તુ આવીશ ને ? - ભાગ - ૨ Yashpal Bhalaiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

તુ આવીશ ને ? - ભાગ - ૨

ગીરાને બધાએ ભરપૂર માણ્યો. ટુર ઈન્સ્ટ્રક્ટરની સુચના અનુસાર બધા ગીરાને વિદાય આપી બસ તરફ પરત ફર્યા. ગીરાને વિદાય આપવી કોઈનેય ગમતું હતું પણ શું કરે આગળ બીજી જગ્યાઓનું પણ આમંત્રણ જો હતું. બધા બસ આગળ પહોંચી ગયા. સમય બપોરના સાડા બારનો થયો હતો. જમવાના સમયે સવારના નાસ્તાની વ્યવસ્થા થઈ ગઈ હતી. ચા-પૌવા 'ને કોફી. બધા નાસ્તા માટે કતારમાં ડીશ લઈને ગોઠવાઈ ગયા. કેટલાકના બંને હાથમાં નાસ્તો લેવા માટેની ડીસ હતી તો વળી બે જણા વચ્ચે એક ડીસ લેવાવાળા પણ હતા. મિકી અને વિરલ તેમાનાં એક હતા. નાસ્તાની ડીસ એક અને ખાનારા બે. જાણે પ્રેમ ત્યાંજ વહેંચાતો હતો. નાસ્તો કરતા-કરતા તે બંને એકબીજા સાથે જે અંગચેષ્ટા કરતા હતા તેના પરથી જણાઈ આવતુ હતું કે, તે બંને વચ્ચે મારા-તારી જેવું કંઈક છે. એવું કંઈ હશે તો બંને છેક અમદાવાદથી બેની સીટમાં બાજુબાજુમાં બેસીને સાથે આવ્યા હશે ને ? વિરલની સાપેક્ષે મિકીનો ચહેરો સૌષ્ઠવ જણાતો હતો. તેમ છતાય બંને એકબીજા સાથે ખુશ હોય એવું જણાતુ હતું. ન્યાયની દેવી સમો પ્રેમ તો આંધળો છે ને ? ડીસમાંથી ઓછા થતા પૌવાની સાથે મજાક કરતાં બંનેના સમયનો પણ મધુર ક્ષય થતો હતો.


બીજી બાજુ લવપ્રીત, ચિરાગ, અવિનાશ... વગેરે સાત જણાનું સિંગલીયુ ગ્રુપ પણ નાસ્તાની મજા લેતુ હતું. નાસ્તો ગણો કે બપોરનું ભોજન, જે ગણો તે પતાવીને બધા આગણ પ્રયાણ માટે બસમાં બેઠા. બસ સીધી સાપુતારાની પર્વતમાળાઓમાં ઈન્વીજીબલની આવેલી કેમ્પસાઈટ તરફ રવાના થઈ.


સામાન સહિત બધા સાપુતારા નજીક પર્વતમાળાઓમાં આવેલી ઈન્વીઝીબલની કેમ્પસાઈટ પર પહોંચી ગયા. સાંજના થઈ ગયા હતા. ટુર ઈન્સ્ટ્રક્ટર અમિત યાદવે બધાને તળેટી પર હાજર થવા હુકમ કર્યો અને દસ-દસની કતારમાં ગોઠવાઈ જવા જણાવ્યું. લવપ્રીત, ચિરાગ, અવિનાશ... વગેરેનું સાત જણાનું ટોળુ લાઈનમાં ગોઠવાઈ ગયું. પણ દસ પુરા થવા માટે હજી ત્રણ જણ ખૂટતા હતા. અવિનાશે મિકી સાથે આવેલ વિરલને પોતાના ગ્રુપમાં આવવા આમંત્રણ આપ્યું અને સામેલ થયો. છોકરાઓ અને છોકરીઓનું ગ્રુપ અલગ હતું તેથી ક્ષણભર માટે એકબીજાની સાથે આવેલા મિકી અને વિરલનું વિખુટા પડવું નિશ્ચિત હતું. વિરલને પોતાના ગ્રુપમાં સામેલ કરતી વખતે સૌ પ્રથમ વખત અવિનાશની દ્રષ્ટિ બાજુની લાઈનમાં ઉભેલી મિકી પર પડી. બંનેએ એકબીજાની સામે જોઈને હળવુ સ્મિત આપ્યું. ટુર ઈન્સ્ટ્રક્ટર અમિત યાદવ સુચના આપવા લાગ્યા,"અહીં કોઈ આલ્કોહોલીક પીણાનું સેવન કરશે નહીં, સ્મોકીંગ, પાન-મસાલાની પણ સખ્ત મનાઈ છે, છોકરા અને છોકરીઓના ટેન્ટ અલગ-અલગ રહેશે, કોઈ ગાળા-ગાળી નહીં કરે વગેરે...વગેરે... જેવી ફોર્મલ પણ ડરામણી સુચનાઓ.

