*અરજી* વાર્તા... ભાગ:-૧
૯-૧૨-૨૦૧૯
આખા કુંટુંબમાં થી મહેનત અને આપમેળે આગળ આવેલો માનવ. માનવ ના ઘરમાં વેકેશનની તૈયારીઓ તડામાર ચાલી રહી હતી. ‘ચાર દિવસ પછી તો આપણે પ્લેનમા બેઠા હોઇશું. અને ખૂબ મજા કરીશુ...!’ માનવના મમ્મી તો દીવા સ્વપ્નમાં ખોવાઈ ગયા હતા. કળિયુગમાં શ્રવણ જેવો દિકરો મળ્યો હતો અને છેલ્લા ત્રણ વર્ષથી માનવ મા- બાપને ચાર ધામની જાત્રા કરવાની તૈયારીમાં લાગી ગયો હતો જે હવે પુરુ કરવા જઈ રહ્યો હતો. માનવે જ્યાં પ્લેનમાં જવાય ત્યાં પ્લેનની ટિકિટ અને બાકી લકઝરી કે ગાડીની વ્યવસ્થા કરી દીધી હતી બધુ ઓનલાઈન બૂકિંગ કરાવી દીધું હતું. ફ્લાઇટમા જાણે સૌ બેસી ગયા હોય છે તેવુ આભાસી ચિત્ર માનવના મમ્મી લતા બેન જોઈ રહ્યાં હતાં. લતા બેન અને પંકજ ભાઈ ખુબ જ ખુશ હતા કે આપણા આખા કુંટુંબમાં થી કોઈએ ચાર ધામની જાત્રા કરી નથી અને એ પણ પ્લેનમાં. આપણાં તો ભાગ્ય ખુલી ગયા. દિકરો તો શ્રવણ છે જ પણ દિકરાની વહુ શિલા સાચેજ બહુ સુશીલ અને ડાહી મળી છે જે આ પરિવાર ને અને આપણા ને સંભાળી રહી છે. લતા બેન તો આમ ચાર ધામની યાત્રાની તાડમાર તૈયારીમાં લાગી ગયા.
સાંજે ઓફિસથી માનવ ઘરે આવ્યો એ થોડો ઉદાસ દેખાતો હતો પણ ઘરમાં ખુશી રહે એ માટે એ વાતોમાં જોડાઈ ગયો અને જો મમ્મી... હું નદીમાં ખૂબ ન્હાવાનો છું... તું મને રોકતી નહી માનવે લતા બેન ને કહ્યું. ત્યાં જ શિલા માનવ માટે પાણી લઈને આવી અને માનવને પુછ્યું કે કેમ ઉદાસ છો કંઈ બન્યું છે??? માનવે વાત ટાળવા કોશિષ કરી પણ માનવ ને જુઠુ બોલતા આવડતું નહીં એટલે એ બોલી શક્યો નહીં. લતા બેને પુછ્યું શું થયું છે બેટા??? અને આ ચાર ધામ યાત્રા એ જવાનો ખર્ચ કેટલો થશે??? માનવ કહે તુ એ વાત છોડી દે મા તમારાથી વધુ આ દુનિયામાં કશું જ નથી રૂપિયા તો હું તમારા આશિર્વાદથી ફરી કમાઈ લઈશ. તો શું વાત છે દિકરા કે તું ઉદાસ છે??? માનવ કહે મારા શેઠને મેં રજાની વાત કરી પણ એમણે પચીસ દિવસની આટલી બધી રજા ના મંજૂર કરી. લતા બેન કહે તો હવે શું થશે તે તો બધે રૂપિયા ભરી દીધા છે??? માનવ કહે મા તું ચિંતા ના કર કાલે હું ફરી વાત કરીશ શેઠને જો ના પાડશે તો હું નોકરી છોડી દઈશ. મા - બાપ ની ઈચ્છા પુરી કરવા માનવ આવી સરસ મજાની નોકરી છોડવા તૈયાર થઈ ગયો હતો કે નાની મોટી નોકરી તો ક્યાંક મળી જશે પણ મા - બાપ ને હું જાત્રા ના કરાવી શકુ તો આ જીવતર સા કામનું??? આમ નિર્ણય કરી માનવ સૂવા માટે ચાલ્યો ગયો. માનવ પોતાના રૂમમાં ગયો એટલે દોડતી પરી આવી અને કહેવા લાગી લાવો પપ્પા હું તમારુ માંથુ દબાવી દવ તમે થાકી ગયા હશો ને એમ કહી માનવના માથે હાથ ફેરવવા લાગી. અને બોલી પપ્પા તમે ચિંતા ના કરશો હું મારી પિંગી બેન્ક આપને આપી દઈશ પણ આપણે બા દાદા ને યાત્રા કરાવીશું તમે નોકરી છોડી દેશો ને પછી તમને નવી નોકરી મળે ત્યાં સુધી હું તમારી પાસે કંઈ નહીં માગુ ના ચોકલેટ ના રમકડા આમ કહી પરી માનવના માથે હાથ ફેરવી રહી. માનવને પરી ની વાતથી પોતાના નિર્ણય માટે મકકમતા મળી અને પરીને શાંતિ થી સૂઈ જવા કહ્યું...
વધુ આગળ વાંચો આવતાં અંક માં..... આપનો કિંમતી પ્રતિભાવ આવકાર્ય છે...
ભાવના ભટ્ટ અમદાવાદ.........