Maru kathiyavad - 1 books and stories free download online pdf in Gujarati

મારુ કાઠીયાવાડ - 1

મારુ કાઠીયાવાડ

આનંદ

(1)


વાતની શરુઆત કરુ અને તમે મોઢે હાથ દઇને ઉંઘવાની તૈયારી કરો એ પહેલા ચા કે કોફીનુ બેરલ બાજુમા રાખજો.જો ચા કરી દેવાની કોઇ ના પાડે તો એના માટે લડાઇ કરવા તૈયાર જ રહેવાનુ.છતાય નો ભેગુ થાય તો ઝોમેટો અને સ્વીગી અવેલેબલ જ છે.કાઇ નઇ તો કયાક સારી વાઇબ મળે એવી જગ્યા પર બેસજો.

બીજુ બધુ છોડો એક બાજુ પર.મારે વાત કરવી છે અમુક દીવસોની.જીંદગીમા બધી ટાઇપના દીવસો આવે જેમકે રોઝ ડે,ટીચર્સ ડે ને કેટકેટલા બધાના ઉદાહરણ આપીશ તો ભેગુ નથી થવાનુ.પણ મારો નાનકડો પોઇન્ટ બધા “યંગ્સ્ટરસ્”ની લાઇફને અસર કરે જ છે.તમે માનો કે ન માનો મોઢુ ફેરવો કે નીચુ જોવો.પણ મ્રુગજળમા મોઢુ પલાળીને અરીસામા જોવા જેવી વાત છે.

અમુક દિવસો જીવનમા એવા આવશે કે જેના વીશે તમે કોઇને વાત પણ ન કરી શકો.મજાથી ચાલતી લાઇફમા કયારેક એવો દીવસ આવી જાઇ કે પછાડી પાડે.તમે જોયેલા કેટકેટલા સપના એક જ સેક્નડ મા જીવનની મોટા-મોટી ભુલ લાગે.

કેટકેટલાની વાતોમા આવીને કેટલા વીશ્વાસ સાથે મોટા-મોટા કામની શરુઆત કરેલી હશે.જયારે કાઠે પહોચીને પગ મુકો અને એજ કીનારો ડુબી જશે.સાથ આપવાની વાત કરનારા પણ પાછા હટી જશે.જેની ઓથે ઉભા તા એજ નહી રહે તો શુ કરવાનુ.

સપના પુરા કરવામા રોકેલો સમય ભુલ લાગશે.કેટકેટલી રાતો જાગ્યા અને ઉંઘ્યા કેવી રીતે એની કોઇને કાઇ નથી પડી.બધાને ખાલી બહારના દેખાવથી મતલબ છે.

એક ટાઇમ એવો આવે ને દોસ્ત બધુ હાથ માથી સરકવા લાગશે.ફેમેલી ઇન્કમ માગશે.અને પૈસા વગર બેકાર અને નકામો ગણશે.ભાઇબંધો આઘા થવા લાગશે.પ્રેમના સંબંધમા તીરાડો પડશે.કુદરતના ખેલ આવા જ હોય બધુ એક સાથે તુટી પડે.બહારથી મજબુત ભલે દેખાવ પણ અંદર જ અંદર ભાંગતા રહેશો.કોઇ જ મોટીવેશનલ વીડીયો અને સેમીનાર અસર નહી કરે.

એક ટાઇમ એવો આવે ને કે જયારે તમે અંદરથી મરવા લાગશો અને બીજા બધા સાચા લાગવા માંડશે એ તમારો બ્રેકીંગ પોઇન્ટ હોઇ શકે.

કોઇને કાઇ જ્ઞાન આપવાનો કે સલાહ આપવાનો મારો કોઇ ઇરાદો નથી.પણ જો આ દીવસોને સર્વાઇવ કરતા શીખી ગયા તો ટોટલી લાઇફ સેટ છે બોસ.પણ જો હઠ છોડી અને જુકી ગયા તો ગેમ ઓવર.

રોબીન હુડ બનવુ હોયને તો સામી છાતી એ તીર ખાવાય પડે.મને એટલી ખબર છે લાઇફ બઉ બધા ચાન્સ આપે છે પણ લાઇફ ચેન્જીંગ મોમેન્ટસ તો કદાચ આની વચ્ચે જ કયાકથી મળી શકે.આવી બધી વાતો કરવા માટે જીંદગી બઉ નાની છે.

કોઇની ટીકા અને આંદોલન કરવા જશો તો સપના ખોરવાઇ જશે.પણ એ તો સાચુ છે કે લાઇફમા કાઇ તો ફીલોસોફી હોવી જરુરી છે પછી ભલે પોતાની હોય કે બીજા કોઇની.મને નથી ખબર કે આવા કાળા દીવસો તમારી લાઇફમા આવે છે કે નહી પણ મે તો ઘણા જોયા છે અને ઘણા જોવાના બાકી છે.

સપના મોટા છે તો કીમત હુ જ આપીશ પણ ફીલોસોફી છે તો જીવવુ અઘરુ નથી.ફીલોસોફી છે તો જીવનનો ધ્યેય પણ છે પછી ભલે નાનો હોય.બીજા ને લાગશે કે ખાલી ચા પીવામા કે સીગારેટના ધુમાડા ઉડાડવામા જાય છે પણ તને તો ખબર છે ને બડી તો બસ એમા આવી ગયુ.

સંસ્કાર કે સલાહ આપતો હોય એવુ લાગ્યુ હોય તો દીલથી સોરી યાર.પણ “ચા પીવાની,પાછી પીવાની અને પીધે જ રાખવાની”.ચા એ મારી ફીલોસોફીની સાંકળ છે.ચા છે તો બધુ જ શક્ય છે.ચા છે તો ગમે તેવો બ્લેક ડે પણ વ્હાઇટ છે.

આવ ભાઇબંધ ચા પીએ...

કાકા બે અડધી આવા દયો તો...

***


બીજા રસપ્રદ વિકલ્પો