ચાંદ કા ટુકડા - 1 PARESH MAKWANA દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ચાંદ કા ટુકડા - 1

સાંજે પાંચેક વાગ્યાની આસપાસ બીજા માળની બાલ્કનીમાં રોકી આરામથી બેઠો બેઠો એક નોવેલ રીડ કરી રહ્યો હતો.. ત્યાં જ બાજુના ગ્લાસટેબલ પર મુકેલો એનો સ્માર્ટફોન રણક્યો..
એણે કોલ રિસીવ કર્યો..
સામેથી એક વ્યક્તિનો આવાજ આવ્યો..
''સર, ઇન્ફર્મેશન મળી છે કે આજે અત્યારે જ ડેવિડ કોઈ ડીલ કરવા જઈ રહ્યો છે કાફેહાઉસમાં..''
એટલું સાંભળતા જ એનું ગરમલોહી ઉકળી ઉઠ્યું..
''વાત સો ટકા સાચી છે ને..?''
''હા સર.. એ ત્યાં જ હશે..''
''હું આવું છું..'' એટલું કહી એણે ફોન કટ કરી નાખ્યો..
આ તરફ એ જ શહેરના એક વિસ્તારમાં અનુ નામની એક સુંદર છોકરી અત્યારે પોતાની સ્ટડીબુકમાં ગૂંચવાયેલી હતી.. ત્યાં જ એની બેસ્ટફ્રેન્ડ નિધી હળવેકથી દરવાજો ખોલી અંદર આવી..
''અરે અનુ ફ્રી છે તું..?''
અચાનક જ એનું ધ્યાન બુકમાંથી નિધી તરફ ગયું.. એટલે બુક બંધ કરી એણે એની સામે પ્રશ્નાર્થ નજરે જોયું...
''યાર મારી સાથે માર્કેટ ચાલ ને.. મમ્મીએ થોડી ગ્રોસરી મંગાવી છે.. ''
''તને ખબર છે ને મારુ વાંચવાનું ચાલુ છે.. તું જા હું નહીં આવું..''
એની વાત સાંભળી નિધીએ થોડી નારાજગી જતાવી..
''હવે એક દિવસ વાંચીને કઈ કલેકટર નહીં બની જા.. ચાલ ને એવું શુ કામ કરે છે..''
અનુ ને પણ લાગ્યું કે પોતે ચાર કલાકથી પોતાની જાતને આ અંધાર્યા રૂમમાં આ બોરિંગ બુક સાથે જકડી રાખી છે.. માર્કેટ જઈશ તો એ બહાને થોડું રિલેક્સ ફિલ પણ કરીશ.. એટલે એ નિધિ સાથે જવા તૈયાર થઈ..
''તું સ્ફુટી ચાલુ કર હું બસ બે મિનિટમાં આવું છું...''
''બસ બે જ મિનિટ હો...જલ્દી આવજે હું બહાર રાહ જોવ છું..''
* * *
અનુ સરસ તૈયાર થઈ બહાર આવી.. ડેલી બંધ કરી નિધીના સ્ફુટી પાસે આવી
નિધિએ એને ટોકી..
''ચાલ મેડમ જલ્દી કર.. મોડું થાય છે..''
બસ એક મિનિટ.. એમ કહી એણે એક નજર સ્ફુટી ના ફ્રન્ટ મીરરમાં નાખી..
અને વાળ સરખા કરતા કહ્યું..
''નિધુ કેવી લાગુ છું..?''
''તું ચાલ ને યાર આ બધા પેતરા પછી કરજે.. અહીંયા બાજુમાં તો જવું છે ને તોય..''
નિધિએ સ્ફુટી સ્ટાર્ટ કરી.. અનુ બેસી ગઈ એટલે એણે સ્કૂટી આગળ માર્કેટ તરફ જતા રસ્તા પર દોડાવી મૂકી..
આ તરફ રોકી કાફેહાઉસમાં આવીને એક ખાલી ટેબલ પર બેઠો અને આસપાસ ચારેકોર નજરો દોડાવી.. એની નજરો અત્યારે ડેવિડને જ શોધતી હતી..
કે ત્યાં જ ડેવિડ એક રૂમાલથી મોં છુપાવતો કાચનો દરવાજો ખોલી અંદર કાફેમાં પ્રેવશ્યો..
પણ રોકીને સામે જ બેઠેલો જોઈ એ દરવાજો ખોલી બહારની તરફ ભાગ્યો..
