ખાટી આમલી - ભાગ ૩ Palak parekh દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ખાટી આમલી - ભાગ ૩

ખાટ્ટી આંબલી ભાગ-3

તો આગળ તમે જોયું કે મારા ઘરમાં "એક પતિ પત્નિ ઑર વોહ" વાળો સીન હવે શરૂ થઈ ગયો છે અને આ બાબત થી હું તદ્દન અજાણ છું.તો ચાલો જોઈએ શું થયું મારી સાથે આગળ.
હું સાચું કહું તો મારી પત્નિ ને ખુબ પ્રેમ કરુંછુ, પણ કહેવાય છે ને કે જિંદગીમાં ક્યારેક કોઈ એક પળે તમે કોઈ બીજા વિજાતીય પાત્ર પ્રત્યે આકર્ષાઈ જાઓછો તો એ આકર્ષણ હોય છે પ્રેમ નહી. મારા કિસ્સમાં પણ એમજ હતું. પણ આ વાત મારી દુર્ગાને કોણ સમજાવે? એ તો બસ એમજ માનીને બેઠી છે કે હું હવે તેને છોડીને કોઈ બીજી સ્ત્રીને, અને એ પણ મારા બૉસ ને પ્રેમ કરું છું,જે ટુંક સમયમાં માતા બનવાના છે. શું લાગે છે તમને? શું હું સાચેજ મારા બૉસ ના પ્રેમમાં હતો?
અહી દૂર્ગાનું રડવાનું બંધ થવાનું નામ જ નોતું લેતું. હવે મારી પાસે એક જ રસ્તો હતો કે દૂર્ગા અને મારા બૉસ ની પરસ્પર મુલાકાત કરાવું. પણ એ કઈ રીતે કરું?.
સાચું કહું આ સ્ત્રીઓને સમજવી ખૂબ અઘરી છે. પેલી સંસ્કૃત ભાષામાં ઉક્તિ છેને, સ્ત્રિયાં ચરિત્ર , પુરુષસ્ય ભાગ્યમ્ દેવો ન જનાતિ..... મનુષ્ય . તો હું તો પામર મનુષ્ય છું.હે ભગવાન પ્લીઝ બચાવજે મને,આમ બોલીને હું જ્યાં ભગવાનને મારી અરજ કબૂલ કરવા મનાવી રહ્યો હતો ત્યાં શોભા પોતાનો બિસ્તરો ભરીને ડૂસકાં ભરતી-ભરતી બહાર આવી અને બોલી શું કરવા બિચારા ભગવાનને હેરાન કરોછો, હું જ નડુંછું ને તમને તો લ્યો આજથી તમે છુટ્ટા. આમે મારા જેવી ગમાર તમને ગમે જ કેવી રીતે? પણ એક વાત યાદ રાખજો કે રોટલા તો આ ગમાર જ તમને ખવડાવશે! સમજ્યા?
બાગા ની માફક હું મારી દૂર્ગા ને જોઈ રહ્યો હતો, પણ તેણે જેવું કહ્યું ને કે, "ગમાર.... . ખવડાવશે.."સાચું કહું તમને તો મને વિશ્વાસ જ ના આવ્યો કે શું મે ક્યારેય તેને ગમાર કહી હતી? ના ક્યારેય નહીં! શું મારાં દિલમાં ક્યારેય તેનાં માટે તે અણઘડ કે મારા કરતાં ઓછી શિક્ષિત છે તેમ માનીને તેને છોડવાનો વિચાર આવ્યો હતો? ના . તો પછી આ કેમ આવો આરોપ મારા પર લગાવે છે?
આ સ્ત્રીઓની આજ મોટી ખામી છે, પોતે જાતેજ પોતાના વિશે નીચા કે નકારાત્મક વિચારો રાખે ને આરોપ લગાવે બિચારા પુરુષો પર. હવે તમેજ કહો શું આમા મારો કંઈ વાંક હતો? શું મે તેને આ ઘર જેને ઘર તેણે જ બનાવ્યું હતું તે છોડવા માટે કહ્યું હતું? ના તો પછી? જવાદો એ વાતને..
પરાણે સમજાવી પટાવી ફોસલાવીને મે દુર્ગાને શાંત કરી પણ અહી મારું મન અશાંત થઈ ગયું હતું. વિચાર્યું બહાર થોડો આંટો મારી આવું અને દૂર્ગા માટે તેનાં ગમતા સમોસા અને સેવ ખમણી લેતો આવું. મારું ઘર શહેરથી દૂર આવેલું છે, વધારે દૂર નહી પણ તમે તેને એક નાનકડું વિકાસશીલ ગામ જરૂર કહી શકો. મારે ઘરેથી થોડીક દૂર મહાદેવનું સુંદર મંદિર છે, નાનકડું તળાવ અને તેને કાંઠે મંદિર. ચોમાસાના પ્રારંભે આજે આછા આછા વાદળો આકાશ માં ઘેરાયેલા હતાં.. જે અચાનક ગડગડાટ નો અવાજ કરતાં ક્યારે ગાઢ થઈ ગયા? મને તો ખબર જ ના પડી બોલો. આ ટેન્શન બલા જ ખોટી છે.|
નાસ્તો લઇને ઘર તરફ જતો જ હતો કે થયું લાવ ને ભોળા શંભુ ને મળતોજ જાઉં. એમ વિચારીને મે મારું બાઈક મંદિર ની દિશામાં વાળ્યું. હું બાઈક પાર્ક કરી અંદર ગયો ત્યારે ધીમો -ધીમો વરસાદ પડી રહ્યો હતો. શું કહું તમને વાતાવરણ એકદમ ફિલ્મી રોમેન્ટિક હતું, કમી હતી તો ફક્ત સંગીતની. પણ ત્યાંજ વાદળોએ ટાપશી પૂરી, ગડાગડટ એવો તો કયો કે એક પળ હું ડરી જ ગયો. પવનમાં પત્તા પર રેલાતો વરસાદ ને તે પત્તા પરથી ધીમે ધીમે નીચે વરસતું પાણી, એ ધીમો તમરા નો અવાજ અને સાથે મંદિરનો મધુર ઘંટારવ. સાચું કહું તો મન એટલું શ્રૃંગાર રસથી ભરાઈ ગયું કે...
હું ફટાફટ દર્શન કરી ઘરે જવાનું નક્કી કરી મંદિરના ગર્ભગૃહમાં ગયો, તો ત્યાં મારા મેડમ બેઠાં હતાં. તેઓ અત્યારે સાડી પહેરીને જાણે કે ઉર્વશી સમાન કોઈ અપ્સરા જેવા લાગતા હતા. પણ તેમની બાજુમાં કોણ છે? મે જાણી જોઇને જોરથી મંદિરનો મોટો ઘંટ વગાડ્યો. પૂજામાં તલ્લીન મેડમ અને તેમની બાજુ માં બેઠેલા વ્યક્તિએ મારી સામે જોયું ન જોયું અને ફરી પાછી તેમની પૂજા ચાલુ રાખી. મેડમના આવા વર્તનથી થોડું દુઃખ થયું પણ અત્યારે તે દુઃખ કરતા પણ વધારે મહત્વની બાબત એ છે કે તે વ્યક્તિ કે જે મેડમની સાથે બેઠેલો છે તે કદાચ મેડમ ના પતિ તો નહી હોય ને..
અને મારો આ શક સાચો ના પડે એટલા માટે મે આંખો બંધ કરીને ભગવાનને પ્રાર્થના કરી. પણ આંખો ખોલી ને જોઉં છું તો તે બન્ને ગાયબ. હશે, એમ માનીને હું મંદિરના બગીચામાં ગયો. બગીચામાં મે મેડમનું એક અલગ જ રૂપ જોયું, તેઓ આ વરસાદમાં નાચી રહ્યા હતા. જાણે કોઈ અલ્લડ ઢેલડ મોર ને ખીજવવા નાચે ને મોર( જે અહી હું પોતાને માનું છું) તે નૃત્ય જોઇને તે ઢેલના પ્રેમમાં પડું-પડું થાતો હોય પણ ત્યાંજ તેને બિચારાને પોતાના ઘરની વાઘણ ઢેલની યાદ આવી જાય અને અને એ પહેલાં કે કંઇ અનર્થ થાય હું ત્યાંથી રીતસરનો પલાયન થયો.
આજે મેડમનો ઑફિસમાં લાસ્ટ ડે છે.બધા તેમને બેસ્ટ વિશિસ આપી રહ્યાં હતાં, મારી પત્નિ પણ. તેને આ ફેરવેલ પાર્ટીમાં ખાસ આમંત્રણ હતું મેડમ તરફથી. તે ખૂબ જ ખુશ હતી કેમકે મેડમ આખરે જવાના હતા. અને હું દુઃખી હતો કેમકે મેડમ જવાના હતા.મારી આ લાગણી ફક્ત મારા જેવા પુરુષો જ સમજશે કેમકે ક્યારેક થોડું પરિવર્તન પણ જોઈએ ને જીવનમાં દરરોજ એક વાનગી તો ના ભાવે ને. મારી આ વિચારમુદ્રાને પાછળ થી મારા પીઠ પર પડેલી જોરદાર કોઈની હસ્તમુદ્રાએ તોડી.મે પાછળ ફરીને જોયું તો એક ઉંચી કદ કાઠી વાળો જે પેલા દિવસ મંદિરમાં હતો તે હીરો જેવો લાગતો યુવાન મારી સામે હતો તે બોલ્યો, mr. શર્મા તમે જ ને? મે કઈક ખીજવાઈ ને કહ્યું, કે ભાઈ આટલો જોરથી ધબ્બો મારીને શું તમે મારી સાથેનું કોઈ વેર તો નથી વાળ્યું ને? હમણાં ક્યાંક મારો ખભો મારાથી સંબંધ તોડીને જતો રહ્યો હોત તો? અને આ સાંભળીને તે હસવા લાગ્યા. મારી સાથે હાથ મિલાવીને તેમણે કહ્યું કે, પ્રાચી તમારા વિશે સાચું જ કહેતી હતી, કે તમે ખૂબ સાલસ,સહજ,અને મજાકિયા વ્યક્તિ છો. બાય ધ વે હું અમિત. અમિત મજુમદાર પ્રાચીનો પતિ. મે મને કમને તેમની સાથે હાથ મિલાવ્યો અને કંઇક વાતો પણ કરી. અમે બન્ને વાતો કરી રહ્યાં હતાં ત્યાં મેડમ અને મારી પત્નિ આવ્યા, મારી પત્નિ આજે મેડમ માટે એક ખાસ ગિફ્ટ લાવેલી તો મેડમ પણ તેને રિટર્ન ગિફ્ટ આપવા માટે કઈક લાવેલા પણ શું તે સસ્પેન્સ હતું. પણ દૂર્ગા તો ગિફ્ટ લઇને ખૂબ ખુશ હતી. મેડમ મારી સામે આવીને બોલ્યાં, mr.શર્મા ઑફિસ માં તમે જેટલું મારું ધ્યાન રાખ્યું છે તે બદલ હું તમારો દિલ થી આભાર માનું છુ. અને સર ને ખાસ રિકવેસ્ત પણ કરીને જાઉં છું કે મારા આવતા સુધી મારું કામ mr. શર્મા સિવાય બીજું કોઈ નહીં સંભાળે. બરાબર. એટલેકે આજથી તમારું પ્રમોશન. હું મેડમ ના આ વાક્યો થી ખુશ તો થયો પણ દુઃખી પણ. મારી ખુશી અને દુઃખ વચ્ચેનું કારણ તમે સારી રીતે જાણતા હશો. ભારે હૈયે મેડમ ને વિદાય આપીને હું મારી પત્નિ ને લઈને ઘરે આવ્યો. દૂર્ગા એ મેડમની ભેટ ખોલી તો ખુશી થી ચીસ પાડી ઉઠી, વાહ.. કેવું પડે હો.. તમારા મેડમનું જબ્બર પારખું નજર છે. કેમ ? મે પૂછ્યું. અરે.. મને ભેટ માં આ આંબલી આપીને આપડા જીવનમાં આવનાર નવા મેહમાન ની વધાઈ જો આપી દીધી?
શું? શું બોલી તું?
અરે એ જ કે મને પણ ખાટ્ટી આંબલી ખાવાની ઈચ્છા થઈ છે. તે શરમાતાં શરમાતાં બોલી. અને હું તેના ગોળ આંબલી જેવા ગાલ ને લાલચટ્ટક થતાં જોઈ રહ્યો. અને હોંશે હોંશે એ આંબલી નો આસ્વાદ માણવામાં લાગી ગયો.