ક્યારેય હાર ન માનો - 2 Amit R Parmar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ક્યારેય હાર ન માનો - 2

જ્યારે પણ તમે દુ:ખી નિષ્ફળ થાવ ત્યારે આટલુ જરૂર વિચારો.

૧) હું અડધે સુધીતો પહોચી ગયો છુ, હવે થોડુકજ વધવાનુ બાકી છે, જો હું ધીમે ધીમે પણ ચાલતો રહીશ તો એકને એક દિવસતો મંજીલ સુધી પહોચીજ જઈશ.

૨) મારે ખુશ રહેવુ કે દુ:ખી તે માત્ર હુજ નક્કી કરીશ, મારા જીવનનુ કે સુખ દુ:ખનુ રીમોટ અન્ય કોઇ વ્યક્તીના હાથમા હોઇ શકે નહી એટલે મારે કોઇ પણ વ્યક્તીને કારણે દુખી થવાની કે હાર માની લેવાની જરુર નથી. હું શું કરી શકુ તેમ છુ તેની મને ખબર છે એટલે મારે પોતાને કોઇનાથીય ઉતરતી કક્ષાના સમજવાની જરૂર નથી. હું કોઇને પણ મને દુ:ખી કરવાની મંજુરી આપતોજ નથી.

૩) મને કંઈ જીંદગી રો કકડ કરવા કે નિરાશ થઈ ચારેયબાજુ ફર્યાદો કરવા માટે નથી મળી એટલે હું જે કંઈ પણ કરીશ તે રાજી ખુશીથીજ કરીશ. મારુ જીવન ખુબજ કીંમતી છે એટલે તેને હું આમને આમ વેડફાવાતો નહીજ દઉ.

૪) કોઇ એક કામ ન કરી શકાય તો તેની નાનપ અનુભવવાની જરુર નથી, દરેક વ્યક્તીને અલગ અલગ કામમા ફાવટ હોય છે, આપણે જે કરી શકતા હોઈએ તે બીજા લોકો ન પણ કરી શકાતા હોઇ શકે તો એ બધા ક્યાં નિરાશ થઈને બેસી ગયા છે ?

૫) સારુ થયુ કે મને આવો અનુભવ થઈ ગયો, હવે તો હું વધારે એક્ટીવ થઈને કામ કરીશ અને આ અનુભવનો પુરેપુરો લાભ ઉઠાવી બતાવીશ.

૬) નિષ્ફતાતો મોટા મોટા વિજ્ઞાનીકોને પણ મળતી હોય છે તેમ છતા તેઓ વારંવાર પ્રયત્ન કરી પોતાની ભુલો સુધારી સફળતા મેળવી બતાવતા હોય છે તો હું પણ તેઓના નક્શાકદમ પર ચાલીને તેઓની જેમ સફળતા મેળવી બતાવીશ.

૭) અનેક સુખ, સમૃદ્ધીઓ અને સફળતા મારી રાહ જોઇને બેઠા છે, તેની સરખામણીમા કોઇ પણ પ્રકારની દેખાદેખી, લાલચ, અપમાન કે ગુસ્સો મહત્વના નથી. આવી બાબતોમા પડી મારે મારી જીંદગી સમય અને વિચારોને બર્બાદ કરવા જોઇએ નહી.

૮) મારા માટે લોકો-વિરોધીઓની ઈર્ષા કરવા કરતા કે તેઓને નુક્શાન પહોચાળવા કરતા મારો વિકાસ થાય એ વધારે મહત્વનુ છે એટલે મારે મારી શક્તીઓનો હંમેશા સદ્ઉપયોગ કરવો જોઈએ.

૯) નિષ્ફળતા મળે ત્યારે એમ વિચારો કે હું ક્યારેય હારતો નથી, કાંતો હું જીતુ છુ અને કાં પછી ભવિષ્યમા ઉપયોગી થાય તેવા બોધપાઠ શીખુ છુ. તેના સીવાય મારા માટે ત્રીજો કોઇ ઓપ્શન છેજ નહી.
ભુલ થાય ત્યારે શું કરવુ જોઈએ ?

