માંરુ મોન Best Frind Forever દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

માંરુ મોન

સ્નેહ બેટા તમે તૈયારી કરી લીધી, ? '
ફોનમાંથી એ ઉષ્માભર્યા શબ્દો સ્નેહલ ના કાને સંભળાયા
હા મમ્મી,, '
' તમારા પપ્પા તેડવા આવશે કાલે'
' હા મમ્મી'
' અને હા ફરી પાછા આપણે ત્યાં જવાનું નથી ભાઈએ ચોખ્ખી ના પાડી છે
હા મમ્મી
બસ સામેથી આ બે શબ્દો સિવાય એક પણ નવીન શબ્દ ન સંભળાયો

સ્નેહલ કે જેના લગ્નને માત્ર ત્રણ જ મહિના થયા હતા તેના પતિ સાગર નું બસ એક્સિડન્ટમાં મૃત્યુ થયું આમ તો સાગર સ્નેહલને ખૂબ જ પ્રેમ આપતો પણ તેના આકસ્મિક મૃત્યુ બાદ તેના સાસરી પક્ષ દ્વારા સ્નેહલને થતી સતામણી અને ત્રાસને લીધે સ્નેહલ પોતાના પિયર જવા માટે તૈયાર થઈ રહી હતી

######


'સ્નેહલ મારી દીકરી'.. સ્નેહલ ની માતા ના શબ્દોમાં હેત અને દયાની લાગણી બંનેનું મિશ્રણ હતું

' મમ્મી, ' અને સ્નેહલ તેની માતાની છાતીએ વળગી પડી
' આવી ગયા દીદી' કેહતા નેહલની ભાભી એ જરા સ્મિત કર્યું અને તેના સામા ઉપર પણ નજર ફેરવી લીધી.
' સ્નેહલ બા આવી ગયા એમને' કેતા સુરજ નેહલ નો મોટોભાઈ તેમણે લાગણી ભરી નજર નેહલ સામે માંડી અને નેહલની આંખમાંથી આંસુ સરી પડ્યા સૂરજની આંખમાં પણ પાણી ફરી વળ્યું.

' ચાલો દીદી પહેલા નાસ્તો કરી લો પછી આપણે નણંદ ભાભી બન્ને મળીને તમારો સામાન ગોઠવી લઈશું'
કેહતા સ્નેહલ ના ભાભી નાસ્તાની બેન પ્લેટો અને ગરમાગરમ ચાનો કપ ટેબલ પર મૂકી ગયા#



#####


'ભાભી આ શીરો ગરમ છે તે મૂકી દિયો' કેહતા સ્નેહલ ઘીમાં લચપચતા શીરા ની ડીશ ભાભી ની સામે ધરે છે. સ્નેહલ ના ભાભી ને સુવાવડ આવી હતી અને તેને પિયર જવા દીધી ન હતી કારણકે ત્યાં તેની સંભાળ લેવા કોઈ જ હાજર ન હતું જ્યારે તેની નણંદ સ્નેહલ તો હતી જ!!..
' દીદી આ શીરોo બીજીવાર બનાવ્યો"??
' ના ભાભી આતો મારા ભાગનું છે ને વધારે ઘી નાખીને ગરમ કર્યો છે'

શીરા પર ઘી નું નાનું એવું તળાવ નજરે ચડતું હતું
' દીદી શીરો મા ઘી જરા ઓછું નાખવું'
'ના ભાભી મોટાભાઈ આજે જ લઇ આવ્યા છે' સ્નેહલ તેને ગરમ શીરાની ડીશ દઈને પેલો શીરો લેવા જાય છે.
' દીદી તમારે મારા પૂરતો જ કરવો, મને તો કાંઈ આટલો ભાવે નહીં આમાંથી આમય હું તમને આપવાની જ હતી, કેહતા એ પોતાના શીરા માંથી એક વાટકીમાં સત્યનારાયણ ની પ્રસાદી જેટલો ભાગ કાઢીને સ્નેહલ ની સામે ધરે છે સ્નેહલ ના હાથ ત્યાં જ અટકી જાય છે
'' ના, ના ભાભી તમે આ શીરો લઈ લો' કેહતા એનું અવાજ જરા તરડાઈ છે.
દીદી આ ઠંડો શીરો સાંજે ગરમ કરી દેજો નવો ન બનાવતા આમ ખોટો પડ્યો રહેશે અને નકામું ઘી બગડશે' કેહતા એ ખાલી પ્લેટ સ્નેહલ ની સામે ધરે છે
' ના, ના ભાભી હું સાંજે તમારા પૂરતો કરી દઈશ તમે ચિંતા ના કરતા કાલથી ખપ પૂરતો જ કરીશ જેથી ઘી પણ ના બગડે' કેહતા સ્નેહલ અડધા સ્મિત સાથે ઝડપથી બહાર નીકળી જાય છે, સ્નેહલ ના ઘરે આવ્યા પછી તેની ભાભી અને ભાઈના વર્તનમાં ધીરે-ધીરે પરિવર્તન આવતું હતું જેનો આખયાન સ્નેહલને હતો જ પોતાના નાની ઉંમરે લગ્ન અને પછી વિધવા બન્યા પછી તેની સાથેના ઘરના લોકોના વર્તનમાં જાણે અચાનક પલટો આવી ગયો જ્યારે પોતે આવી હતી ત્યારે જે ઉમળકાથી માને અને ઘરના સભ્યોએ તેનું સ્વાગત કર્યું તેટલી ઉષ્મા અને પ્રેમથી તેનું સ્વીકાર કોઈએ કર્યો ન હતો, !!

