લાગણી ભીનો સંબંધ - 1 Bhavna Bhatt દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

  • ખજાનો - 85

    પોતાના ભાણેજ ઇબતિહાજના ખભે હાથ મૂકી તેને પ્રકૃતિ અને માનવ વચ...

  • ભાગવત રહસ્ય - 118

    ભાગવત રહસ્ય-૧૧૮   શિવજી સમાધિમાંથી જાગ્યા-પૂછે છે-દેવી,આજે બ...

શ્રેણી
શેયર કરો

લાગણી ભીનો સંબંધ - 1

*લાગણી ભીનો સંબંધ* ભાગ :-૧.. .. ૧-૧૨_૨૦૧૯

લાગણીઓ ની આંટી ઘૂંટી ક્યાં કોઈ ને સમજાય છે... ક્યારે કોને મળે છે ને કેવી રીતે જન્મ જન્મ ના સંબંધ રચાય છે... અનિતા ની જિંદગીમાં પણ આવી જ એક ઘટના ઘટી... પૂર્વ જન્મની કોઈ લેણદેણ થી એક ઔલોકિક સંબંધ બંધાયો...કોઈ ના હૃદય ની ભીતર પણ કોઈ અનમોલ સંબંધ એકલો એકલો ધબકતો હોય છે અને એ સમય આવે ત્યારે જ આવી મળતો હોય છે અને પછી રચાય છે એક લાગણીઓ નો ભીનો સંબંધ જે જિંદગી ભર ચાલ્યા જ કરે છે.... અનિતા અમદાવાદ ના અનાથાશ્રમમાં મોટી થયેલી પણ એને અંબાજી માતા માં બહું જ શ્રધ્ધા અને અંબા માં ને જ મા માનતી... કોલેજ જવા નિકળે એટલે એ માધુપુરા ના અંબાજી મંદિર દર્શન કરી ને જ કોલેજ જતી... જો કોઈ દિવસ સવારે ના આવી શકી હોય તો બપોરે દર્શન કરી પછી જ એ આશ્રમમાં જતી આ એનો નિત્યક્રમ હતો....
આમ એક દિવસ એ સવારે મંદિર ના જઈ શકી હોવાથી એ બપોરે મંદિર ગઈ તો નોટિસ બોર્ડ પર માતજી ના સ્થાપન દિવસની ઉજવણી કાલે છે એમ લખ્યું હતું અને અન્નકૂટ નું આયોજન કરવામાં આવ્યું છે તો ભાવિક ભક્તો એ દર્શન નો લાભ લેવા અચૂક પધારવું....
મોટા ભાગની બહેનો મંદિરમાં સેવા આપી રહી હતી... અનિતા દર્શન કરી બાંકડે બેસી વિચારવા લાગી કે મારી પાસે તો રૂપિયા નથી પણ હું શ્રમયજ્ઞ કરીને કંઈક તો સેવાનો લાભ લઈ શકું.... એણે ઉભા થઈ એક બહેન ને કહ્યું કે મને પણ કંઈક કામ આપો જેથી હું શ્રમયજ્ઞ કરીને સેવાનો લાભ લઈ શકું.... પેલા બહેને અન્નકૂટ ભરવા ના વાંસ ના ટોપલાઓ ને સિલ્વર કાગળ લપેટવા બેસાડી અને અનિતા ને બધું પુછવા લાગ્યા..... કે તારુ નામ શું છે??? ક્યાં રહે છે ??? તારી નાત શું છે????
અનિતા એ કહ્યું કે મારું નામ અનિતા છે હું અનાથાશ્રમમાં રહું છું અને કોલેજના પહેલા વર્ષમાં છું.... એટલે નાતની ખબર નથી પણ આશ્રમ ના સંચાલક અને ટ્રસ્ટી બહું સારા છે એટલે ભણાવે છે....
પેલા બહેન કહે મારું નામ અમી બહેન છે.. હું અહીં પાસે જ રહું છું અને અમે બ્રાહ્મણ છીએ.... ચલ બેટા તું સવાર ની નિકળી હોઈશ મારા ઘરે થોડો નાસ્તો કરી લે પછી આપણે આવીને સેવા કરીએ... અનિતા એ બહું જ આનાકાની કરી પણ અમી બહેન પાસે કંઈ ચાલ્યું નહીં એમના મુખ પર એક અનેરી ચમક હતી અને મોહક સ્મિત રમતું હતું અને બોલીમાં મિઠાસ હતી ... અનિતા એમને જોઇને જ મા કહેવા ઉત્સુક બની ગઈ હતી... એમની સાથે એમના ઘરે ગઈ... અમી બહેને એને કહ્યું બેટા જો આ બાજુ બાથરૂમ છે તું ફ્રેશ થઈ આવ હું તારી માટે નાસ્તો કાઢું... સાચે જ અમી બહેન નામ પ્રમાણે જ અમી વાળા હતા... ડાઈનીગ ટેબલ પર દૂધ કોલ્ડડ્રિંક અને નાસ્તો ડીશ ભરી ને મુક્યો અને અનિતા ને એક મા પ્રેમથી ખવડાવે એમ આગ્રહ કરીને નાસ્તો કરાવ્યો અને કહ્યું કે બેટા તારુ કોઈ નથી એમ ના માનીસ અમે બધા છીએ... મારી માધવી જેવી જ તું છો... મારે બે દિકરાઓ છે એક લંડન માં રહે છે અને અમેરિકા માં ભાઈ રહે છે અને નાની દીકરી માધવી અત્યારે નોકરી ગઈ છે એ સાંજે આવશે... માધવીના પપ્પા નાતના પ્રોગ્રામમાં ગયા છે તે સાંજે આવશે...

વધુ આગળ વાંચો આવતાં અંકમાં.. તમારા અભિપ્રાય આવકાર્ય છે.. અને સાથ સહકાર આપતાં રહેશો...

ભાવના ભટ્ટ અમદાવાદ.....