ત્યારબાદ ઈન્સટ્રક્ટર અમિતે દસના ગ્રુપમાં ગોઠવાયેલ પાંચ કતારોને આલ્ફા, બીટા, ગામા, માઈક્રો અને નેનો જેવા નામ આપી વર્ગીકૃત કર્યા જેથી વ્યવસ્થા જળવાઈ રહે. મિકી, આરતી, જેસિકા, મેઘના અને બીજી એમ કુલ મળીને દશ છોકરીઓ આલ્ફા ગ્રુપમાં હતી. જ્યારે બાજુના બીટા ગ્રુપમાં લવપ્રીત, ચેરાગ, અવિનાશ અને મિકી સાથે આવેલ વિરલ વગેરે હતા. હવે પછીના બે દિવસ દસ-દસ જણના ગ્રુપે એકસાથે એક ટેન્ટમાં રહેવાનું હતું. દર દસ જણની ટોળકીને ટેન્ટ ફાળવી દેવામાં આવ્યા. બધુ વિતતા સાંજના સાડા થઈ ગયા.


બાદમાં ઈન્સ્ટ્રક્ટર અમિતે બધાને ભેગા કરીને સર્કલમાં ઊભા રાખી એક રમત રમાડવાની શરુઆત કરી. રમતમાં રમવા જેવું કશુ હતુ નહીં, રમત જાણે નાટક બની ગઈ હતી. મિકીને વાતનો જલદી અહેસાસ થઈ ગયો તે રમત રમતા નટ્યકલાકારોનું વિડીઓ રેકોર્ડીંગ કરવા લાગી. એવે વખતે અવિનાશની નજર ફરીવાર બધાથી અલગ તરી આવતી મિકી પર પડી. મિકીમાં કંઈ વિશેષ હતું કે નહીં તો કદાચ વિરલ જાણે પણ અવિનાશને તેનામાં કંઈ ખાસ જરુર દેખાવા લાગ્યું. તે અનિમેશ નેત્રે એના તરફ જોઈ રહ્યો. વિડીયો રેકોર્ડીંગ કરતી મિકીની સાથે અવિનાશનો ડોળો પણ ઘુમવા લાગ્યો. અવિનાશ પોતાને જોઈ રહ્યો છે વાતનું જ્ઞાન મિકીને લેશમાત્ર હતું. મિકી અચાનક સર્કલની બહાર નીકળી, વિરલને પણ રમત રમતો અટકાવી બાજુમાં જઈને એની સાથે કંઈક વાતો કરવા લાગી. અવિનાશને ખુંચ્યું પણ મનને દબાવવા સિવાય બીજુ કરે પણ શું ?


ચાલુ રમતે અમિત યાદવ તરફથી વાળુનું તેડું આવી ગયું. ફ્રેશ થઈને બધા ડીસ લઈને ઊભા રહી ગયા. સાપુતારાની સાંજ રાત તરફ ઢળતી જતી હતી. લવપ્રીત, ચિરાગ, અવિનાશ વગેરે સાત લોકો અને અને નવા ઉમેરાયેલા બીજા ત્રણ એમાં વિરલ પણ હતો. બધાએ સાથે મળીને સર્કલમાં જમવાનું ચાલુ કર્યું. મિકી વિરલ સાથે આવી હોવાથી તે પણ ગ્રુપમાં જોડાઈ. સાથે આવેલા વિરલે અન્યને મિકીનો પરિચય કરાવ્યો. મિકીના ગ્રુપમાં આવવાથી તેના ગ્રુપમાં રહેલ આરતી, જેસિકા અને મેઘના પણ દસ જણ સાથે જોડાયા. એમ ગ્રુપ હવે દસનું નહીં પણ ચૌદનું થઈ ગયું. અવિનાશે મિકી સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કર્યો, મિકી પણ રસ દાખવ્યો. છોલે-પુરીની સાથે-સાથે વાતચીતનો દોર પણ આગળ વધ્યો. બધા જમીને પોતપોતાના ટેન્ટ તરફ રવાના થયા. અવિનાશ વાળુ આલ્ફા ગ્રુપ પણ તેમને ફળવેલ ટેન્ટ તરફ ગયું.


રાતના સાડા આઠ થઈ ગયા હતા, લગભગ ચોમેર અંધારુ છવાઈ ગયું હતું. વિરલે સિગારેટ પીવા બહાર જવા અવિનાશને આમંત્રણ આપ્યુ. અવિનાશે પોતે સિગારેટ પીતો હોવાનું જણાવ્યું છતા સાથે આવવા સંમત થયો.


