રેલ્વે સ્ટેશન પર ચાઈ અને પાણી વાળા લોકોની ભીડ હતી, અને A3 ડબ્બામાં કાળા રંગના કવર વાળી કિતાબ વિકાસના હાથમાં હતી.
અસ્થાના સાહેબ પોતાની મૂછોને તાવ આપતા બોલ્યા " તો શરૂ કરીએ"
વિકાસ સીટ પર પાછળ ખસીને, પગ પર પગ ચડાવતો બોલ્યો " હા, બિલકુલ."
અસ્થાના સાહેબ બોલ્યા " આ કહાની મે ફર્સ્ટ પર્સન માં લખી છે,
એટલે કે કહાનીનો હીરો ખુદ લેખક છે."
કહાની કંઇક આમ છે.
સાત અરબ ચેહરા જોઈ ને કહું છું કે અહીંયા કંઇજ મફતમાં મળતું નથી. રોટલીનો પ્રત્યેક ટુકડો, નર્મ બિસ્તરની પ્રત્યેક કરવટ, કમાવવી પડે છે. જિંદગીમાં ક્યારેય એવો મોડ આવી જાય છે કે બેઈમાની, બેવફાઈ, બગાવત, ધોખા, લુંટ જરૂરત બની જાય છે.
હું એ સાત અરબ ભીડનો ગુમનામ હિસ્સો બનવા જન્મ્યો નહોતો. એટલે મેં દિલથી નહિ પણ દિમાગથી કામ લીધું. આજ કારણ હતું કે શહેરના કામયાબ વ્યક્તિઓમાં હંમેશ માટે મારું નામ ગુંજતું હતું. મારા કેટલાય ધંધા હતા, પ્રોપર્ટી બિઝનેસ, ફિશિંગ, ગાડીઓની આપલે, અને બહુ મોટો પોટ્રી ફાર્મ પણ, બધુજ હતું, ઈજ્જત, દોલત, કામિયાબી,અને સુંદર પત્ની પણ.
સુચિત્રા નામ હતું એમનું.
વિકાસે નોધ્યું કે જેવું સુચિત્રા નું નામ આવતાં જ અસ્થાના સાહેબ ના ચેહરા ઉપર નો ભાવ કંઇક અલગ થવા લાગ્યો. તે એમની કહાની માં એવા તો ખોવાય ગયા કે સુચિત્રા નો કિરદાર ખુદ એમની પત્ની નિભાવતી ન હોય.!!!
મે સુચિત્રા ને જિંદગીની બધીજ ખુશી આપી, ગાડીઓ, નોકર ચાકર, બધીજ એશો આરામ ની ચીજવસ્તુઓ.
પણ હું ક્યાં જાણતો હતો કે મે જ આપેલી આ એશો આરામની જિંદગી ખુદ મારા માટેજ એક વિશ્વાસઘાત બની જશે. તે દિવસોમાં હું ફીશિંગ બિઝનેસમાં નવો નવો ઉતર્યો હતો એટલે ઘણોખરો સમય મિટિંગ અથવા તો ફિશિગ બોટ પર સમંદરમાં વિતાવતો. સુચિત્રા ઘણો સમય ઘરેજ વિતાવતી હતી.
એક રાત્રે હું ઘરે આવ્યો તો મે જોયું કે ગુલાબી જોડામાં અરીસાની સામે બેઠેલી સુચિત્રા ઉદાસ બેઠી હતી.
" શું થયું, સૂતી નથી હજુ?"
મે ટાઈ ને ઢીલી કરતાં બોલ્યો તો તે ફર્યા વિનાજ ઉદાસ ચેહરે બોલી.
" હું સુવા નહિ માંગતી, જો હું સુઈ જઈશ તો સવાર થઈ જશે, અને પછી એક પહાડ જેવો મોટો દિવસ એકલા કાપવો પડશે."
" જો સુચિત્રા, હું ફરીવાર એ કકળાટ શરૂ કરવા નહિ માંગતો." મે એક હળવા ગુસ્સામાં કહ્યું.
" હું જાણું છું કે તું ઘુમાવીને વાત ફરી અહિયાં જ લાવીશ, મેં તને કેટલીય વાર કહ્યું છે કે તું કામ નહિ કરે." ખુરશી પર બેસતા શૂઝ ઉતરતા કહ્યું.
" અરે જરૂર શું છે તને કામ કરવાની, કઈ વસ્તુની કમી છે તારે ??"
"કમી ?" તે પલટીને બોલી તો એમની આંખમાં આંસું હતા.
" છે શું મારી જિંદગીમાં, સિવાય કે આ મહેલમાં બેસીને તારી રાહ જોવા સિવાય."
" શું કામ જોવે છે મારી રાહ..?" એમની નજીક જઈને બોલ્યો.
" મારે કામ કરવું પડે છે" હું વાત ને વધુ ખેંચવા નહોતો માંગતો.
" જો સુચિત્રા, તું એકલી પડી રહે છે ને એટલે આવા ઉદાસ સવાલ તારા મનમાં આવે છે, અરે ક્યાંક હરીફરી આવ, અરે તારી પેલી કોલેજની બહેનપણી શું નામ છે એનું ..??.. હા અફસાના ખાન, તે પણ આ શહેરમાં આવી ગઈ છે, તો મળીને માર્કેટ જઇ આવો. તું કહેતી હતી કે તે ગિટાર નું ટ્યુશન લે છે, તું પણ ગિટાર શીખી લે, અરે કરવા માટે તો બહુ બધી વસ્તુ છે, હું આવતીકાલે કોઈકને કહું છું મ્યુઝિક ટીચર માટે, અરે હવે તો રોવાનું બંધ કર યાર...."
મે કહ્યુ તો સુચિત્રા ની આંખના આંસુ રોકવા લાગ્યા.
આગળના દિવસે મે મારા મેનેજર ને એક મ્યુઝિક ટીચર એરેંજ કરવા કહી દીધું. તે બે દિવસ પછી ઘરમાં આવી પણ ગયો. પણ તે જેવો ઘરમાં આવ્યો તો મને ખબર પડી કે સુચિત્રા એ પોતાની જાતેજ એક મ્યુઝિક ટીચર બોલાવી લીધો હતો.
"વિકી નામ હતું એમનું." સુચિત્રા એ એક સાંજે પરિચય આપતા કહ્યું. " મારા કોલેજ નો જુનિયર છે, તે અફસાના ને પણ શીખવે છે અને હવેથી મને પણ શીખવશે."
" અચ્છા, હેલો વિકી, હાઉ આર યુ..?"
" આઈ એમ ફાઈન સર"
" તો ક્યારથી ગિટાર વગાડો છો"
"સર, ચાર વર્ષથી, અને પાર્ટ ટાઈમ માં ડીજે પણ ઓર્ગેનાઈઝ કરું છું."
વિકી મારાથી બહુ યંગ હતો, સુચિત્રથી પણ ચાર પાંચ વર્ષ નાનો જ હશે, દુબળું પાતળું શરીર હતું, ઘુંઘરાળું વાળ, ચેહરા પર હલકી દાઢી, અને હલકી મુસ્કુરાહટ....
"સૂપ લેશો અસ્થાના સાહેબ"
વિકાસે પૂછ્યું તો અસ્થાના સાહેબ ફરી પોતાની વર્તમાન દુનિયામાં આવી ગયા. દરવાજા પર વેઇટર સૂપ લઈને આવ્યો હતો.
" નહિ..નહિ, હું સૂપ નહિ પીતો."
કહ્યું તો વિકાસે એમના માટે એક કપ સૂપ હાથમાં લઈને બેસી ગયો.
ટ્રેનની ઝડપ વધી રહી હતી, બહારનું વાતાવરણ કંઇક બદલાયેલું લાગતું હતું. વરસાદના નાના નાના બિંદુઓ બારીના કાચ પર અથડાઈને નીચે સરકી રહ્યા હતા.
વિકાસે સૂપની ચૂસકી મારતાં કહ્યું " હમમ.. તો વિકીના આવવાથી શું બદલ્યું..?"
" બધુજ બદલાઈ ગયું, વિકીનાં આવવાથી સુચિત્રા માં બહુ મોટો બદલાવ નજર આવતો હતો, ઑફિસેથી ઘરે આવતા હું જોતો તો સુચિત્રા ના ચેહરા પર ગમગીની અને ઉદાસી નહોતી દેખાતી. તે બહુજ ખુશ લાગતી."
એક સાંજે હું ઘરે પહોંચ્યો તો વિકીનો અવાજ મારા કાનો પર પડયો, હું ગેસ્ટ રૂમની નજીક આવ્યો તો વિકી અને સુચિત્રા ગિટાર લઈને બેઠા હતા. બંનેના ચહેરા પર એક અલગ ભાવ દેખાતા હતા, તે લોકો જે રીતે હસતા હતા એના પરથી લાગતું હતું કે વાત ગિટાર ની તો નહોતી. મને જોઈ ને બંને ગભરાય ગયા. મે નરાઝગી થી જોયું અને ત્યાંથી નીકળી ગયો. તે દિવસ પછીથી મે સુચિત્રા ઉપર ખાસ નજર રાખવાનું શરૂ કરી દીધું. એમના ડ્રાઇવર ને પણ કહી દીધું હતું કે
""સુચિત્રા ક્યાં જાય છે?
કોને મળે છે?
શું કરે છે ?
બધીજ માહિતી મારે જોઈએ."
" તો ક્યાં સુધી પહોંચી તારી ટ્રેનિંગ..?"
ઘરમાં આવતાં જ આ સવાલ પૂછતાં તે ગભરાય જતી હતી.
" હા....હમ...ઠીક ચાલે .....છે.. શીખી રહી છું હજુ લાઈટ, અને ડિઝિટ વિશે, ચાલો તમે હાથ મો ધોઈ લો, હું જમવાનું લાગવું છું."
વિકી નું નામ આવતાં જ એમની જીભ લડખડાવા લાગતી હતી.
બસ સમય જતો હતો, એક બપોર હું પોલ્ટ્રી ફાર્મ પર હતો અને સુચિત્રા નો ફોન આવ્યો.
" સાંભળો ને અફસાના ની છોકરીનો બર્થ ડે છે શનિવારે, તો અરેંજમેન્ટ્ટ માટે સમાન વગેરે લેવા જવાની છે, તે કહે છે કે હું પણ સાથે આવું."
થોડું વિચારી ને મે કહ્યુ " હા તો ઠીક છે જાવ"
"ઠીક છે"
"સાંભળ" તે ફોન રાખે તે પેહલા મે મારો દાવ રમ્યો.
" શનિવારે તો હું પણ ફ્રિ છું, હું પણ આવીશ પાર્ટી માં"
અચાનક એમની જીભ રોકાઈ ગઈ, પછી તે અવાજ સંભાળતા બોલી "હા...ઠીક..છે , ચાલો ને , અફસાના ના પતિ તોકિર ભાઈ પણ પૂછતાં હોય છે તમારા વિશે, હું અને અફસાના એટલી જૂની મિત્ર છીએ તો તમારે પણ કમસે કામ એક વખત તોકીર ભાઈને મળવું જોઇએ."
" ઠીક છે, તું જઈ આવ માર્કેટ અને જલ્દી આવજે."
સુચિત્રા એ ફોન મૂકી દીધો, પણ તે નહોતી જાણતી કે એમનો પતિ ઊડતી ચકલીઓના પગ ગણી શકે છે.
બિલકુલ એવુંજ બન્યું જેવી મારા મનમાં શંકા હતી. રાત્રે સુચિત્રા ના ડ્રાઈવરે મને ફોન કર્યો " સાહેબ મે સુચિત્રા મેડમ અને અફસાના મેડમ ને મોલના ગેટ પર છોડી દીધી હતી, અને સામે ગાડીમાં રાહ જોઈ રહ્યો હતો, થોડા સમય પછી સુચિત્રા મેડમ મોલથી નીકળી તો પાછળ પેલા વાંકડિયા વાળ વાળો વિકી પણ હતો."!!!!!!!!!!?