પ્રથમ પ્રયત્નેજ બધુ મળી જશે તેવુ આ દુનિયાના કોઇ પણ પુસ્તકમા લખાયેલુ નથી, કોઇએ કીધુ પણ નથી અને તે દર વખતે શક્ય પણ નથી એટલે પ્રથમ પ્રયત્નેજ સફળતા મળી જશે તેવી વધુ પડતી અપેક્ષાઓ રાખીને પ્રયત્નો કરવા જોઈએ નહી. ઘણી વખત બધુજ આપણા હાથમા નથી હોતુ, અનેક પરીસ્થીતિઓ આપણી વિરુદ્ધમા હોય છે તો તેવા સમયે પ્રથમ પ્રયત્ને સફળતા મળી જશે તેવી અપેક્ષા રાખી શકાય નહી. કોઇ બાળક સૌ પ્રથમતો ઉભા રહેતા શીખતુ હોય છે, ત્યારબાદ ચાલતા શીખતુ હોય છે અને ત્યારબાદજ દોડતા શીખી શકતુ હોય છે. સીધુજ દોડવા લાગતુ હોતુ નથી. જીવનમા પણ આવુજ કંઈક હોય છે. એટલેકે બાળકની જેમ આપણે જ્યારે કોઇ નવુ કામ શરુ કરતા હોઈએ છીએ ત્યારે સૌ પ્રથમતો તેમા અનેક વખત પડતા થઈને ઉભા રહેતા શીખવુ જોઈએ, ત્યાર બાદ ઠોકરો ખાતા ખાતા ચાલતા શીખવુ જોઈએ અને ત્યાર બાદજ પુરપાટ જડપે દોડવાનો પ્રયત્ન કરવો જોઈએ. આ રીતે કામ કરવાથી ભુલો થવાનુ દુ:ખ ઓછુ કરી શકાતુ હોય છે.
ભુલો થવી એ કોઇ ગંભીર અપરાધ નથી તે આપણે બીલકુલ ડઘાઇજ જઈએ. તેતો સફળતા મેળવવાની એક સામાન્ય પ્રક્રિયા છે, આ પ્રક્રિયામાથી દરેક વ્યક્તીએ ગમે ત્યારે પસાર થવુજ પડતુ હોય છે તો પછી આપણેજ શા માટે નિરાશ થઈ ચીંતાઓનો બોજ ઉપાડીને ફર્યા કરીએ? શું આપણે નિરાશ થઈને ફરવાનો કોન્ટ્રાક્ટ લીધો છે ? આપણે પણ અન્યોની માફક ભુલો કરી તેમાથી નવુ શીખી આગળ કેમ ન વધીએ ? આપણે પણ હળવાશથી સતત પ્રયત્નો કેમ ન કર્યે રાખીએ ?
રાઇટ બંધુઓ જ્યારે વિમાન બનાવવાનો પ્રયત્ન કરી રહ્યા હતા ત્યારે કંઈ પહેલાજ પ્રયત્નમા ઉંચે સુધી ઉડી શકે તેવુ વિમાન ન'તુ બનાવી લીધુ, તેઓનુ બનાવેલુ વિમાન અનેક ખામીઓ અને ભુલોથી ભરેલુ હતુ જેના લીધે તેઓએ ઘણુ સહન કરવુ પડ્યુ હતુ. ઘણી વખતતો તેઓ વિમાન ઉડાળતી વખતે પડતા થઈ શરીરે જખ્મી પણ થયા હતા તેમ છતાય તેઓએ પ્રયત્નો ચાલુ રાખીને સતત ભુલો સુધારતા રહ્યા હતા. આ રીત જો તેમણે વિમાન બનાવવાનો પ્રયત્નજ ન કર્યો હોત તો તેમને ખબર કેમ પડેત કે આ પ્લેનમા આટલી ભુલો છે જેને સુધારી લેવામા આવે તો ઉંચે સુધી ઉડી શકાય તેમ છે ? આમ તેઓ પોતાની ભુલોને ઓળખી તેનો એક પછી એક નિકાલ કરતા ગયા અને છેવટે અનેક ભુલોના સમાધાન કર્યા પછી વિમાન બનાવવામા અને તેને ઉડાળવામા સફળ થયા. કહેવાનુ તાત્પર્ય એટલુજ છે કે જો તમે પ્રયત્નો કરશો તોજ તમારા કાર્યો કોઇ સ્વરૂપ ધારણ કરશે અને તેમા રહેલી ખામીઓ દુર કરવાની તમને તક પ્રાપ્ત થશે. જો તમે ભુલોથી હાર માનીને બેસી જશો તો ક્યારેય તેને સુધારી તેની પાછળ છુપાયેલી સફળતા નહી મેળવી શકો. ભુલો કરવી એ ગીવઅપ કરવા કરતા કે પ્રયત્નો ન કરવા કરતાતો અનેક ગણી સારી બાબત છે, તે સર્વસ્વીકૃત છે કારણકે આવી ભુલોને સુધારીને હવેજતો આપણે સફળતા મેળવી બતાવાની છે.
