય નથી. એટલે આ ચિત્ર માં જ કંઈક કરવું પડશે. એમ વિચારતા એને એનું દિલ લગાડ્યું ચિત્ર માં કે એ ખામી શોધે પોતાની જ કલા માં.

ત્યાં જ વાવાઝોડા ની જેમ લાલ સાડી માં લીપટાયેલી તાન્યા આવી, ના એણે સાગર સામે જોયું, ના એને hello ની ઔપચારિકતા કરતા વધારે કોઈ શબ્દ કીધો. આવી ને એ પછી બાલ્કની માં ખુડશી પર ગોઠવાઈ ગઈ. આજે નક્કી કરી લીધું હતું એણે, કશું પણ થાય આ સાગર સામે ઝુકવું નથી જ.

સાગર તાન્યા ના રૂપ થી ઘવાઈ ગયો હતો અને તાન્યા નું આ વર્તન એને છંછેડી રહ્યું હતું. છોકરાઓ નું આવું જ હોય, મળે તો જેટલી ખુશી ના થાય એટલી મોટી તો એમને ગુમાવાની બીક હોય. છોકરી ઝૂકે તો ધ્યાન ના પડે પણ મોઢું ફેરવી લે તો એ છોકરી જાણે એમની જિંદગી નો સૌથી મોટી challenge બની જાય. સાગરે પણ ચેલેન્જ સ્વીકારી લીધી. એક બીજા ને પોતાના પ્રેમ માં પાડવાની આ કબબડી ની રમત આંખો થી રમાવાની ચાલુ થઈ ગઈ. તાન્યા પોતાનું યૌવન લાલ સાડી માં તરબતર કરી સાગર ને હમફાવી રહી હતી. સાગર કેનવાસ પાછળ રહી ને પ્રેમ ના રંગ માં ડૂબેલી આંખો થી તાન્યા ને જોઈ કોરી અને રંગહીન પીંછી થી પોતાના કેનવાસ પર તાન્યા ના શરીર ના વળાંકો ને ફરી ને ફરી વળાંકો આપી રહ્યો હતો.

થોડો સમય સાગર તાન્યા નું રંગપાન કરતો રહ્યો, પછી એણે રંગ કરવાનો અભિનય છોડી ને કહ્યું, "done."

તાન્યા જીતેલા યોદ્ધા ની જેમ ઉભી થઇ. સાગર ના અવાજ માં ની ભીનાશ, તેની આંખો ની ગુલામી, તેના શ્વાસ ની ધીમી ગતી અને તેના ગાલ ની તરસ... તેની હારી ગયેલી બાજી ના પુરાવા હતાં.

તાન્યા એ આવી ને ચિત્ર જોયું. એને કાલ ના અને આજના ચિત્ર માં કાંઈ જ ફરક લાગ્યો નહીં. એણે એક નજર પીંછીઓ અને રંગોની ટ્રે પર નાખી. બધું કોરુ હતું.. સુવ્યવસ્થિત હતું. આટલા વર્ષો ના અનુભવ પછી તાન્યા સમજી ગઈ હતી કે રંગો અને પીંછીઓ નો ઉપયોગ થયો જ નથી.. ચિત્ર કેનવાસ પર નહીં બીજેજ ક્યાંક બનાવાઈ રહ્યું હતું.

"મને ચિત્ર માં કોઈ જ ફરક લાગતો નથી, પીંછીઓ પણ કોરી છે, તે શું સુધારો કર્યો?" તાન્યા એ અદબ વાળી ને સાગર ને પ્રશ્ન પૂછ્યો.