પોતાને જોઈ ડેવિડ ભાગ્યો એટલે એને પકડવા રોકી એની પાછળ દોડ્યો..
* * *
માર્કેટ આવતા જ એક નોવેલ્ટી સ્ટોર પાસે નિધીએ સ્કૂટી પાર્ક કર્યું..
''તું અહીંયા જ ઉભી રહેજે હું પેલા કરિયાણાવાળા ભાઈને આ લિસ્ટ અને આ બેગ આપી ને આવું..''
અનુ એ એની વાતમાં હામી ભરતા કહ્યું ''ઓકે, જલ્દી આવ પછી પાણીપુરી ખાવા જઈએ..''
''તું ક્યાંય જતી નહીં બસ બે જ મિનિટ..'' એમ કહેતી એ ચાલી ગઈ.. સામેની શોપમાં
અનુનું ધ્યાન સામેની પાણીપુરી લારી પર જ હતું..
ક્યારે પેલી આવે ને ક્યારે એ લારી પર પોહચી જવ.. એટલામાં એની નજર નોવેલ્ટી સ્ટોરની બહાર કાચમાં લગાવેલ બ્રાઇડ કલેક્શન ફોટોસ પર પડી..
એને થયું એક દિવસ હું પણ આમ જ આવી જ રીતે સોળેશણગારમાં તારા માટે દુલહન બનીશ..
જ્યારે તું ઘોડા પર બેસીને મને લેવા આવીશ ત્યારે..
એ વિચારથી જ એના ગાલ પર શરમની લાલી છવાઈ ગઈ..
પોતાના ભાવિભરથારના વિચારોમાં એ ખોવાયેલી હતી..
હાય રે.. તું ક્યારે આવીશ.. ત્યાં જ પાછળ ભાગતો આવતો ડેવિડ એકદમ એની નજીકથી પસાર થઈ ગયો.. એ કઈ સમજે એ પહેલાં દેવીડને પકડવા એની પાછળ ભાગતો રોકી એની સાથે અથડાયો..
એ પડવાની જ હતી કે એણે એક હાથ પકડી એને પોતાની બાહોમાં ઝીલી લીધી..
એ બન્નેની આંખો મળી.. અને જાણે સમય ત્યાં જ થંભી ગયો.. ખાલી સમય શુ આસપાસનું સઘળું વિશ્વ એ પળમાં એકદમ સ્થિર થઈ ગયું..
અનુની આંખો સામે રોકીનો એજ ચહેરો હતો જે એણે પોતાના સપનાઓમાં જોયો હતો.. રોકીનો એજ ચહેરો જેના વિશે એ નિધીને અત્યાર સુધીમાં લગભગ સો વખત બતાવી ચુકી હતી..
પોતાના સપનાનો રાજકુમાર પોતાને આ રીતે આમ આજે અજાણતા જ મળી જશે એવું તો એણે સપનેય નોહતું વિચાર્યું..
અનુને જોઈ રોકીને પણ એવું જ લાગતું હતું કે આ ચહેરો એ પોતાના ભૂતકાળમાં ક્યાંક જોઈ ચુક્યો છે.. પણ ક્યાં..
એ વિચારે એ પહેલાં જ નિધી આવી ગઈ..
એણે અનુ ને આવી રીતે કોઈ અજાણ્યા પુરુષની સાથે જોઈ એટલે એણે મોટેથી કહ્યું
''અરે ઓ ભાઈસહેબ.., તમારો ચોર ગયો..''
નિધિ ના શબ્દોએ જાણે રોકાયેલું સઘળું જ પહેલા જેવું કરી ધીધુ..
ચોર ભાગી ગયો.. એટલું સાંભળતા જ રોકી કોઈ સપનામાંથી વાસ્તવિકતામાં આવ્યો..
અને એક ક્ષણનો પણ વિચાર કર્યા વિના એણે અનુનો હાથ છોડી અને આગળ ગયેલા ડેવિડ તરફ દોડ્યો..
રોકીના ચહેરામાં ખોવાયેલી અનુ અચાનક જ રોકીનો હાથ છૂટી જતા પડી.. અને એ પણ સપનામાંથી બહાર આવી.. પોતાની જાતને સાંભળતા એણે આગળ જતાં રોકીને રોકવાનો પ્રયત્ન કર્યો.
''ઓહ.. હેલ્લો.. ઉભા રહો પ્લીઝ..''
* * *
TO BE CONTINUE...