ઘણી વખતતો આપણાથી કોઇ ભુલ થઈ ગઈ હોય તો તેનો એટલો બધો પશ્ચાતાપ કરતા હોઇએ છીએ કે જાણે કોઇ મોટુ પાપજ ન કરી નાખ્યુ હોય ! કોઇ ભુલનો આટલો બધો પશ્ચાતાપ કરવો એ પણ વ્યાજબી નથી કારણકે ભુલ થવી એ સહજ અને સ્વાભાવીક પ્રક્રિયા છે, તે તો દરેક વ્યક્તી દ્વારા ક્યારેકને ક્યારેકતો થવાનીજ છે, તેનાથી કોઇ બચી શકવાનુ નથી, હવે જો ભુલો કરવાથી કોઈ બચી શકવાનુ નજ હોય તો પછી શા માટે ભુલોના રોદણા રોએ રાખવા જોઈએ? શા માટે તેનો સ્વીકાર કરી, તેમાથી શીખ મેળવીને આગળ ન વધીએ ? શું તેમ કરવુ એ બુદ્ધીમાની નથી !!
આ દુનિયામા કોઇ વ્યક્તી નિષ્ણાંત થઈને જનમતો નથી, તેણે ભુલો કરીનેજ નિષ્ણાંત બનવાનુ હોય છે. જો ભુલો કરીનેજ નિષ્ણાંત બનવાનુ હોય તો ભુલોતો થાય એમા વળી નવુ શું છે એમ માની પશ્ચાતાપમા વધુ સમય બર્બાદ કરવાને બદલે ફરીથી પ્રયત્નો શરુ કરી દેવા જોઇએ. જેટલો સમય આપણે પશ્ચાતાપ કરવામા કે રોકકડ કરવામા બગાળતા હોઈએ છીએ તેટલો સમય જો આપણે પ્રયત્નો કરતા રહીએ તો જેમ અરીસા પરથી ધુળ સાફ કરતા હોઈએ છીએ તેવીજ રીતે પોતાના કાર્યોમાથી ભુલોને દુર કરી સફળતા મેળવી શકાતી હોય છે. કેટલાક લોકોતો ભુલથી એટલો બધો આઘાત લગાળી જતા હોય છે કે પછીતો તેઓ પ્રયત્ન કરવાના વિચાર માત્રથીજ ડરી જતા હોય છે અને આખો દિવસ બહુ મોટી ભુલ થઈ ગઈ, હવે મારુ શું થશે તેવુ ગાણુ ગાયે રાખવામાજ સુનમુન થઈને બેસી જતા હોય છે. તો આવો વ્યવહાર પણ વ્યાજબી કહેવાય નહી કારણકે સુનમુન થઈને બેસી રહેવાથી કંઈ ઉપાયો મળી જવાના નથી કે નથી ભુલ સુધરી જવાની. આ રીતેતો આપણે ડિપ્રેશનમા આવી જતા હોઈએ છીએ અને જે કામ કરી શકતા હતા તે પણ કરી શકતા હોતા નથી. માટે ભુલ કરી પડતા થવાય તો જાતેજ બાજી હારી જવાને બદલે ફરી પાછા બેઠા થવાનો પ્રયત્ન કરવો જોઇએ. ફરી પાછી શક્તીઓ ભેગી કરવી જોઇએ અને જ્યાંથી અટવાયા હતા ત્યાંથીજ નવી બાજી શરુ કરવા લાગી જવુ જોઈએ. ભુલોતો શીક્ષક છે, તેતો આવે અને બોધપાઠ રુપી આશીર્વાદ આપી જતી રહે, તેમા કશુ ખોટુ નથી માટે ભુલોને સફળતા મેળવવા માટેનો સ્વાભાવીક અને સમર્થ ગુરુનુ માર્ગદર્શન સમજી આગળ વધતા રહેવુ જોઈએ. આ રીતે આગળ વધતા રહેવાથી પોતાના વિષયમા ૧૦૦ % પારંગત બની સફળતા મેળવી શકાતી હોય છે.