Icchhashakti thi safalta - 1 books and stories free download online pdf in Gujarati

ઈચ્છાશક્તિથી સફળતા - 1

૧૯૯૦મા યુરોપના હંગેરી નામના દેશનો એક યુવાન વિશ્વનો સૌથી શ્રેષ્ઠ પીસ્તોલ શુટર બનવાની ખુબજ ઈચ્છા ધરાવતો હતો. તેના માટે તે દિવસ રાત મહેનત પણ કરતો હતો. પોતાની આવી દ્રઢ ઈચ્છાશક્તી અને સખત મહેનતને કારણે તે દેશના ટોપ ટેન શૂટર્સમા સ્થાન મેળવી અનેક મોટા ખીતાબો પોતાને નામ કરી શક્યો હતો. હવે તેનુ સ્વપ્ન હતુ ૧૯૪૦ના ટોકિયો ઓલંપીક્સમા ગોલ્ડ મેડલ જીતવાનુ. પણ નશીબને કદાચ તે મંજુર ન હતુ. તેઓ જ્યારે આર્મી ટ્રેઇનિંગ લઈ રહ્યા હતા ત્યારે અકસ્માતે એક હેન્ડ ગ્રેનેડ તેમના હાથમાજ ફુટી ગયો અને તેમણે એ હાથ ગુમાવી દીધો કે જે હાથે તેઓ શૂટિંગ કરતા હતા. આ રીતે તેમનુ ઓલંપીકમા ગોલ્ડ મેડલ મેળવવાનુ સપનુ તુટી ગયુ અને હોસ્પીટલમા દાખલ થવુ પડ્યુ.
જો કોઈ સામાન્ય વ્યક્તી સાથે આ ઘટના બની હોત તો એતો નિરાશજ થઈ જાત અને હિંમત હારી જાત કે પોતાના નશીબને કોસવા લાગેત પણ અહિતો આ યુવાન કંઈક અલગજ માટીનો બનેલો હતો. તેણેતો બીજાઓની જેમ નિરાશ થઈ હાર માની લેવાને બદલે એવો દ્રઢ્ નિર્ધાર કર્યો કે હું કોઈ પણ ભોગે ઓલંપીક્સમા ગોલ્ડ મેડલ જીતીનેજ રહિશ. પોતાની આવી પ્રબળ ઈચ્છાને સાકાર કરવા માટે તેણે પોતાના બીજા હાથમા પીસ્તોલ પકડી લીધી અને તે હાથને કઠીનમા કઠીન તાલીમ આપવા લાગ્યો.
બે વર્ષ પછી તેણે નેશનલ ચેમ્પિયનશીપમાં ભાગ લીધો. પણ ત્યાં ઉભેલા પ્રેક્ષકોને એમ લાગ્યુ કે આ વ્યક્તીતો બીજા બધા ભાગ લેનાર વ્યક્તીને પ્રોત્સાહન આપવા માટેજ આવ્યો લાગે છે, પણ જલ્દીજ તેઓ એ જોઈને દંગ રહી ગયા કે આ એક હાથ ધરાવતો વ્યક્તી સ્પર્ધકોને પ્રોત્સાહન આપવા માટે નહી પણ ખુદ સ્પર્ધામા ભાગ લેવા અને તેમા જીતવા માટે આવ્યો હતો.
