Aaj ni haqeeqat - 1 books and stories free download online pdf in Gujarati

આજ ની હકીકત - 1

દેશભક્તિ

આજે મારી પાસે આમ તો કય નવી વાત નથી પણ જે છે એ બધાના હલકા વિચાર ની જાણે અજાણે મારા મન માંથી ઉદભવતી લાગણી છે જે મને આ માતૃભારતી પર લખવા માટે પ્રેરે છે.

આમ તો બધા જ લોકો આપણા ભારતીય સૈન્ય દળ વિશે જાણતા જ હોય છે પણ ઘણા ઓછા લોકો એવા છે જે આર્મી,નેવી કે એરફોર્સ માં જોડાય છે.આજકાલ બધા ને પોતાના કામ માં વધારે રુચિ છે,એટલે જ એ વ્યક્તિ કા તો પોતાનો ધંધો ચાલુ કરે કા તો કોય જગ્યા પર નોકરી કરી પોતાની અને પોતાના પરિવાર ની જિંદગી ને સુખમય બનાવી ને જીવન ખુશી થી વ્યતીત કરવામાં માને છે,પણ સાહેબ આ દેશ માં ઘણા ઓછા લોકો એવા છે જે પોતાના કામ ની સાથે સાથે પોતાનું નામ પણ દેશ ને નામ કરી ને દેશ માટે જીવવા માંગે છે.

ખૂબ ઓછા લોકો ભારતીય સૈન્ય માં ભરતી થઈ ને દેશ માટે કંઈક કામ કરવા માં માને છે,તે પોતાના નામ ને દેશ ની સૈન્ય શક્તિ સાથે જોડવામાં માં માને છે.

આપણા દેશ માં હાલ ત્રણ સૈન્ય દળ કાર્યરત છે:

1) ભારતીય ભૂમિ સૈન્ય દળ

2)ભારતીય વાયુ સૈન્ય દળ

3)ભારતીય નૌકાદળ.

આ ભારતીય સૈન્ય દળ માં કાર્ય કરતા બધા જ જવાનો આપણી રક્ષા માટે દિવસ-રાત,ટાઢ-તડકો,ભૂખ-પાણી બધું ભુલાવી ને આપણી રક્ષા માટે હંમેશા ઉભા રહે છે,કમ સે કમ આપણે એના જેવું ન કરી શકીએ તો કય નય પણ એની જિંદગીની સલામતી ની દુવા તો આપણે ભગવાન પાસે કરી જ શકીએ ને!

આ છેલ્લે "!"ચિન્હ મુકવાનું કરણ એ છે કે આ વાત નો પણ મને થોડો આશ્ચર્ય થાય છે કારણ કે બધાની વિચાર શક્તિ સરખી નથી હોતી ને એટલે.

બીજી બધી તો દૂર ની વાત છે પણ સમાજ માં એવા પણ લોકો છે જે પોતે તો કય ન કરે દેશ માટે પણ બીજાના પુત્ર કે પુત્રી દેશ ના સૈન્ય દળ માં જોડાવા માંગતા હોય ને તો એના માતા-પિતા પાસે જઈને ટાંટિયા ખેંચ કરે,અને ન હોય ને એવા ઘણા સવાલો પૂછ્યા કરે ને બીજા ના માતા-પિતાને પણ કેસેટ ચડાવી દે કે તેમાં આપણા સંતાનોને ન મોકલાય,ત્યાં મર્યા સિવાય બીજું કંઈ જ ન મળે,ત્યાં રોજ જમવાનું મળે અને ન પણ મળે...આવા તો અનેક પ્રકારના વિચારોનું પોટલું નાખી દે બીજાના મગજમાં,કેમ મિત્રો સાચું કહ્યું ને મેં?

આવી વાતો કદાચ કડવી લાગે પણ આ સત્ય છે મેં મારી નઝર સામે જોયેલું છે.સમાજ માં હજુ પણ એવા વ્યક્તિ છે જે પોતાની પુત્રી ને એક આર્મી મેન સાથે પરણવાની ના પાડે છે.જે દેશ માટે પોતાની જાન ને કુરબાન કરવા તૈયાર થાય છે એના માટે આજના વાલી શ્રી પોતાની દીકરી પરણાવવા તૈયાર નથી,આ એક કડવી અને તદ્દન સાચી હકીકત છે,આજનો સમાજ આવો જ છે એ જોતાં ખૂબ દુઃખ થાય છે.