સાગર ની ચોરી પકડાઈ ગઈ હતી. એ હેબતાઈ ગયો હતો. એ તાન્યા ના સૌંદર્ય માં એટલો ખોવાઈ ગયો હતો કે, એનું દિમાગ કામ કરવાનું જ બંધ થઈ ગયું હતું. એમાં એ, એ ભૂલી ગયો હતો કે તાન્યા નું દિમાગ તો ચાલે છે ને? પણ હવે શુ? એણે પકડી જ પાડ્યો છે. એણે એક નજર ચિત્ર તરફ કરી કે કંઈક જૂઠું બતાવી દઉં તાન્યા ને પણ પછી સમજી ગયો કે હવે એ નિરર્થક પ્રયાસ કરવાનો કોઈ લાભ નથી. શરણાગતિ હવે choice નહીં, જરૂરિયાત હતી.

સાગરે કેહવાનું ચાલુ કર્યું, "તાન્યા, હા, મેં કોઈ સુધારો નથી કર્યો... કરવાની જરૂર પણ નથી.. it is perfect ... Just like you... But... કાલ એ તું આવી અને.. પછી... જે કાંઈ પણ ... એ પછી હું માત્ર તને મળવા માંગતો હતો, તારી જોડે વાત કરવા માંગતો હતો. તને જોવા માંગતો હતો..." સાગરે શરુઆત માં બધું સંભાળવાનો પ્રયત્ન કર્યો પણ છેલ્લે સુધી પોહોંચતાં પોહોંચતાં તો શું કહેવું એ શબ્દો જ ના જડે. શુ બોલે છે પોતે એ નું ના એને ભાન હતું ના એને કાબુ હતો. વાક્યો હવા માં રહી જતા હતા, વાતો દિલ માં રહી જતી હતી અને નિસાસા સામે સુધી પોહોંચતાં હતા.

તાન્યા સાગર ના આ હારી ગયેલા રૂપ થી ખબર નહીં કેમ એના માટે વધુ આકર્ષિત થઈ ગઈ. એને સમજાઈ રહ્યું હતું, સાગર હાર્યો હતો પણ પોતાની સામે, સાગર ઘવાયો હતો પણ પોતાના તન ની તલવાર થી, સાગર વીંધાયો હતો પણ પોતાના પ્રેમ ના બાણ થી. આ હરેલો સાગર તાન્યા ને કબુલ હતો કારણકે આ હાર માં તાન્યા ના પ્રેમ નો વિજય હતો. સાગર ની આ તૃષ્ણા નો તાન્યા ઉકેલ હતી.

જગત નો નિયમ છે, છોકરીઓ કદી ના હારે, ત્યાં સુધી જ્યાં સુધી સામે વાળું એમને મહત્વ ના આપે, જે સમયે સામે વાળું વ્યક્તિ છોકરી ને મહત્વ આપી, પોતાની હાર તેની સામે સ્વીકારે, તેની આગળ પોતાનું બધું અને જાત ને મૂકી દે અને એ સમયે છો એ બધું હારી જાય પણ નક્કી છે કે એ એ છોકરી ને જીતી ચુક્યો હોય છે. સરળ ભાષામાં અને એક શબ્દમાં આ વિચાર ને "લગ્ન" કહે છે.

લગ્ન ની તો ખબર નહીં, સાગર હારી ચુક્યો હતો અને તાન્યા પોતાને હારી ચુકી હતી.. કાઝી કે પંડિત જેમ લગ્ન પહેલા સવાલ કરે એવો રોચક સવાલ તાન્યા એ સાગર ને કર્યો, "શુ કરવા બોલાવી છે તો તે મને? શું વાત કરવી છે તારે?"

સાગર ના જીવ માં જીવ આવ્યો. મગજ કામે લાગ્યું, હૃદયે હવે પરિસ્થિતિ નું govender પોતાના હાથ માં લઇ લીધું. પણ વાત શુ કરવી??? બોલવુ શુ??? આ કાંઈ ભારત પાકિસ્તાન ની બેઠક થોડી છે કે હજારો issue મળી જાય વાત કરવા, આ પ્રેમ ની બેઠક છે.. ત્યાં પ્રેમ જ થાય પણ આ મુદ્દો આતંકવાદ જેવો છે... છેડે કોણ???

