મારી વ્યથા - ૨ Adv Nidhi Makwana દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મારી વ્યથા - ૨

હવે આગળ,

જ્યાંરે મારી દીકરી બે વર્ષ ની હતી ને ત્યારે તેની માતા મૃત્યુ પામી હતી. પરંતુ મે ક્યાંરે પણ એને એની માતા ની ખોટ આવવા દીધી નથી. તે ભણવામાં ખુબ જ હોશિયાર હતી. જ્યારે તે સમજણી થઇ ત્યારે મે એને પૂછ્યું કે તારે જીવન માં શું બનવું છે. તો તેણે જવાબ આપ્યો, " પપ્પા મારે એક ડોક્ટર બનવું છે". મારી પણ ઈચ્છા હતી કે મારી દીકરી તેનું સ્વપ્ન પૂરું કરે. એટલા માંટે જ્યારે તેની પરીક્ષા ચાલતી ત્યારે મારી પણ તેની સાથે સાથે પરીક્ષા ચાલતી. અમે બંને સાથે બેસીને પરીક્ષાની તૈયાારી કરતા. ધીમે ધીમે તેની ઉંમર થવાા લાગી. હવે તેના માટે નું જીવનનુંં એક મોટુ સ્ટેજ આવ્યું હતું. તે તેનું 10 મા ધોરણ ની બોર્ડની પરીક્ષા નું સ્ટેજ હતું. તે રાત રાત સુધી જાગીને પરીક્ષાની તૈયારીઓ કરતી અને હું પણ તેનીી સાથે જાગતો અને તેની મદદ કરતો. દસમા ધોરણમાં તેને ૮૦% આવ્યા.

પછી તેણે તેના સપના તરફ નું પહેલું ડગલું માંડ્યું. સાયન્સમાં એડમિશન લઈને હવે તેને મહેનત વધુ કરવાની હતી. તે ખુબજ મહેનત કરતી અને સાથે સાથે ઘરના કામમાં પણ મને મદદરૂપ થતી. આમ ને આમ વર્ષ વીતી ગયું અને પાછું એને બારમા ધોરણની બોર્ડની પરીક્ષા આવી તેમાં પણ તેને ૮૬% સાથે પાસ થઈને તેણે અમદાવાદ ની એક મેડીકલ કોલેજમાં એડમિશન લીધું.

કોલેજમાં પણ તે ખુબ જ સરસ રીતે મન લગાવીને અભ્યાસ કરતી. મને ઘરમા મદદ કરતી ઘણા ખરા મારા બહારના કામ પણ તે હવે કરી લેતી સાથે સાથે હવે મારી પણ ઉંમર થવા લાગી હતી. જ્યારે તેણે કોલેજ પૂરી કરીને ડોક્ટરની ડિગ્રી લીધી પછી તેને એક હોસ્પિટલમાં જોબ પણ સારી મળી ગઈ. હવે મને એના લગ્ન ની ચિંતા થતી હતી. કારણકે હવે હું પણ દિવસે દિવસે વૃધ્ધા અવસ્થા માં આવી ગયો હતો. મને પણ મન માં થતું હતું કે મારા પછી મારી આ લાડકી દીકરી નું શું થશે? એનું કોણ હશે? એનું ધ્યાન કોણ રાખશે?.

થોડા દિવસો પછી મે સામે થી જ તેને કહ્યું. " બેટા , હવે તું લગ્ન કરી લે, મને તારી ચિંતા થાય છે." ત્યારે તેણી એ મને કહ્યું પપ્પા હમણાં નહી. મને થોડા ટાઈમ મારી જોબ માં સેટ થવા દો પછી વિચારીશ. મે પણ તેની વાત માની લીધી અને એમાં ને એમાં એક વર્ષ વીતી ગયું. પછી મે ફરી તેણી ને પૂછ્યું. બેટા, તમને કોઈ ગમે છે? તો હું તેની સાથે તારા લગ્ન ની વાત કરું. ત્યારે પણ તેણે કહ્યું ના પપ્પા એવું કંઈ જ નથી. થોડો ટાઈમ આપો મે ફરી તેની વાત માની લીધી અને તેને ટાઈમ આપ્યો. પરંતુ અહીંયા ૨ વર્ષ જેવું થવા આવ્યું હતું. અને મારી તબિયત પણ સારી રહેતી ન હતી. તેથી મે વિચાર્યું હવે મારે જ કઈ કરવું પડશે. બીજા દિવસે મે એને બેસાડી ને અને થોડી સખતાઈ ની સાથે તેને લગ્ન કરી લેવા કહ્યું. ત્યારે તે રડવા લાગી. હું પણ તે સમયે થોડો ગભરાઈ ગયો. એને શાંત પાડી ને પૂછ્યુ કે શું થયું છે? કોઈ એ કાઈ કહ્યું તને? કોઈ ની સાથે માથા ફૂટ થઈ છે?

ત્યારે તેણે કહ્યું કે, " પપ્પા , એવું કાઈ નથી પણ મારે લગ્ન નથી કરવા , હું તમારી સાથે જ રહીશ, તમારું ધ્યાન રાખીશ. ત્યારે મે તેણે સમજાવી કે હું આજે છું અને કાલે નથી પછી તારું શું મને બહુ દુઃખ થશે. હું તને આમ એકલી રહેવા દઉં તો જો તું મને દુઃખી જોવા ઈચ્છતી હોય તો એવું જ રાખ. ત્યારે મને મારી એ નાનકડી , લાડકી દીકરી એ કહ્યું કે પપ્પા જો હું લગ્ન કરી ને ચાલી જઈશ તો પછી તમારું શું? તમારી સાથે કોણ રહેશે? તમારું ધ્યાન કોણ રાખશે? તમે બીમાર પડશો ત્યારે તમારું ધ્યાન કોણ રાખશે? મારી દીકરી ની વાત સાંભળી ને હું વિચાર માં પડી ગયો. કે મારી આ નાનકડી દીકરી ક્યારે આટલી મોટી થઈ ગઈ એ સમજાયું જ નહિ. મને આજે પણ યાદ છે તે દિવસે હું અને મારી દીકરી ખૂબ જ રડ્યા હતા. એક બીજા માંટે ની આટલી ચિંતા જોઈ ને.

પછી મે નક્કી કર્યું કે આમ તો તે ક્યારે પણ લગ્ન નહી કરે. હું એને જાણતો હતો. અને એની જીદ ને પણ. છે તો એ મારી જ દીકરી. તો જીદ્દી તો હોવાની જ હતી. ત્યારે મે એ લેખ વાંચ્યો.

શું હશે તે લેખ માં અને કાઈ રીતે એક પિતા તેની દીકરી ને મનાવશે ? તે જોઈશું આગળના ભાગ માં.

જો તમને મારી વાર્તા પસંદ પડી હોય તો જરૂર થી તમારી કીમતી અભિપ્રાય આપશો એવી આશા છે.

જય શ્રી કૃષ્ણા

Thank you so much