આગળની વાર્તા ભાગ..૨ માં જોયા મુજબ કિશન રીયાના દોસ્તને એના બ્રેક-અપનું કારણ પૂછી એ જાણવા ફોન અને મેસેજ કરતો રહે છે..હવે આગળ
એકવાર પછી કિશન રીયાની બધી મિત્રોને આમ મેસેજ કરતો ફોન પણ કરતો, એમાંથી રીયાની ખાસ દોસ્ત જાગીને પણ મેસેજ કરેલો કે "રીયાએ મારી સાથે આવું કેમ કર્યું ?" તો રીયાની એ ખાસ દોસ્ત જાગી તો એવું કહી દે છે કે "જે કર્યું રીયાએ એ તારા માટે સારૂ જ કર્યું છે.એણે બીજો બોયફ્રેન્ડ બનાવી દીધો છે એની કોલેજમાં, તું પણ એને ભૂલી તારી લાઈફમાં આગળ વધવા પ્રયત્ન કર અને એ કારણ વિશે કંઈજ વિચારીશ નહીં, રીયાતો ખરાબ થઈ ગઈ છે !" આવું સાંભળતા તરત જ કિશન ફોન કાપી નાખે છે કેમ કે કિશનને તો કારણ જાણવું હતું અને કિશન રીયાને હજુ પ્રેમ કરતો તો પછી રીયાનું ખરાબ કેમ કરીને સાંભળી શકે !
એક સમય એવો પણ આવે છે જેમાં કિશનને બીજી કોઇ છોકરી જે નોકરીમાં એની સાથે હતી એ પૂનમ એને ગમાડતી હતી એ છોકરી એને રોજ કંઈક ના કંઈક બહાનું કાઢીને મળતી રહેતી પણ એ કહેતી નહોતી કિશનને કે એ એને ગમાડે છે પણ એની વર્તણુક થી ત્યાંના બધા કિશનને કહેતા કે "કિશન તારૂ આ પૂનમ સાથે કંચોક્કસપણે લાગે છે નહિતો આ પૂનમ વારેઘડીએ તારી જોડે ન આવે" કિશન તરત જવાબ આપી દેતો "અરે ભાઈ મારા મને એવું કંઈજ લફડુ કરવું નથી ગમતું, એ તો મારી સાથે કામ ઝડપી કેમ પાર પડાય એ શીખવા આવે છે અને હું એને જે શીખવું હોય એ બધું બસ શીખવાડતો રહું છું" ત્યારે પૂનમ એ વાત કરતા હોય છે એ સમયે સાંભળી જાય છે તો કિશનના બીજા મિત્રો જતા રહે છે ત્યારે પૂનમ એની જોડે જાય છે અને કહે છે "કિશન હું તને ખૂબ જ ગમાડું છું, તારી જોડે કામ શીખવા આવવું એતો મારૂ બસ બહાનું છે, તુ શું કામ એમ વિચારે કે તારી જોડે હું શીખવા આવું છું ? કિશન પૂનમની વાત સાંભળતા થોડો હેબતાઈ જાય છે અને કહે છે "તો હવેથી શીખવાડીશ નહીં, તુ હવે મારી જોડે પ્લીઝ ના આવતી" આ સાંભળીને પૂનમનની આંખે ઝળઝળિયાં આવી જાય છે છતાં એ કહે છે કે "કિશન આવું કેમ કરે છે, હું તને સાચ્ચે પ્રેમ કરૂ છું પણ તને કહી શકતી નહોતી, ભલે કંઈ વાંધો નહીં પણ એ તો કહીશ ને કે તું મને ગમાડે છે કે નહી ? જો ના ગમાડતો હોય તો એવું કેમ ? અત્યાર સુધીમાં હું જેટલી વાર તારી જોડે આવી તો તુ તરત મને પ્રેમથી શીખવાડતો વાતો કરતો હતો." કિશન તરત કહે છે "ના હું તને નથી ગમાડતો પણ દોસ્ત તરીકે તૂ ખૂબ જ ગમે છે અને પ્રેમથી શીખવાડવુ એ મારી આદત છે અને હા હું એક છોકરીને પ્રેમ કરૂ છું જે હાલમાં મારી સાથે નથી પણ હું હજી એની જ રાહ જોઈ રહ્યો છું હું જાણું છું કે એ એકદિવસે જરુરથી આવશે." આ સાંભળતા જ પૂનમ કહે છે "એવું છે તો હું પણ એને મળવા માગુ છું, તુ મને એને મળાવજે. કિશન પૂનમના મોઢે આ સાંભળતા સુન્ન થઈ જાય છે અને માથુ હકારમાં હલાવતો ત્યાંથી નીકળી જાય છે અને મનમાં બોલવા માંડે છે (રીયા કાશ તું મારી સાથે હોત ! આ પૂનમ પણ તને મળવા માંગે છે એ બહાને તો તું આવી જા, મને કારણ કહી જા, તારી બહુજ યાદ આવે છે...)
પછી એક સમય પર રીયાના મમ્મી-પપ્પા કિશનનાં ઘરે આવે છે અને કિશનના પપ્પાના હાથમાં કાર્ડ આપતા કહે છે કે "ઘરના બધા જ સભ્યો આ દિવસે જરૂરથી આવજો પછી એ નીકળતા હોય છે તો આપણા હીરો કિશન એમને મૂકવા તો જવાના જ ને કેમકે છેવટે એ રીયાના મમ્મી-પપ્પા હતા. એ મૂકવા જાય છે તો જુએ છે કે રીયા બહાર જ નીચું મોં કરી ઊભેલ હતી. રીયા એના મમ્મી-પપ્પા સાથે કિશનને આવેલો જોતા ખોટી સ્માઈલ આપે છે અને પછી એ બધા નીકળી જાય છે. પછી કિશન ઘરમાં આવે છે અને એના પપ્પાના હાથમાંથી કાર્ડ લઇને જુએ છે તો બસ જોતો જ રહી જાય છે કેમકે એ બીજુ કંઈ નહીં પણ એ રીયાના લગ્નની કંકોત્રી હતી એ પણ રીયાના ફોટોગ્રાફ સાથે જ જે જોતા કિશનની આંખે ઝળઝળિયાં આવી જાય છે છતાં એ વિચારે છે કે "હશે એ ખુશ થાય છે બસ છે મારે, પણ મારી સાથે બ્રેક-અપ કેમ કર્યું એતો મારે જાણવાનું રહી ગયું ને... એ વિચાર કરે જાય છે......
- સંકેત વ્યાસ (ઈશારો)