"મારે એમ કહેવું તું કે કાલે તે જે... ચિત્ર બન્યા પછી તે જે.. કર્યું... એના થી મને ઉંઘ જ નથી આવી, હું ... વિચાર્યા જ કરું છું... I mean, તે જે કર્યું છે એ ... સારું જ કર્યું છે... મારો કહેવાનો મતલબ મને ગમ્યું... એટલે હું એમ કેહવા માંગતો હતો કે... " સાગર ના હોઠ શબ્દો ને વાક્ય બનાવવામાં ગોથાં મારી રહ્યા હતા.

તાન્યા બધું સાંભળી રહી હતી, તૂટેલા શબ્દો ના વાક્યોને સમજવાનો પ્રયત્ન કરી રહી હતી, પણ એના હૃદયે કોયડો ઉકેલી નાખ્યો હતો.. સાગર ના શબ્દો વચ્ચે ની ખાલી જગ્યા માં છુપાયેલો પ્રેમ આવીને તાન્યા ના હૃદય પર થપ્પો કરી ચુક્યો હતો. તાન્યા એ સાગર ના થથરતા હોઠો ને જોઈ રહી હતી. ભિક્ષા માંગી રહી હતી એ હોઠો જોડે શબ્દો "i love you." ની. આ પ્રતીક્ષા એને હેરાન કરી રહી હતી. પણ ક્યાંય આ શબ્દો નું નામો નિશાન નોહતું. તાન્યા સમજી ગઈ કે સાગર પોતાના પ્રેમ થી એટલો તે અજાણ હતો કે એ એને વ્યાખ્યા કે નામ પણ નોહતો આપી શકતો. સાગર ની છોકરીઓ માટે ની અદબ હવે તેની બીક બની ગઈ હતી. તાન્યા ને હવે સાગર ની આ બીક હવે તોડવી હતી. બીક ને તોડવા નો એક જ ઉપાય તાન્યા ને દેખાતો હતો. સાગર ને જરૂર હતી એક જોરદાર ઝટકા ની.

સાગર હજુ પણ કાઈ પણ બોલી રહ્યો હતો.
તાન્યા એ એની આંખોમાં આંખ નાખી, ને પૂછી લીધું,

"શુ મારે જ તને બધું શિખાડવું પડશે???"

સાગર આ સવાલ ને સમજી જ ન શક્યો. એટલે પૂછી બેઠો, "એટલે??"

તાન્યા એ સાગર ને શર્ટ ને પકડી ને હળવો ધક્કો માર્યો, સાગર પાછળ ની દીવાલ પર અથડાયો. કાંઈ સમજે એ પેહલા તાન્યા એક કદમ આગળ આવી, પોતાના પગ ની આંગળી ઓ પર ઉભી થઈ. એક હાથે સાગર નું શર્ટ નું કોલર પકડીને એને થોડો નીચે કર્યો, બીજો હાથ તેના ગાલ પર મુક્યો. અને પોતાના હોઠો ને સાગર ના હોઠ જોડે મલાવી દીધા.

સાગર આ આંચકા થી સુન થઈ ગયો હતો. તાન્યા, એના હોઠો પર પોતના હોઠો થી પોતાના વિજય ની ધ્વજા ફેલાવી રહી હતી. તાન્યા ના અધરોના ઘોડા પુરને રોકવું સાગર ના કામની વાત નોહતી. એની પાસે એક જ વિકલ્પ હતો આ પ્રેમ ની સરિતા ના ઘોડાપુર ને પોતાની અંદર સમાવી લેવું. એણે પણ પોતાના હોઠો ને કામે લગાવયા અને પોતાના દિલ માં તાન્યા ના પ્રેમ ને જગ્યા કરી આપી. હવે સાગર ના હોઠ પણ પ્રેમ ની વાણી બોલી રહ્યા હતા. પ્રેમ ની આ અદલાબદલી નું નૃત્ય હોઠો ના રંગમંચ પર અધભૂત રીતે ભજવાઈ રહ્યું હતું. સેકેંડો નો સમય જાણે મહાભારત ના દિલચસ્પ યુદ્ધ ની જેમ પૂરો 18 દિવસ નો લાગતો હતો. પ્રેમ નો ચંદ્રમાં બંનેવ પર પૂનમ ની કળા કરી રહયો હતો.