શું એ બાબતની જાણ સ્નેહલને ન હતી? જે રીતે ભાભીના વર્તનમાં આવી રહેલી ઓટ શું સ્નેહલ ની જાણ બહાર હતી??





શુ સ્નેહલ માં હજીયે નાનપણ હતું?
શું તેની નજર સામે થઈ રહેલા અન્યાય ને તે નથી સમજતી?
ના એવું કંઈ જ ન હતું પરંતુ તેની પાસે હવે બીજી કોઈ એવી દુનિયા ન હતી કુટુંબ ન હતો કે જેને તે પોતાના કહી શકે!!!
સ્નેહલ ના અંતર મને ને બધી જ જાણ હતી તેને ખ્યાલ હતો કે ભાભી ને તેનું સ્થાન કુટુંબમાં ખૂંચતું હતું તેના મહેસાણા સામે માનુ પણ કંઈ ચાલતું ન હતું પોતાના જીવનના કેટલાય વર્ષો શું તેને આ જ રીતે વીતાવવાના હતા!!??
જ્યારે કુટુંબીજનોએ સ્નેહલ ના લગ્ન કરવાનું કહ્યું ત્યારે તો મોટા ભાઈ એ બધાને સંભળાવી દીધું હતું કે પોતે બીજી વાર પોતાની બહેનને પારકાના હાથમાં સંતઆપવા નહીં જ દે, તેનું ભરણપોષણ કરવાની તેનામાં આવડત છે તેના એ શબ્દોમાં બહેન પ્રત્યેના પ્રેમ કરતા અહંકાર વધારે છલકાતો હતો તેજ અહંકારને લીધે સ્નેહલ ના લગ્ન ન કરવામાં આવ્યા અને તેનું સ્થાન ઘરના સભ્યના પદથી સરીને એક નોકરાણી જેવું બની જવા પામ્યું હતું તેને સંઘર્ષના 10 વર્ષ વિતાવી દીધા

########


' મામી.... મામી... મોટાભાઈ છે' કહેતા એ યુવાન રસોડામાં ઘસી આવે છે.
' કોણ છે? ' સ્નેહલ ના માથે થી પાલવ હટી જાય છે તેના હાથ લોટવાળા હોવાથી એ જરા મોં વડે છેડો ખેંચે છે.
' કોણ છે? ' પ્રશ્ન કરતા સ્નેહલ બેઠકમાં આવે છે સામે નો ચહેરો જરા પરિચિત લાગે છે નીરખી ને જોતા એ સામેની વ્યક્તિને ઓળખી કાઢે છે,
' પ્રણવ તમે!!' આશ્ચર્ય અને સ્મિત સાથે તેના મોંમાંથી શબ્દો સરી પડે છે પણ સામે નો યુવાન શંકાભરી નજરે હજી તેને તાકી જ રહ્યો છે.
' કોણ સ્નેહલ તો નહીંને!!? '' કહેતા એ જાણે ભૂતકાળની તસવીરને વર્તમાનની આ તસવીર સાથે સરખાવતા મેળ ના મળતા શંકાશીલ બને છે.
'' હા હું જ સ્નેહલ... '' કહેતા સ્નેહલ ના ચહેરા પર કેટકેટલા એ પ્રસન્નતાના ભાવ એક સાથે ઉમટી આવે છે.
'' પણ આ સ્થિતિમાં આ સફેદ સાડી આસુ ના હાથ ને આ... સ્થિતિ.... ''
પ્રણવ નેહલ ને તાકી રહ્યો તેને જ્યારે તેના સમગ્ર શરીરની આકૃતિ જોઈ ત્યારે તેના હૃદયમાં થી નિસાસો સરી પડ્યો.

'' અરે રે સ્નેહલ તમારી આ હાલત!!''
સ્નેહલને પણ ત્યારે પોતાની અવદશા નું ભાન થયું જાણે પ્રણવના આ શબ્દો તેના અંતરના દરવાજે ટકોરા કરી ગયા અને ત્યારે તેણે પોતાની સ્થિતિ પર નજર કરી તે ક્ષણે તેને જણાયું કે પોતાના અસ્થિ કંકાલ શાહ શરીરની સ્થિતિ કેવી થઈ છે!!

જ્યારે બાળપણ ગયું ને ત્યારે તેનામાં યુવાની પણ આવી ને જતી રહી કે પછી તેના જીવનમાં એ યુવાની રૂપી આગમન થયું પણ હતું કે નહીં??

કે તેની જાણ બહાર એ યુવાની સરકી ગઈ ને પોતાના જીવનનું એ કાર એ યુવાન અવસ્થા ના વિવિધ રંગો તેના જીવનના રેખાચિત્રો જોવા કે માણવા પણ ન પામી !!નેક્યારે પોતાનું શરીરને પોતી પોતાના જ હાથે ઘડપણની અવસ્થામાં ધકેલી દીધું!!?
એવા કેટકેટલાય વિચારોનું એક મણ ક્ષણવારમાં સ્નેહલ ના અંતરપટ પર છવાઈ ગયું.
'' આવ પ્રણવ ક્યારે આવ્યો બેસ''
કેહતા મોટાભાઈ અંદર આવે છે અને તે સ્નેહલને ચા-નાસ્તો લાવવાનું સૂચન કરીને પોતે પ્રણવને અંદર રૂમમાં દોરી જાય છે પણ સ્નેહલ નું અંતર મન હજી એજ વમળમાં ફસાયું છે તેને આ ઘટનાની ધ્યાન સુદ્ધા રહેતી નથી.

'' સુરજ નેહલની આ....'' તેના શબ્દો જાણે બંધ આડા આવતા હોય તેમ ત્યાં જ અટકી ગયા અને બાકીનું વાક્ય તેના ચહેરા પરના ભાવો કહી ગયા.
''હા પ્રણવ નેહલ ના લગ્નના માત્ર ત્રણ મહિના થયા અને જીજાજી નું એક્સિડન્ટ માં મરણ થયું( સુરજ એ પ્રણવ સામે જોઈને કહ્યું)
તેના સાસરિયા ને નેહલ ની જવાબદારી લેવાનું યોગ્ય ન ગણ્યું અને અમે નેહલ ને અહી લઈ આવ્યા''
પ્રણવને આ બધી જ ઘટના નો લાગેલો આઘાત તેને કયા શબ્દોમાં વ્યક્ત કરવો તેજ ન સમજાયું તેના અંતે થોડા મોન બાદ તેણે સૂરજને સ્નેહલ ના લગ્ન બાબતે વાત કરી પણ રચના શબ્દો અને તેની વાત પરથી જ તેની અહંકાર ની લાગણી પ્રણવને દ્રશ્યમાન બની તેને સારી રીતે ખબર પડી કે સમાજના ખોટા મોભા અને અહંકારને લીધે સ્નેહલ ની આ અવ દશા થઈ છે તેના પરિવારજનોની ખોટી મોટપ ને લીધે સ્નેહલને આ સજા મળી છે.
સ્નેહલ પ્રત્યેના પ્રણવના મનના ભાવ વધારે ઉત્કૃષ્ટ બન્યા હવે તે અવાર-નવાર સૂરજના ઘરે કામના બહાને આવુંજા કરવા લાગ્યો અને જેમ બને તેમ તેણે સ્નેહલને વધારે ને વધારે ખુશ કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ આ બધા જ કાર્યમાં તેણે મર્યાદા રૂપી રેખા લક્ષ્મણરેખા રૂપ હતી,, !!

તે સ્નેહલને તેના જીવનમાં ખુશ અને સંતુષ્ટ જોવા માંગતો હતો પરંતુ તેના સ્નેહલ સાથેના સંબંધો પહેલા હતા એવા ન હતા કે જેના દ્વારા તે સ્નેહના મનની વાત જાણી શકે,,
આમ, તો o સ્નેહલ મોટાભાગે કાંઈ જ બોલતી નહીં ફક્ત ઘરના કામમાં જ રહેતી પરંતુ જ્યારે પ્રણવને લાભ મળતો એ સ્નેહલ ના મનની વાત જાણવા બધા જ પ્રયત્ન કરી છૂટતો,
પાવર નેહલ તેનું મૌન તોડવા માંગતી ન હતી અને સામે ત્રણ તેને આ સ્થિતિમાંથી ઉગારવા માટે નિર્ણય કરી રહ્યો હતો અંતે એ દિવસ આવ્યો કે જેણે સ્નેહલ ના જીવનમાં પરિવર્તન આણ્યું અને.....( જોઈએ હવે પ્રણવ અને સ્નેહ ના સંબંધ ની હકીકત કે આખરે પહેલા શુ સંબંધ હતો અને હવે આગળ એ સંબંધ હશે કે નહીં?? )