Kavdiya - 1 books and stories free download online pdf in Gujarati

કાવડિયા - ૧

આ પૃથ્વી ઉપર દરેક જીવ કંઈક આશા-અપેક્ષા,એષણા વૃતિ ,પ્રવૃતિ,ભાવ - અભાવ, ક્રિયા -પ્રતિક્રિયા વગેરે સાથે લઈને જીવતા હોય છે.

આ અફાટ,અમર્યાદિત નીલો સતત ઘૂઘવયા કરતો દરિયો તો સામે ની બાજુ નાળિયેરી, કેળ, રાયણના વૃક્ષો થી આચ્છાદિત મધુવન.. અહીં ની પ્રકૃતિક રચના જ એવી કે સમુદ્રની સપાટીથી જમીન થોડી નીચી એવો આ ઘેડ પ્રદેશ.

ભીમા ભાઈ ને લખી ને બે સંતાન , એક નમણી જમકુ જેવી ડાહી દીકરી ને જમકુ નો નાનો ભાઈ રમેશ.આ ઘેડીયા ખેડૂત પરિવાર ની વાત છે.

જીવન માં આવી પડતી વિપત પરિસ્થિતિ થી જીવતર નું જાણે વહેણ જ બદલી નાખતી, લખીની જિંદગી કેમ દરિયા જેવી ખારી ઉશ, ખાણ ના પાણાં જેવી કઠણ, શબ્દો ને જ છોલી નાખે એવી જીભ સાથે વિપતી ના પોખનાં કરવા મજબૂર સ્ત્રી ની વાત...

સૂર્યોદય ની સાથે જાણે ધેડ ચેતનવંતી થાય.લખી ના પરિવાર ને મધુવન ને કાંઠે 10-12વીઘા ના ખેતર.આ ખેતરો માં મધુવંતી દરિયા ને ભેટે એની પેલા કાંપ થી ખેતરો ભરી દે.જે વાવો એ ઊગે.આ કમાણી થી જિંદગી ની જરૂરીયાત તો પૂરી થઈ જાય પણ આ ઈચ્છા ઓ પૂરી કરવા ની મોકાણ છે .એક ઓરડો ખેતરે ને એક ઘર ભાઈ ભાગે ગામમાં...

લખી ભીમા ને કહે છેઃ ઝમકુ ને મારે ગામ રય ને ભણાવી સે.. આ ખેતી નું વેત્રું નથ કરાવવું..કયેક મને ઈમ થાઇ કે મારે બે પાંદડે થાવામાં એર્ધી જનદગી વાય ગય.તોય મા રા એકય ઓરતા પૂરા નો થયા.મને ઈમ કે મારેય એક મેડી હોઇય, કાનમાં વેઢાલા, ને ડોઇકે ધળચા જીવો સો ના નો દોરો હોઈય..ને તું એક ભટ ભટ્યું લેય...
ગામ માં રયે તો ન્યાની હથરોટી મારી ઝમુ માં આવે. પાસો વરી માજનનો પાડોસ સે હું બા ને કય મારી ઝમું તમારી દીકરી માની કામ સિખવાડજો ..મારી ઝમૂ ની ઝંદગી સુઉધરી જાય.
આમ સવાર ના પહોર માં ભવિષ્ય ના સપના સજાવતી લખી ને ભિમો કહે "હા તું કે ઈમ જ કરસુ...મારી ઝમૂંડી ની મા...પુધર નો વિઘો સે ન્યા તો જ્યાવ જે ને.. મારી સાહુ ને મારા રામ રામ કેસ્જે" લખી કરસા માંથી રકાબી માં ચા રેડતા બોલી ,"કાયલ કાવ આઝ ઝ રાંધી ને ઉપડું તો.

એકવડા બાંધા ની લખી હાથ ડોકે ત્રાજવા તોફાયવા છે.
કમરે થી પગ સુધી જાડા કાપડ નું લાલ રંગ નું ઢારવું , કસું વારું કાપડું ને માથે ઓઢણું ઓઢું. કાપડાં ની ખીસી માં થોડાક કાવડિયા ને ભત્રીજી સા ટું ભિસ્કીટ લીધા.ઝટ પગ ઉપાડ્ય ઝમકુડી હાલી ને પુઉગસુ તો રંભી મા ની હાયરે ખાવા ટાણે પુગીઈ જયસુ.

કુ ઉ ઉ ઉ ક.....લખી ને જાજા દિના સીતારામ... સીતારામ ઈઈઈ મળી મારી સારી વરતાતી ય નથ.. સુહ કરે ડાયરો.. જાનાળી ટેશ મા લગેસ કાઉ..જાના કયે"સંધાય સારાવાના સે.પણ મારા રોયા પમ દાડે જમીનું માપવા આઈવતા ને વાતું થાતિયું તું કે પુના ના ખેતર થી સેલ્લે શેઢા સુઉંધી સરકાર રોડ કરે સ એમાં આપડા બે વીઘા ખેત રું મા વચારે થી કેડો કાઢવાના સે ..આયન પાણી ભામભરું ને એમાં ફાંટા કરશે લે. લે જા તું ઘેર પુગ તાં લગન માં હું ભાતું દયાવું. ને રામી મા ખાવા ની ત્યારિયું કરતા હઇસે ..પગ ઉપાયજે જરાક..,"
લખી એ હોંકારો કયરો

ઝાઝા દિના રામ રામ....રામી મા સુઉં કરો સ...
મા ને દીકરી હાથ માં હાથ લીધા ને રામ રામ કયરા... હાયલ મળી ભાણે બેહે ઝા, પસી વત્યું કઇરસુ.
આમ લખી હોંશે હોંશે પોતાની મા ની વાડી ની પાસે આવેલા ખેતર જોવા ને માં ને મળવા આવી. આ કાઠિયાવાડ ની ના માણસો જ મીઠા ચા ને ટાણે ચા ને જમવાના ટાણે આગ્રહ કરી ને જમ્યા વિના ન જવા દે, પાછા હેત ને પ્રેમ જરાય ન ઘટે હો..
લખી બોલી મા ....'આઇજ જીવ કાં સોહાય ..'
કાવ તુય હયજી આવી તાં. ઈવું કાય નો હોય ઠાલી ઊપાદ્યું કયર માં
'મા આ ઉપાધિયું કાં ય ઠેકાણા પુસી ને થોડી આવે.'

to be continu




બીજા રસપ્રદ વિકલ્પો