હરહંમેશ ની જેમ આજે પણ રાહુલ સમયથી પાછળ હતો !!અને સાક્ષી , એક કલાક રાહ જોવા છતાં પણ એના મનમાં કે એના સૌને મોહી લેનાર ચેહરા પર જરાયે ગુસ્સો ના હતો...
બસ એ આ પ્રતીક્ષાના પળને પણ આનંદ સાથે ન્યાય આપતી હતી . એનું હરહંમેશની જેેમ ફૂલ જોઈ ને ખુશ થવું. એક અલગ જ અનુુભુતી કરાવે. રાહુલની રાહ જોતા એના કર્ણ પ્રિય એવા અવાજ માં સુુદર ફૂલને જોઈ.. "ફૂલ ઉપર ઝાકળ નું બે ઘડી ઝળકવા નું યાદ તો એ રહી જશે એમને આ મળવાનું" અને એટલા માં રાહુલ પણ આવી જાય છે .
સાક્ષી રાહુલને જોઈ મસ્તીભર્યા અંદાજ માં ; ઓહો જનાબ તમે તો જલ્દી આવી ગયાં. આજે સુરજ ક્યાં થી નીકળ્યો .
અને રાહુલ એના બહાનના ખજાના માંથી એક સરસ મજાનું બહાનું તૈયાર જ રાખે એ બોલવા જ જઇ રહ્યો હતો એમા સાક્ષીએ ટોક્યો એને કે "શ્રીમાન આજે કયુ નવું કારણ છે મોડું પડવાનું..? તમને કોઈ એ પેલી રસ્તે ચાલતી ડોશી મળી હતી કે કોઈ ગરીબ ની મદદ કરતા હતા કે તમારી બે પૈડાં વાડી બાઈક માં હવા ઓછી હતી ..??"
રાહુલનો અનેરો જવાબ "ના પાગલ આજે હું એક-દમ સમયસર નીકળ્યો હતો , પણ અચાનક આવતા આવતા રસ્તામાં એક કૂતરું મળી ગયું હતું અને એને ખૂબ જ તરસ લાગી હતી ..
તો એને પાણી પીવડાવવામાં થોડું મોડું થયું "
અરે વાહ!!!! તમે તો ખૂબ જ દયાળુ છો .. અને મને ખબર ના હતી કે તમેં કુતરાની ભાષા પણ જાણો છો .. તરસ્યો કાગડો ની વાર્તા સાંભળેલી આજે તરસ્યો કૂતરો સાંભળી લીધું તમે પણ નવું જ લાવે ..
આમ બન્ને જણ એક બીજા ને ખુબજ પ્રેમ કરે ..કોલેજ બસ પુરી જ થઈ હતી . બન્નેની નિષવાર્થ મિત્રતા ક્યારે પ્રેમ માં પરિણામી એ ના હતી ખબર રાહુલ ને કે ના હતી ખબર સાક્ષી ને
છેલ્લા 3 વર્ષથી બન્ને એકબીજા ના પ્રેરણાસ્ત્રોત બનતા તો ક્યારે એક બીજાના સપનાને સાકાર કરનાર સીડી, પણ ક્યાં સુધી આ અનામી સંબંધના સહારે રેહવાય , બસ હવે જરૂર છે તો આ સંબંધ ને નામ આપવાની .. રાહુલ તો તૈયાર હતો સાક્ષી સાથે લગ્ન કરવા પણ સાક્ષી ની એક શરત હતી કે જ્યાં સુધી બનને જણ પોતાના પગ પર ઊભાના થઇ જાય ત્યાં સુધી ઘરે વાત કરવી નહીં .. અને રાહુલ પણ એના સાથે સહેમત હતો ..
કોલેજ ના પણ 3 વરસ પુરા થઇ ગયા બન્ને ને સારા માર્ક્સ થી ડિગ્રી મળી ગઈ . હવે બનને જણ બસ નોકરી ની તલાશમાં છે.
સાક્ષી ને નોકરી મળી ગઈ , એ ખૂબ જ ઉત્સાહ સાથે અને લાગણી સાથે નોકરી કરતી ...... પણ રાહુલ હજી ત્યાંનો ત્યાં જ . . એક વખત ની વાત છે કોલેજ પછી લગભગ 6 મહિના પુરા થવા આવ્યા .. સાક્ષી ખૂબ જ ચિંતીત હતી .. એના ઘરે લગન માટે દબાવ આવતો હતો .. એ રાહુલ સાથે વાત કરવા માંગતી હતી પણ રાહુલ એની મસ્તી માંથી છૂટો જ નહી પડતો .
હવે, સાક્ષી એ વિચારી લીધું કે રાહુલને કાઈ પણ થાય સબક શીખવવો જ છે .. એ હવે રાહુલના કોલ ના ઉપાડે , એના મેસેજ નો રીપ્લાય નહિ આપે .. અને હવે મળવા પણ નહી જાય ..
રાહુલ ભલે ગમે એટલો શરારતી હોઈ પણ સાક્ષી વિના 1 પળ ના નીકળે..