બધી જ પ્રવૃત્તિઓ હંમેશાં સુખદ અનુભુતીની ખોજ માટે જ હોય છે, તમેં પણ માતૃભારતીની સ્ટોરીઓ સુખદ અનુભુતીની ખોજમાં જ વાંચી રહ્યા છો સાચું નેં?
જો તમે રેટિંગ આપશો તો સ્ટોરીમાં રહેલાં સુખદ અનુભુતીનાં નાનામાં નાના ટીપાંને શોધી કાઢવાની જાગૃતિ ટકાવી રાખી શકશો.નહી તો તમારી મનગમતી વાતૉઓ અને લેખકોની રચનાઓ છે પણ જાગૃતિ નાં અભાવે સમય જતાં બોરીંગ લાગવા માંડશે.
પ્રેમ પરીક્ષા ૧ - લાવણીયા ઈન્ડસ્ટ્રીઝ
ઉમેશ પાંડે એક મહા લાંચીયો અને મોસ્ટ લોભી કલેકટર છે.તેનું જીવનમાં ત્રણ જ લક્ષ્ય છે.રૂપિયા, સત્તા-લાગવગ, સંપત્તિ અને આ માટે તેની એક જ સ્ટાઈલ છે દેશની આટીઘુટી વાળી સિસ્ટમનો લાભ લઈને કંપનીઓ-કારખાનાઓ સત્તા નાં જોરે બંધ કરાવવા પછી પાટૅનરશીપનાં નામે પચાવી પાડવા. આ માટે જ તેણે આઈપીએસ પત્ની સાથે લવ મેરેજ કર્યા છે.તેની પત્ની શકિત પાંડે પોતાનાં ઓફિસમાં પ્રવેશે છે.
શકિત પાંડે "પી.આઈ.સરલા પુટ ધીસ નંબર ઓન સર્વિલેન્સ એન્ડ લીન્ક વીથ માંય સેલ ઓન લાઈવ ઓડીયો/ વિડિયો સ્ટ્રીમીગ બેઝીસ"
પી.આઈ."ઓકે મેડમ ગીવ મી ધેટ નં"
********
હમણાં થી ઉમેશે દેશની જાણીતી લાવણ્યા ઈન્ડસ્ટ્રીઝને પોતાનાં કાયદાકીય સાણસામાં લીધી છે. લાવણ્યા ઈન્ડસ્ટ્રીઝ દેશની બહુ જાણીતી એવી સેવા કેન્દ્રિત કંપની જે લગભગ દશ હજાર સ્ત્રીઓને રોજગારી આપીને ઈનડાયરેક્ટલી લગભગ ૧૫-૨૦ હજાર પરીવારોનું ગુજરાન ચલાવતી એકમાત્ર ટેકસટાઈલ ઈન્ડસ્ટ્રીઝ છે.
લાવણ્યા ઈન્ડસ્ટ્રીઝ નાં એમડી સિધ્ધાંત પટેલ અને તેની પત્ની દેવીકાએ બન્નેએ બહું મહેનત અને સેવાભાવથી કંપની ઉભી કરી છે.સિધ્ધાતનાં સેવાભાવની સાથે વાસ્તવિકતા ની નજીકનાં આચારવિચારથીં જ પ્રભાવિત થઈને દેવિકા તેની નજીક આવી અને બન્નેએ પ્રેમ લગ્ન કરી લીધા. હજી પણ તેં જ સેવાભાવથી તેઓ કંપની ચલાવી રહ્યા છે.અત્યારે સિધ્ધાંત ઉમેશનેં ફોન કરીને લાવણ્યા ઈન્ડસ્ટ્રીઝને બચાવવામાં લાગ્યો છે.
ઉમેશ" સિ. એમ. સર કોલડ મી અંબાઉટ હાફ એન અવર એગો,લુક મી આઈ વોન્ટ ક્લીયર ધીસ મેટર ફોરેવર.આઈ ઓલરેડી મેટ યુ ,બટ આઈ વોન્ટ ટુ મીટ યોર કો-ઓનર મિસીસ દેવીકા"
પટેલ"બટ વાઈ આઇ એસ્યોર યુ આઈ વીલ કંમ્પલાઈ ઓલ વિથ ઈન ટુ મંથ"
ઉમેશ"ડોન્ટ વરી ઈટ ઈઝ ઈનફોરમલ મીટીંગ ઈન પબ્લિક પ્લેસ , એન્ડ મંડે આઈ વીલ ક્લિયર યોર હોલ પ્રોબ્લેમસ."
ફોન સ્પીકર પર હતો દેવિકા પણ આ બધી વાત સાંભળી રહી હતી. બધી વાત સાંભળીને તે તરત જ ઉશ્કેરાઈ ગઈ.
દેવિકા "મેં તને કહ્યું હતું ને આ માણસ ને હું પહેલાથી જાણું છું. એ બહુ હરામી અને ખંધો માણસ છે. લુચ્ચો સાલો શહેરનાં વીસ હજાર કુટુંબોની થાળીનાં કોળીયાઓ છીનવી ને જ દમ લેશે.હુ એને મળવા નહીં જાઉં"
સિદ્ધાંત "રિલેક્સ મારી વાલી તે તને એકલતામાં નથી બોલાવતો એ પબ્લિક પ્લેસમાં બોલાવે છે. આપણા માટે નહીં તો લોકો માટે. આમેય લોકોએ જમ્યા પછી છેલ્લા કોળીયાઓ કૂતરાઓ માટે રાખવા જોઈએ. જેથી તેઓ ઘરનાં લોકોને કરડે નહીં. લોકો નું જમવાનું પૂરેપૂરું છીનવાઈ જવું જોઈએ નહીં."
દેવિકા "પરંતુ મારામાં તારાં જેવી ડીસ્કશન કરવાની ચાલાકી નથી."
સિધ્ધાંત"ડીસ્કશ કરવાની ચાલાકી જેવું કઈ હોતું નથી.જે વ્યક્તિ જોડે તમે વાર્તાલાપ કરતા હોવ તેને તમે બહુ ઊંચો(મોટો/દીવ્ય) નાં સમજવો કે તેને બહુ નીચું (નકામો/દાનવ જેવો) નાં સમજવો.જો તમે સમજશો તો તમારી વાત પૂરી રીતે નહીં રાખી શકો છો અને તમે તેને નીચો સમજશો તો તેની વાત પુરેપુરી નહીં સમજી શકો."
દેવિકા"બસ આટલું જ"
સિધ્ધાંત" હાં તેની સાથે વાર્તાલાપ સમયે માત્ર જાગૃતિ રાખવી કે નીરાકરણો બન્ને પક્ષે લાભદાયી રહેવા જોઈએ."
દેવિકા"પરંતુ તને તો ખબર છે ને કે મારો ગુસ્સો કેટલો ઉગ્ર છે.ગુસ્સા નાં સમયે મને બોલવામાં કાંઈ ભાન રહેતું નથી."
સિધ્ધાંત "એ બધાથી કંઈ ફરક નહીં પડે.આમેય તમારે પબ્લિક પ્લેસમાં મળવાનું છે. આથી તું ગુસ્સે થાય તો તેનું જ ખરાબ દેખાશે. યાદ રાખ તારે કોઈ નાં જેવું બનવાનું નથી. તારે તારી રીતે બનવાનું છે આ તારા માટે તક છે તારી મર્યાદાઓથી ઉપર ઉઠીને કામ કરવાની"
દેવિકા "પણ સિધ્ધાંત"
સિધ્ધાંત "પણ બણ કહી નહીંતું એમના વિચાર કે આ 20000 કુટુંબો માટે આપણે કંઈ કરી રહ્યા છીએ.આપણે નહીં હોય તો કોઈ બીજો તેને રોજગાર આપી દેશે. આપણે તો આ દુનિયામાં બહુ થોડા સમય માટે જ છીએ એ સમયગાળા દરમિયાન જ આપણે આપણી પુરેપુરી ક્ષમતાઓથી કામ કરવાનું છે અને મર્યાદાઓથી ઉપર ઉઠવાનું છે. આજ જિંદગીનો ખરેખરો આનંદ છે. મને તારા ઉપર પુરો વિશ્વાસ છે. કોલ નાઉ"
આમ દેવિકા કલેકટર ઉમેશ પાંડે સાથે આવતીકાલે રવિવારે શહેરનાં જોગર્સ પાર્કમાં મળવા તૈયાર થઈ ગઈ.
વાચકમિત્રો, તમારા સજેશન મારા માટે હીરા-મોતી સમાન છે.તમારા સજેશન મને માતૃભારતી એપ પર મેસેજ કરો.