પ્રેમ ના રસ ને છોડવો અઘરો હતો પણ હવે તાન્યા માટે શ્વાસથી ઓક્સીજન લેવો પણ જરૂરી હતો.તાન્યા એ આંખો ખોલી, હોઠો ની પકડ ને ઢીલી કરી, ઈસ્ત્રી વાળા શર્ટ પર પોતાની ચીમલાયેલી એક છાપ મૂકી, પોતાના શરીર ને આ નાશ થી સંભાળવા માત્ર પગની આંગળીઓ ની જગ્યાએ પુરા પગ ના તળિયા નો ટેકો આપ્યો. અને એક કદમ પાછી પોતાની જગ્યાએ જતી રહી. છેવટે છોકરી હતી લક્ષ્મણ રેખા માં રહેવાની એને પણ એક આદત હતી.

સાગર હજુ પણ એ દિવાલ ને પોતાની પીઠ લગાવી ને ઉભો હતો. તાન્યા ના આંચકા થી એટલો તો હલી ગયો હતો કે સાચે એને એક ટેકા ની જરૂર હતી. શ્વાસ લેવાતો હતો પણ ક્યાંક એ શ્વાસ માં પણ તાન્યા ની એક સુગંધ ભળી ચુકી હતી. એણે એક નજર તાન્યા તરફ નાખી, આજે એને તાન્યા એની પોતાની લાગી. તાન્યા ની લિપસ્ટિક નો લાલ રંગ સાગર ના હોઠે લાગ્યો હતો પણ સાગર ને એવું લાગતું કે તેણે તાન્યા પર પોતાની મોહર મારી હતી. શુ સાચે તાન્યા એ એને kiss કરી હતી? સાગર માટે આ વસ્તુ એટલી મોટી હતી કે જાણે એના ચિત્ર ની કદર ખુદ ઈશ્વરે કરી હોય.

સાગર ને હજુ વિશ્વાસ નોહતો બેસતો શુ બોલવું? શુ કરવું? હવે આગળ શું? છોકરાઓ ની આ problem હોય છે, કદી એટલી feelings તો feel જ ના કરી હોય એમાં કોઈ આમ ફીલિંગ્સ નો over dose આપી જાય. શુ કરવું એ ખબર જ ના પડે એટલે ભૂલ કરી બેસે. એવી જ એક ભૂલ સાગરે કરી. એણે ના વિચારે કહી દીધું, "તાન્યા તે આ શું કર્યું?"

તાન્યા, તાન્યા તો પોતાના વિશ્વ માં સાતમા આસમાને હતી એને તો એવુ લાગતું હતું કે એણે આ બે ઇંચ ના હોઠ થી આખી દુનિયા ને પોતાની કરી લીધી છે. તેના પ્રેમ નું ટાઇટેનિક બંદર છોડી ને સાગર ના પ્રેમ ના સાગરમાં યાત્રા કરવા પુરે પુરી ગતી માં આગળ વધી રહ્યું હતું, પણ સાગર ના આ શબ્દો તો પેલા બરફના ટુકડા જેવા નીકળ્યાં ઉપર થી નાના અને વિચારો તો નીચે વિકરાળ. તાન્યા નું પ્રેમ નું ટાઈટેનિક એ શબ્દો ના બરફ માં જઇ ફસાયું. શુ સાગર ને મારો સ્પર્શ ના ગમ્યો? શુ મેં ફરી ....??

તેણે પૂછી લીધું, "કેમ તને ના ગમ્યું??"