હવે સ્પર્ધા ચાલુ થઈ. પોતાના એકના એક હાથ દ્વારા પેલા વ્યક્તીએ એવાતે નિશાનાઓ લગાવ્યા કે જોનાર લોકો રીતસરના દંગ રહી ગયા અને આખરે તેણે તે ચેમ્પિયનશીપ જીતી બતાવી. હવે તેને પોતાના પર સંપુર્ણ વિશ્વાસ બેસી ગયો હતો કે તે ઓલંપીક્સમા પોતાના દેશ માટે ગોલ્ડ મેડલ જીતી શકે તેમ છે. પણ દુર્ભાગ્યએ તેનો પીછો ક્યાં છોડ્યો હતો. ૧૯૪૦ અને ૧૯૯૪ મા વિશ્વયુદ્ધ ફાટી નિકળ્યુ અને તેમા ઓલંપીક રમતજ કેન્સલ થઈ ગઈ. હવે તેને છેક ૧૯૪૮મા લંડન ઓલંપીક્સમા ભાગ લેવાની તક મળી શકે તેમ હતી. આટલા લાંબા સમય ગાળામા અનેક નવા પ્રતિભાવાન યુવાન ખેલાડીઓ વિકસી ચુક્યા હતા જેમની સાથે આ એક હાથ વાળા વ્યક્તીએ મુકાબલો કરવાનો હતો. પણ આ વ્યક્તીની ઈચ્છાશક્તી એટલી પ્રબળ હતી કે આવા બધા કારણોનો વિચાર કરી દુખી થવાને બદલે તેમણે પોતાની બધીજ શક્તી દિવસ રાત પ્રેક્ટીસ કરવામા લગાવી દીધી અને પોતાના સમયની રાહ જોવા લાગ્યા.
છેવટે એ દિવસ આવીજ ગયો કે જેનો તેઓ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. આ દિવસ હતો લંડન ઓલંપીક્સનો. અહી તેઓ અનેક નવા ખેલાડીઓ સાથે ટક્કર લેવા ઉતર્યા અને ધડાધડ એવા તે નિશાનાઓ લગાવ્યા કે ગોલ્ડ મેડલ તેમને નામ થઈજ ગયો.
દોસ્તો કાયમને માટે ઈતિહાસમા અમર થઈ જનાર આ વ્યક્તીનુ નામ હતુ કૈરોલી ટેકાક્સ. આજે તમે મોટીવેશન, ઈચ્છાશક્તીને લગતા કોઈ પણ ટોપીક પર સર્ચ કરશો તો તેમા કૈરોલી ટૈકાક્સનુ નામ અચુક પણે જોવા મળશે.
આમ આ ઉદાહરણ પરથી સાબીત થાય છે કે જીવનમા સફળ થવા માટે પોતાની ઈચ્છાશક્તી મજબુત કરવી જરૂરી છે કારણકે આ રીતેજ મુશ્કેલીઓ કે નિષ્ફળતાઓ સામે સંઘર્ષ કરી તેને મ્હાત આપી શકાતી હોય છે.
આજે તમે જે કંઇ પણ કાર્ય કરો છો અથવા તો જે કાર્ય પુર્ણ થયુ છે તેમ થવાનુ જો કોઇ કારણ હોય તો તે છે તમારી ઇચ્છાશક્તી. આ ઇચ્છાશક્તીને લીધેજ તમે કોઇ કાર્ય કરવાની શરુઆત કરતા હોવ છો, તેને વળગી રહેતા હોવ છો અને છેવટે તેને પુર્ણ કરી બતાવતા હોવ છો. આવી ઇચ્છાશક્તી જે હદ સુધી મજબુત હોય છે તે હદ સુધી તમે પ્રયત્નો કરી શકતા હોવ છો એટલે કે નબળી ઇચ્છા શક્તીથી નબળા અને પ્રબળ ઇચ્છા શક્તીથી પ્રબળ પ્રયત્નો કરી શકાતા હોય છે. કોઇ કાર્યની શરુઆતમા પ્રબળ ઇચ્છા હોય તો તે કાર્યની શરુઆતતો ખુબ ઉત્સાહથી થઇ જતી હોય છે પણ અધવચ્ચે પહોચતા તે કાર્યની ઇચ્છા મરી પરવળે તો તે કાર્ય અધુરુજ રહી જતુ હોય છે. જો આવા સમયે પણ આપણી ઈચ્છાશક્તી મજબુત રહેતી હોય તો દરેક પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવાની શક્તી, સહન શક્તી, સંઘર્ષ શક્તી કે સેલ્ફ ઇમ્પ્રુવમેન્ટ કરવાની તક પ્રાપ્ત કરી સફળતા મેળવી શકાતી હોય છે.
એક કહેવત છે ને કે where there is a will there is a way, એટલેકે જ્યારે તમે ઇચ્છા કરતા હોવ છો ત્યારે તેને પ્રાપ્ત કરવાના રસ્તાઓ પણ મેળવી શકતા હોવ છો. દરેક કાર્ય કે સમસ્યાઓને ઉકેલવાનો કોઇને કોઇ રસ્તો હોયજ છે જેને આપણે ગોતવો પળતો હોય છે પણ આ રસ્તાને વ્યક્તી ત્યારેજ ગોતી શકતો હોય છે જ્યારે તે તેમ કરવાની ઈચ્છા કરી પ્રયત્નો કરે, પણ આવા પ્રયત્નો ત્યારેજ શક્ય બનતા હોય છે જ્યારે તેમ કરવાની પ્રબળ ઇચ્છા કરવામા આવે. જ્યારે તમે કોઇ કામ કરવાની ઇચ્છા કરતા હોવ છો ત્યારે સૌથી પહેલો પ્રશ્ન એ ઉદ્ભવતો હોય છે કે આ કાર્ય કરવુ કેવી રીતે ! આ પ્રશ્નનનો જવાબ મેળવવા તમે સતત વિચારણા કરશો, શંસોધન કરશો, પુછપરછ કરીને વિવિધ માહિતીઓ મેળવશો અને તે માહિતીને આધારે અંતે સફળતા મેળવવાની રીત, ફોર્મુલા કે સ્ટેપ નક્કી કરી શકતા હોવ છો કે જે તમને સતત માર્ગદર્શન આપી શકે. આમ માત્ર એક ઇચ્છા થવાને લીધેજ આપણા મનમા અનેક પ્રશ્નો ઉભા થતા હોય છે અને તેજ ઇચ્છાને લીધે તેના જવાબો ગોતવાનુ બળ પ્રાપ્ત કરી શકાતુ હોય છે. એક વખત આપણા તમામ પ્રશ્નોના જવાબો મળી જાય અને કોઇ પ્રશ્ન બાકી ન રહે તો પછીતો માત્ર આગળ વધવાનુજ બાકી રહેતુ હોય છે. હવે તમે એક વખત અહી વિચારી જુઓ જોઇએ કે શા માટે આપણને પ્રશ્નો થયા ? શા માટે તેના જવાબો મળ્યા અને શા માટે આગળ વધવાનો માર્ગ મોકળો થયો ? આ બધા પ્રશ્નોના જવાબ મળવાનુ એકજ કારણ હશે “ પ્રબળ ઇચ્છા “ ખરૂને !! આમ માત્ર એક ઇચ્છાના અભાવથી સંપુર્ણ સક્ષમ વ્યક્તી નિષ્ફળ બની શકતા હોય છે જ્યારે મજબુત ઇરાદો ધરાવતી અપંગ વ્યક્તી પણ અનેક પ્રશ્નોના સમાધાન લાવી ખુબ મોટી સફળતા મેળવી સમાજને બહુ મોટુ ઉદાહરણ પુરુ પાળી શકતા હોય છે.
વ્યક્તીને પ્રોત્સાહન આપતા પરીબળો જોઇએ તો તેમા જરૂરીયાત, વાતાવરણ, ઇર્ષા, અપમાન અને ઇચ્છા જેવા અનેક પરીબળોનો સમાવેશ કરી શકાય. આ દરેક પરીબળોમા સૌથી શ્રેષ્ઠ પરીબળ જો કોઇ હોય તો તે છે ઇચ્છાશક્તી. વ્યક્તીની ઇચ્છા એ ગ્રેટ ડ્રાઇવવિંગ ફોર્સ છે કે જે વ્યક્તીને સતત પ્રયત્નશીલ રાખી સાહસીક બનાવી રસ્તામા આવતા અવરોધોને પાર કરવામા, નવા નવા રસ્તાઓ ગોતવા સક્ષમ બનાવતો હોય છે અને જો નિષ્ફળતા મળે તો નિરાશાઓથી પણ બચાવતો હોય છે.