વિરલ અને અવિનાશ ટેન્ટમાંથી બહાર નીકળી રસ્તા તરફ જવા નીકળ્યા. એટલામાં પોતાના ટેન્ટની બહાર આંટા મારતી મિકી તેમને જતા જોઈ ગઈ અને કહ્યું, " આમ એકલા-એકલા ક્યાં ચાલ્યા ? મને પણ સાથે લઈ જાવ. " રાત્રે કેમ્પસાઈટની બહાર જવાની મનાઈ હતી. તેમ છતાંય ત્રણેય બિલ્લીપગે આગળ વધ્યા. રાત્રે મિકીનું આમ સાહસિક રીતે બહાર આવવું જોઈ અવિનાશ સ્તબ્ધ થઈ ગયો. મનોમન ખૂબ હરખાયો, કારણ કે ભલે ને થોડા સમય માટે પણ એને ગમતા વ્યક્તિની સાથે રહેવા મળ્યું જો ! ત્રણેય ડાંગની પરવતમાળાના રસ્તા પર ધીમે-ધીમે આગળ વધ્યા. કેમ્પસાઈટથી થોડે દુર જઈને વિરલે પોતાના ગજવામાંથી બે સિગરેટ કાઢી એક પોતાના મોઢામાં રાખી સળગાવી અને બીજી મિકીના હાથમાં ધરી. મિકીએ પણ સળગાવી. મિકીને સિગરેટ પીતી જોઈ અવિનાશની આંખો ફાટી ગઈ. એકાએક તેણે મિલીને પુછ્યું, " તું સિગરેટ પીવે છે ? " મિકીએ પ્રત્યુત્તર આપ્યો, " અરે ! હું તો ડ્રીંક્સ પણ કરું છું " આટલું કહી મિકીએ પોતાના હાથમાં રહેલી સિગરેટ અવિનાશના હાથમાં પકડાવી દીધી અને અવિનાશે સિગરેટ પીતો હોવા છતાંય જરાય ઈનકાર કર્યા વગર પીવાનો પ્રયત્ન કર્યો. વાત કહી જતી હતી કે, અવિનાશને મિકીની સિગરેટ અને શરાબની આદતથી કોઈ તકલીફ તો નથી પણ તે મિકીનો સાથ આપવા પણ તૈયાર હતો. પહેલા પણ અવિનાશને તેના ઘણા મિત્રો સિગરેટ પીવડાવવાનો પ્રયત્ન કરી ચુક્યા હતા પણ બધાય પ્રયત્નો નિષ્ફળ નિવડ્યા હતા પણ મિકીએ આપેલી સિગરેટ માત્ર આંખોના ઈશારામાં પીવાઈ ગઈ. કદાચ જાદુ સિગરેટનો નહીં પણ મિકીના હોઠનો હતો. અવિનાશ ઈનકાર કરે પણ ક્યાંથી ? મિકીના હોઠોએ સિગરેટને બાથ જો ભરી હતી ! ક્યારેય સિગરેટ પીતા અવિનાશે મિકીની સાથે એક પછી બીજી, ત્રીજી, ચોથી અને પાંચમી એમ એકસાથે પાંચ-પાંચ સિગરેટો સળગાવી નાંખી. કારણ માત્ર એક હતુ કે, પીવાયેલી પ્રત્યેક સિગરેટોને મિકીના અધરોનું આલિંગન મળ્યું હતું. પીવાતી પ્રત્યેક સિગરેટની સાથે-સાથે તેમનો સંવાદ પણ ચાલુ હતો. મિકીએ પોતે ડેન્ટીસ્ટ હોવાનું, અવિનાશે સરકારી સેવામાં ફરજ બજાવતા હોવાનું તો વિરલે પોતે ટ્યુશન ક્લાસિસ ચલવતો હોવાનું જણવ્યું.


અવિનાશને મિકી ગમવા લાગી હતી અને કદાચ મિકીને અવિનાશ પણ. પરંતુ બે માંથી એકેયે પોતાનો લગાવ વ્યક્ત કર્યો. અવિનાશ એમ વિચારતો હતો કે, મિકી વિરલ સાથે આવી છે અને મિકી પોતે એમ વિચારતી હતી કે, એની સાથે વિરલ છે.


સાપુતારાની શીતળ રાતમાં મિકીનો સાથ હોવાને લીધે અવિનાશને મન વાતાવરણ જાણે માદક બની ઉઠ્યું હતું. ખૂબ મોડુ થઈ ગયુ હોવાથી ત્રણેએ કેમ્પસાઈટ તરફ પ્રયાણ કર્યુ. મિકી તેના કેમ્પ તરફ જવા જ્યારે અવિનાશ અને વિરલ તેમના કેમ્પ તરફ. અવિનાશને તો આખી રાત મિકી સાથે બેસીને વાતો કરવી હતી પણ સમયની સીમાઓએ તેઓને કેમ્પ તરફ બોલાવી લીધા. ટેન્ટમાં જઈને પણ અવિનાશ ઉંઘ્યો નહીં. તેનું મન આખી રાત મિકીના વિચારોમાં વંટોળે ચડી ગયું.