ક્યારેય એવું વિચારીયું છે કે આપણી જિંદગી આટલી સારી રીતે ચાલે છે,આપણી જાન આટલી સલામત શા માટે છે,તેની પાછળ કોનો પરશેવો જવાબદાર છે?જો આ પ્રશ્ન પૂછ્યા પણ હોય જાતને તો જવાબ માં પેલા તો એ આવે કે એના માટે આપણા માતા-પિતા જવાબદાર છે.

મિત્રો આ જેટલી સાચી અને સચોટ વાત છે એટલી સચોટ વાત એ પણ છે કે માતા-પિતા આપણું પૂરું પાડવા માટે જ્યાં કામ કરવા જાય છે ત્યાંથી સહીસલામત પાછા ફરે છે કારણ કે ઘણા વીર સપૂતો હંમેશા સરહદ પર તૈનાત હોય છે.દેશ વાસીને જરા પણ ઇજા ન થાય એના માટે તે હંમેશા કાર્યરત છે.

હું માનું છું કે આપણી સલામતી નો જેટલો શ્રેય આપના પરિવાર ને જાય છે તેના કરતાં પણ વધારે શ્રેય આપણાં એ સૈન્ય દળ ના વીરો નો છે.આવો એક વાર નય પણ વારંવાર તેની રક્ષા ની દુવા ભગવાનને કરીયે અને એ વીર સપૂતો ની જિંદગીને સલામત રાખવાની પાર્થના રોજ કરીયે.

આમ તો હું જેટલું પણ કહું એટલું ઓછુ જ ગણાય એ વીર સપૂતો માટે. આ તો દિલની લાગણી ને રજૂ કરવી હતી.

ચાલો આજે સલામ કરીયે વિરની એ વીરતા ને :

◼️ સલામ કરીયે એ વીર સપૂત ના

માતા-પિતા ને.

◼️સલામ કરી એ વીર માતાને જેણે એ વીર સપૂત ને જન્મ આપ્યો..કારણ કે શિવાજી જેવા બહાદુર પુરુષ બનવા માટે જીજા બાઈ જેવી માતા બનવું જરૂરી છે.

◼️સલામ કરીયે એ વીર બહેન ને જેનો ભાઈ હજારો બેન ના ભાઈ ની રક્ષા કર્યારત છે.

◼️સલામ કરીયે એ વીરંગના ને જેનો સુહાગ સરહદ પર રહી બીજી ઘણી નારી ના સુહાગ ની રક્ષા કરે છે.

વધુ કય નય કહેતા દિલની લાગણી ને આ થોડા શબ્દોમાં રજૂ કરું. વિરો ની એ વિરતાને સલામ કરું.

વીરો ની વીરતા

વતન ની આ માટીમાં અમર થઈને જીવે છે દેશની રક્ષા માટે મોતથી પણ લડે છે,

યુદ્ધના એ મેદાનમાં મોતને પણ મારે છે
એવા શૂરવીરોની સામે દુશ્મનો પણ હારે છે,

ભારતમાંની રક્ષા માટે એ પરિવારથી પણ વિખૂટા પડે છે
દેશ ના આ તિરંગાની રક્ષા માટે અંત સમય સુધી લડે છે,

જિંદગી હોય ત્યાં સુધી એ દેશ માટે જીવી જાણે છે
જો દેશ માટે જ મરવાનું થાય તો એ મોત ને પણ માણે છે,

મૃત્યુથી એ ડરતા નથી, દુશ્મનો સામે એ કદી જુકતા નથી
મૃત્યુની છેલ્લી ઘડીએ પણ
જય હિંદ, વંદે માતરમ, ભારત માતાકી જય
બોલવાનું એ ચૂકતા નથી.

આવા વીર સપૂતો માટે જેટલું પણ લખીએ એટલું ઓછું છે,કદાચ પેન ની સાહી ખતમ થઈ જાય તો પણ તો પણ આ વિરોની વીરતા ની પ્રશંસા ઓછી કરી શકીએ.ગમે તેટલું મથીયે પણ સાગર નું પાણી ગાગર માં તો ન જ સમાય ને.

જય હિન્દ??

જય ભારત??

જય જવાન?

કોય જાત નય કોય નાત નય બસ એક ભારતીય બનીને રેવા મંગુ છું,અને દેશ માટે કંઈક કરવા માગું છે.

તન,મન અને ધન થી બસ ભારતીય જ રહેવા માંગુ છું.દિલ થી દિલ સુધી આવી અવનવી વાતો ને તમારી સમક્ષ રજુ કરવાની આશા એ ફરી મળીયે.ત્યાં સુધી સુખી રહો, સલામત રહો અને ખુશ રહો.



બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED