The Author Parag Parekh અનુસરો Current Read હેલુ નુ રોમાંચક સપનું - ભાગ ૧ By Parag Parekh ગુજરાતી બાળ વાર્તાઓ Share Facebook Twitter Whatsapp Featured Books ચમકતી આંખો હું એક કેમિકલ પ્લાન્ટમાં કામ કરું છું, એ જ રોજીંદુ કામ. પરંત... ફરે તે ફરફરે - 34 "આપણે હંમેશા નાચકણામા કુદકણુ કેમ હોય છે ? " મારો પ્રશ્ન &nbs... પૃથ્વી પર પરલોક જવાના માર્ગ મૃત્યુ બાદ આત્મા પરલોકની સફર કરે છે અને ચિત્રગુપ્ત જે તે વ્ય... પ્રેમ સમાધિ - પ્રકરણ-120 પ્રેમ સમાધિ પ્રકરણ-120 માયા ઘવાઇ છે એ વિચારે નારણ અને સતિષ ચ... ભીતરમન - 51 હું સમયની સાથે ધીરે ધીરે મા વિનાનું જીવન જીવતો થઈ ગયો હતો! બ... શ્રેણી વાર્તા આધ્યાત્મિક વાર્તાઓ ફિક્શન વાર્તા પ્રેરક કથા ક્લાસિક નવલકથાઓ બાળ વાર્તાઓ હાસ્ય કથાઓ મેગેઝિન કવિતાઓ પ્રવાસ વર્ણન મહિલા વિશેષ નાટક પ્રેમ કથાઓ જાસૂસી વાર્તા સામાજિક વાર્તાઓ સાહસિક વાર્તા માનવ વિજ્ઞાન તત્વજ્ઞાન આરોગ્ય બાયોગ્રાફી રેસીપી પત્ર હૉરર વાર્તાઓ ફિલ્મ સમીક્ષાઓ પૌરાણિક કથાઓ પુસ્તક સમીક્ષાઓ રોમાંચક કાલ્પનિક-વિજ્ઞાન બિઝનેસ રમતગમત પ્રાણીઓ જ્યોતિષશાસ્ત્ર વિજ્ઞાન કંઈપણ ક્રાઇમ વાર્તા નવલકથા Parag Parekh દ્વારા ગુજરાતી બાળ વાર્તાઓ કુલ એપિસોડ્સ : 6 શેયર કરો હેલુ નુ રોમાંચક સપનું - ભાગ ૧ (11) 2.5k 6.7k હેલુ ને વાર્તાઓ સાંભળવી બહુ ગમે. એક વખત તેની મમ્મી તેને જાદુઇ જંગલ ની વાર્તા કરી રહી હતી, હેલુ તે વાર્તા સંભાડતા સંભાડતા જ સૂઈ ગઈ. અચાનક વીજડી ના કડાકા ભડાકા નો અવાજ સાંભડાંયો ને હેલુ ડરી ને ગોદલા મા છુપાઈ ગઈ. થોડીક વાર એક્દમ શાંતિ થઈ ગઈ એટલે હેલુ એ આંખો ઉઘાડી અને ગોદલા ની બહાર જોયું અને તે જોઈ ને હેલુ એક્દમ ચોકી ગઈ. તેની આજુ બાજુ અને ચારે બાજુ ખુબજ લાંબા લાંબા વૃક્ષો, રંગબે રંગી ફુલો અને લીલાછમ ઘાસ વાળી ધરા હતી. હેલુ ની નજર એક ખૂબજ સુંદર પતંગિયા પર પડી ને તેને અડવા માટે તેની પાસે ગઈ પણ પતંગિયું ઉડી ગયું. હેલુ તેની પાછળ પાછળ ચાલવા લાગી અને ચાલતા ચાલતા તે એક જાડ પર ચડી પોહંચી. ત્યાંંથી તેને એક સુંદર મજાનું ઇન્દ્ર ધનુષ દેખાનું અને જોત જોતામાં તો ત્યાં બીજું એક ઈન્દ્ર ધનુષ દેખાવા લાગ્યું. હેલુ તો તેને જોતી જ રહી અને અચાનક જ તેને તે ઈન્દ્ર ધનુષ પર એક ઘોડો દોડતો દેખાનો અને તે જોત જોતામાં જ દોડતા દોડતા ઉડવા લાગ્યો. હેલુ તે ઉડતા ઘોડા ને જોવા મા તે ભૂલી ગઈ કે તે જાડ પર છે અને અચાનક જ તે લપસી ને જાડ પરથી નીચે પડવા લાગી. હેલુ ની આંખો બંધ થઈ ગઈ ને જોરથી રાડો પાડવા લાગી આઆઆઆઆઆઆઆઆઆ બચાવો, અને તે ધડમ કરી ને કોઈ પોચા પોચા ગાદલા પર પડી તેવું તેને લાગ્યુ, હેલુ એ ધીરે ધીરે એક આંખ ખોલી ને જોયું, વાદળો એક્દમ જડપી પસાર થઈ રહ્યા હતા, પક્ષીઓ તેની બાજુમા ઉડી હતા, ને ઠંડો પવન તેેનાં વાળ ઉડાડી રહ્યો હતો. હેલુ એ બેસીને જોયું તો નીચે , હાથી, હરણ અને બીજા ઘણા પ્રાણીઓ રમકડા જેવા નાના દેખાતા હતા ને પાછળ ફરી ને જોયું તો તે એક સુંદર પાંખો વાળા ઘોડા પર સવાર થઈ ને આકાશ મા ઊંચે ઊંચે ઉડી રહી હતી, નીચે આવી ને હેલુ તે ઘોડા ને જોતી જ રહી. ગુલાબ ના ફૂલ જેવો ગુલાબી રંગ, વિસાલ પાંખો પણ ફૂલો જેવી કોમળ, સોનેરી રેસમ જેવા તેના વાળ ને પૂંછડી અને તેના માથા પર રૂપેરી ચમક્તું સિંગડું હતુ. હેલુ તો તેને એકીટશે જોતી જ રહી ને ત્યાં પેલો ઘોડો બોલ્યો તારું નામ શું છે? તું ક્યાથી આવી છે? તારું ઘર ક્યાં છે? એ સાંભડી ને હેલુ તો ચોંકી ઉઠી ને ત્યાં તે ઘોડો પાછો બોલ્યો તું પેલા જાડ પરથી કઈ રીતે પડી? હેલુ કઈજ બોલી ના સકી. પેલા ઘોડા એ તેને ખાવા માટે થોડા ફળ આપ્યાં ને પીવા પાણી. હવે હેલુ નો ડર દૂર થવા લાગ્યો ને તે બોલી મારું નામ હેલુ છે અને મને ખબર નથી હું અહીં કેમ આવી પણ મને મારા ઘરે જવું છે. હું મારી મમ્મી ને ખુબજ યાદ કરું છું. એમ કહી હેલુ રડવા લાગી. પેલા ઘોડા એ તેની પાંખો વડે તેને વહાલ કરતા કહ્યું રળ નહીં હું તને તારા ઘરે લઈ જઈશ. મારું નામ માયા છે મને તું મને તારી મિત્ર સમજ અને માયા હેલુ ને તેની સાથે તેના ઘરે લઈ ગઈ.માયા ના ઘરે હેલુ તેના ના બે બચ્ચા ને મળી. એક નું નામ હતું વાયુ અને બીજા નું નામ હતું મીઠી. મીઠી તો હેલુ સાથે તરત જ હડી મડી ગઈ. હેલુ ને હવે ડર નહતો લાગતો અને તેણે માયા પર વિશ્વાસ પણ હતો કે તે હેલુ ને તેના ઘરે પોહંચાડી દેશે. › આગળનું પ્રકરણ હેલુ નુ રોમાંચક સપનું - ભાગ ૨ Download Our App