સાગરે એ આવો સવાલ ધર્યો જ નોહતો. એને ખબર જ નોહતી કે એના સવાલ નો આવો અર્થ નીકળશે અને જવાબ માં આવો સવાલ આવશે. એને ખબર જ નોહતી શુ કહેવું, સાંભળવા જતા એણે આખું ટાઈટેનિક ડૂબાડયું, " ના, એટલે thank you.... પણ..."

Thank you??? Thank you?? Kiss ના બદલા માં લોકો i love you કહે, ફરી kiss કરે, બાહો માં લે... પણ thank you કોણ કહે??? તાન્યા ના મગજ માં ટાઇટેનિક સમુદ્ર ની તળેટીએ જઈ ધરાશાયી થઈ ગયું.

"રાખ તારું thank you તારી જોડે, તને કદી નહીં સમજાય. Just go to hell" તાન્યા ની અંદર ની સ્ત્રી બુમ પાડી ઉઠી.

તાન્યા એ પર્સ ઉઠાવ્યું, ગુસ્સા માં રંગની ટ્રે લઈ, સાગર ના શર્ટ પર ઢોલી દીધી... સાગર નો આખો શર્ટ કબરચિત્રા રંગો થી બગડી ગયો, એના અને તાન્યા ના સબંધ ની જેમ. તાન્યા ને એવું લાગ્યુ કે સતત બે દિવસ થી એક ની એક ભૂલ ફરી ને ફરી કરી રહી છે. હવે તો સાગર ને નહીં જ મળું, જે વ્યક્તિ મને અને મારા પ્રેમ ને ના સમજે એને હું પ્રેમ કેમ કરું?? તાન્યા એ મગજ માં ગાંઠ મારી લીધી. સાગર હજુ પોતાના માં જ ખોવાયેલો હતો. અને તાન્યા ફરી ગુસ્સા અને નિરાશા જોડે જતી રહી.

ક્યાં સુધી આમ ચાલશે? ક્યાં સુધી આ બંને એક બીજા ને સમજી નહીં શકે? હા, હા, મને ખબર છે.. તમે આગળની વાર્તા વાંચી છે અને એ મુજબ ત્રીજે દિવસે તો બંને એક થઈ જાય છે. પણ કેવી રીતે? કોઈ પરિસ્થિતિ ઓ તેમના પ્રેમ ના પક્ષ માં લાગતી નથી. એવું તો શું થશે કે??? ચાલો ફટાફટ કોમેન્ટ માં જાવ અને કહો કે તમને શુ લાગે છે કે કેમનું એ શક્ય બને. તમે પણ suggestion આપો. અને આવતા ભાગ ની રાહ જુઓ....

*************
દરેક વ્યક્તિ ની જિંદગી માં કાંઈક તો એવું થયું જ હોય જે એની જિંદગી ની વાર્તા ને બીજા ની વાર્તા કરતાં કંઈક હટકે બનાવે. હું એવી વાર્તાઓ શોધતો હોઉં છું. તો જો તમને મારું લખાણ ગમ્યું છે અને તમે જો ઈચ્છા રાખો છો કે તમારી જિંદગી ની વાર્તા હું મારા લેખન દ્વારા દુનિયા આગળ મુકું તો please ખુલ્લા મને તમે મને 8460894224 પર call કે whatsapp થી contact કરી શકો છો.કારણકે દરેક જિંદગી એક વાર્તા છે અને દરેક વાર્તા ને દુનિયા આગળ પ્રગટ થવાનો હક છે.

Thank you, પુરી વાર્તા વાંચવા માટે અને હવે મને ખબર છે તમે તરત બીજી વાર્તા પર jump કરવા તૈયાર છો. પણ એ પેહલા, જો આ વાર્તા એ તમને touch કર્યા હોય, entertain કર્યા હોય કે bore કર્યા હોય તો please તમારી life ની ૨ સેકન્ડ આપજો, તમારા પ્રતિભાવ અને રેટિંગ આપીને. જેથી હું તમારી અને ગુજરાતી સાહિત્ય ની વધુ સારી સેવા કરી શકું. આભાર.