ચેન્નાઇ મેલ લોનાવાલા સ્ટેશનથી થોડી દૂર હતી. પણ દૂર સુધી ખૂબસુરત પહાડો દેખાઈ રહ્યા હતા.
" એટલે કે તમારા હિરોનો શક સાચો હતો..?" વિકાસે પૂછ્યું.
" હા બિલકુલ સાચો હતો."
અને એ વાત ની ખાત્રી મને એજ દિવસે થઈ ગઈ હતી કે જ્યારે એમને પહેલી સાબિતી મળી.
દિવાળીના એક દિવસ પહેલા ની વાત છે, બપોરના સમયમાં હું મારા રૂમમાં રોકિંગ ચેર પર બેસીને કંપનીના દસ્તાવેજ ચકાસી રહ્યો હતો.
નોકરે દરવાજે ટકોર કરી, એમને અંદર આવીને એક મોબાઇલ મારા તરફ કર્યો અને બોલ્યો " સર એક છોકરો આવ્યો હતો, અને કહેતો હતો કે માલિક એમનો ફોન ભૂલી ગયા હતા તે છોકરાના ઘરે તો તે આપવા માટે આવેલો, આ રહ્યો ફોન." નોકરે ફોન આપતા કહ્યું.
મે ફોન જોયો તો તે ફોન સુચિત્રા નો હતો. હું સમજી ગયો હતો કે એમને કદાચ માલકીન કહ્યું હશે..!!
" ઠીક છે અહી રાખી દે, અને તું જા."
એમના ગયા પછી મે ફોન ચેક કર્યો તો એમાં બેતાલીસ મિસ્ડકોલ હતા .!!
સુચિત્રા એ નંબર જાણીજોઈને સેવ નહોતો કર્યો.
મે મારા ફોન પરથી એ નંબર પર ફોન કર્યો.
" હેલો..કોણ બોલે છે??"
" હું, વિકી તમે કોણ?...........હલો...હાલો..."
આજ સમયે મારા શરીરમાં ચિનગારી દોડી ગઈ. એક રક્ત પ્રવાહનો ઉંભાર હતો, જેમણે હું મારી નસોમાં અનુભવી રહ્યો હતો.
કહાની સંભળાવતા અસ્થાના સાહેબ ના માથા પર પરસેવાની બુંદો બાઝી ગઈ હતી. જેમ કે એ કહાની ખરેખર સાચી હોય.....
વિકાસે એમના તરફ પાણીની બોટલ લંબાવી તો એમને બે ઘૂંટ પી લીધા.
" અને આ તમારી કહાનીનો હીરો વિકીને મારી નાખશે, કરેક્ટ ને?"
વિકાસે કહ્યું તો અસ્થાના સાહેબે પોતાનું માથું ડાબી જમણી બાજુ હલાવતા કહ્યું " નહિ....એટલી જલ્દી નહિ...અરે હવે તો કહાનીમાં એવું થવાનું છે કે જેમની વિશે તમે વિચારી પણ નહીં શકો ..
પણ, એજ સમયે તે બંનેની મોત લખાઈ ગઈ હતી."
વિકાસ જોઈ રહ્યો હતો કે અસ્થાના સાહેબ ની આંખો અજીબ રીતે ચમકી રહી હતી.
ખરેખર આ કહાની કંઇક નવીજ મોડ લેવા જઈ રહી હતી. કોઈ રાઝ કે જેમના ઉપરથી પડદો ઉઠવાનો હજુ બાકી હતો.
કયું રાઝ હતું કે જે અસ્થાના સાહેબ હવે વિકાસને કહેવા જઈ રહ્યા છે??? જાણવા માટે વાંચતા રહેજો ભાગ ૩ હું જલ્દી મૂકીશ....
અને આપનો કિંમતી પ્રતિભાવ જરૂરથી આપશો..