આ વિશ્વમા ત્રણ પ્રકારની ઇચ્છાઓ ધરાવતી વ્યક્તીઓ હોય છે. પહેલા પ્રકારની વ્યક્તી બીલકુલ નહિવત પ્રકારની ઇચ્છા ધરાવતા હોય છે, તેને કોઇ કામ કરવુ ગમતુ હોતુ નથી અને કરે તો તેમા કંઈ ખાસ ધ્યાન આપતા હોતા નથી. તેઓતો માત્ર કામ કરવા ખાતરજ કામ કરતા હોય છે. આવા લોકો જરાક પણ અડચણો, મુશ્કેલીઓ કે તકલીફો આવે તો તરતજ હાર માનીને બેસી જતા હોય છે. આવા સમયે તેઓ એમ વિચારતા હોય છે કે આપણે કંઇ મેળવવુ નથી તો પછી શા માટે તકલીફો સહન કરવી જોઇએ? આવુ વિચારી તેઓ પ્રયત્નો કરવાનુ છોળી દેતા હોય છે.
બીજા પ્રકારના વ્યક્તીઓ નબળી ઇચ્છાશક્તી ધરાવતા હોય છે, આવા લોકો શરુ શરુમાતો ખુબ મહેનત કરતા હોય છે પણ જેમ જેમ સમય પસાર થતો જાય કે તકલીફો આવતી જાય તેમ તેમ તેઓના ઇરાદાઓ નબળા પળવા લાગતા હોય છે જેથી તેઓ પોતાના કાર્યને ખાટી દ્રાક્ષ સમજી પળતુ મુકી દેતા હોય છે.
ત્રીજા પ્રકારની વ્યક્તીની સૌથી વધારે સફળ થવાની શક્યતા હોય છે કારણકે આવી વ્યક્તીઓ શરુ શરુમા જેટલો જોષ–જુસ્સો અનુભવતા હોય છે, તેટલોજ જુસ્સો છેવટ સુધી જાળવી રાખતા હોય છે ઉપરાંત જેમ જેમ મુશ્કેલીઓ–નિષ્ફળતાઓ વધતી જાય તેમ તેમ તેઓ બેવળી ત્રેવળી શક્તીથી પ્રયત્નો કરવા લાગતા હોય છે. આમ પ્રયત્નો–ઇરાદાઓનુ જોર વધતા વ્યક્તી તમામ પ્રકારના દુઃખ નિષ્ફળતાઓ કે નિરાશાઓને ખંખેરી આગળ વધવાનુ ચાલુ રાખતા હોય છે, દરેક દિશાઓમા કામ કરવા લાગતા હોય છે અને તમામ પ્રકારની બાબતોનુ ધ્યાન રાખી ખુબ ઓછા સમયમા કામ કરી બતાવતા હોય છે જેથી સફળતાની તમામ શરતોનુ પાલન થતા તેઓ સફળતા પ્રાપ્ત કરતા હોય છે. મજબુત ઇરાદાઓથી સફળતા મળતી હોય છે તેનુ રહસ્ય માત્ર એટલુજ હોય છે કે આ રીતે વ્યક્તી સતત વિચારશીલ બનતો હોય છે, ક્રીએટીવ બનતો હોય છે જેથી તે તમામ પ્રકારની મુશ્કેલીઓ દુઃખ, નિરાશાઓ–નુક્શાનીઓ સહન કરીને પણ નવા નવા પ્રયત્નો, રીતોને અમલમા મુકી તેનુ સમાધાન લાવી બતાવતા હોય છે, ઉપરાંત તેઓ હાર માનવાથી કે પીછેહઠ કરવાથી પણ બચતા હોય છે. આમ કોઇ પણ કાર્યમા સફળ થવાની પુર્વશરત માત્ર એટલીજ હોય છે કે સતત નક્કી કરેલી દિશામા આગળ વધતા રહેવામા આવે જે માત્ર ઇચ્છાશક્તી કે મજબુત ઇરાદાઓ દ્વારાજ શક્ય બનતુ હોય છે.
ક્રમશઃ

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED